Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105756
Scripture Name( English ): Rajprashniya Translated Scripture Name : રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रदेशीराजान प्रकरण

Translated Chapter :

પ્રદેશીરાજાન પ્રકરણ

Section : Translated Section :
Sutra Number : 56 Category : Upang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से जियसत्तुराया अन्नया कयाइ महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं सज्जेइ, सज्जेत्ता चित्तं सारहिं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–गच्छाहि णं तुमं चित्ता! सेयवियं नगरिं, पएसिस्स रन्नो इमं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेहि, मम पाउग्गं च णं जहाभणियं अवितहमसंदिद्धं वयणं विण्णवेहि त्ति कट्टु विसज्जिए। तए णं से चित्ते सारही जियसत्तुणा रन्ना विसज्जिए समाणे तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं गिण्हइ, गिण्हित्ता जियसत्तुस्स रन्नो अंतियाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सावत्थीनयरीए मज्झंमज्झेणं निग्गच्छइ, जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ, तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं ठवेइ, ण्हाए कयबलिकम्मे कयकोउय मंगलपायच्छित्ते सुद्धप्पावेसाइं मंगल्लाइं वत्थाइं पवर परिहिते अप्पमहग्घाभरणालंकियसरीरे सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महया पायविहारचारेणं महया पुरिसवग्गुरापरिक्खित्ते रायमग्गमोगाढाओ आवासाओ निग्गच्छइ, सावत्थीनगरीए मज्झंमज्झेणं निग्गच्छति, ... ... जेणेव कोट्ठए चेइए जेणेव केसी कुमार-समणे तेणेव उवागच्छति, केसिस्स कुमार-समणस्स अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठचित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवस-विसप्पमाणहियए उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता केसिं कुमार-समणं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– एवं खलु अहं भंते! जियसत्तुणा रन्ना पएसिस्स रन्नो इमं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेहि त्ति कट्टु विसज्जिए। तं गच्छामि णं अहं भंते! सेयवियं नगरिं। पासादीया णं भंते! सेयविया नगरी। दरिसणिज्जा णं भंते! सेयविया नगरी। अभिरूवा णं भंते! सेयविया नगरी। पडिरूवा णं भंते! सेयविया नगरी। समोसरह णं भंते! तुब्भे सेयवियं नगरिं। तए णं से केसी कुमार-समणे चित्तेणं सारहिणा एवं वुत्ते समाणे चित्तस्स सारहिस्स एयमट्ठं नो आढाइ नो परिजाणाइ तुसिणीए संचिट्ठइ। तए णं चित्ते सारही केसिं कुमारसमणं दोच्चं पि तच्चं पि एवं वयासी–एवं खलु अहं भंते! जियसत्तुणा रन्ना पएसिस्स रन्नो इमं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेहि त्ति कट्टु विसज्जिए। तं गच्छामि णं अहं भंते! सेयवियं नगरिं। पासादीया णं भंते! सेयविया नगरी। दरिसणिज्जा णं भंते! सेयविया नगरी। अभिरूवा णं भंते! सेयविया नगरी। पडिरूवा णं भंते! सेयविया नगरी। समोसरह णं भंते! तुब्भे सेयवियं नगरिं। तए णं केसी कुमार-समणे चित्तेणं सारहिण, दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे चित्तं सारहिं एवं वयासी– चित्ता! से जहानामए वनसंडे सिया–किण्हे किण्होभासे नीले नीलोभासे हरिए हरिओभासे सीए सीओभासे णिद्धे णिद्धोभासे तिव्वे तिव्वो भासे किण्हे किण्हच्छाए नीले नीलच्छाए हरिए हरियच्छाए सीए सीअच्छाए णिद्धे णिद्धच्छाए तिव्वे तिव्वच्छाए घणकडियकड-च्छाए रम्मे महामेहनिकुरंबभूए जाव पडिरूवे। से णूणं चित्ता! से वनसंडे बहूणं दुपय चउप्पय मिय पसु पक्खी सिरीसिवाणं अभिगमणिज्जे? हंता अभिगमणिज्जे। तंसि च णं चित्ता! वनसंडंसि बहवे भिलुंगा नाम पावसउणा परिवसंति। जे णं तेसिं बहूणं दुपय चउप्पय मिय पसु पक्खी सिरीसिवाणं ठियाणं चेव मंससोणियं आहारेंति। से नूनं चित्ता! से वनसंडे तेसि णं बहूणं दुपय चउप्पय मिय पसु पक्खी सिरी सिवाणं अभिगमणिज्जे? नो ति, कम्हा णं? भंते! सोवसग्गे, एवमेव चित्ता! तुब्भं पि सेयवियाए नयरीए पएसी नामं राया परिवसइ–अहम्मिए जाव नो सम्मं करभरवित्तिं पवत्तेइ। तं कहं णं अहं चित्ता! सेयवियाए नगरीए समोसरिस्सामि?
