Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104921 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध २ वर्ग-१ चमरेन्द्र अग्रमहिषी अध्ययन-२ थी ५ |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૨ વર્ગ-૧ ચમરેન્દ્ર અગ્રમહિષી અધ્યયન-૨ થી ૫ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 221 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स पढम-ज्झयणस्स अयमट्ठे पन्नत्ते, बिइयस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे गुणसिलए चेइए। सामी समोसढे। परिसा निग्गया जाव पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं राई देवी चमरचंचाए रायहाणीए एवं जहा काली तहेव आगया, नट्टविहिं उवदंसित्ता पडिगया। भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता पुव्वभवपुच्छा। गोयमाति! समणे भगवं महावीरे भगवं गोयमं आमंतेत्ता एवं वयासी–एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं आमलकप्पा नयरी अंबसालवणे चेइए। जियसत्तू राया। राई गाहावई। राइसिरी भारिया। राई दारिया। पासस्स समोसरणे। राई दारिया जहेव काली तहेव निक्खंता। तए णं सा राई अज्जा जाया। तए णं सा राई अज्जा पुप्फचूलाए अज्जाए अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाइं अहिज्जइ। तए णं सा राइ अज्जा अन्नया कयाइ सरीरबाउसिया जाया या वि होत्था। तए णं सा राई अज्जा पासत्था तस्स ठाणस्स अणालोइयपडिक्कंता कालमासे कालं किच्चा चमरचंचाए रायहाणीए रायवडिंसए भवणे उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिया अंगुलस्स असंखेज्जाए भागमेत्ताए ओगाहणाए राईदेवित्ताए उववण्णो जाव० अंतं काहिइ। एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमस्स वग्गस्स बिइयज्झयणस्स अयमट्ठे पन्नत्ते। | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ધર્મકથાના દશ વર્ગો કહ્યા છે, તો ભગવન્ ! પહેલા વર્ગનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયનો કહ્યા છે – કાલી, રાજી, રજની, વિદ્યુત, મેઘા. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, ચેલ્લણા રાણી હતા. સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્ષદા પર્યુપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે કાલી નામક દેવી ચમરચંચા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં કાલ સિંહાસને ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર મહત્તરિકાઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા ઘણા કાલાવતંસક ભવનવાસી અસુરકુમાર દેવ – દેવીઓ સાથે પરીવરી મહા આહત યાવત્ વિચરતી હતી તેણી આ સંપૂર્ણ જંબૂદ્વીપને વિપુલ અવધિજ્ઞાન વડે ઉપયોગપૂર્વક જોતી હતી. ત્યાં શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં, રાજગૃહનગરમાં, ગુણશીલ ચૈત્યે યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા જોયા, જોઈને હૃષ્ટ – તુષ્ટ – આનંદિત ચિત્ત – પ્રીતિમના યાવત્ હતહૃદયા થઈ સિંહાસનેથી ઉઠી. ઉઠીને પાદપીઠેથી ઉતરી, પછી પાદુકા ઉતારી, પછી તીર્થંકરાભિમુખ થઈ સાત – આઠ ડગલા સામે ગઈ, પછી ડાબો પગ ઊભો કર્યો, જમણો પગ ધરણીતલે રાખી, ત્રણ વખત મસ્તકને ધરણીતલે લગાડ્યું. પછી કિંચિત્ મસ્તક ઊંચુ કર્યુ, કરીને કડા – ત્રુટિતથી સ્તંભિત ભૂજાઓ સાહરી, હાથ જોડીને કહ્યું – અરહંત યાવત્ સંપ્રાપ્તને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સંપ્રાપ્તિની કામનાવાળાને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને વાંદુ છું, તેઓ પણ મને જુએ. એમ કહી વંદના – નમસ્કાર કર્યા. પછી પૂર્વદિશાભિમુખ થઈને પોતાના શ્રેષ્ઠ સિંહાસને બેઠી. ત્યારે તે કાલીદેવીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ થયો – મારા માટે ઉચિત છે કે – શ્રમણ ભગવંત મહાવીરને વાંદુ યાવત્ પર્યુપાસુ. એમ વિચારી આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીરને૦ ઇત્યાદિ સૂર્યાભદેવ સમાન કહેવું, તે પ્રમાણે જ આજ્ઞા આપી યાવત્ દિવ્ય સૂરવર અભિગમન યોગ્ય વિમાન કરો. કરીને યાવત્ આજ્ઞા પાછી સોંપો. તેઓએ પણ તેમ કરી, આજ્ઞા પાછી સોંપી. વિશેષ એ કે – યાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. બાકી પૂર્વવત્, તે રીતે જ નામગોત્ર કહ્યા. તેમજ નાટ્યવિધિ દેખાડી યાવત્ પાછી ગઈ. ભગવન્ ! એ પ્રમાણે આમંત્રી, ગૌતમસ્વામીએ ભગવન્ મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહ્યું – કાલીદેવીની તે દિવ્ય દેવર્દ્ધિ૦ આદિ ક્યાં ગયા ? અહીં કૂટાગાર શાળાનું દૃષ્ટાંત ભગવંતે કહ્યું. અહો ભગવન્ ! કાલીદેવી મહર્દ્ધિક છે, ભગવન્ ! કાલીદેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ આદિ કઈ રીતે લબ્ધ – પ્રાપ્ત – અભિસમન્વાગત કરી ? એ પ્રમાણે સૂર્યાભદેવ મુજબ કહેવું યાવત્ હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આમલકલ્પા નગરી હતી. અંબશાલવન ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. તે આમલકલ્પા નગરીમાં કાલ નામે આઢ્ય યાવત્ અપરિભૂત ગાથાપતિ હતો. તે કાલ ગાથાપતિને કાલશ્રી નામે ભાર્યા હતી, તે સુકુમાલ યાવત્ સુરૂપા હતી. તે કાલ ગાથાપતિની પુત્રી, કાલશ્રી ભાર્યાની આત્મજા કાલી નામે પુત્રી હતી, તે મોટી – મોટીકુમારી અને જીર્ણ – જીર્ણકુમારી હતી. પતિત – પુતસ્તની, નિર્વિણ્ણ – વરવાળી, વરપરિવર્જિત(અવિવાહિતા) એવી હતી. તે કાળે, તે સમયે પુરુષાદાનીય અરહંત પાર્શ્વ, આદિકર, વર્દ્ધમાનસ્વામી સમાન હતા. વિશેષ એ – નવ હાથ ઊંચા, ૧૬,૦૦૦ શ્રમણ, ૩૮,૦૦૦ આર્યા સાથે સંપરીવરીને યાવત્ આમ્રશાલવનમાં પધાર્યા. પર્ષદા નીકળી યાવત્ પર્યુપાસે છે. ત્યારપછી તે કાલી દારિકાએ આ વાત જાણી, હૃષ્ટ યાવત્ હૃદયી થઈ માતા – પિતા પાસે આવી. બે હાથ જોડીને કહ્યું – હે માતાપિતા ! આદિકર પુરુષાદાનીય પાર્શ્વ અર્હત્ યાવત્ પધારેલ છે, તો હે માતાપિતા ! આપની આજ્ઞા પામીને, તેમની વંદનાર્થે જઉં ? હે દેવાનુપ્રિયા ! સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર. ત્યારે તે કાલિકા કન્યા, માતા – પિતાની આજ્ઞા પામીને હર્ષિત યાવત્ પ્રસન્ન હૃદયા થઈ, સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશ્ય ઉત્તમ મંગલ વસ્ત્રો પહેરી, અલ્પ પણ મહાર્ઘ આભરણથી અલંકૃત શરીરા થઈ, દાસીના સમૂહથી પરીવરીને પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાન – શાળામાં ધાર્મિક યાન પ્રવર પાસે આવી, તે યાન પ્રવરમાં બેઠી.પછી તે કાલીકુમારી ધાર્મિક યાનપ્રવરમાં દ્રૌપદીની માફક યાવત્ પર્યુપાસે છે ત્યારે પુરુષાદાનીય પાર્શ્વ અરહંતે કાલીકુમારી અને તે મહાન્ મોટી પર્ષદાને ધર્મ કહ્યો. ત્યારે તે કાલીકુમારી પુરુષાદાનીય પાર્શ્વ અરહંતની પાસે ધર્મ સાંભળી, સમજીને હર્ષિત યાવત્ પ્રસન્ન હૃદયી થઈ, પુરુષાદાનીય પાર્શ્વ અરહંતને ત્રણ વખત વંદન – નમસ્કાર કરીને કહ્યું – હે ભગવન્ ! હું નિર્ગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્ આપ જે કહો છો તે સત્ય છે. વિશેષ એ કે – હું માતા – પિતાને પૂછીને પછી હું આપ દેવાનુપ્રિયની પાસે પ્રવ્રજ્યા લઇશ. ભગવંતે કહ્યું – સુખ ઉપજે તેમ કરો.. ત્યારે તે કાલીકુમારી, પુરુષાદાનીય પાર્શ્વ અરહંતને આમ કહેતા સાંભળી હર્ષિત યાવત્ પ્રસન્નહૃદયી થઈ, પાર્શ્વ અરહંતને વાંદે છે, વાંદીને તે જ ધાર્મિક યાન પ્રવરમાં