Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105765 | ||
Scripture Name( English ): | Rajprashniya | Translated Scripture Name : | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्रदेशीराजान प्रकरण |
Translated Chapter : |
પ્રદેશીરાજાન પ્રકરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 65 | Category : | Upang-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से पएसी राया केसिं कुमारसमणं एवं वयासी–अह णं भंते! इहं उवविसामि? पएसी! साए उज्जानभूमीए तुमंसि चेव जाणए। तए णं से पएसी राया चित्तेणं सारहिणा सद्धिं केसिस्स कुमारसमणस्स अदूरसामंते उवविसइ, केसिं कुमारसमणं एवं वयासी–तुब्भं णं भंते! समणाणं णिग्गंथाणं एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तं जीवो तं सरीरं? तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी–पएसी! अम्हं समणाणं णिग्गंथाणं एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस हेऊ एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तं जीवो तं सरीरं। तए णं से पएसी राया केसिं कुमार-समणं एवं वयासी–जति णं भंते! तुब्भं समणाणं निग्गंथाणं एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस हेऊ एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तं जीवो तं सरीरं– एवं खलु ममं अज्जए होत्था, इहेव सेयवियाए नगरीए अधम्मिए जाव सयस्स वि य णं जनवयस्स नो सम्मं करभरवित्तिं पवत्तेति से णं तुब्भं वत्तव्वयाए सुबहुं पावकम्मं कलिकलुसं समज्जिणित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु नरएसु नेरइयत्ताए उववन्ने। तस्स णं अज्जगस्स अहं नत्तुए होत्था– इट्ठे कंते पिए मणुन्ने मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अनुमए रयणकरंडग-समाणे जीविउस्सविए हिययणंदिजणणे उंबरपुप्फं पिव दुल्लभे सवणयाए, किमंग पुण पासणयाए? तं जति णं से अज्जए ममं आगंतुं वएज्जा– एवं खलु नत्तुया! अहं तव अज्जए होत्था, इहेव सेयवियाए नयरीए अधम्मिए जाव नो सम्मं करभरवित्तिं पवत्तेमि। तए णं अहं सुबहुं पावकम्मं कलिकलुसं समज्जिणित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु नरएसु नेरइयत्ताए उववन्ने तं मा णं नत्तुया! तुमं पि भवाहि अधम्मिए जाव नो सम्मं करभरवित्तिं पवत्तेहि। मा णं तुमं पि एवं चेव सुबहुं पावकम्मं कलिकलुसं समज्जिणित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु नरएसु नेरइयत्ताए उववज्जिहिसि। तं जइ णं से अज्जए ममं आगंतुं वएज्जा तो णं अहं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तं जीवो तं सरीरं। जम्हा णं से अज्जए ममं आगंतुं नो एवं वयासी, तम्हा सुपइट्ठिया मम पइण्णा समणाउसो! जहा तज्जीवो तं सरीरं। तए णं से केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी–अत्थि णं पएसी! तव सूरियकंता नामं देवी? हंता अत्थि। जइ णं तुमं पएसी तं सूरियकंतं देविं ण्हायं कयबलिकम्मं कयकोउयमंगल-पायच्छित्तं सव्वालंकारभूसियं केणइ पुरिसेणं ण्हाएणं कयबलिकम्मेणं कयकोउयमंगलपायच्छित्तेणं सव्वालंकारभूसिएणं सद्धिं इट्ठे सद्द फरिस रस रूव गंधे पंचविहे माणुस्सते कामभोगे पच्चणुब्भवमाणिं पासिज्जासि, तस्स णं तुमं पएसी! पुरिसस्स कं डंडं निव्वत्तेज्जासि? अहं णं भंते! तं पुरिसं हत्थच्छिन्नगं वा पायच्छिन्नगं वा सूलाइगं वा सूलभिण्णगं वा एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोवएज्जा। अह णं पएसी से पुरिसे तुमं एवं वदेज्जा–मा ताव मे सामी! मुहुत्तागं हत्थच्छिन्नगं वा पायछिण्णगं वा सूलाइगं वा सूल-भिण्णगं वा एगाहच्चं कुडाहच्चं जीवियाओ ववरोवेहि जाव ताव अहं मित्त नाइ नियग सयण संबंधि परिजनं एवं वयामि–एवं खलु देवानुप्पिया! पावाइं