Sutra Meaning : સૂત્ર– ૫૬. ત્યારે તે જિતશત્રુ રાજા અન્ય કોઈ દિવસે મહાર્થ યાવત્‌ ભેંટણું તૈયાર કરે છે. કરીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું – હે ચિત્ત ! તું સેયવિયા નગરી જઈ પ્રદેશી રાજાને આ મહાર્થ યાવત્‌ ભેંટણુ આપ. મારા તરફથી વિનયથી નિવેદન કરજે કે આપે મારા માટે જે સંદેશ મોકલ્યો છે, તે જ પ્રકારે અવિતથ અને અસંદિગ્ધરૂપે સ્વીકારું છું. એમ કહી ચિત્ત સારથીને વિદાય આપી. ત્યારે તે ચિત્તસારથી, જિતશત્રુ વડે વિસર્જિત કરાતા, તે મહાર્થ ભેંટણું યાવત્‌ લઈને યાવત્‌ જિતશત્રુ રાજા પાસેથી નીકળે છે, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ, રાજમાર્ગે અવગાઢ આવાસમાં જાય છે, ત્યાં મહાર્થ ભેંટણુ યાવત્‌ સ્થાપે છે. સ્નાન કરી યાવત્‌ કોરંટ પુષ્પમાળા યાવત્‌ મહત્‌ પાદચાર વિહારથી(પગે ચાલતા), મહત્‌ પુરુષ વાગુરાથી પરિક્ષિપ્ત(વિશાલ જન સમુદાય સાથે), રાજમાર્ગે અવગાઢ આવાસ(પોતાના ઉતારે)થી નીકળે છે. શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચથી કોષ્ઠક ચૈત્યે કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. કેશીકુમાર શ્રમણ પાસે ધર્મ સાંભળી યાવત્‌ હર્ષિત થઈ, ઉત્થિત થઈ યાવત્‌ કહે છે – હે ભગવન્‌ ! નિશ્ચે જિતશત્રુ રાજાએ પ્રદેશી રાજાને આ મહાર્થ ભેંટણુ યાવત્‌ આપવાનું કહી મને વિદાય આપી. હે ભગવન્‌! તેથી હું સેયવિયા નગરી જઉં છું. ભગવન્‌ ! સેયવિયા નગરી પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે. ભગવન્‌ ! આપ સેયવિયા નગરી પધારો. ત્યારે તે કેશીકુમાર શ્રમણે, ચિત્તસારથીને આમ કહેતો સાંભળી ચિત્તસારથીના આ કથનનો આદર ન કર્યો, જાણ્યુ નહીં, પરંતુ મૌન થઈને રહ્યા. ત્યારે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને બીજી – ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! નિશ્ચે જિતશત્રુ રાજાએ પ્રદેશી રાજાને આ મહાર્થ યાવત્‌ વિસર્જિત કર્યો આદિ પૂર્વવત્‌ યાવત્‌ હે ભગવન્‌ ! આપ સેયવિયા નગરીએ પધારો. ત્યારે કેશીકુમાર શ્રમણ ચિત્તસારથીએ બીજી – ત્રીજી વખત આમ કહેતા, ચિત્તસારથીને કહ્યું – હે ચિત્ત ! જેમ કોઈ વનખંડ કૃષ્ણ – કૃષ્ણપ્રભાવાળુ યાવત્‌ પ્રતિરૂપ હોય. હે ચિત્ત ! તે વનખંડ ઘણા દ્વિપદ – ચતુષ્પદ – મૃગ – પશુ – પક્ષી – સરીસૃપોને ગમન યોગ્ય છે ? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું કે હા તેમ છે. હે ચિત્ત ! જો તે વનખંડમાં ઘણા દ્વિપદ – ચતુષ્પદ – મૃગ – પશુ – પક્ષી – સરીસૃપાદિ પ્રાણીના લોહી – માંસને ખાનારા ભીલુંગ નામક પાપશકુન રહેતા હોય તો તે વનખંડ તે ઘણા દ્વિપદ યાવત્‌ સરીસૃપોને રહેવા યોગ્ય થઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. કેશીકુમારે પૂછ્યું – કેમ ? હે ભગવન્‌ ! તે ઉપસર્ગવાળું થાય છે. એ પ્રમાણે હે ચિત્ત ! તારી પણ સેયવિયા નગરીમાં પ્રદેશી નામે રાજા વસે છે. તે અધાર્મિક યાવત્‌ પ્રજાજનો પાસેથી રાજકર લઈને પણ તેનું યોગ્ય પાલન કરતો નથી. તેથી હે ચિત્ત ! હું સેયવિયા નગરીમાં કઈ રીતે આવી શકું ? ત્યારે તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભગવન્‌ ! આપે પ્રદેશી રાજાથી શું પ્રયોજન છે ? ભગવન્‌ ! સેયવિયા નગરીમાં બીજા ઘણા ઇશ્વર, તલવર યાવત્‌ સાર્થવાહ વગેરે છે, જે આપ દેવાનુપ્રિયને વંદન – નમસ્કાર યાવત્‌ પર્યુપાસના કરશે. વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાભિત કરશે. પ્રાતિહારિક પીઠ – ફલક – શય્યા – સંસ્તારક વડે ઉપનિમંત્રિત કરશે. ત્યારે કેશીકુમારે ચિત્તસારથીને કહ્યું – હે ચિત્ત ! આમંત્રણને ધ્યાનમાં રાખીશ. સૂત્ર– ૫૭. ત્યારપછી તે ચિત્તસારથીએ કેશીકુમારને વંદન – નમન કર્યું. તેમની પાસેથી કોષ્ઠક ચૈત્યથી નીકળ્યો. નીકળીને શ્રાવસ્તી નગરીમાં રાજમાર્ગમાં અવગાઢ પોતાના આવાસે આવ્યો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિય ! જલદીથી ચાતુર્ઘંટ અશ્વરથ જોડીને લાવો. જે રીતે સેયવિયા નગરીથી નીકળેલ તે જ રીતે યાવત્‌ નિવાસ કરતો કરતો કુણાલા જનપદની વચ્ચોવચ્ચથી કેકય અર્દ્ધ દેશમાં સેયવિયા નગરીના મૃગવન ઉદ્યાનમાં આવ્યો. આવીને ઉદ્યાનપાલકને બોલાવ્યો, બોલાવીને કહ્યું કે – હે દેવાનુપ્રિય ! જ્યારે પાર્શ્વાપત્ય કેશીકુમાર શ્રમણ પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ જતા, અહીં આવે, ત્યારે તું તેમને વંદન – નમસ્કાર કરજે. વાંદી – નમીને યથાપ્રતિરૂપ અવગ્રહની અનુજ્ઞા આપજે, પ્રાતિહારક પીઠ, ફલકાદિથી યાવત્‌ નિમંત્રણા કરજે. આ આજ્ઞાને જલદી પાળજે. ત્યારે તે ઉદ્યાનપાલક, ચિત્તસારથીએ આમ કહેતા હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ, બે