બેસીને, પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પાસેથી, આમ્રશાલવન ચૈત્યથી નીકળે છે, નીકળીને આમલકલ્પાએ આવીને, આમલકલ્પા નગરીની વચ્ચોવચ્ચ થઈને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવી. ધાર્મિક યાન પ્રવર ઊભું રાખી, તેમાંથી નીચે ઊતરી. ત્યારપછી માતા – પિતા પાસે આવી, હાથ જોડીને કહ્યું – હે માતાપિતા ! મેં પાર્શ્વ અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ ઇચ્છિત, પ્રતિચ્છિત, અભિરુચિત છે. હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છું, જન્મ – મરણથી ભયભીત છું, હું આપની અનુજ્ઞા પામીને પાર્શ્વ અરહંત પાસે મુંડ થઈ, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા લેવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિયા ! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારપછી કાલ ગાથાપતિએ વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. પછી મિત્ર, જ્ઞાતિક, નિજક, સ્વજન, સંબંધી, પરિજનોને આમંત્રી, ત્યારપછી સ્નાન કરી યાવત્ વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારથી સત્કારી, સન્માની, તે જ મિત્ર, જ્ઞાતિક આદિ પાસે કાલીકુમારીને સોના – ચાંદીના કળશોથી નવડાવી, સર્વાલંકારથી વિભૂષિત કરી, કરીને સહસ્રપુરુષવાહિની શિબિકામાં બેસાડી, પછી મિત્ર, જ્ઞાતિક આદિ સાથે પરીવરી સર્વે ઋદ્ધિ યાવત્ રવ સાથે આમલકલ્પા નગરી મધ્યેથી નીકળ્યા. ત્યારપછી આમ્રશાલવન ચૈત્યે આવ્યા, આવીને છત્રાદિ તીર્થંકરાતિશય જોયા, જોઈને શિબિકા રોકી, પછી માતા – પિતાએ કાલીકુમારીને આગળ કરીને પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પાસે આવી, આવીને વંદન – નમન કરીને કહ્યું – હે દેવાનુપ્રિય ! આ કાલીકુમારી અમારી પુત્રી છે, તે ઇષ્ટ, કાંત છે યાવત્ તેના દર્શનનું તો કહેવું જ શું ? હે દેવાનુપ્રિય ! તેણી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને યાવત્ દીક્ષા લેવા ઇચ્છે છે. આપ દેવાનુપ્રિયને અમે આ શિષ્યાની ભિક્ષા આપીએ છીએ, હે દેવાનુપ્રિય ! તેનો સ્વીકાર કરો. ભગવંતે કહ્યું – સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે કાલીકુમારીએ પાર્શ્વ અરહંતને વંદના કરી, ઈશાન ખૂણામાં ગઈ, જઈને સ્વયં જ આભરણ – અલંકાર ઊતાર્યા. ઊતારીને સ્વયં જ લોચ કર્યો. પછી પાર્શ્વ અરહંત પાસે આવી. આવીને પાર્શ્વ અરહંતને ત્રણ વખત વંદના કરીને કહ્યું – હે ભગવન્ ! આ લોક આદીપ્ત છે, એ પ્રમાણે દેવાનંદા માફક કહેવું યાવત્ સ્વયં જ પ્રવ્રજિત કરી. ત્યારપછી પુરુષાદાનીય પાર્શ્વ અરહંતે કાલી આર્યાને સ્વયં જ પુષ્પચૂલા આર્યાને શિષ્યારૂપે સોંપી. પછી પુષ્પચૂલા આર્યાએ કાલીકુમારીને સ્વયં જ પ્રવ્રજિત કરી યાવત્ પ્રવ્રજ્યા સ્વીકારીને વિચરવા લાગી. ત્યારપછી કાલી, આર્યા ઈર્યાસમિતા યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી થઈ. ત્યારે તે કાલી આર્યા, પુષ્પચૂલા આર્યાની પાસે સામાયિકાદિ અગિયાર અંગો ભણી, ઘણા ઉપવાસાદિ કરતા યાવત્ વિચરવા લાગી. ત્યારપછી તે કાલી આર્યા, અન્ય કોઈ દિવસે શરીરબાકુશી થઈ ગઈ. વારંવાર હાથ – પગ – મુખ – સ્તનાંતર – કક્ષાંતર – ગુહ્યાંતરને ધોવા લાગી. જ્યાં – જ્યાં તે સ્થાન – શય્યા – નિષદ્યાદિ કરતા, ત્યાં – ત્યાં પહેલા પાણી છાંટી, ત્યારપછી બેસતી કે સૂતા. ત્યારે પુષ્પચૂલા આર્યાએ, કાલી આર્યાને કહ્યું – દેવાનુપ્રિયા! શ્રમણી – નિર્ગ્રન્થીને શરીરબાકુશિકા થવું કલ્પતું નથી, હે દેવાનુપ્રિયા! તું શરીર બાકુશિકા થઈને વારંવાર હાથ ધૂએ છે યાવત્ બેસે છે, સૂવે છે. હે દેવાનુપ્રિયા! તું આ સ્થાનની આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર. ત્યારે કાલી