कम्माइं समायरेत्ता इमेयारूवं आवइं पाविज्जामि, तं मा णं देवानुप्पिया! तुब्भे वि केइ पावाइं कम्माइं समायरह, मा णं से वि एवं चेव आवइं पाविज्जिहिह, जहा णं अहं। तस्स णं तुमं पएसी! पुरिसस्स खणमवि एयमट्ठं पडिसुणेज्जासि? नो तिणट्ठे समट्ठे। कम्हा णं? जम्हा णं भंते! अवराही णं से पुरिसे। एवामेव पएसी! तव वि अज्जए होत्था इहेव सेय-वियाए नयरीए अधम्मिए जाव नो सम्मं करभरवित्तिं पवत्तेइ। से णं अम्हं वत्तव्वयाए सुबहुं पावकम्मं कलिकलुसं समज्जिणित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु नरएसु नेरइयत्ताए उववन्ने। तस्स णं अज्जगस्स तुमं णत्तुए होत्था–इट्ठे कंते पिए मणुन्ने मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अनुमए रयणकरंडगसमाणे जीविउस्सविए हिययनंदिजणणे उंबरपुप्फं पिव दुल्लभे सवणयाए, किमंग पुण पासणयाए! से णं इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। चउहिं च णं ठाणेहिं पएसी! अहुणोववण्णए नरएसु नेरइए इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए अहुणोववण्णए नरएसु नेरइए से णं तत्थ महब्भूयं वेयणं वेदेमाणे इच्छेज्जा माणुस्सं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचा-एइ हव्वमागच्छित्तए। अहुणोववण्णए नरएसु नेरइए नरयपालेहिं भुज्जो-भुज्जो समहिट्ठिज्जमाणे इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। अहुणोववण्णए नरएसु नेरइए निरयवेयणिज्जंसि कम्मंसि अक्खीणंसि अवेइयंसि अणिज्जिण्णंसि इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। अहुणोववण्णए नरएसु नेरइए निरयाउयंसि कम्मंसि अक्खीणंसि अवेइयंसि अनिज्जिण्णंसि इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। इच्चेएहिं चउहिं ठाणेहिं पएसी अहुणोववन्ने नरएसु नेरइए इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। तं सद्दहाहि णं पएसी! जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तं जीवो तं सरीरं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૫. ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આમ પૂછ્યું – ભદન્ત ! હવે હું અહીં બેસું ? હે પ્રદેશી ! આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે, માટે તું જાણ. ત્યારે તે પ્રદેશી રાજા, ચિત્તસારથી સાથે કેશીકુમાર શ્રમણની કંઈક સમીપે બેઠો. કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત ! આપ શ્રમણ, નિર્ગ્રન્થોને આવી સંજ્ઞા, આવી પ્રતિજ્ઞા, આવી દૃષ્ટિ, આવી રૂચિ, આવો ઉપદેશ, આવો સંકલ્પ, આવી તુલા, આવું માન, આવું પ્રમાણ કે આવું સમોસરણ છે કે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે, અને જીવ એ જ શરીર નથી ? ત્યારે કેશીકુમારે તેને કહ્યું – હે પ્રદેશી ! અમને શ્રમણ નિર્ગ્રન્થોને આવી સંજ્ઞા યાવત્ આવો સિદ્ધાંત છે કે જીવ અને શરીર જુદા છે, તે બંને એક નથી. ત્યારે પ્રદેશીરાજાએ કેશીશ્રમણને કહ્યું – ભદન્ત ! તમને શ્રમણ નિર્ગ્રન્થોને જો આવી સંજ્ઞા યાવત્ સિદ્ધાંત છે કે જીવ અને શરીર બંને જુદા જ છે, તો મારા દાદા હતા, તે આ જ જંબૂદ્વીપ દ્વીપની સેયવિયા નગરીમાં અધાર્મિક યાવત્ પોતાના જ જનપદના સમ્યક્ કરભરવૃત્તિમાં પ્રવર્તતા ન હતા. તે આપની વક્તવ્યતા મુજબ ઘણાં જ પાપકર્મો કરી કલિકલુષ સમર્જિત કરી, કાળમાસે કાળ કરીને કોઈ એક નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય. તે દાદાનો હું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સ્થૈર્ય, વિશ્વાસ્ય, સંમત, બહુમત, અનુમત, રત્નકરંડક સમાન જીવનના શ્વાસ સમ, હૃદયને આનંદ આપનાર, ઉંબરના પુષ્પ સમાન, નામ પણ શ્રવણ દુર્લભ હોય તો દર્શનનું કહેવું જ શું ? એવો પુત્ર હતો. તેથી જો મારા દાદા આવીને મને આ પ્રમાણે કહે કે – હે પૌત્ર ! હું તારો દાદા હતો. આ જ સેયવિયા નગરીમાં અધાર્મિક યાવત્ સમ્યક્ કરભરવૃત્તિથી પ્રવર્તતો ન હતો. તે કારણે હું અતિ કલુષિત પાપકર્મો કરીને નરકમાં ઉત્પન્ન થયો છું. તેથી હે પૌત્ર ! તું અધાર્મિક ન થતો યાવત્ કરભર વૃત્તિમાં પ્રમાદ ન કરતો, તું આવા અનેક પાપકર્મો ન કરતો યાવત્ નરકમાં ઉપજીશ. તો જો મારા દાદા અહીં આવીને મને કહે તો હું આપના કથનની શ્રદ્ધા, પ્રતીતી, રૂચિ કરું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી. જ્યાં સુધી મારા દાદા આવીને આમ ન કહે, ત્યાં સુધી આયુષ્યમાન્ શ્રમણ ! મારી પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે. ‘જીવ એ જ શરીર છે’. ત્યારે કેશીકુમાર શ્રમણે રાજાને કહ્યું – હે પ્રદેશી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે ? હા, છે. હે પ્રદેશી ! જો તું સૂર્યકાંતા રાણીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, કોઈ પુરુષ કે જે સ્નાન કરેલ યાવત્ સર્વાલંકાર વિભૂષિત હોય તેની સાથે ઇષ્ટ શબ્દ – સ્પર્શ – રસ – રૂપ – ગંધયુક્ત પંચવિધ માનુષી કામભોગ અનુભવતો હોય તે તું જોઈ લે, તો હે પ્રદેશી ! તું તે પુરુષનો શો દંડ નિશ્ચિત કર ? ભદન્ત ! હું તે પુરુષના હાથ છેદી નાંખુ, તેને શૂળી ઉપર ચઢાવી દઉં, શૂળથી ભેદું, પગ છેદી નાંખું, એક જ ઘા કરીને તેને જીવિતથી રહિત કરી દઉં. હે પ્રદેશી ! હવે જો તે પુરુષ તને કહે કે – હે સ્વામી ! મુહૂર્ત્ત માત્ર રોકાઈ જાઓ. ત્યાં સુધી મારા હાથ ન છેદશો યાવત્ મારી ન નાંખશો. ત્યાં સુધીમાં હું મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને એમ કહું કે – દેવાનુપ્રિયો ! નિશ્ચે પાપકર્મોને આચરીને હું આવા પ્રકારની આપત્તિમાં પડેલો છું તો હે દેવાનુપ્રિયો ! તમે કોઈ પાપકર્મ આચરશો નહીં, જેથી તમારે આ પ્રકારની આપત્તિની પ્રાપ્તિ થાય, જેવી મને થઈ છે. તો હે પ્રદેશી ! શું ક્ષણ માત્ર માટે પણ તે પુરુષની વાત તું માનીશ ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે તે પુરુષ અપરાધી છે. એ પ્રમાણે જ હે પ્રદેશી ! તારા દાદા પણ છે, જેઓ આ જ સેયવિયા નગરીમાં અધાર્મિક યાવત્ સમ્યક્ કરભર વૃત્તિ પ્રવર્તતા ન હતા. તે અમારી વક્તવ્યતા મુજબ ઘણા પાપ કરીને યાવત્ નરકે ઉપજ્યા છે. તું તે દાદાનો ઇષ્ટ, કાંત યાવત્ દુર્લભ પૌત્ર છો. જો કે તે જલદી મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે, પણ ત્યાંથી આવવામાં સમર્થ નથી. કેમ કે હે પ્રદેશી ! તત્કાલ નરકમાં નારકરૂપે ઉત્પન્ન જીવ શીઘ્ર જ ચાર કારણોથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ ત્યાંથી આવી શકતા નથી. ૧. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક ત્યાંની અત્યંત તીવ્ર વેદના વેદતા હોવાથી, ૨. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક નરકપાલો દ્વારા વારંવાર તાડિત આદિ કરતા હોવાથી, ૩. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિકના નરકવેદનીય કર્મ ક્ષીણ થયા ન હોય, વેદાયા ન હોય અને નિર્જરેલા ન હોય, તે કારણથી, ૪. એ રીતે નરકનું આયુષ્ કર્મ ક્ષીણ થયા ન હોય, વેદાયા ન હોય અને નિર્જરેલા ન હોવાથી, આ ચાર કારણે, નારકી જીવ મનુષ્ય લોકમાં આવવાની ઇચ્છા રાખવા છતાં આવી શકતો નથી. હે પ્રદેશી ! આ કારણે તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે, શરીર અન્ય છે. પણ જીવ એ જ શરીર નથી. સૂત્ર– ૬૬. ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભદન્ત ! આ આપે આપેલ બુદ્ધિ – ઉપમા છે કે આ કારણે આવતા નથી. તો હવે મારો બીજો પ્રશ્ન – ભદન્ત ! નિશ્ચે મારા દાદી હતા, તે ધાર્મિક હતા યાવત્ ધર્મમય જીવન પસાર કરતા શ્રાવિકા હતા, જીવાજીવના જ્ઞાતા હતા. બધું વર્ણન કરવું યાવત્ આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે આપની વક્તવ્યતા મુજબ ઘણુ જ પુન્ય ઉપાર્જી – સંચય કરી કાળમાસે કાળ કરી કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તે દાદીને હું ઇષ્ટ, કાંત યાવત્ દુર્લભ પૌત્ર હતો. તેથી જો તે દાદી અહીં આવીને મને કહે કે – હે પૌત્ર ! નિશ્ચે હું તારી દાદી, આ જ સેયવિયા નગરીમાં ધાર્મિક હતી યાવત્ ધર્મમય જીવન પસાર કરતી શ્રાવિકા હતી યાવત્ આત્માને ભાવિત કરતા વિચરતી હતી. ત્યારે મેં ઘણુ પુણ્ય સંચિત કરી – ઉપાર્જીને યાવત્ હું દેવલોકમાં ઉત્પન્ન થઈ, તો હે પૌત્ર ! તું પણ ધાર્મિક થઈને યાવત્ વિચર, તો તું પણ આ ઘણા જ પુણ્યના સંચય – ઉપાર્જનથી યાવત્ દેવલોકમાં ઉત્પન્ન થઈશ. તો જ્યારે મારા દાદી આવીને મને કહેશે, તો હું શ્રદ્ધા, પ્રીતિ, રૂચિ કરીશ કે જીવ અન્ય છે – શરીર અન્ય છે. જીવ એ જ શરીર નથી, જો તે મારી દાદી આવીને આમ નહીં કહે તો ‘જીવ એ જ શરીર છે, પણ જીવ અને શરીર જુદા નથી,’ તે મારી પ્રતિજ્ઞા યોગ્ય જ છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આમ કહ્યું – હે પ્રદેશી ! જો તું સ્નાન, બલિકર્મ, કૌતુકમંગલ પ્રાયશ્ચિત્ત કરી, ભીની ધોતી પહેરી, હાથમાં ભૃંગાર ધૂપ કડછો લઈને દેવકુળમાં પ્રવેશ કરતો હો, તે સમયે કોઈ પુરુષ વિષ્ટાગૃહમાં રહીને એમ કહે કે – હે સ્વામી ! મુહૂર્ત્ત માત્ર અહીં બેસો, ઊભો, નિષદ્યા કરો, ત્વગ્ વર્તન કરો તો હે પ્રદેશી ! તું ક્ષણવાર માટે પણ આ વૃત્તાંત સ્વીકારીશ ? પ્રદેશીરાજાએ કહ્યુ કે – ના, તે ન સ્વીકારું. કેમ ? ભદન્ત ! તે સ્થાન અશુચિ અને અશુચિ વસ્તુથી ભરેલ છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તારી દાદી પણ આ જ સેયવિયા નગરીમાં ધાર્મિક હતા યાવત્ ધર્મમય જીવન વિતાવતા રહેલા હતા. તેણી અમારી વક્તવ્યતા મુજબ યાવત્ સ્વર્ગે ઉત્પન્ન થાય. તે દાદીનો તું પૌત્ર ઇષ્ટ આદિ પૌત્ર છો. પરંતુ તે મનુષ્યલોકમાં જલદી આવવા ઇચ્છે તો પણ ન આવી શકે. હે પ્રદેશી ! ચાર કારણે તુરંતનો ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે, તો પણ આવી ન શકે – ૧. અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત, અત્યાસક્ત થઈ, તેઓ માનુષી ભોગોનો આદર કરતા નથી કે જાણતા નથી તેથી ઇચ્છવા છતાં મનુષ્યલોકમાં આવી શકતા નથી. ૨. અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ચ્છિત યાવત્ અત્યાસક્ત થઈ, તેને માનુષી પ્રેમ નષ્ટ થાય છે. દિવ્ય પ્રેમ સંક્રાંત થાય છે. તેથી યાવત્ અહીં આવી શકતો નથી. ૩. અભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં મૂર્ચ્છિત યાવત્ અત્યાસક્ત હોય, તેને એમ થાય કે હમણા જઈશ, મુહૂર્ત્તમાં જઈશ, તેટલામાં અહીં અલ્પાયુષ્ક મનુષ્યો કાળધર્મને પામે છે, તેથી યાવત્ અહીં આવી શકતો નથી ૪. અભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં યાવત્ અત્યાસક્ત હોય, તેને માનુષી વિશાળ દુર્ગંધ પ્રતિકૂળ અને પ્રતિલોમ થાય છે. ઊંચે પણ ૪૦૦ – ૫૦૦ યોજન અશુભ માનુષી ગંધ ઉછળતી હોય છે, તેથી તે મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ આવી ન શકે. આ કારણોથી હે પ્રદેશી ! અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં જલદી આવવા ઇચ્છે, તો પણ આવી શકતા નથી. તેથી હે પ્રદેશી! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. સૂત્ર સંદર્ભ– ૬૫, ૬૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se paesi raya kesim kumarasamanam evam vayasi–aha nam bhamte! Iham uvavisami? Paesi! Sae ujjanabhumie tumamsi cheva janae. Tae nam se paesi raya chittenam sarahina saddhim kesissa kumarasamanassa adurasamamte uvavisai, kesim kumarasamanam evam vayasi–tubbham nam bhamte! Samananam niggamthanam esa sanna esa painna esa ditthi esa rui esa uvaese esa samkappe esa tula esa mane esa pamane esa samosarane, jaha–anno jivo annam sariram, no tam jivo tam sariram? Tae nam kesi kumarasamane paesim rayam evam vayasi–paesi! Amham samananam niggamthanam esa sanna esa painna esa ditthi esa rui esa heu esa uvaese esa samkappe esa tula esa mane esa pamane esa samosarane, jaha–anno jivo annam sariram, no tam jivo tam sariram. Tae nam se paesi raya kesim kumara-samanam evam vayasi–jati nam bhamte! Tubbham samananam niggamthanam esa sanna esa painna esa ditthi esa rui esa heu esa uvaese esa samkappe esa tula esa mane esa pamane esa samosarane, jaha–anno jivo annam sariram, no tam jivo tam sariram– Evam khalu mamam ajjae hottha, iheva seyaviyae nagarie adhammie java sayassa vi ya nam janavayassa no sammam karabharavittim pavatteti se nam tubbham vattavvayae subahum pavakammam kalikalusam samajjinitta kalamase kalam kichcha annayaresu naraesu neraiyattae uvavanne. Tassa nam ajjagassa aham nattue hottha– itthe kamte pie manunne maname thejje vesasie sammae bahumae anumae rayanakaramdaga-samane jiviussavie hiyayanamdijanane umbarapuppham piva dullabhe savanayae, kimamga puna pasanayae? Tam jati nam se ajjae mamam agamtum vaejja– Evam khalu nattuya! Aham tava ajjae hottha, iheva seyaviyae nayarie adhammie java no sammam karabharavittim pavattemi. Tae nam aham subahum pavakammam kalikalusam samajjinitta kalamase kalam kichcha annayaresu naraesu neraiyattae uvavanne tam ma nam nattuya! Tumam pi bhavahi adhammie java no sammam karabharavittim pavattehi. Ma nam tumam pi evam cheva subahum pavakammam kalikalusam samajjinitta kalamase kalam kichcha annayaresu naraesu neraiyattae uvavajjihisi. Tam jai nam se ajjae mamam agamtum vaejja to nam aham saddahejja pattiejja roejja jaha–anno jivo annam sariram, no tam jivo tam sariram. Jamha nam se ajjae mamam agamtum no evam vayasi, tamha supaitthiya mama painna samanauso! Jaha tajjivo tam sariram. Tae nam se kesi kumarasamane paesim rayam evam vayasi–atthi nam paesi! Tava suriyakamta namam devi? Hamta atthi. Jai nam tumam paesi tam suriyakamtam devim nhayam kayabalikammam kayakouyamamgala-payachchhittam savvalamkarabhusiyam kenai purisenam nhaenam kayabalikammenam kayakouyamamgalapayachchhittenam savvalamkarabhusienam saddhim itthe sadda pharisa rasa ruva gamdhe pamchavihe manussate kamabhoge pachchanubbhavamanim pasijjasi, tassa nam tumam paesi! Purisassa kam damdam nivvattejjasi? Aham nam bhamte! Tam purisam hatthachchhinnagam va payachchhinnagam va sulaigam va sulabhinnagam va egahachcham kudahachcham jiviyao vavarovaejja. Aha nam paesi se purise tumam evam vadejja–ma tava me sami! Muhuttagam hatthachchhinnagam va payachhinnagam va sulaigam va sula-bhinnagam va egahachcham kudahachcham jiviyao vavarovehi java tava aham mitta nai niyaga sayana sambamdhi parijanam evam vayami–evam khalu devanuppiya! Pavaim kammaim samayaretta imeyaruvam avaim pavijjami, tam ma nam devanuppiya! Tubbhe vi kei pavaim kammaim samayaraha, ma nam se vi evam cheva avaim pavijjihiha, jaha nam aham. Tassa nam tumam paesi! Purisassa khanamavi eyamattham padisunejjasi? No tinatthe samatthe. Kamha nam? Jamha nam bhamte! Avarahi nam se purise. Evameva paesi! Tava vi ajjae hottha iheva seya-viyae nayarie adhammie