Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104884
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१७ अश्व

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૭ અશ્વ

Section : Translated Section :
Sutra Number : 184 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सोलसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, सत्तरसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं कनगकेऊ नामं राया होत्था–वण्णओ। तत्थ णं हत्थिसीसे नयरे बहवे संजत्ता-नावावाणियगा परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया यावि होत्था। तए णं तेसिं संजत्ता-नावावाणियगाणं अन्नया कयाइ एगयओ सहियाणं इमेयारूवे मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था–सेयं खलु अम्हं गणिमं च धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय लवणसमुद्दं पोयवहणेणं ओगाहेत्तए त्ति कट्टु जहा अरहन्नए जाव लवणसमुद्दं अनेगाइं जोयणसयाइं ओगाढा यावि होत्था। तए णं तेसिं संजत्ता-नावावाणियगाणं लवणसमुद्दं अनेगाइं जोयणसयाइं ओगाढाणं समाणाणं बहूणि उप्पाइयस-याइं पाउब्भूयाइं, तं जहा–अकाले गज्जिए अकाले विज्जुए अकाले थणियसद्दे कालियवाए य समुत्थिए। तए णं सा नावा तेणे कालियवाएणं आहुणिज्जमाणी-आहुणिज्जमाणी संचालिज्जमाणी-संचालिज्जमाणी संखोहिज्ज-माणी-संखोहिज्जमाणी तत्थेव परिभमइ। तए णं से निज्जामए नट्ठमईए नट्ठसुईए नट्ठसण्णे मूढदिसाभाए जाए यावि होत्था–न जाणइ कयरं देसं वा दिसं वा विदिसं वा पोयवहणे अवहिए त्ति कट्टु ओहयमनसंकप्पे करतल-पल्हत्थमुहे अट्टज्झाणोवगए ज्झियायइ। तए णं ते बहवे कुच्छिधारा य कण्णधारा य गब्भेल्लगा य संजत्ता-नावावाणियगा य जेणेव से निज्जामए तेणेव उवागच्छति, उवागच्छित्ता एवं वयासी– किण्णं तुमं देवानुप्पिया! ओहयमन-संकप्पे करतलपल्हत्थमुहे अट्टज्झाणोवगए ज्झियायसि? तए णं से निज्जामए ते बहवे कुच्छिधारा य कण्णधारा य गब्भेल्लगा य संजत्ता-नावावाणियगा य एवं वयासी–एवं खलु अहं देवानुप्पिया! नट्ठमईए नट्ठसुईए नट्ठसण्णे मूढदिसाभाए जाए यावि होत्था– न जाणइ कयरं देसं वा दिसं वा विदिसं वा पोयवहणे अवहिए त्ति कट्टु तओ ओहयमनसंकप्पे करतलपल्हत्थमुहे अट्टज्झाणोवगए ज्झियामि। तए णं से कुच्छिधारा य कण्णधारा य गब्भेल्लगा य संजत्ता-नावावाणियगा य तस्स निज्जामयस्संतिए एयमट्ठं सोच्चा निसम्म भीया तत्था उव्विग्गा उव्विग्गमणा ण्हाया कयबलिकम्मा करयल परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु बहूणं इंदाण य खंधाण य रुद्दाण य सिवाण य वेसमणाण य नागाण य भूयाण य जक्खाण य अज्ज-कोट्टिकिरियाण य बहूणि उवाइय-सयाणि उवायमाणा-उवायमाणा चिट्ठंति। तए णं से निज्जामए तओ मुहुत्तंतरस्स लद्धमईए लद्धसुईए लद्धसण्णे अमूढदिसाभाए जाए यावि होत्था। तए णं से निज्जामए ते बहवे कुच्छिधारा य कण्णधारा य गब्भेल्लगा य संजत्ता-नावावाणियगा य एवं वयासी– एवं खलु अहं देवानुप्पिया! लद्धमईए लद्धसुईए लद्धसण्णे० अमूढदिसाभाए जाए। अम्हे णं देवानुप्पिया! कालियदीवंतेणं संछूढा। एस णं कालियदीवे आलोक्कइ। तए णं ते कुच्छिधारा य कण्णधारा य गब्भेल्लगा य संजत्ता-नावावाणियगा य तस्स निज्जामगस्स अंतिए एयमट्ठं सोच्चा हट्ठतुट्ठा पयक्खिणाणुकूलेणं वाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेंति, लंबेत्ता एगट्ठि-याहिं कालियदीवं उत्तरंति। तत्थ णं बहवे हिरन्नागरे य सुवण्णागरे य रयणागरे य वइरागरे य, बहवे तत्थ आसे पासंति, किं ते? हरिरेणु-सोणिसुत्तग-सकविल-मज्जार-पायकुक्कुड-वोंडसमुग्गयसामवण्णा । गोहूमगोरंग-गोरपाडल-गोरा, पवालवण्णा य धूमवण्णा य केइ ॥ तलपत्त-रिट्ठवण्णा य, सालिवण्णा य भासवण्णा य केइ । जंपिय-तिल-कीडगा य, सोलोय-रिट्ठगा य पुंड-पइया य कनग पिट्ठा य केइ ॥ चक्कागपिट्ठवण्णा, सारसवण्णा य हंसवण्णा य केइ । केइत्थ अब्भवण्णा, पक्कतल-मेघवण्णा य बाहुवण्णा केइ ॥ संज्झाणुरागसरिसा, सुयमुह-गुंजद्धराग-सरिसत्थ केइ । एलापाडल-गोरा, सामलया-गवलसामला पुणो केइ ॥ बहवे अन्ने अणिद्देसा, सामा कासीसरत्तपीया, अच्चंतविसुद्धा वि य णं आइण्णग-जाइ-कुल-विणीय-गयमच्छरा। हयवरा जहोवएस-कम्मवाहिणो वि य णं। सिक्खा विणीयविणया, लंघण-वग्गण-धावण-धोरण-तिवई जईण-सिक्खिय-गई। किं ते? मणसा वि उव्विहंताइं अनेगाइं आससयाइं पासंति। तए णं ते आसा वाणियए पासंति, तेसिं गंधं आधायंति, आधाइत्ता भीया तत्था उव्विग्गा उव्विग्गमणा तओ अनेगाइं जोयणाइं उब्भमंति। ते णं तत्थ पउर-गोयरा पउर-तणपाणिया निब्भया निरुव्विग्गा सुहंसुहेणं विहरंति। तए णं ते संजत्ता-नावावाणियगा अन्नमन्नं एवं वयासी–किण्णं अम्हं देवानुप्पिया! आसेहिं? इमे णं बहवे हिरन्नागरा य सुवण्णागरा य रयणागरा य वइरागरा य। तं सेयं खलु अम्हं हिरण्णस्स य सुवण्णस्स य रयणस्स य वइरस्स य पोय-वहणं भरित्तए त्ति कट्टु अन्नमन्नस्स एयमट्ठं पडिसुणेंति, पडिसुणेत्ता हिरण्णस्स य सुवण्णस्स य रयणस्स य वइरस्स य तणस्स य कट्ठस्स य अन्नस्स य पाणियस्स य पोयवहणं भरेंति, भरेत्ता पयक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति उवागच्छित्ता पोयवहणं लंबेंति, लंबेत्ता सगडी-सागडं सज्जेंति, सज्जेत्ता तं हिरण्णं च सुवण्णं च रयणं च वइरं च एगट्ठियाहिं पोय वहणाओ संचारेंति, संचारेत्ता सगडी-सागडं संजोएंति, जेणेव हत्थिसीसए नयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता हत्थिसीसयस्स नयरस्स बहिया अग्गुज्जाणे सत्थनिवेसं करेंति, करेत्ता सगडी-सागडं मोएंति, मोएत्ता महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं गेण्हंति, गेण्हित्ता हत्थिसीसयं नयरं अनुप्पविसंति, अनुप्पविसित्ता जेणेव से कनगकेऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेंति। तए णं से कनगकेऊ राया तेसिं संजत्ता-नावावाणियगाणं तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं पडिच्छइ, पडिच्छित्ता ।
Sutra Meaning : સૂત્ર– ૧૮૪. ભગવન્‌ ! જો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના સોળમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવંતે સતરમાં જ્ઞાતઅધ્યયનનો અર્થ શું કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે હસ્તિશીર્ષ નગર હતું. ત્યાં કનકકેતુ રાજા હતો. તે હસ્તિશીર્ષ નગરમાં ઘણા સાંયાત્રિક નૌવણિક રહેતા હતા. તેઓ ધનાઢ્ય યાવત્‌ ઘણા લોકોથી અપરિભૂત હતા. એક વખત કોઈ સમયે તે સાંયાત્રિક નૌકાવણિક પરસ્પર મળ્યા. અર્હન્નકની માફક યાવત્‌ લવણસમુદ્રમાં અનેક શત યોજન ગયા. તે સમયે તેમને યાવત્‌ માકંદીપુત્રોની માફક ઘણા સેંકડો ઉત્પાત થયા. યાવત્‌ ત્યાં તોફાની વાયુ ઉત્પન્ન થયો. ત્યારે તે નાવ, તે તોફાની વાયુથી વારંવાર કંપવા લાગી, ચલાયમાન થવા લાગી, ક્ષુબ્ધ થવા લાગી, ત્યાં જ ભમવા લાગી. ત્યારે તે નિર્યામકની બુદ્ધિ બહેર મારી ગઈ, શ્રુતિ નાશ પામી ગઈ, સંજ્ઞા – સૂઝ બૂઝ રહ્યા નહી, તેઓ દિગ્મૂઢ થઇ ગયા. તેઓ જાણતા ન હતા કે કયા દેશ, કઈ દિશા – વિદિશામાં પોતવહન ચાલી રહ્યું છે ? એમ તેઓ અપહત મનસંકલ્પ (નિરાશ) યાવત્‌ ચિંતામગ્ન થઈ ગયો. ત્યારે તે ઘણા કુક્ષિધાર, કર્ણધાર, ગબ્ભિલ્લક, સાંયાત્રિક, નૌવણિક, નિર્યામક પાસે આવ્યા. આવીને કહ્યું – હે દેવાનુપ્રિય ! તું કેમ અપહત મનસંકલ્પ યાવત્‌ ચિંતામગ્ન થયેલ છો ? ત્યારે નિર્યામકે તેમને કહ્યું – હે દેવાનુપ્રિયો ! મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે યાવત્‌ હું જાણતો નથી કે આ વહાણ ક્યાં જઈ રહ્યું છે? તેથી હું અપહત મનસંકલ્પ યાવત્‌ ચિંતાતુર થયો છું. ત્યારે તે કર્ણધાર, તે નિર્યામકની પાસે આ અર્થ સાંભળી, સમજીને ડર્યા. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, ઘણા ઇન્દ્ર, સ્કંદ આદિ જેમ મલ્લિજ્ઞાતમાં કહ્યું, તેમ યાવત્‌ માનતા માનતા ઊભા રહ્યા. ત્યારપછી નિર્યામકને મુહૂર્ત્તાન્તરમાં શુદ્ધમતિ આદિ થતા દિશાનું જ્ઞાન થઈ ગયું. ત્યારે નિર્યામકે તે ઘણા કુક્ષિધાર આદિને એમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! હું શુદ્ધ મતિવાળો યાવત્‌ અમૂઢ દિશાભાક્‌ થયો છું. આપણે કાલિકદ્વીપ પાસે પહોંચ્યા છીએ. આ કાલિકદ્વીપ દેખાય છે. ત્યારે તે કુક્ષિધાર આદિ, નિર્યામક પાસે આ વાત સાંભળીને હૃષ્ટ – તુષ્ટ થઈને, પ્રદક્ષિણાનુકૂલ વાયુથી કાલિકદ્વીપે પહોંચ્યા. પોતવહને લંગર નાંખ્યુ. નાની નાવો દ્વારા કાલિકદ્વીપે ઊતર્યા. ત્યાં ઘણી હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ્રની ખાણો અને ત્યાં ઘણા અશ્વો જોયા. તે અશ્વો કેવા હતા? નીલવર્ણી શ્રોણિસૂત્રક, ઉત્તમ જાતિના હતા. તે અશ્વોએ, તે વણિકોને જોયા. તેમની ગંધ સૂંઘી. સૂંઘીને ભયભીત થયા, ત્રસ્ત – ઉદ્વિગ્ન – ઉદ્વિગ્નમના થયા. પછી ઘણા યોજન દૂર ચાલ્યા ગયા. ત્યાં તેમને પ્રચુર ગોચર, પ્રચુર તૃણ – પાણી પ્રાપ્ત થતા, તેઓ નિર્ભય, નિરુદ્વિગ્ન થઈ સુખે સુખે વિચરવા લાગ્યા. ત્યારે સાંયાત્રિક નૌવણિકે પરસ્પર કહ્યું – આપણે આ અશ્વોનું શું પ્રયોજન છે ? આ ઘણી હિરણ્ય – સુવર્ણ – રત્ન – વજ્રની ખાણો છે, આપણે ઉચિત છે કે હિરણ્યાદિથી પોતવહન ભરી લઈએ, એમ વિચારી એકબીજાની આ વાત સ્વીકારીને હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ્ર, તૃણ, અન્ન, કાષ્ઠ, પાણીથી પોત – વહન ભર્યા. ભરીને પ્રદક્ષિણાનુકૂલ વાયુથી ગંભીર પોતવહનપટ્ટને આવ્યા. પોતવહન લાંગર્યા. ગાડા – ગાડી સજ્જ કર્યા. તે હિરણ્ય યાવત્‌ વજ્રને નાની નાવો દ્વારા સંચાર કર્યા. કરીને ગાડા – ગાડી જોડ્યા. જોડીને હસ્તિશીર્ષ નગરે આવ્યા. પછી ત્યાં બહારના અગ્રોદ્યાનમાં સાર્થનિવેશ કર્યો. ગાડા – ગાડી છોડ્યા. મહાર્થ યાવત્‌ રાજાને યોગ્ય ભેટણા ગ્રહણ કર્યા, કરીને હસ્તિશીર્ષે નગરમાં પ્રવેશ્યા. કનકકેતુ રાજા પાસે આવ્યા. યાવત્‌ ભેટણા ધર્યા. રાજાએ તેમની ભેટ યાવત્‌ સ્વીકારી. સૂત્ર– ૧૮૫. તે સાંયાત્રિક નૌકાવણિકોને કહ્યું – દેવાનુપ્રિયો ! તમે ગામ, આકર યાવત્‌ અનેક સ્થાને જાઓ છો તથા લવણસમુદ્રને વારંવાર પોતવહન વડે અવગાહો છો. તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે સાંયાત્રિક નૌવણિકોએ કહ્યું – હે દેવાનુપ્રિય! અમે આ જ હસ્તિશીર્ષ નગરમાં વસીએ છીએ, યાવત્‌ કાલિકદ્વીપ સમીપે પહોંચ્યા. ત્યાં ઘણી હિરણ્યની ખાણો યાવત્‌ ઘણા અશ્વો છે. તે અશ્વો નીલવર્ણી આદિ જાતવાન હતા યાવત્‌ અમને જોઇને અનેક યોજન ચાલ્યા ગયા. તો હે સ્વામી ! અમે કાલિકદ્વીપે તે આશ્ચર્યરૂપ અશ્વો પૂર્વે જોયા. ત્યારે તે કનકકેતુએ તે સાંયાત્રિક પાસે આ વાત સાંભળી, તેમને કહ્યું – દેવાનુપ્રિયો ! મારા કૌટુંબિક પુરુષો સાથે કાલિકદ્વીપ જાઓ, તે અશ્વોને લઈ આવો. ત્યારે તે સાંયાત્રિકોએ કનકકેતુને કહ્યું – હે સ્વામી ! એમ થાઓ. આજ્ઞાવચનને વિનયપૂર્વક સ્વીકાર્યા. ત્યારપછી રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિયો! સાંયાત્રિકો સાથે તમે કાલિકદ્વીપ જાઓ, મારા માટે અશ્વો લાવો. તેમણે પણ આજ્ઞા સ્વીકારી. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ ગાડા – ગાડી સજ્જ કર્યા. તેમાં ઘણી વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભા, ષડ્‌ભ્રામરી, વિચિત્રવીણા અને બીજા ઘણા શ્રોત્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડા – ગાડીમાં ભર્યા. ભરીને ઘણા કૃષ્ણ યાવત્‌ શુક્લવર્ણી કાષ્ઠકર્માદિ, ગ્રથિમાદિ યાવત્‌ સંઘાતિમો અને બીજા ઘણા ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડા – ગાડીમાં ભર્યા. પછી ઘણા કોષ્ઠપુટ, કેતકીપુટ યાવત્‌ બીજા પણ ઘણા ઘ્રાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો ગાડા – ગાડીમાં ભર્યા. ભરીને ખાંડ, ગોળ, સાકર, મત્સ્યંડિકા, પુષ્પોત્તર, પદ્મોત્તર, બીજા પણ જિહ્વેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ભર્યા. ત્યારપછી કોતવક, કંબલ, પ્રાવરણ, નવત્વક્‌, મલય, મસૂર, શિલાપટ્ટક યાવત્‌ હંસગર્ભ અને બીજા પણ સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને યાવત્‌ ભરીને ગાડા – ગાડી જોડ્યા. જોડીને ગંભીર પોતપટ્ટણે આવ્યા. આવીને ગાડા – ગાડી છોડ્યા. પોતવહન સજ્જ કર્યા. તે ઉત્કૃષ્ટ શબ્દ – સ્પર્શ – રૂપ – રસ – ગંધ – દ્રવ્ય, કાષ્ઠ, તૃણ, પાણી, ચોખા, લોટ, ગોરસ યાવત્‌ બીજા પણ ઘણા પોતવહન પ્રાયોગ્ય દ્રવ્યોથી પોતવહન ભર્યા. ત્યારપછી દક્ષિણ અનુકૂળ વાયુથી કાલિકદ્વીપે આવ્યા. આવીને પોતવહન લાંગર્યા. પછી તે ઉત્કૃષ્ટ શબ્દાતિયુક્ત દ્રવ્યોને નાની નાવમાં લઈને કાલિકદ્વીપે ઊતાર્યા. પછી તે ઘોડાઓ જ્યાં બેસતા, સૂતા, ઊભતા કે આળોટતા હતા, ત્યાં – ત્યાં તે કૌટુંબિક પુરુષોએ તે વીણા યાવત્‌ વિચિત્ર વીણા અને બીજા ઘણા શ્રોત્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો વગાડતા રહ્યા અને તેની ચારે તરફ જાળ બિછાવી, નિશ્ચલ – નિષ્પંદ – મૌન થઈ બેઠા. જ્યાં – જ્યાં તે અશ્વો બેસતા યાવત્‌ આળોટતા હતા, ત્યાં – ત્યાં તેઓએ ઘણા કૃષ્ણાદિ કાષ્ઠ કર્મો યાવત્‌ સંઘાતિમ તથા બીજા ઘણા ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો રાખી, આસપાસ જાળ બિછાવી, ઇત્યાદિ કર્યું. જ્યાં – જ્યાં તે આશ્વો બેસતા યાવત આળોટતા હતા, ત્યાં – ત્યાં ઘણા કોષ્ઠપુટ આદિ અને બીજા ઘ્રાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકર કર્યા. કરીને આસપાસ જાળ બિછાવી યાવત્‌ ત્યાં રહ્યા. જ્યાં – જ્યાં તે અશ્વો બેસતા યાવત આળોટતા હતા, ત્યાં – ત્યાં ગોળ યાવત્‌ બીજા ઘણા જિહ્વેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકર કર્યા, કરીને ખાડા ખોદ્યા, તેમાં ગોળ – ખાંડ – સાકરનું પાણી અને બીજા પણ ઘણા પાણી, તે ખાડામાં ભર્યા. ભરીને તેની આસપાસ જાળ બિછાવી યાવત્‌ મૌન થઈને રહ્યા. જ્યાં – જ્યાં તે અશ્વો બેસતા હતા, ત્યાં – ત્યાં ઘણા રૂના વસ્ત્રો યાવત્‌ શિલાપટ્ટક અને બીજા સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય આસ્તરણ – પ્રત્યાસ્તરણ બિછાવીને યાવત્‌ રહ્યા. ત્યારે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિ હતા ત્યાં આવ્યા. તેમાં કેટલાક અશ્વો આ અપૂર્વ(પહેલા ન જોયેલા) શબ્દ – સ્પર્શ – રસ – રૂપ – ગંધ છે એમ વિચારી, તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્ચ્છિત આદિ ન થયા, તે ઉત્કૃષ્ટ શબ્દાદિને દૂરથી જ છોડી દૂરચાલ્યા ગયા. તે ત્યાંથી જઈને જ્યાં પ્રચુર ગોચર, તૃણ – પાણી હતા, ત્યાં નિર્ભય, નિરુદ્વિગ્ન થઈ સુખે સુખે વિચરવા લાગ્યા. હે આયુષ્યમાન્‌ શ્રમણો! આ પ્રમાણે આપણા જે નિર્ગ્રન્થ – નિર્ગ્રન્થી શબ્દાદિમાં આસક્ત થતા નથી, તેઓ આ લોકમાં ઘણા શ્રમણ આદિ વડે અર્ચનીય યાવત્‌ પાર પામે છે. સૂત્ર– ૧૮૬. તે અશ્વોમાં કેટલાક તે ઉત્કૃષ્ટ શબ્દ – સ્પર્શ – રસ – રૂપ – ગંધ પાસે આવ્યા. તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્ચ્છિત યાવત્‌ આસક્ત થઈ, આસેવન કરવા પ્રવૃત્ત થયા. ત્યારે તે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિને સેવતા તે ઘણા કૂટ – પાશ – ગલથી બંધાયા. ત્યારે તે કૌટુંબિકોએ તે અશ્વોને પકડી લીધા. નાની નાવમાં સંચારિત કર્યા. તૃણ – કાષ્ઠ યાવત્‌ ભર્યા. ત્યારપછી સાંયાત્રિકોએ દક્ષિણાનુકૂલ વાયુથી ગંભીર પોતપટ્ટને આવ્યા. પોતવહન લાંગર્યા. અશ્વોને ઊતાર્યા. પછી હસ્તિશીર્ષ નગરે કનકકેતુ રાજા પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવત્‌ વધાવીને અશ્વો આપ્યા. ત્યારપછી કનકકેતુએ તે સાંયાત્રિક નૌવણિકોને શુલ્ક રહિત કર્યા. પછી સત્કારી, સન્માનીને વિદાય આપી. પછી