હાથ જોડી યાવત્‌ – ‘‘તહત્તિ’’. કહીને વિનયથી આજ્ઞાવચનને સ્વીકારે છે. સૂત્ર– ૫૮. ત્યારે ચિત્તસારથી, સેયવિયા નગરીએ આવ્યો. આવીને સેયવિયા નગરીની વચ્ચોવચ્ચથી પ્રવેશે છે. પ્રવેશીને પ્રદેશી રાજાના ઘેર, બાહ્ય ઉપસ્થાનશાળાએ આવ્યો. આવીને ઘોડા રોક્યા, રથને ઊભો રાખ્યો. રથથી નીચે ઊતર્યો. ઊતરીને તે મહાર્થ ભેંટણુ યાવત્‌ લીધું. લઈને પ્રદેશી રાજા પાસે આવ્યો. આવીને પ્રદેશી રાજાને બે હાથ જોડી યાવત્‌ વધાવીને તે મહાર્થ ભેંટણુ યાવત્‌ ધર્યુ. ત્યારે તે પ્રદેશી રાજા, ચિત્તસારથીના તે મહાર્થ ભેંટણાને યાવત્‌ સ્વીકારે છે, સ્વીકારીને ચિત્ત સારથીને સત્કારે છે, સન્માને છે, પછી વિસર્જિત કરે છે. ત્યારે તે ચિત્ત સારથી પ્રદેશી રાજા દ્વારા વિસર્જિત કરાતા હર્ષિત યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ પ્રદેશી રાજા પાસેથી નીકળે છે. નીકળીને ચાતુર્ઘંટ અશ્વરથ પાસે આવે છે, રથમાં આરૂઢ થાય છે. થઈને સેયવિયા નગરીની વચ્ચોવચ્ચથી પોતાના ઘેર આવે છે. આવીને ઘોડાને રોકે છે. રથ ઊભો રાખે છે. રથથી ઊતરે છે. પછી સ્નાન કરી યાવત્‌ ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે સ્ફૂટ કરાતા મૃદંગ મસ્તક અને બત્રીશબદ્ધ નાટક સાથે શ્રેષ્ઠ તરુણી યુક્ત નૃત્ય કરાતા, ગીતો ગવાતા, લાલન કરતા, ઇષ્ટ શબ્દ – સ્પર્શ ભોગવતો યાવત્‌ વિચરે છે. સૂત્ર– ૫૯. ત્યારપછી તે કેશીકુમાર શ્રમણ અન્ય કોઈ દિને પ્રાતિહારક પીઠ – ફલક – શય્યા – સંસ્તારકને પાછા સોંપી, શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળે છે, નીકળીને ૫૦૦ સાધુ સાથે યાવત્‌ વિચરતા કેકયાર્દ્ધ જનપદમાં સેયવિયા નગરીના મૃગવન ઉદ્યાનમાં આવે છે. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારે સેયવિયા નગરીના શૃંગાટકે મહા જનશબ્દથી યાવત્‌ પર્ષદા નીકળી. ત્યારપછી તે ઉદ્યાન પાલકે આ વૃત્તાંત લબ્ધાર્થ થતા હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ, કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. પછી કેશીકુમાર શ્રમણને વંદન – નમસ્કાર કરે છે. કરીને યથાપ્રતિરૂપ અવગ્રહની અનુજ્ઞા આપે છે. પ્રાતિહારિક યાવત્‌ સંસ્તારક માટે ઉપનિમંત્રી, નામ – ગોત્રને પૂછે છે. પૂછીને અવધારે છે. પછી એકાંતમાં જઈને એકબીજાને આ પ્રમાણે કહે છે – દેવાનુપ્રિયો! ચિત્તસારથી જેના દર્શનને કાંક્ષે છે, પ્રાર્થે છે, સ્પૃહા કરે છે, અભિલાષા કરે છે, જેના નામગોત્રના શ્રવણથી હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ હૃદયી થાય છે. તે કેશીકુમાર શ્રમણ પૂર્વાનુપૂર્વી વિચરતા, એક ગામથી બીજે ગામ જતા અહીં આવ્યા છે – સંપ્રાપ્ત થયા છે – પધાર્યા છે, આ જ સેયવિયાની બહાર મૃગવન ઉદ્યાનમાં યાવત્‌ વિચરે છે. હે દેવાનુપ્રિયો ! ચાલો, ચિત્તસારથીને પ્રિય આ અર્થનું નિવેદન કરીએ, તે તેમને પ્રિય થાઓ. એકબીજાની પાસે આ વૃત્તાંતને સ્વીકારે છે, સ્વીકારીને સેયવિયા નગરીમાં ચિત્તસારથીને ઘેર, જ્યાં ચિત્તસારથી છે, ત્યાં જાય છે. જઈને ચિત્તસારથીને હાથ જોડી યાવત્‌ વધાવે છે, વધાવીને આમ કહ્યું – દેવાનુપ્રિય ! આપ જેના દર્શનની કાંક્ષા યાવત્‌ અભિલાષા કરો છો, જેમના નામ – ગોત્રના શ્રવણથી હર્ષિત યાવત્‌ થાઓ છો. તે આ કેશીકુમાર શ્રમણ પૂર્વાનુપૂર્વી ચરતા પધાર્યા છે ત્યારે તે ચિત્તસારથી, તે ઉદ્યાનપાલક પાસે આ અર્થ સાંભળી, સમજી, હૃષ્ટ – તુષ્ટ થઈ યાવત્‌ આસનથી ઊભો થઈ, પાદપીઠથી નીચે ઊતરે છે, ઊતરીને પાદુકા ઊતારે છે. ઊતારીને એકશાટિક ઉત્તરાસંગ કરે છે. અગ્રહસ્તથી મુકુલિત અંજલિ કરી, કેશીકુમાર શ્રમણ અભિમુખ સાત – આઠ પગલાં જાય છે, જઈને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે – અરહંત યાવત્‌ નિર્વાણ પ્રાપ્ત ભગવંતને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છું. તેઓ મને જુએ. એમ કહી વંદન – નમસ્કાર કર્યા. તે ઉદ્યાનપાલકને વિપુલ વસ્ત્ર – ગંધ – માળા – અલંકારથી સત્કારી, સન્માની, વિપુલ જીવિત યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કર્યો. ત્યારપછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી ચાતુર્ઘંટ અશ્વરથ જોડીને લાવો યાવત્‌ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્‌ જલદીથી છત્ર – ધ્વજ સહિત યાવત્‌ અશ્વરથ લાવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે ચિત્તસારથી, કૌટુંબિક પુરુષો પાસે આ વૃત્તાંતને સાંભળી, સમજીને, હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ પ્રસન્નહૃદયી થઈ, સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્‌ અલંકૃત શરીરી થઈ ચાતર્ઘંટ યાવત્‌ બેસીને, સકોરેંટ છત્ર આદિથી યુક્ત થઇ મહા સુભટ સમૂહ સાથે પૂર્વવત્‌ પર્યુપાસે છે. યાવત્‌ કેશી કુમાર શ્રમણે ધર્મકથા કહી. સૂત્ર– ૬૦. ત્યારપછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ થઈ, પૂર્વવત્‌ ઉઠીને આમ બોલ્યો – હે ભગવન્‌! નિશ્ચે અમારો પ્રદેશી રાજા અધાર્મિક યાવત્‌ રાજકર લઈને પોતાના જ જનપદનું સમ્યક્‌ પાલન કરતો નથી. તો હે દેવાનુપ્રિય ! જો આપ પ્રદેશી રાજાને ધર્મ કહેશો તો તે પ્રદેશી રાજાને અને ઘણા દ્વિપદ – ચતુષ્પદ – મૃગ – પશુ – પક્ષી – સરીસૃપોને નિશ્ચે ઘણુ જ ગુણકારી થશે. તથા ઘણા શ્રમણ – બ્રાહ્મણ – ભિક્ષુને પણ લાભકારી થશે. જો તે પ્રદેશી રાજાને બહુ ગુણવાળુ થશે તો તેનાથી જનપદને પણ લાભ થશે. સૂત્ર– ૬૧. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથીને કહ્યું – હે ચિત્ત ! ચાર કારણે જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ પામતો નથી. તે આ પ્રમાણે – ૧. આરામ કે ઉદ્યાનમાં રહેલ શ્રમણ કે બ્રાહ્મણની અભિમુખ ન જાય, વંદન – નમન – સત્કાર અને સન્માન ન કરે. કલ્યાણ – મંગલ – દેવ – ચૈત્યરૂપ તેમને સેવે નહીં, અર્થ – હેતુ – પ્રશ્ન – કારણ – ઉત્તર ન પૂછે છે. આ કારણે હે ચિત્ત ! જીવો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતા નથી. ૨. ઉપાશ્રયમાં સ્થિત શ્રમણને કે બ્રાહ્મણની અભિમુખ ન જાય, વંદન – નમન – સત્કાર અને સન્માન ન કરે. કલ્યાણ – મંગલ – દેવ – ચૈત્યરૂપ તેમને સેવે નહીં, અર્થ – હેતુ – પ્રશ્ન – કારણ – ઉત્તર ન પૂછે છે.યાવત્‌ આ કારણે પણ જીવો, હે ચિત્ત ! કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. ૩. ગૌચરી ગયેલ શ્રમણ કે બ્રાહ્મણને યાવત્‌ પર્યુપાસે નહીં, વિપુલ અશન – પાન – ખાદિમ – સ્વાદિમથી પડિલાભે નહીં, અર્થ આદિ પૂછે નહીં, તો આ કારણે હે ચિત્ત! કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. ૪. જો શ્રમણ કે બ્રાહ્મણનો સામેથી યોગ મળે ત્યારે પણ પોતાને હાથ – વસ્ત્ર – છત્ર વડે આવરીને રાખે, અર્થ આદિ ન પૂછે, તો હે ચિત્ત ! આ કારણે પણ જીવો કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ સાંભળી શકે નહીં. હે ચિત્ત ! ઉક્ત ચાર કારણે જીવો કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ ન પામે. હે ચિત્ત ! ચાર કારણે જીવો કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ સાંભળવા પામે છે – ૧. આરામ કે ઉદ્યાનસ્થિત શ્રમણ કે બ્રાહ્મણને વાંદે – નમે યાવત્‌ પર્યુપાસે, અર્થાદિ યાવત્‌ પૂછે, તો યાવત્‌ શ્રવણને પામે. ૨. એ રીતે ઉપાશ્રય સ્થિત કે ૩. ગૌચરીએ ગયેલ શ્રમણને પર્યુપાસે, વિપુલ અશનાદિથી યાવત્‌ પ્રતિલાભે, અર્થાદિ યાવત્‌ પૂછે, તો ધર્મ શ્રવણ પામે. ૪. જો કોઈ શ્રમણનો સામેથી સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે પોતાને હાથ આદિથી આવરીને ન રહે, તો હે ચિત્ત ! આ કારણે જીવો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ પામે છે. હે ચિત્ત ! તારો પ્રદેશી રાજા આરામ કે ઉદ્યાનમાં રહેલ શ્રમણાદિ પાસે જતો નથી ઇત્યાદિ પૂર્વવત્‌ બધું કહેવું. તે રાજા આવતો – જતો નથી, યાવત્‌ પોતાને આવરીને રહેલો છે, તો હે ચિત્ત ! તેને હું ધર્મ કઈ રીતે કહી શકું ? ત્યારે તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભદન્ત ! નિશ્ચે અન્ય કોઈ દિને કંબોજ દેશવાસીએ ચાર ઘોડા ભેટરૂપે આપેલ છે. મેં તેને પ્રદેશી રાજાને ત્યાં મોકલી આપેલ હતા. હે ભદન્ત ! આ ઘોડાને બહાને હું પ્રદેશી રાજાને આપ દેવાનુપ્રિયની પાસે જલદી લાવીશ. ત્યારે હે દેવાનુપ્રિય ! આપ પ્રદેશી રાજાને ધર્મ કહેતા લેશમાત્ર ગ્લાનિ ન કરતા. ભદન્ત ! આપ અગ્લાનભાવે પ્રદેશી રાજાને ધર્મ કહેજો. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથીને આમ કહ્યું – હે ચિત્ત ! અવસર જોઈશું. ત્યારે તે ચિત્તસારથી, કેશીકુમાર શ્રમણને વંદન – નમન કરે છે, કરીને ચાતુર્ઘંટ અશ્વરથ પાસે આવ્યો. આવીને તેમાં આરૂઢ થયો. પછી જે દિશાથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. સૂત્ર સંદર્ભ– ૫૬–૬૧