java no sammam karabharavittim pavattei. Se nam amham vattavvayae subahum pavakammam kalikalusam samajjinitta kalamase kalam kichcha annayaresu naraesu neraiyattae uvavanne. Tassa nam ajjagassa tumam nattue hottha–itthe kamte pie manunne maname thejje vesasie sammae bahumae anumae rayanakaramdagasamane jiviussavie hiyayanamdijanane umbarapuppham piva dullabhe savanayae, kimamga puna pasanayae! Se nam ichchhai manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae. Chauhim cha nam thanehim paesi! Ahunovavannae naraesu neraie ichchhejja manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae Ahunovavannae naraesu neraie se nam tattha mahabbhuyam veyanam vedemane ichchhejja manussam logam havvamagachchhittae, no cheva nam samcha-ei havvamagachchhittae. Ahunovavannae naraesu neraie narayapalehim bhujjo-bhujjo samahitthijjamane ichchhai manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae. Ahunovavannae naraesu neraie nirayaveyanijjamsi kammamsi akkhinamsi aveiyamsi anijjinnamsi ichchhai manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae. Ahunovavannae naraesu neraie nirayauyamsi kammamsi akkhinamsi aveiyamsi anijjinnamsi ichchhai manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae. Ichcheehim chauhim thanehim paesi ahunovavanne naraesu neraie ichchhai manusam logam havvamagachchhittae, no cheva nam samchaei havvamagachchhittae. Tam saddahahi nam paesi! Jaha–anno jivo annam sariram, no tam jivo tam sariram. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 65. Tyare te pradeshi rajae keshikumara shramanane ama puchhyum – bhadanta ! Have hum ahim besum\? He pradeshi ! A udyanabhumi tari potani chhe, mate tum jana. Tyare te pradeshi raja, chittasarathi sathe keshikumara shramanani kamika samipe betho. Keshikumara shramanane kahyum – Bhadanta ! Apa shramana, nirgranthone avi samjnya, avi pratijnya, avi drishti, avi ruchi, avo upadesha, avo samkalpa, avi tula, avum mana, avum pramana ke avum samosarana chhe ke – jiva anya chhe ane sharira anya chhe, ane jiva e ja sharira nathi\? Tyare keshikumare tene kahyum – He pradeshi ! Amane shramana nirgranthone avi samjnya yavat avo siddhamta chhe ke jiva ane sharira juda chhe, te bamne eka nathi. Tyare pradeshirajae keshishramanane kahyum – bhadanta ! Tamane shramana nirgranthone jo avi samjnya yavat siddhamta chhe ke jiva ane sharira bamne juda ja chhe, to mara dada hata, te a ja jambudvipa dvipani seyaviya nagarimam adharmika yavat potana ja janapadana samyak karabharavrittimam pravartata na hata. Te apani vaktavyata mujaba ghanam ja papakarmo kari kalikalusha samarjita kari, kalamase kala karine koi eka narakamam nairayikapane utpanna thaya. Te dadano hum ishta, kamta, priya, manojnya, sthairya, vishvasya, sammata, bahumata, anumata, ratnakaramdaka samana jivanana shvasa sama, hridayane anamda apanara, umbarana pushpa samana, nama pana shravana durlabha hoya to darshananum kahevum ja shum\? Evo putra hato. Tethi jo mara dada avine mane a pramane kahe ke – He pautra ! Hum taro dada hato. A ja seyaviya nagarimam adharmika yavat samyak karabharavrittithi pravartato na hato. Te karane hum