Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104887
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१७ अश्व

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૭ અશ્વ

Section : Translated Section :
Sutra Number : 187 Category : Ang-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कल-रिभिय-महुर-तंती-तल-ताल-वंस-कउहाभिरामेसु । सद्देसु रज्जमाणा, रमंति सोइंदिय–वसट्टा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૮૭. કલ, રિભિત, મધુર તંત્રી, તલ, તાલ, વાંસ, કકુદ, રમ્ય, શબ્દોમાં અનુરક્ત થઈ, શ્રોત્રેન્દ્રિયવશાર્ત્ત પ્રાણી આનંદ માને છે. સૂત્ર– ૧૮૮. શ્રોત્રેન્દ્રિયની દુર્દાન્તતાથી આટલા દોષો થાય છે – જેમ પારઘીના પીંજરામાં રહેલ તિતર, શબ્દને ન સહેતા વધ – બંધન પામે છે. સૂત્ર– ૧૮૯. ચક્ષુરિન્દ્રિય વશવર્તી, રૂપોમાં અનુરક્ત, સ્ત્રીઓના સ્તન, જઘન, વદન, પગ, નેત્ર તથા ગર્વિષ્ઠ સ્ત્રીની વિલાસયુક્ત ગતિમાં રહે છે. સૂત્ર– ૧૯૦. ચક્ષુરિન્દ્રિયની દુર્દાન્તતાથી આટલો દોષ છે – બુદ્ધિહીન પતંગિયુ જલતી એવી આગમાં પડે છે. સૂત્ર– ૧૯૧. ઘ્રાણેન્દ્રિય વશવર્તી, ગંધમાં અનુરક્ત પ્રાણી શ્રેષ્ઠ અગર, ધૂપ, ઋતુસંબંધી માલ્ય, અનુલેપન વિધિમાં રમણ કરે છે. સૂત્ર– ૧૯૨. ઘ્રાણેન્દ્રિયની દુર્દાન્તતાથી આટલા દોષ છે – ઔષધિ ગંધથી સર્પ પોતાના બિલથી બહાર નીકળી કષ્ટ પામે છે.. સૂત્ર– ૧૯૩. જિહ્વેન્દ્રિય વશવર્તી, રસાસ્વાદ આસક્ત પ્રાણી તિક્ત – કટુક – કસાયી – અમ્લ – મધુર ઘણા ખાદ્ય – પેદ્ય – લેહ્યમાં રમે છે. સૂત્ર– ૧૯૪. જિહ્વેન્દ્રિય – દુર્દાન્તને આટલા દોષ થાય છે – ગલમાં લગ્ન થઈને પાણીની બહાર ખેંચાયેલ મત્સ્ય, સ્થળે જઈ તરફડે છે. સૂત્ર– ૧૯૫. સ્પર્શનેન્દ્રિય વશવર્તી, સ્પર્શમાં રક્ત પ્રાણી ઋતુમાં સેવ્ય સુખોત્પાદક વૈભવ સહિત, હૃદય અને મનને સુખદમાં રમે છે. સૂત્ર– ૧૯૬. સ્પર્શનેન્દ્રિય દુર્દાન્તના આટલા દોષો થાય છે – લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે. સૂત્ર– ૧૯૭. કલ, રિભિત, મધુર તંત્રી – તલતાલ – વાંસ આદિના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં આસક્ત ન થતો વશાર્ત્તમરણે(દુઃખને વશ થઈને હાય – હાય કરતો) ન મરે. સૂત્ર– ૧૯૮. સ્ત્રીઓના સ્તન, જઘન, વદન, હાથ, પગ, નય, ગર્વીય વિલાસી ગતિ આદિ રૂપોમાં અનાસક્ત, વશાર્ત્ત મરણે ન મરે. સૂત્ર– ૧૯૯. શ્રેષ્ઠ અગરુ, ધૂપ, ઋતુકમાલ્ય – અનુલેપન વિધિ આદિ ગંધમાં ગૃદ્ધ ન થનાર વશાર્ત્ત મરણે ન મરે. સૂત્ર– ૨૦૦. તિક્ત, કટુક, કષાય, અમ્લ, મધુર એવા ખાદ્ય – પેય – ચાટવા યોગ્ય પદાર્થોના આસ્વાદમાં ગૃદ્ધ ન થનાર વશાર્ત્ત મરણે ન મરે. સૂત્ર– ૨૦૧. વિવિધ ઋતુઓમાં સુખપ્રદ, વૈભવ યુક્ત, હૃદય – મનને આનંદદાયી એવા સ્પર્શોમાં ગૃદ્ધ ન થનાર, વશાર્ત્તમરણે મરતા નથી. સૂત્ર– ૨૦૨. સાધુએ ભદ્ર, શ્રોત્રના વિષય શબ્દો પામીને તુષ્ટ કે અભદ્ર શબ્દ સાંભળીને રુષ્ટ થવું ન જોઈએ. સૂત્ર– ૨૦૩. ભદ્રક કે પાપક ચક્ષુવિષયક રૂપ પામીને સાધુએ કદી તુષ્ટ કે રુષ્ટ થવું ન જોઈએ. સૂત્ર– ૨૦૪. ભદ્રક કે પાપક ઘ્રાણવિષયક ગંધ પામીને સાધુએ ક્યારેય તુષ્ટ કે રુષ્ટ થવું ન જોઈએ. સૂત્ર– ૨૦૫. ભદ્રક કે પાપક જિહ્વેન્દ્રિય વિષયક રસ પામીને સાધુએ કદાપિ તુષ્ટ કે રુષ્ટ ન થવું. સૂત્ર– ૨૦૬. સ્પર્શનેન્દ્રિય વિષયક સ્પર્શ પામીને સાધુએ કદાપિ તુષ્ટ કે રુષ્ટ ન થવું. સૂત્ર– ૨૦૭. હે જંબૂ! શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સિદ્ધિને પ્રાપ્ત ભગવંતે સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૮૭–૨૦૭
Mool Sutra Transliteration : [gatha] kala-ribhiya-mahura-tamti-tala-tala-vamsa-kauhabhiramesu. Saddesu rajjamana, ramamti soimdiya–vasatta.