આર્યાએ, પુષ્પચૂલા આર્યાની આ વાતનો આદર ન કર્યો યાવત્ મૌન રહ્યા. ત્યારે પુષ્પચૂલા આર્યા, કાલી આર્યાની વારંવાર હીલના – નિંદા – ખિંસા – ગર્હા – અવજ્ઞા કરવા લાગ્યા અને વારંવાર આ અર્થને માટે રોકવા લાગી. ત્યારપછી તે કાલી આર્યા, શ્રમણી – નિર્ગ્રન્થી દ્વારા વારંવાર હીલના કરાતી યાવત્ નિવારાતા, આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારે હું ગૃહવાસ મધ્યે હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, જ્યારથી હું મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા સ્વીકારી છે, ત્યારથી હું પરતંત્ર થઈ છું માટે મારે ઉચિત છે કે કાલે, રાત્રિ વીત્યા પછી, પ્રભાત થયા બાદ યાવત્ સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય સ્વીકારીને વિચરીશ, આમ વિચાર કર્યો. એમ વિચારી બીજે દિવસે યાવત્ સૂર્ય ઉગ્યા પછી, અલગ ઉપાશ્રય ગ્રહણ કરે છે. ત્યાં તેને કોઈ રોકનાર, અટકાવનાર રહ્યા નહિ, તે સ્વચ્છંદમતિ થઈને વારંવાર હાથ ધૂએ છે યાવત્ બેસે કે સૂએ છે. ત્યારે તે કાલી આર્યા પાર્શ્વસ્થા – પાર્શ્વસ્થવિહારી, અવસન્ના – અવસન્નાવિહારી, એ રીતે કુશીલા, યથાછંદા, સંસકતા થઈ, ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, અર્ધમાસિકી સંલેખનાથી આત્માને આરાધી, ત્રીશ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે મૃત્યુ પામી, ચમરચંચા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં ઉપપાત સભામાં, દેવશય્યામાં, દેવદ્રષ્યાંતરિત થઈને, અંગુલના અસંખ્યાતભાગ માત્ર અવગાહનાથી કાલીદેવીપણે ઉપજે. ત્યારપછી તુરંતની ઉત્પન્ન કાલીદેવી, સૂર્યાભદેવની માફક ભાષામનઃપર્યાપ્તિ સુધીની પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત થઇ. ત્યારે તે કાલીદેવી ૪૦૦૦ સામાનિક યાવત્ બીજા કાલાવતંસક ભવનવાસી અસુરકુમાર દેવ – દેવીઓનું આધિપત્ય કરતી યાવત્ વિચરે છે. હે ગૌતમ ! આ પ્રમાણે કાલીદેવીએ તે દેવઋદ્ધિ લબ્ધ – પ્રાપ્ત – અભિસન્મુખ કરી. ભગવન્ ! કાલીદેવીની સ્થિતિ કેટલી છે ? અઢી પલ્યોપમ. ભગવન્ ! કાલીદેવી, તે દેવલોકથી અનંતર ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો છે. અનુવાદ: ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ધર્મકથાના પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્યે, સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી યાવત્ ભગવંતને પર્યુપાસે છે. તે કાળે, તે સમયે રાજી દેવી ચમરચંચા રાજધાનીમાં૦ ઇત્યાદિ કાલદેવીવત્ જાણવુ. તે પ્રમાણે આવી, નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. પૂર્વભવ પૃચ્છા૦ તે કાળે, તે સમયે આમલકલ્પા નગરી, આમ્રશાલવન ચૈત્ય, જિતશત્રુ રાજા, રાજીગાથાપતિ, રાજશ્રી ભાર્યા, રાજીકન્યા, ભ૦ પાર્શ્વનું પધારવું, કાલીની જેમ રાજીકન્યાનું નિષ્ક્રમણ, તે પ્રમાણે જ શરીરબાકુશિકા, તે પ્રમાણે જ બધું કહેવું યાવત્ અંત કરશે. આ પ્રમાણે હે જંબૂ! બીજા અધ્યયનનો નિક્ષેપ જાણવો. | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam dhammakahanam padhamassa vaggassa padhama-jjhayanassa ayamatthe pannatte, biiyassa nam bhamte! Ajjhayanassa samanenam bhagavaya mahavirenam java sampattenam ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam rayagihe nayare gunasilae cheie. Sami samosadhe. Parisa niggaya java pajjuvasai. Tenam kalenam tenam samaenam rai devi chamarachamchae rayahanie evam jaha kali taheva agaya, nattavihim uvadamsitta padigaya. Bhamteti! Bhagavam goyame samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta puvvabhavapuchchha. Goyamati! Samane bhagavam mahavire bhagavam goyamam amamtetta evam vayasi–evam khalu goyama! Tenam kalenam tenam samaenam amalakappa nayari ambasalavane cheie. Jiyasattu raya. Rai gahavai. Raisiri bhariya. Rai dariya. Pasassa samosarane. Rai dariya jaheva kali taheva nikkhamta. Tae nam sa rai ajja jaya. Tae nam sa rai ajja pupphachulae ajjae amtie samaiyamaiyaim ekkarasa amgaim ahijjai. Tae nam sa rai ajja annaya kayai sarirabausiya jaya ya vi hottha. Tae nam sa rai ajja pasattha tassa thanassa analoiyapadikkamta kalamase kalam kichcha chamarachamchae rayahanie rayavadimsae bhavane uvavayasabhae devasayanijjamsi devadusamtariya amgulassa asamkhejjae bhagamettae ogahanae raidevittae uvavanno java0 amtam kahii. Evam khalu jambu! Samanenam bhagavaya mahavirenam java sampattenam padhamassa vaggassa biiyajjhayanassa ayamatthe pannatte. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Bhagavan ! Jo shramana bhagavamte dharmakathana dasha vargo kahya chhe, to bhagavan ! Pahela vargano bhagavamte sho artha kahyo chhe\? He jambu ! Shramana bhagavamta mahavire pahela vargana pamcha adhyayano kahya chhe – kali, raji, rajani, vidyuta, megha. Bhagavan ! Jo shramana bhagavamta mahavire pahela vargana pamcha adhyayano kahya chhe, to pahela adhyayanano bhagavamte sho artha kahyo chhe\? He jambu ! Te kale, te samaye rajagrihanagara, gunashila chaitya, shrenika raja, chellana rani hata. Svami padharya, parshada nikali yavat parshada paryupasana karava lagi. Te kale, te samaye kali namaka devi chamarachamcha rajadhanimam kalavatamsaka bhavanamam kala simhasane 4000 samaniko, saparivara chara mahattarikao, trana parshada, sata sainyo, sata sainyadhipatio, 16,000 atmarakshaka devo, bija ghana kalavatamsaka bhavanavasi asurakumara deva – devio sathe parivari maha ahata yavat vicharati hati Teni a sampurna jambudvipane vipula avadhijnyana vade upayogapurvaka joti hati. Tyam shramana bhagavamta mahavirane jambudvipana bharatakshetramam, rajagrihanagaramam, gunashila chaitye yathapratirupa avagraha yachine samyama ane tapathi atmane bhavita karata joya, joine hrishta – tushta – anamdita chitta – pritimana yavat hatahridaya thai simhasanethi uthi. Uthine padapithethi utari, pachhi paduka utari, pachhi tirthamkarabhimukha thai sata – atha dagala same gai, pachhi dabo paga ubho karyo, jamano paga dharanitale rakhi, trana vakhata mastakane dharanitale lagadyum. Pachhi kimchit mastaka umchu karyu, karine kada – trutitathi stambhita bhujao sahari, hatha jodine kahyum – Arahamta yavat sampraptane namaskara thao. Shramana bhagavamta mahavira yavat sampraptini kamanavalane namaskara thao. Tyam rahela bhagavamtane vamdu chhum, teo pana mane jue. Ema kahi vamdana – namaskara karya. Pachhi purvadishabhimukha thaine potana shreshtha simhasane bethi. Tyare te kalidevine ava prakare yavat samkalpa thayo – mara mate uchita chhe ke – shramana bhagavamta mahavirane vamdu yavat paryupasu. Ema vichari abhiyogika devone