ati kalushita papakarmo karine narakamam utpanna thayo chhum. Tethi he pautra ! Tum adharmika na thato yavat karabhara vrittimam pramada na karato, tum ava aneka papakarmo na karato yavat narakamam upajisha. To jo mara dada ahim avine mane kahe to hum apana kathanani shraddha, pratiti, ruchi karum ke jiva anya chhe ane sharira anya chhe, jiva e ja sharira nathi. Jyam sudhi mara dada avine ama na kahe, tyam sudhi ayushyaman shramana ! Mari pratijnya supratishthita chhe. ‘jiva e ja sharira chhe’. Tyare keshikumara shramane rajane kahyum – he pradeshi ! Tare suryakamta name rani chhe\? Ha, chhe. He pradeshi ! Jo tum suryakamta ranine snana kari, balikarma kari, kautuka – mamgala – prayashchitta kari, sarvalamkarathi vibhushita thai, koi purusha ke je snana karela yavat sarvalamkara vibhushita hoya teni sathe ishta shabda – sparsha – rasa – rupa – gamdhayukta pamchavidha manushi kamabhoga anubhavato hoya te tum joi le, to he pradeshi ! Tum te purushano sho damda nishchita kara\? Bhadanta ! Hum te purushana hatha chhedi namkhu, tene shuli upara chadhavi daum, shulathi bhedum, paga chhedi namkhum, eka ja gha karine tene jivitathi rahita kari daum. He pradeshi ! Have jo te purusha tane kahe ke – he svami ! Muhurtta matra rokai jao. Tyam sudhi mara hatha na chhedasho yavat mari na namkhasho. Tyam sudhimam hum mara mitra, jnyati, nijaka, svajana, sambamdhi, parijanane ema kahum ke – Devanupriyo ! Nishche papakarmone acharine hum ava prakarani apattimam padelo chhum to he devanupriyo ! Tame koi papakarma acharasho nahim, jethi tamare a prakarani apattini prapti thaya, jevi mane thai chhe. To he pradeshi ! Shum kshana matra mate pana te purushani vata tum manisha\? Na, te artha samartha nathi. Kema ke te purusha aparadhi chhe. E pramane ja he pradeshi ! Tara dada pana chhe, jeo a ja seyaviya nagarimam adharmika yavat samyak karabhara vritti pravartata na hata. Te amari vaktavyata mujaba ghana papa karine yavat narake upajya chhe. Tum te dadano ishta, kamta yavat durlabha pautra chho. Jo ke te jaladi manushya lokamam avava ichchhe chhe, pana tyamthi avavamam samartha nathi. Kema ke he pradeshi ! Tatkala narakamam narakarupe utpanna jiva shighra ja chara karanothi manushyalokamam avava ichchhe to pana tyamthi avi shakata nathi. 1. Narakamam tatkala utpanna nairayika tyamni atyamta tivra vedana vedata hovathi, 2. Narakamam tatkala utpanna nairayika narakapalo dvara varamvara tadita adi karata hovathi, 3. Narakamam tatkala utpanna nairayikana narakavedaniya karma kshina thaya na hoya, vedaya na hoya ane nirjarela na hoya, te karanathi, 4. E rite narakanum ayush karma kshina thaya na hoya, vedaya na hoya ane nirjarela na hovathi, a chara karane, naraki jiva manushya lokamam avavani ichchha rakhava chhatam avi shakato nathi. He pradeshi ! A karane tum shraddha kara ke jiva anya chhe, sharira anya chhe. Pana jiva e ja sharira nathi. Sutra– 66. Tyare te pradeshi rajae keshikumara shramanane ama kahyum – bhadanta ! A ape apela buddhi – upama chhe ke a karane avata nathi. To have maro bijo prashna – Bhadanta ! Nishche mara dadi hata, te dharmika hata yavat dharmamaya