Mool Sutra Transliteration : [sutra] tae nam se jiyasatturaya annaya kayai mahattham mahaggham mahariham viulam rayariham pahudam sajjei, sajjetta chittam sarahim saddavei, saddavetta evam vayasi–gachchhahi nam tumam chitta! Seyaviyam nagarim, paesissa ranno imam mahattham mahaggham mahariham viulam rayariham pahudam uvanehi, mama pauggam cha nam jahabhaniyam avitahamasamdiddham vayanam vinnavehi tti kattu visajjie. Tae nam se chitte sarahi jiyasattuna ranna visajjie samane tam mahattham mahaggham mahariham viulam rayariham pahudam ginhai, ginhitta jiyasattussa ranno amtiyao padinikkhamai, padinikkhamitta savatthinayarie majjhammajjhenam niggachchhai, jeneva rayamaggamogadhe avase teneva uvagachchhai, tam mahattham mahaggham mahariham viulam rayariham pahudam thavei, nhae kayabalikamme kayakouya mamgalapayachchhitte suddhappavesaim mamgallaim vatthaim pavara parihite appamahagghabharanalamkiyasarire sakoremtamalladamenam chhattenam dharijjamanenam mahaya payaviharacharenam mahaya purisavagguraparikkhitte rayamaggamogadhao avasao niggachchhai, savatthinagarie majjhammajjhenam niggachchhati,.. .. Jeneva kotthae cheie jeneva kesi kumara-samane teneva uvagachchhati, kesissa kumara-samanassa amtie dhammam sochcha nisamma hatthatutthachittamanamdie piimane paramasomanassie harisavasa-visappamanahiyae utthae utthei, utthetta kesim kumara-samanam tikkhutto ayahina-payahinam karei, karetta vamdai namamsai, vamditta namamsitta evam vayasi– evam khalu aham bhamte! Jiyasattuna ranna paesissa ranno imam mahattham mahaggham mahariham viulam rayariham pahudam uvanehi tti kattu visajjie. Tam gachchhami nam aham bhamte! Seyaviyam nagarim. Pasadiya nam bhamte! Seyaviya nagari. Darisanijja nam bhamte! Seyaviya nagari. Abhiruva nam bhamte! Seyaviya nagari. Padiruva nam bhamte! Seyaviya nagari. Samosaraha nam bhamte! Tubbhe seyaviyam nagarim. Tae nam se kesi kumara-samane chittenam sarahina evam vutte samane chittassa sarahissa eyamattham no adhai no parijanai tusinie samchitthai. Tae nam chitte sarahi kesim kumarasamanam dochcham pi tachcham pi evam vayasi–evam khalu aham bhamte! Jiyasattuna ranna paesissa ranno imam mahattham mahaggham mahariham viulam rayariham pahudam uvanehi tti kattu visajjie. Tam gachchhami nam aham bhamte! Seyaviyam nagarim. Pasadiya nam bhamte! Seyaviya nagari. Darisanijja nam bhamte! Seyaviya nagari. Abhiruva nam bhamte! Seyaviya nagari. Padiruva nam bhamte! Seyaviya nagari. Samosaraha nam bhamte! Tubbhe seyaviyam nagarim. Tae nam kesi kumara-samane chittenam sarahina, dochcham pi tachcham pi evam vutte samane chittam sarahim evam vayasi– chitta! Se jahanamae vanasamde siya–kinhe kinhobhase nile nilobhase harie hariobhase sie siobhase niddhe niddhobhase tivve tivvo bhase kinhe kinhachchhae nile nilachchhae harie hariyachchhae sie siachchhae niddhe niddhachchhae tivve tivvachchhae ghanakadiyakada-chchhae ramme mahamehanikurambabhue java padiruve. Se nunam chitta! Se vanasamde bahunam dupaya chauppaya miya pasu pakkhi sirisivanam abhigamanijje? Hamta abhigamanijje. Tamsi cha nam chitta! Vanasamdamsi bahave bhilumga nama pavasauna parivasamti. Je nam tesim bahunam dupaya chauppaya miya pasu pakkhi sirisivanam thiyanam cheva mamsasoniyam aharemti. Se nunam chitta! Se vanasamde tesi nam bahunam dupaya chauppaya miya pasu pakkhi siri sivanam abhigamanijje? No ti, kamha nam? Bhamte! Sovasagge, evameva chitta! Tubbham pi seyaviyae nayarie paesi namam raya parivasai–ahammie java no sammam karabharavittim pavattei. Tam kaham nam aham chitta! Seyaviyae nagarie samosarissami?
Sutra Meaning Transliteration : Sutra– 56. Tyare te jitashatru raja anya koi divase mahartha yavat bhemtanum taiyara kare chhe. Karine chittasarathine bolavine kahyum – he chitta ! Tum seyaviya nagari jai pradeshi rajane a mahartha yavat bhemtanu apa. Mara taraphathi vinayathi nivedana karaje ke ape mara mate je samdesha mokalyo chhe, te ja prakare avitatha ane asamdigdharupe svikarum chhum. Ema kahi chitta sarathine vidaya api. Tyare te chittasarathi, jitashatru vade visarjita karata, te mahartha bhemtanum yavat laine yavat jitashatru raja pasethi nikale chhe, nikaline shravasti nagarini vachchovachcha thai, rajamarge avagadha avasamam jaya chhe, tyam mahartha