bolavya, bolavine kahyum – He devanupriyo ! Shramana bhagavamta mahavirane0 ityadi suryabhadeva samana kahevum, te pramane ja ajnya api yavat divya suravara abhigamana yogya vimana karo. Karine yavat ajnya pachhi sompo. Teoe pana tema kari, ajnya pachhi sompi. Vishesha e ke – yana 1000 yojana vistirna hatum. Baki purvavat, te rite ja namagotra kahya. Temaja natyavidhi dekhadi yavat pachhi gai. Bhagavan ! E pramane amamtri, gautamasvamie bhagavan mahavirane vamdana, namaskara karine kahyum – kalidevini te divya devarddhi0 adi kyam gaya\? Ahim kutagara shalanum drishtamta bhagavamte kahyum. Aho bhagavan ! Kalidevi maharddhika chhe, bhagavan ! Kalidevie te divya devariddhi adi kai rite labdha – prapta – abhisamanvagata kari\? E pramane suryabhadeva mujaba kahevum yavat he gautama ! Te kale, te samaye a ja jambudvipana bharata kshetramam amalakalpa nagari hati. Ambashalavana chaitya hatum, jitashatru raja hato. Te amalakalpa nagarimam kala name adhya yavat aparibhuta gathapati hato. Te kala gathapatine kalashri name bharya hati, te sukumala yavat surupa hati. Te kala gathapatini putri, kalashri bharyani atmaja kali name putri hati, te moti – motikumari ane jirna – jirnakumari hati. Patita – putastani, nirvinna – varavali, varaparivarjita(avivahita) evi hati. Te kale, te samaye purushadaniya arahamta parshva, adikara, varddhamanasvami samana hata. Vishesha e – nava hatha umcha, 16,000 shramana, 38,000 arya sathe samparivarine yavat amrashalavanamam padharya. Parshada nikali yavat paryupase chhe. Tyarapachhi te kali darikae a vata jani, hrishta yavat hridayi thai mata – pita pase avi. Be hatha jodine kahyum – he matapita ! Adikara purushadaniya parshva arhat yavat padharela chhe, to he matapita ! Apani ajnya pamine, temani vamdanarthe jaum\? He devanupriya ! Sukha upaje tema kara, pratibamdha na kara. Tyare te kalika kanya, mata – pitani ajnya pamine harshita yavat prasanna hridaya thai, snana kari, balikarma kari, kautuka – mamgala – prayashchitta kari, shuddha praveshya uttama mamgala vastro paheri, alpa pana mahargha abharanathi alamkrita sharira thai, dasina samuhathi parivarine potana gherathi nikale chhe, nikaline bahya upasthana – shalamam dharmika yana pravara pase avi, te yana pravaramam bethI.Pachhi te kalikumari dharmika yanapravaramam draupadini maphaka yavat paryupase chhe Tyare purushadaniya parshva arahamte kalikumari ane te mahan moti parshadane dharma kahyo. Tyare te kalikumari purushadaniya parshva arahamtani pase dharma sambhali, samajine harshita yavat prasanna hridayi thai, purushadaniya parshva arahamtane trana vakhata vamdana – namaskara karine kahyum – he bhagavan ! Hum nirgrantha pravachanani shraddha karum chhum yavat apa je kaho chho te satya chhe. Vishesha e ke – hum mata – pitane puchhine pachhi hum apa devanupriyani pase pravrajya laisha. Bhagavamte kahyum – sukha upaje tema karo.. Tyare te kalikumari, purushadaniya parshva arahamtane ama kaheta sambhali harshita yavat prasannahridayi thai, parshva