jivana pasara karata shravika hata, jivajivana jnyata hata. Badhum varnana karavum yavat atmane bhavita karata vicharata hata. Te apani vaktavyata mujaba ghanu ja punya uparji – samchaya kari kalamase kala kari koi devalokamam devapane utpanna thaya chhe. Te dadine hum ishta, kamta yavat durlabha pautra hato. Tethi jo te dadi ahim avine mane kahe ke – He pautra ! Nishche hum tari dadi, a ja seyaviya nagarimam dharmika hati yavat dharmamaya jivana pasara karati shravika hati yavat atmane bhavita karata vicharati hati. Tyare mem ghanu punya samchita kari – uparjine yavat hum devalokamam utpanna thai, to he pautra ! Tum pana dharmika thaine yavat vichara, to tum pana a ghana ja punyana samchaya – uparjanathi yavat devalokamam utpanna thaisha. To jyare mara dadi avine mane kaheshe, to hum shraddha, priti, ruchi karisha ke jiva anya chhe – sharira anya chhe. Jiva e ja sharira nathi, jo te mari dadi avine ama nahim kahe to ‘jiva e ja sharira chhe, pana jiva ane sharira juda nathi,’ te mari pratijnya yogya ja chhe. Tyare keshikumara shramane pradeshi rajane ama kahyum – he pradeshi ! Jo tum snana, balikarma, kautukamamgala prayashchitta kari, bhini dhoti paheri, hathamam bhrimgara dhupa kadachho laine devakulamam pravesha karato ho, te samaye koi purusha vishtagrihamam rahine ema kahe ke – he svami ! Muhurtta matra ahim beso, ubho, nishadya karo, tvag vartana karo to he pradeshi ! Tum kshanavara mate pana a vrittamta svikarisha\? Pradeshirajae kahyu ke – na, te na svikarum. Kema\? Bhadanta ! Te sthana ashuchi ane ashuchi vastuthi bharela chhe. A pramane he pradeshi ! Tari dadi pana a ja seyaviya nagarimam dharmika hata yavat dharmamaya jivana vitavata rahela hata. Teni amari vaktavyata mujaba yavat svarge utpanna thaya. Te dadino tum pautra ishta adi pautra chho. Paramtu te manushyalokamam jaladi avava ichchhe to pana na avi shake. He pradeshi ! Chara karane turamtano utpanna deva, devalokathi manushyalokamam avava ichchhe, to pana avi na shake – 1. Abhinava utpanna deva devalokamam divya kamabhogamam murchchhita, griddha, grathita, atyasakta thai, teo manushi bhogono adara karata nathi ke janata nathi tethi ichchhava chhatam manushyalokamam avi shakata nathi. 2. Abhinava utpanna deva devalokamam divya kamabhogamam murchchhita yavat atyasakta thai, tene manushi prema nashta thaya chhe. Divya prema samkramta thaya chhe. Tethi yavat ahim avi shakato nathi. 3. Abhinava utpanna deva divya kamabhogamam murchchhita yavat atyasakta hoya, tene ema thaya ke hamana jaisha, muhurttamam jaisha, tetalamam ahim alpayushka manushyo kaladharmane pame chhe, tethi yavat ahim avi shakato nathi 4. Abhinava utpanna deva divya kamabhogamam yavat atyasakta hoya, tene manushi vishala durgamdha pratikula ane pratiloma thaya chhe. Umche pana 400 – 500 yojana ashubha manushi gamdha uchhalati hoya chhe, tethi te manushyalokamam avava ichchhe to pana avi na shake. A karanothi he pradeshi ! Abhinava utpanna deva devalokathi manushyalokamam jaladi avava ichchhe, to pana avi shakata nathi. Tethi he pradeshi! Tum shraddha kara ke jiva anya chhe ane sharira anya chhe. Sutra samdarbha– 65, 66 |