bhemtanu yavat sthape chhe. Snana kari yavat koramta pushpamala yavat mahat padachara viharathi(page chalata), mahat purusha vagurathi parikshipta(vishala jana samudaya sathe), rajamarge avagadha avasa(potana utare)thi nikale chhe. Shravasti nagarini vachchovachchathi koshthaka chaitye keshikumara shramana pase ave chhe. Keshikumara shramana pase dharma sambhali yavat harshita thai, utthita thai yavat kahe chhe – he bhagavan ! Nishche jitashatru rajae pradeshi rajane a mahartha bhemtanu yavat apavanum kahi mane vidaya api. He bhagavan! Tethi hum seyaviya nagari jaum chhum. Bhagavan ! Seyaviya nagari prasadiya chhe, darshaniya chhe, abhirupa chhe, pratirupa chhe. Bhagavan ! Apa seyaviya nagari padharo. Tyare te keshikumara shramane, chittasarathine ama kaheto sambhali chittasarathina a kathanano adara na karyo, janyu nahim, paramtu mauna thaine rahya. Tyare chittasarathie keshikumara shramanane biji – triji vakhata pana a pramane kahyum – bhagavan ! Nishche jitashatru rajae pradeshi rajane a mahartha yavat visarjita karyo adi purvavat yavat he bhagavan ! Apa seyaviya nagarie padharo. Tyare keshikumara shramana chittasarathie biji – triji vakhata ama kaheta, chittasarathine kahyum – he chitta ! Jema koi vanakhamda krishna – krishnaprabhavalu yavat pratirupa hoya. He chitta ! Te vanakhamda ghana dvipada – chatushpada – mriga – pashu – pakshi – sarisripone gamana yogya chhe\? Tyare chitta sarathie kahyum ke ha tema chhe. He chitta ! Jo te vanakhamdamam ghana dvipada – chatushpada – mriga – pashu – pakshi – sarisripadi pranina lohi – mamsane khanara bhilumga namaka papashakuna raheta hoya to te vanakhamda te ghana dvipada yavat sarisripone raheva yogya thai shake\? Na, te artha samartha nathi. Keshikumare puchhyum – kema\? He bhagavan ! Te upasargavalum thaya chhe. E pramane he chitta ! Tari pana seyaviya nagarimam pradeshi name raja vase chhe. Te adharmika yavat prajajano pasethi rajakara laine pana tenum yogya palana karato nathi. Tethi he chitta ! Hum seyaviya nagarimam kai rite avi shakum\? Tyare te chittasarathie keshikumara shramanane ama kahyum – bhagavan ! Ape pradeshi rajathi shum prayojana chhe\? Bhagavan ! Seyaviya nagarimam bija ghana ishvara, talavara yavat sarthavaha vagere chhe, je apa devanupriyane vamdana – namaskara yavat paryupasana karashe. Vipula ashana, pana, khadima, svadimathi pratilabhita karashe. Pratiharika pitha – phalaka – shayya – samstaraka vade upanimamtrita karashe. Tyare keshikumare chittasarathine kahyum – he chitta ! Amamtranane dhyanamam rakhisha. Sutra– 57. Tyarapachhi te chittasarathie keshikumarane vamdana – namana karyum. Temani pasethi koshthaka chaityathi nikalyo. Nikaline shravasti nagarimam rajamargamam avagadha potana avase avyo. Kautumbika purushone bolavya. Bolavine kahyum – o devanupriya ! Jaladithi chaturghamta ashvaratha jodine lavo. Je rite seyaviya nagarithi nikalela te ja rite yavat nivasa karato karato kunala janapadani vachchovachchathi kekaya arddha deshamam seyaviya nagarina mrigavana udyanamam avyo. Avine udyanapalakane bolavyo, bolavine kahyum ke – he devanupriya ! Jyare parshvapatya keshikumara shramana purvanupurvi vicharata, gramanugrama jata, ahim ave, tyare tum temane vamdana – namaskara karaje. Vamdi – namine yathapratirupa avagrahani anujnya apaje, pratiharaka pitha, phalakadithi yavat nimamtrana karaje. A ajnyane jaladi palaje. Tyare te udyanapalaka, chittasarathie ama kaheta hrishta – tushta yavat prasanna hridayi thai, be hatha jodi yavat – ‘‘tahatti’’. Kahine vinayathi ajnyavachanane svikare chhe. Sutra– 58. Tyare chittasarathi, seyaviya nagarie avyo. Avine seyaviya nagarini vachchovachchathi praveshe chhe. Praveshine pradeshi rajana ghera, bahya upasthanashalae avyo. Avine ghoda rokya, rathane ubho