તે કનકકેતુએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. સત્કારી – સન્માની યાવત્‌ વિદાય આપી. ત્યારપછી કનકકેતુએ અશ્વમર્દકોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે મારા અશ્વોને વિનિત કરો. ત્યારે અશ્વમર્દકોએ ‘તહત્તિ’ કહી આજ્ઞા સ્વીકારી. તેઓએ તે અશ્વોને ઘણા મુખ – કર્ણ – નાક – વાળ – ખુર – કડગ – ખલિણ બંધનો વડે તથા અહિલાણ – પડિયાણ – અંકલ વડે, વેલ – ચિત્ત – લતા – કશ – છિવ પ્રહાર વડે વિનીત કર્યા. કરીને કનકકેતુ રાજા પાસે લાવ્યા. ત્યારે કનકકેતુએ તેમને સત્કારી યાવત્‌ વિદાય કર્યા. ત્યારે તે અશ્વો ઘણા મુખબંધન યાવત્‌ છિવ પ્રહાર વડે, ઘણા શારીરિક અને માનસિક દુઃખોને પામ્યા. હે આયુષ્યમાન્‌ શ્રમણો! આ પ્રમાણે આપણા જે સાધુ – સાધ્વી દીક્ષા લઈને ઇષ્ટ શબ્દાદિમાં સક્ત, રક્ત, ગૃદ્ધ, મુગ્ધ, આસક્ત થાય છે, તે આ લોકમાં ઘણા શ્રમણ યાવત્‌ શ્રાવિકા વડે હેલણા પામી યાવત્‌ સંસારમાં ભટકશે. સૂત્ર સંદર્ભ– ૧૮૪–૧૮૬
Mool Sutra Transliteration : [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam solasamassa nayajjhayanassa ayamatthe pannatte, sattarasamassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam hatthisise namam nayare hottha–vannao. Tattha nam kanagakeu namam raya hottha–vannao. Tattha nam hatthisise nayare bahave samjatta-navavaniyaga parivasamti–addha java bahujanassa aparibhuya yavi hottha. Tae nam tesim samjatta-navavaniyaganam annaya kayai egayao sahiyanam imeyaruve mihokaha-samullave samuppajjittha–seyam khalu amham ganimam cha dharimam cha mejjam cha parichchhejjam cha bhamdagam gahaya lavanasamuddam poyavahanenam ogahettae tti kattu jaha arahannae java lavanasamuddam anegaim joyanasayaim ogadha yavi hottha. Tae nam tesim samjatta-navavaniyaganam lavanasamuddam anegaim joyanasayaim ogadhanam samananam bahuni uppaiyasa-yaim paubbhuyaim, tam jaha–akale gajjie akale vijjue akale thaniyasadde kaliyavae ya samutthie. Tae nam sa nava tene kaliyavaenam ahunijjamani-ahunijjamani samchalijjamani-samchalijjamani samkhohijja-mani-samkhohijjamani tattheva paribhamai. Tae nam se nijjamae natthamaie natthasuie natthasanne mudhadisabhae jae yavi hottha–na janai kayaram desam va disam va vidisam va poyavahane avahie tti kattu ohayamanasamkappe karatala-palhatthamuhe attajjhanovagae jjhiyayai. Tae nam te bahave kuchchhidhara ya kannadhara ya gabbhellaga ya samjatta-navavaniyaga ya jeneva se nijjamae teneva uvagachchhati, uvagachchhitta evam vayasi– kinnam tumam devanuppiya! Ohayamana-samkappe karatalapalhatthamuhe attajjhanovagae jjhiyayasi? Tae nam se nijjamae te bahave kuchchhidhara ya kannadhara ya gabbhellaga ya samjatta-navavaniyaga ya evam vayasi–evam khalu aham devanuppiya! Natthamaie natthasuie natthasanne mudhadisabhae jae yavi hottha– na janai kayaram desam va disam va vidisam va poyavahane avahie tti kattu tao ohayamanasamkappe karatalapalhatthamuhe attajjhanovagae jjhiyami. Tae nam se kuchchhidhara ya kannadhara ya gabbhellaga ya samjatta-navavaniyaga ya tassa nijjamayassamtie eyamattham sochcha nisamma bhiya tattha uvvigga uvviggamana nhaya kayabalikamma karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu bahunam imdana ya khamdhana ya ruddana ya sivana ya vesamanana ya nagana ya bhuyana ya jakkhana ya ajja-kottikiriyana ya bahuni uvaiya-sayani uvayamana-uvayamana