Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104877
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१६ अवरकंका

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૬ અવરકંકા

Section : Translated Section :
Sutra Number : 177 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं धायइसंडे दीवे पुरत्थिमद्धे भारहे वासे चंपा नामं नयरी होत्था। पुण्णभद्दे चेइए। तत्थ णं चंपाए नयरीए कविले नामं वासुदेवे राया होत्था–महताहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे वण्णओ। तेणं कालेणं तेणं समएणं ए अरहा चंपाए पुण्णभद्दे समोसढे। कविले वासुदेवे धम्मं सुणेइ। तए णं से कविले वासुदेवे मुनिसुव्वयस्स अरहओ अंतिए धम्मं सुणेमाणे कण्हस्स वासुदेवस्स संखसद्दं सुणेइ। तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–किमन्ने धायइसंडे दीवे भारहे वासे दोच्चे वासुदेवे समुप्पन्ने, जस्स णं अयं संखसद्दे ममं पिव मुहवायपूरिए वियंभइ? कविला वासुदेवा भद्दाइ! मुनिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी–से नूनं कविला वासुदेवा! ममं अंतिए धम्मं निसामेमाणस्स संखसद्दं आकण्णित्ता इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–किमन्ने धायइसंडे दीवे भारहे वासे दोच्चे वासुदेवे समुप्पन्ने, जस्स णं अयं संखसद्दे ममं पिव मुहवायपूरिए वियंभइ? से नूनं कविला वासु-देवा! अट्ठे समट्ठे? हंता! अत्थि। तं नो खलु कविला! एवं भूयं वा भव्वं वा भविस्सं वा जण्णं एगखेत्ते एगजुगे एगसमए णं दुवे अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा उप्पज्जिंसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा। एवं खलु वासुदेवा! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ हत्थिणाउराओ नयराओ पंडुस्स रन्नो सुण्हा पंचण्हं पंडवाणं भारिया दोवई देवी तव पउमनाभस्स रन्नो पुव्वसंगइएणं देवेणं अवरकंकं नयरिं साहरिया। तए णं से कण्हे वासुदेवे पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठे छहिं रहेहिं अवरकंकं रायहाणिं दोवईए देवीए कूवं हव्वमागए। तए णं तस्स कण्हस्स वासुदेवस्स पउमनाभेणं रन्ना सद्धिं संगामं संगामेमाणस्स अयं संखसद्दे तव मुहवायपूरिए इव वियंभइ। तए णं से कविले वासुदेवे मुनिसुव्वयं अरहं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–गच्छामि णं अहं भंते! कण्हं वासुदेवं उत्तमपुरिसं सरिसपुरिसं पासामि। तए णं मुनिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी–नो खलु देवानुप्पिया! एयं भूयं वा भव्वं वा भविस्सं वा जण्णं अरहंता वा अरहंतं पासंति, चक्कवट्टी वा चक्कवट्टिं पासंति, बलदेवा वा बलदेवं पासंति, वासुदेवा वा वासुदेवं पासंति। तहवि य णं तुमं कण्हस्स वासुदेवस्स लवणसमुद्दं मज्झंमज्झेणं वीईवयमाणस्स सेयापीयाइं धयग्गाइं पासिहिसि। तए णं से कविले वासुदेवे मुनिसुव्वयं अरहं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता हत्थिखंधं दुरुहइ, दुरुहित्ता सिग्घं तुरियं चवलं चंडं जइणं वेइयं जेणेव वेलाउले तेणेव उवागच्छइ, उवागच्छित्ता कण्हस्स वासुदेवस्स लवणसमुद्दं मज्झंमज्झेणं वीई वयमाणस्स सेयापीयाइं धयग्गाइं पासइ, पासित्ता एवं वयइ–एस णं मम सरिसपुरिसे उत्तमपुरिसे कण्हे वासुदेवे लवणसमुद्दं मज्झं-मज्झेणं वीईवयइ त्ति कट्टु पंचयण्णं संखं परामुसइ, परामुसित्ता मुहवायपूरियं करेइ। तए णं