arahamtane vamde chhe, vamdine te ja dharmika yana pravaramam besine, purushadaniya parshva arahamta pasethi, amrashalavana chaityathi nikale chhe, nikaline amalakalpae avine, amalakalpa nagarini vachchovachcha thaine bahya upasthana shalae avi. Dharmika yana pravara ubhum rakhi, temamthi niche utari. Tyarapachhi mata – pita pase avi, hatha jodine kahyum – he matapita ! Mem parshva arahamta pase dharma sambhalyo, te dharma ichchhita, pratichchhita, abhiruchita chhe. He matapita ! Hum samsarana bhayathi udvigna thai chhum, janma – maranathi bhayabhita chhum, hum apani anujnya pamine parshva arahamta pase mumda thai, ghara chhodine anagarika pravrajya leva ichchhu chhum. He devanupriya ! Sukha upaje tema karo, pratibamdha na karo. Tyarapachhi kala gathapatie vipula ashanadi taiyara karavya. Pachhi mitra, jnyatika, nijaka, svajana, sambamdhi, parijanone amamtri, tyarapachhi snana kari yavat vipula pushpa, vastra, gamdha, mala, alamkarathi satkari, sanmani, te ja mitra, jnyatika adi pase kalikumarine sona – chamdina kalashothi navadavi, sarvalamkarathi vibhushita kari, karine sahasrapurushavahini shibikamam besadi, pachhi mitra, jnyatika adi sathe parivari sarve riddhi yavat rava sathe amalakalpa nagari madhyethi nikalya. Tyarapachhi amrashalavana chaitye avya, avine chhatradi tirthamkaratishaya joya, joine shibika roki, pachhi mata – pitae kalikumarine agala karine purushadaniya parshva arahamta pase avi, avine vamdana – namana karine kahyum – he devanupriya ! A kalikumari amari putri chhe, te ishta, kamta chhe yavat tena darshananum to kahevum ja shum\? He devanupriya ! Teni samsarana bhayathi udvigna thai, apa devanupriyani pase mumda thaine yavat diksha leva ichchhe chhe. Apa devanupriyane ame a shishyani bhiksha apie chhie, he devanupriya ! Teno svikara karo. Bhagavamte kahyum – sukha upaje tema karo, vilamba na karo. Tyare kalikumarie parshva arahamtane vamdana kari, ishana khunamam gai, jaine svayam ja abharana – alamkara utarya. Utarine svayam ja locha karyo. Pachhi parshva arahamta pase avi. Avine parshva arahamtane trana vakhata vamdana karine kahyum – he bhagavan ! A loka adipta chhe, e pramane devanamda maphaka kahevum yavat svayam ja pravrajita kari. Tyarapachhi purushadaniya parshva arahamte kali aryane svayam ja pushpachula aryane shishyarupe sompi. Pachhi pushpachula aryae kalikumarine svayam ja pravrajita kari yavat pravrajya svikarine vicharava lagi. Tyarapachhi kali, arya iryasamita yavat gupta brahmacharini thai. Tyare te kali arya, pushpachula aryani pase samayikadi agiyara amgo bhani, ghana upavasadi karata yavat vicharava lagi. Tyarapachhi te kali arya, anya koi divase sharirabakushi thai gai. Varamvara hatha – paga – mukha – stanamtara – kakshamtara – guhyamtarane dhova lagi. Jyam – jyam te sthana – shayya – nishadyadi karata, tyam – tyam pahela pani chhamti, tyarapachhi besati ke suta. Tyare pushpachula aryae, kali aryane kahyum – devanupriya! Shramani – nirgranthine sharirabakushika thavum kalpatum