chitthamti. Tae nam se nijjamae tao muhuttamtarassa laddhamaie laddhasuie laddhasanne amudhadisabhae jae yavi hottha. Tae nam se nijjamae te bahave kuchchhidhara ya kannadhara ya gabbhellaga ya samjatta-navavaniyaga ya evam vayasi– evam khalu aham devanuppiya! Laddhamaie laddhasuie laddhasanne0 amudhadisabhae jae. Amhe nam devanuppiya! Kaliyadivamtenam samchhudha. Esa nam kaliyadive alokkai. Tae nam te kuchchhidhara ya kannadhara ya gabbhellaga ya samjatta-navavaniyaga ya tassa nijjamagassa amtie eyamattham sochcha hatthatuttha payakkhinanukulenam vaenam jeneva kaliyadive teneva uvagachchhamti, uvagachchhitta poyavahanam lambemti, lambetta egatthi-yahim kaliyadivam uttaramti. Tattha nam bahave hirannagare ya suvannagare ya rayanagare ya vairagare ya, bahave tattha ase pasamti, kim te? Harirenu-sonisuttaga-sakavila-majjara-payakukkuda-vomdasamuggayasamavanna. Gohumagoramga-gorapadala-gora, pavalavanna ya dhumavanna ya kei. Talapatta-ritthavanna ya, salivanna ya bhasavanna ya kei. Jampiya-tila-kidaga ya, soloya-ritthaga ya pumda-paiya ya kanaga pittha ya kei. Chakkagapitthavanna, sarasavanna ya hamsavanna ya kei. Keittha abbhavanna, pakkatala-meghavanna ya bahuvanna kei. Samjjhanuragasarisa, suyamuha-gumjaddharaga-sarisattha kei. Elapadala-gora, samalaya-gavalasamala puno kei. Bahave anne aniddesa, sama kasisarattapiya, achchamtavisuddha vi ya nam ainnaga-jai-kula-viniya-gayamachchhara. Hayavara jahovaesa-kammavahino vi ya nam. Sikkha viniyavinaya, Lamghana-vaggana-dhavana-dhorana-tivai jaina-sikkhiya-gai. Kim te? Manasa vi uvvihamtaim anegaim asasayaim pasamti. Tae nam te asa vaniyae pasamti, tesim gamdham adhayamti, adhaitta bhiya tattha uvvigga uvviggamana tao anegaim joyanaim ubbhamamti. Te nam tattha paura-goyara paura-tanapaniya nibbhaya niruvvigga suhamsuhenam viharamti. Tae nam te samjatta-navavaniyaga annamannam evam vayasi–kinnam amham devanuppiya! Asehim? Ime nam bahave hirannagara ya suvannagara ya rayanagara ya vairagara ya. Tam seyam khalu amham hirannassa ya suvannassa ya rayanassa ya vairassa ya poya-vahanam bharittae tti kattu annamannassa eyamattham padisunemti, padisunetta hirannassa ya suvannassa ya rayanassa ya vairassa ya tanassa ya katthassa ya annassa ya paniyassa ya poyavahanam bharemti, bharetta payakkhinanukulenam vaenam jeneva gambhirae poyapattane teneva uvagachchhamti uvagachchhitta poyavahanam lambemti, lambetta sagadi-sagadam sajjemti, sajjetta tam hirannam cha suvannam cha rayanam cha vairam cha egatthiyahim poya vahanao samcharemti, samcharetta sagadi-sagadam samjoemti, jeneva hatthisisae nayare teneva uvagachchhamti, uvagachchhitta hatthisisayassa nayarassa bahiya aggujjane satthanivesam karemti, karetta sagadi-sagadam moemti, moetta mahattham mahaggham mahariham viulam rayariham pahudam genhamti, genhitta hatthisisayam nayaram anuppavisamti, anuppavisitta jeneva se kanagakeu raya teneva uvagachchhamti, uvagachchhitta tam mahattham mahaggham mahariham viulam rayariham pahudam uvanemti. Tae nam se kanagakeu raya tesim samjatta-navavaniyaganam tam mahattham mahaggham mahariham viulam rayariham pahudam padichchhai, padichchhitta.