Sutra Meaning Transliteration : Sutra– 187. Kala, ribhita, madhura tamtri, tala, tala, vamsa, kakuda, ramya, shabdomam anurakta thai, shrotrendriyavashartta prani anamda mane chhe. Sutra– 188. Shrotrendriyani durdantatathi atala dosho thaya chhe – jema paraghina pimjaramam rahela titara, shabdane na saheta vadha – bamdhana pame chhe. Sutra– 189. Chakshurindriya vashavarti, rupomam anurakta, striona stana, jaghana, vadana, paga, netra tatha garvishtha strini vilasayukta gatimam rahe chhe. Sutra– 190. Chakshurindriyani durdantatathi atalo dosha chhe – buddhihina patamgiyu jalati evi agamam pade chhe. Sutra– 191. Ghranendriya vashavarti, gamdhamam anurakta prani shreshtha agara, dhupa, ritusambamdhi malya, anulepana vidhimam ramana kare chhe. Sutra– 192. Ghranendriyani durdantatathi atala dosha chhe – aushadhi gamdhathi sarpa potana bilathi bahara nikali kashta pame chhe.. Sutra– 193. Jihvendriya vashavarti, rasasvada asakta prani tikta – katuka – kasayi – amla – madhura ghana khadya – pedya – lehyamam rame chhe. Sutra– 194. Jihvendriya – durdantane atala dosha thaya chhe – galamam lagna thaine panini bahara khemchayela matsya, sthale jai taraphade chhe. Sutra– 195. Sparshanendriya vashavarti, sparshamam rakta prani ritumam sevya sukhotpadaka vaibhava sahita, hridaya ane manane sukhadamam rame chhe. Sutra– 196. Sparshanendriya durdantana atala dosho thaya chhe – lodhano tikshna amkusha hathina mastakane pida pahomchade chhe. Sutra– 197. Kala, ribhita, madhura tamtri – talatala – vamsa adina shreshtha ane manohara vadyona shabdomam asakta na thato vasharttamarane(duhkhane vasha thaine haya – haya karato) na mare. Sutra– 198. Striona stana, jaghana, vadana, hatha, paga, naya, garviya vilasi gati adi rupomam anasakta, vashartta marane na mare. Sutra– 199. Shreshtha agaru, dhupa, ritukamalya – anulepana vidhi adi gamdhamam griddha na thanara vashartta marane na mare. Sutra– 200. Tikta, katuka, kashaya, amla, madhura eva khadya – peya – chatava yogya padarthona asvadamam griddha na thanara vashartta marane na mare. Sutra– 201. Vividha rituomam sukhaprada, vaibhava yukta, hridaya – manane anamdadayi eva sparshomam griddha na thanara, vasharttamarane marata nathi. Sutra– 202. Sadhue bhadra, shrotrana vishaya shabdo pamine tushta ke abhadra shabda sambhaline rushta thavum na joie. Sutra– 203. Bhadraka ke papaka chakshuvishayaka rupa pamine sadhue kadi tushta ke rushta thavum na joie. Sutra– 204. Bhadraka ke papaka ghranavishayaka gamdha pamine sadhue kyareya tushta ke rushta thavum na joie. Sutra– 205. Bhadraka ke papaka jihvendriya vishayaka rasa pamine sadhue kadapi tushta ke rushta na thavum. Sutra– 206. Sparshanendriya vishayaka sparsha pamine sadhue kadapi tushta ke rushta na thavum. Sutra– 207. He jambu! Shramana bhagavamta mahavira yavat siddhine prapta bhagavamte sattaramam jnyata adhyayanano a artha kahyo, te hum tamane kahum chhum. Sutra samdarbha– 187–207