rakhyo. Rathathi niche utaryo. Utarine te mahartha bhemtanu yavat lidhum. Laine pradeshi raja pase avyo. Avine pradeshi rajane be hatha jodi yavat vadhavine te mahartha bhemtanu yavat dharyu. Tyare te pradeshi raja, chittasarathina te mahartha bhemtanane yavat svikare chhe, svikarine chitta sarathine satkare chhe, sanmane chhe, pachhi visarjita kare chhe. Tyare te chitta sarathi pradeshi raja dvara visarjita karata harshita yavat prasanna hridayi thai pradeshi raja pasethi nikale chhe. Nikaline chaturghamta ashvaratha pase ave chhe, rathamam arudha thaya chhe. Thaine seyaviya nagarini vachchovachchathi potana ghera ave chhe. Avine ghodane roke chhe. Ratha ubho rakhe chhe. Rathathi utare chhe. Pachhi snana kari yavat uparana shreshtha prasade sphuta karata mridamga mastaka ane batrishabaddha nataka sathe shreshtha taruni yukta nritya karata, gito gavata, lalana karata, ishta shabda – sparsha bhogavato yavat vichare chhe. Sutra– 59. Tyarapachhi te keshikumara shramana anya koi dine pratiharaka pitha – phalaka – shayya – samstarakane pachha sompi, shravasti nagarina koshthaka chaityathi nikale chhe, nikaline 500 sadhu sathe yavat vicharata kekayarddha janapadamam seyaviya nagarina mrigavana udyanamam ave chhe. Avine yathapratirupa avagraha avagrahine samyama ane tapathi potana atmane bhavita karata vichare chhe. Tyare seyaviya nagarina shrimgatake maha janashabdathi yavat parshada nikali. Tyarapachhi te udyana palake a vrittamta labdhartha thata hrishta – tushta yavat prasanna hridayi thai, keshikumara shramana pase ave chhe. Pachhi keshikumara shramanane vamdana – namaskara kare chhe. Karine yathapratirupa avagrahani anujnya ape chhe. Pratiharika yavat samstaraka mate upanimamtri, nama – gotrane puchhe chhe. Puchhine avadhare chhe. Pachhi ekamtamam jaine ekabijane a pramane kahe chhe – Devanupriyo! Chittasarathi jena darshanane kamkshe chhe, prarthe chhe, spriha kare chhe, abhilasha kare chhe, jena namagotrana shravanathi hrishta – tushta yavat hridayi thaya chhe. Te keshikumara shramana purvanupurvi vicharata, eka gamathi bije gama jata ahim avya chhe – samprapta thaya chhe – padharya chhe, a ja seyaviyani bahara mrigavana udyanamam yavat vichare chhe. He devanupriyo ! Chalo, chittasarathine priya a arthanum nivedana karie, te temane priya thao. Ekabijani pase a vrittamtane svikare chhe, svikarine seyaviya nagarimam chittasarathine ghera, jyam chittasarathi chhe, tyam jaya chhe. Jaine chittasarathine hatha jodi yavat vadhave chhe, vadhavine ama kahyum – Devanupriya ! Apa jena darshanani kamksha yavat abhilasha karo chho, jemana nama – gotrana shravanathi harshita yavat thao chho. Te a keshikumara shramana purvanupurvi charata padharya chhe Tyare te chittasarathi, te udyanapalaka pase a artha sambhali, samaji, hrishta – tushta thai yavat asanathi ubho thai, padapithathi niche utare chhe, utarine paduka utare chhe. Utarine ekashatika uttarasamga kare chhe. Agrahastathi mukulita amjali kari, keshikumara shramana abhimukha sata – atha pagalam jaya chhe, jaine be hatha jodi, mastake avartta kari, mastake amjali karine a pramane kahe chhe – Arahamta yavat nirvana prapta bhagavamtane namaskara thao. Mara dharmacharya, dharmopadeshaka keshikumara shramanane namaskara thao. Ahim rahelo hum tyam rahela bhagavamtane vamdu chhum. Teo mane jue. Ema kahi vamdana – namaskara karya. Te udyanapalakane vipula vastra – gamdha – mala – alamkarathi satkari, sanmani, vipula jivita yogya pritidana ape chhe, apine visarjita karyo. Tyarapachhi kautumbika purushone bolavya. Bolavine kahyum – o devanupriyo ! Jaladithi chaturghamta ashvaratha jodine lavo yavat ajnya pachhi sompo. Tyare te kautumbika purusho yavat jaladithi chhatra – dhvaja sahita yavat ashvaratha lavine temani ajnya pachhi