Sutra Meaning Transliteration : Sutra– 184. Bhagavan ! Jo shramana bhagavamta mahavira svamie jnyatadharmakathana solamam adhyayanano a artha kahyo chhe, to bhagavamte sataramam jnyataadhyayanano artha shum kahyo chhe\? He jambu ! Te kale, te samaye hastishirsha nagara hatum. Tyam kanakaketu raja hato. Te hastishirsha nagaramam ghana samyatrika nauvanika raheta hata. Teo dhanadhya yavat ghana lokothi aparibhuta hata. Eka vakhata koi samaye te samyatrika naukavanika paraspara malya. Arhannakani maphaka yavat lavanasamudramam aneka shata yojana gaya. Te samaye temane yavat makamdiputroni maphaka ghana semkado utpata thaya. Yavat tyam tophani vayu utpanna thayo. Tyare te nava, te tophani vayuthi varamvara kampava lagi, chalayamana thava lagi, kshubdha thava lagi, tyam ja bhamava lagi. Tyare te niryamakani buddhi bahera mari gai, shruti nasha pami gai, samjnya – sujha bujha rahya nahi, teo digmudha thai gaya. Teo janata na hata ke kaya desha, kai disha – vidishamam potavahana chali rahyum chhe\? Ema teo apahata manasamkalpa (nirasha) yavat chimtamagna thai gayo. Tyare te ghana kukshidhara, karnadhara, gabbhillaka, samyatrika, nauvanika, niryamaka pase avya. Avine kahyum – he devanupriya ! Tum kema apahata manasamkalpa yavat chimtamagna thayela chho\? Tyare niryamake temane kahyum – He devanupriyo ! Mari buddhi bahera mari gai chhe yavat hum janato nathi ke a vahana kyam jai rahyum chhe? Tethi hum apahata manasamkalpa yavat chimtatura thayo chhum. Tyare te karnadhara, te niryamakani pase a artha sambhali, samajine darya. Pachhi snana kari, balikarma kari, ghana indra, skamda adi jema mallijnyatamam kahyum, tema yavat manata manata ubha rahya. Tyarapachhi niryamakane muhurttantaramam shuddhamati adi thata dishanum jnyana thai gayum. Tyare niryamake te ghana kukshidhara adine ema kahyum – he devanupriyo ! Hum shuddha mativalo yavat amudha dishabhak thayo chhum. Apane kalikadvipa pase pahomchya chhie. A kalikadvipa dekhaya chhe. Tyare te kukshidhara adi, niryamaka pase a vata sambhaline hrishta – tushta thaine, pradakshinanukula vayuthi kalikadvipe pahomchya. Potavahane lamgara namkhyu. Nani navo dvara kalikadvipe utarya. Tyam ghani hiranya, suvarna, ratna, vajrani khano ane tyam ghana ashvo joya. Te ashvo keva hata? Nilavarni shronisutraka, uttama jatina hata. Te ashvoe, te vanikone joya. Temani gamdha sumghi. Sumghine bhayabhita thaya, trasta – udvigna – udvignamana thaya. Pachhi ghana yojana dura chalya gaya. Tyam temane prachura gochara, prachura trina – pani prapta thata, teo nirbhaya, nirudvigna thai sukhe sukhe vicharava lagya. Tyare samyatrika nauvanike paraspara kahyum – Apane a ashvonum shum prayojana chhe\? A ghani hiranya – suvarna – ratna – vajrani khano chhe, apane uchita chhe ke hiranyadithi potavahana bhari laie, ema vichari ekabijani a vata svikarine hiranya, suvarna, ratna, vajra, trina, anna, kashtha, panithi pota – vahana bharya. Bharine pradakshinanukula vayuthi gambhira potavahanapattane avya. Potavahana lamgarya. Gada – gadi sajja karya. Te hiranya yavat vajrane nani navo dvara samchara karya. Karine gada – gadi jodya. Jodine hastishirsha nagare avya. Pachhi tyam baharana agrodyanamam sarthanivesha karyo. Gada – gadi chhodya. Mahartha yavat rajane yogya bhetana grahana karya, karine hastishirshe nagaramam praveshya. Kanakaketu raja pase avya. Yavat bhetana dharya. Rajae temani bheta yavat svikari. Sutra– 185. Te samyatrika naukavanikone kahyum – devanupriyo ! Tame gama, akara yavat aneka sthane jao chho tatha lavanasamudrane varamvara potavahana vade avagaho chho. To tame kyamya koi ashcharya purve joyum\? Tyare samyatrika nauvanikoe kahyum – he devanupriya! Ame a ja hastishirsha nagaramam vasie chhie, yavat kalikadvipa samipe pahomchya. Tyam ghani hiranyani khano yavat ghana ashvo chhe. Te ashvo nilavarni adi jatavana hata yavat amane joine aneka yojana chalya gaya. To he svami ! Ame kalikadvipe te ashcharyarupa ashvo purve joya. Tyare te kanakaketue te samyatrika pase a vata sambhali, temane kahyum – devanupriyo ! Mara kautumbika purusho sathe kalikadvipa jao, te ashvone lai avo. Tyare te samyatrikoe kanakaketune kahyum – he svami ! Ema thao. Ajnyavachanane vinayapurvaka svikarya. Tyarapachhi rajae kautumbika purushone bolavine kahyum – devanupriyo! Samyatriko sathe tame kalikadvipa jao, mara mate ashvo lavo. Temane pana ajnya svikari. Tyarapachhi te kautumbika purushoe gada – gadi sajja karya. Temam ghani