nathi, he devanupriya! Tum sharira bakushika thaine varamvara hatha dhue chhe yavat bese chhe, suve chhe. He devanupriya! Tum a sthanani alochana yavat prayashchitta svikara. Tyare kali aryae, pushpachula aryani a vatano adara na karyo yavat mauna rahya. Tyare pushpachula arya, kali aryani varamvara hilana – nimda – khimsa – garha – avajnya karava lagya ane varamvara a arthane mate rokava lagi. Tyarapachhi te kali arya, shramani – nirgranthi dvara varamvara hilana karati yavat nivarata, ava prakarano abhyarthita yavat samkalpa utpanna thayo ke jyare hum grihavasa madhye hati, tyare hum svatamtra hati, jyarathi hum mumda thaine, ghara chhodine anagarika pravrajya svikari chhe, tyarathi hum paratamtra thai chhum mate mare uchita chhe ke kale, ratri vitya pachhi, prabhata thaya bada yavat surya ugya pachhi, alaga upashraya svikarine vicharisha, ama vichara karyo. Ema vichari bije divase yavat surya ugya pachhi, alaga upashraya grahana kare chhe. Tyam tene koi rokanara, atakavanara rahya nahi, te svachchhamdamati thaine varamvara hatha dhue chhe yavat bese ke sue chhe. Tyare te kali arya parshvastha – parshvasthavihari, avasanna – avasannavihari, e rite kushila, yathachhamda, samsakata thai, ghana varsho shramanya paryaya pali, ardhamasiki samlekhanathi atmane aradhi, trisha bhaktane anashana vade chhedine, te sthanani alochana, pratikramana karya vina kalamase mrityu pami, chamarachamcha rajadhanimam kalavatamsaka bhavanamam upapata sabhamam, devashayyamam, devadrashyamtarita thaine, amgulana asamkhyatabhaga matra avagahanathi kalidevipane upaje. Tyarapachhi turamtani utpanna kalidevi, suryabhadevani maphaka bhashamanahparyapti sudhini pamcha prakarani paryaptithi paryapta thai. Tyare te kalidevi 4000 samanika yavat bija kalavatamsaka bhavanavasi asurakumara deva – devionum adhipatya karati yavat vichare chhe. He gautama ! A pramane kalidevie te devariddhi labdha – prapta – abhisanmukha kari. Bhagavan ! Kalidevini sthiti ketali chhe\? Adhi palyopama. Bhagavan ! Kalidevi, te devalokathi anamtara chyavine kyam jashe\? Kyam upajashe\? Gautama ! Mahavideha kshetre siddha thashe. He jambu ! A pramane shramana bhagavamta mahavire pahela vargana pahela adhyayanano artha kahyo chhe. Anuvada: Bhagavan ! Jo shramana bhagavamte dharmakathana pahela vargana pahela adhyayanano a artha kahyo chhe, to bija adhyayanano sho artha kahyo chhe\? He jambu ! Te kale, te samaye rajagrihanagare, gunashila chaitye, svami padharya. Parshada nikali yavat bhagavamtane paryupase chhe. Te kale, te samaye raji devi chamarachamcha rajadhanimam0 ityadi kaladevivat janavu. Te pramane avi, nrityavidhi dekhadi, pachhi gai. Purvabhava prichchha0 te kale, te samaye amalakalpa nagari, amrashalavana chaitya, jitashatru raja, rajigathapati, rajashri bharya, rajikanya, bha0 parshvanum padharavum, kalini jema rajikanyanum nishkramana, te pramane ja sharirabakushika, te pramane ja badhum kahevum yavat amta karashe. A pramane he jambu! Bija adhyayanano nikshepa janavo. |