sompi. Tyare chittasarathi, kautumbika purusho pase a vrittamtane sambhali, samajine, hrishta – tushta yavat prasannahridayi thai, snana kari, balikarma kari yavat alamkrita shariri thai chatarghamta yavat besine, sakoremta chhatra adithi yukta thai maha subhata samuha sathe purvavat paryupase chhe. Yavat keshi kumara shramane dharmakatha kahi. Sutra– 60. Tyarapachhi te chittasarathi keshikumara shramanani pase dharma sambhali, avadhari, harshita – samtushta thai, purvavat uthine ama bolyo – He bhagavan! Nishche amaro pradeshi raja adharmika yavat rajakara laine potana ja janapadanum samyak palana karato nathi. To he devanupriya ! Jo apa pradeshi rajane dharma kahesho to te pradeshi rajane ane ghana dvipada – chatushpada – mriga – pashu – pakshi – sarisripone nishche ghanu ja gunakari thashe. Tatha ghana shramana – brahmana – bhikshune pana labhakari thashe. Jo te pradeshi rajane bahu gunavalu thashe to tenathi janapadane pana labha thashe. Sutra– 61. Tyare keshikumara shramane chitta sarathine kahyum – he chitta ! Chara karane jiva kevaliprajnyapta dharmanum shravana pamato nathi. Te a pramane – 1. Arama ke udyanamam rahela shramana ke brahmanani abhimukha na jaya, vamdana – namana – satkara ane sanmana na kare. Kalyana – mamgala – deva – chaityarupa temane seve nahim, artha – hetu – prashna – karana – uttara na puchhe chhe. A karane he chitta ! Jivo kevali prajnyapta dharmane sambhali shakata nathi. 2. Upashrayamam sthita shramanane ke brahmanani abhimukha na jaya, vamdana – namana – satkara ane sanmana na kare. Kalyana – mamgala – deva – chaityarupa temane seve nahim, artha – hetu – prashna – karana – uttara na puchhe chhE.Yavat a karane pana jivo, he chitta ! Kevali prajnyapta dharma sambhali na shake. 3. Gauchari gayela shramana ke brahmanane yavat paryupase nahim, vipula ashana – pana – khadima – svadimathi padilabhe nahim, artha adi puchhe nahim, to a karane he chitta! Kevali prajnyapta dharma sambhali na shake. 4. Jo shramana ke brahmanano samethi yoga male tyare pana potane hatha – vastra – chhatra vade avarine rakhe, artha adi na puchhe, to he chitta ! A karane pana jivo kevaliprajnyapta dharma sambhali shake nahim. He chitta ! Ukta chara karane jivo kevaliprajnyapta dharma na pame. He chitta ! Chara karane jivo kevaliprajnyapta dharma sambhalava pame chhe – 1. Arama ke udyanasthita shramana ke brahmanane vamde – name yavat paryupase, arthadi yavat puchhe, to yavat shravanane pame. 2. E rite upashraya sthita ke 3. Gaucharie gayela shramanane paryupase, vipula ashanadithi yavat pratilabhe, arthadi yavat puchhe, to dharma shravana pame. 4. Jo koi shramanano samethi samyoga prapta thaya, tyare potane hatha adithi avarine na rahe, to he chitta ! A karane jivo kevali prajnyapta dharmanum shravana pame chhe. He chitta ! Taro pradeshi raja arama ke udyanamam rahela shramanadi pase jato nathi ityadi purvavat badhum kahevum. Te raja avato – jato nathi, yavat potane avarine rahelo chhe, to he chitta ! Tene hum dharma kai rite kahi shakum\? Tyare te chittasarathie keshikumara shramanane ama kahyum – bhadanta ! Nishche anya koi dine kamboja deshavasie chara ghoda bhetarupe apela chhe. Mem tene pradeshi rajane tyam mokali apela hata. He bhadanta ! A ghodane bahane hum pradeshi rajane apa devanupriyani pase jaladi lavisha. Tyare he devanupriya ! Apa pradeshi rajane dharma kaheta leshamatra glani na karata. Bhadanta ! Apa aglanabhave pradeshi rajane dharma kahejo. Tyare keshikumara shramane chitta sarathine ama kahyum – he chitta ! Avasara joishum. Tyare te chittasarathi, keshikumara shramanane vamdana – namana kare chhe, karine chaturghamta ashvaratha pase avyo. Avine temam arudha thayo. Pachhi je dishathi avyo hato, te ja dishamam pachho chalyo gayo. Sutra samdarbha– 56–61