vina, vallaki, bhramari, kachchhabhi, bhambha, shadbhramari, vichitravina ane bija ghana shrotrendriya prayogya dravyone gada – gadimam bharya. Bharine ghana krishna yavat shuklavarni kashthakarmadi, grathimadi yavat samghatimo ane bija ghana chakshurindriya prayogya dravyone gada – gadimam bharya. Pachhi ghana koshthaputa, ketakiputa yavat bija pana ghana ghranendriya prayogya dravyo gada – gadimam bharya. Bharine khamda, gola, sakara, matsyamdika, pushpottara, padmottara, bija pana jihvendriya prayogya dravyone bharya. Tyarapachhi kotavaka, kambala, pravarana, navatvak, malaya, masura, shilapattaka yavat hamsagarbha ane bija pana sparshanendriya prayogya dravyone yavat bharine gada – gadi jodya. Jodine gambhira potapattane avya. Avine gada – gadi chhodya. Potavahana sajja karya. Te utkrishta shabda – sparsha – rupa – rasa – gamdha – dravya, kashtha, trina, pani, chokha, lota, gorasa yavat bija pana ghana potavahana prayogya dravyothi potavahana bharya. Tyarapachhi dakshina anukula vayuthi kalikadvipe avya. Avine potavahana lamgarya. Pachhi te utkrishta shabdatiyukta dravyone nani navamam laine kalikadvipe utarya. Pachhi te ghodao jyam besata, suta, ubhata ke alotata hata, tyam – tyam te kautumbika purushoe te vina yavat vichitra vina ane bija ghana shrotrendriya prayogya dravyo vagadata rahya ane teni chare tarapha jala bichhavi, nishchala – nishpamda – mauna thai betha. Jyam – jyam te ashvo besata yavat alotata hata, tyam – tyam teoe ghana krishnadi kashtha karmo yavat samghatima tatha bija ghana chakshurindriya prayogya dravyo rakhi, asapasa jala bichhavi, ityadi karyum. Jyam – jyam te ashvo besata yavata alotata hata, tyam – tyam ghana koshthaputa adi ane bija ghranendriya prayogya dravyona pumja ane nikara karya. Karine asapasa jala bichhavi yavat tyam rahya. Jyam – jyam te ashvo besata yavata alotata hata, tyam – tyam gola yavat bija ghana jihvendriya prayogya dravyona pumja ane nikara karya, karine khada khodya, temam gola – khamda – sakaranum pani ane bija pana ghana pani, te khadamam bharya. Bharine teni asapasa jala bichhavi yavat mauna thaine rahya. Jyam – jyam te ashvo besata hata, tyam – tyam ghana runa vastro yavat shilapattaka ane bija sparshanendriya prayogya astarana – pratyastarana bichhavine yavat rahya. Tyare ashvo a utkrishta shabdadi hata tyam avya. Temam ketalaka ashvo a apurva(pahela na joyela) shabda – sparsha – rasa – rupa – gamdha chhe ema vichari, te utkrishta shabdadimam murchchhita adi na thaya, te utkrishta shabdadine durathi ja chhodi durachalya gaya. Te tyamthi jaine jyam prachura gochara, trina – pani hata, tyam nirbhaya, nirudvigna thai sukhe sukhe vicharava lagya. He ayushyaman shramano! A pramane apana je nirgrantha – nirgranthi shabdadimam asakta thata nathi, teo a lokamam ghana shramana adi vade archaniya yavat para pame chhe. Sutra– 186. Te ashvomam ketalaka te utkrishta shabda – sparsha – rasa – rupa – gamdha pase avya. Te utkrishta shabdadimam murchchhita yavat asakta thai, asevana karava pravritta thaya. Tyare te ashvo a utkrishta shabdadine sevata te ghana kuta – pasha – galathi bamdhaya. Tyare te kautumbikoe te ashvone pakadi lidha. Nani navamam samcharita karya. Trina – kashtha yavat bharya. Tyarapachhi samyatrikoe dakshinanukula vayuthi gambhira potapattane avya. Potavahana lamgarya. Ashvone utarya. Pachhi hastishirsha nagare kanakaketu raja pase avya. Avine be hatha jodi yavat vadhavine ashvo apya. Tyarapachhi kanakaketue te samyatrika nauvanikone shulka rahita karya. Pachhi satkari, sanmanine vidaya api. Pachhi te kanakaketue kautumbika purushone bolavya. Satkari – sanmani yavat vidaya api. Tyarapachhi kanakaketue ashvamardakone bolavya, bolavine kahyum – he devanupriyo ! Tame mara ashvone vinita karo. Tyare ashvamardakoe ‘tahatti’ kahi ajnya svikari. Teoe te ashvone ghana mukha – karna – naka – vala – khura – kadaga – khalina bamdhano vade tatha ahilana – padiyana – amkala vade, vela – chitta – lata – kasha – chhiva prahara vade vinita karya. Karine kanakaketu raja pase lavya. Tyare kanakaketue temane satkari yavat vidaya karya. Tyare te ashvo ghana mukhabamdhana yavat chhiva prahara vade, ghana sharirika ane manasika duhkhone pamya. He ayushyaman shramano! A pramane apana je sadhu – sadhvi diksha laine ishta shabdadimam sakta, rakta, griddha, mugdha, asakta thaya chhe, te a lokamam ghana shramana yavat shravika vade helana pami yavat samsaramam bhatakashe. Sutra samdarbha– 184–186