से कण्हे वासुदेवे कविलस्स वासुदेवस्स संखसद्दं आयण्णेइ, आयण्णेत्ता पंचयण्णं संखं परामुसइ, परा-मुसित्ता मुहवाय पूरियं करेइ। तए णं दोवि वासुदेवा संखसद्द-सामायारिं करेंति। तए णं से कविले वासुदेवे जेणेव अवरकंका रायहाणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अवरकंकं रायहाणिं संभग्ग- पागार- गोउराट्टालय- चरिय- तोरण- पल्हत्थियपवरभवन- सिरिधरं सरसरस्स धरणियले सण्णिवइयं पासइ, पासित्ता पउमनाभं एवं वयासी–किण्णं देवानुप्पिया! एसा अवरकंका रायहाणी संभग्ग- पागार- गोउराट्टालय- चरिय- तोरण- पल्हत्थियपवरभवन- सिरिधरा सरसरस्स धरणियले सन्निवइया? तए णं से पउमनाभे कविलं वासुदेवं एवं वयासी–एवं खलु सामी! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ इहं हव्वमागम्म कण्हेणं वासुदेवेणं तुब्भे परिभूय अवरकंका रायहाणी संभग्ग-गोउराट्टालय-चरिय-तोरण-पल्हत्थियपवरभवन-सिरिधरा सरसरस्स धरणियले सन्निवाडिया। तए णं से कविले वासुदेवे पउमनाभस्स अंतिए एयमट्ठं सोच्चा पउमनाभं एवं वयासी–हंभो पउमनाभा! अप-त्थियपत्थिया! दुरंतपंतलक्खणा! हीनपुण्णचाउद्दसा! सिरि-हिरि-धिइ-कित्ति-परिवज्जिया! किण्णं तुमं न जाणसि मम सरिसपु-रिसस्स कण्हस्स वासुदेवस्स विप्पियं करेमाणे? –आसुरुत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे तिवलियं भिउडिं निलाडे साहट्टु पउमनाभं निव्विसयं आणवेइ, पउमनाभस्स पुत्तं अवरकंकाए रायहाणीए महया-महया रायाभिसेएणं अभिसिंचइ, अभिसिंचित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए।
Sutra Meaning : સૂત્ર– ૧૭૭. તે કાળે, તે સમયે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ, ત્યાં ચંપા નગરીમાં કપિલ વાસુદેવ રાજા હતો. તે મહાહિમવંતાદિ વિશેષણ યુક્ત હતો. તે કાળે, તે સમયે (તે ક્ષેત્રમાં થયેલ) મુનિસુવ્રત અરહંત ચંપામાં પૂર્ણભદ્ર ચૈત્યે પધાર્યા. કપિલ વાસુદેવ ધર્મ સાંભળે છે, ત્યારે મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળતા કપિલ વાસુદેવે, કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો, ત્યારે કપિલને આવો સંકલ્પ થયો કે – શું ધાતકીખંડદ્વીપમાં ભરતક્ષેત્રમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે ? જેથી આ શંખ શબ્દ મારા જ મુખના વાયુથી પૂરિત થયો હોય તેમ લાગે છે!. કપિલ વાસુદેવને સંબોધીને મુનિસુવ્રત અરહંતે કહ્યું કે – હે કપિલ વાસુદેવ ! મારી પાસે ધર્મ સાંભળતા, શંખ શબ્દ સાંભળીને આવા પ્રકારે સંકલ્પ થયો કે – શું ધાતકીખંડમાં કોઈ બીજા વાસુદેવે યાવત્‌ શંખ વગાડ્યો. હે કપિલ ! શું આ અર્થ સમર્થ છે ? હા, ભગવન ! એમ જ છે. હે કપિલ! એવું થયું નથી, થતું નથી કે થશે નહીં કે જે એક જ ક્ષેત્ર – યુગ – સમયમાં બે અરહંત – ચક્રી – બલદેવ કે વાસુદેવ ઉત્પન્ન થયા હોય, થતા હોય કે થશે. હે વાસુદેવ ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી હસ્તિનાપુર નગરથી પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને, તારા પદ્મનાભ રાજાએ પૂર્વસંગતિક દેવની મદદથી અપરકંકા નગરીમાં સાહરાવી. તેથી તે કૃષ્ણ વાસુદેવે પાંચ પાંડવો સાથે, પોતે છઠ્ઠા, એમ છ રથ સાથે અપરકંકા રાજધાનીએ દ્રૌપદી દેવીને પાછી લાવવા, જલદી આવ્યો. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવનો પદ્મનાભ રાજા સાથે સંગ્રામમાં લડીને આ શંખ શબ્દ, તારા મુખના વાયુથી પૂરિત હોય એવો જણાતો ઇષ્ટ, કાંત છે, જે તને અહીં સંભળાઈ રહ્યો છે. ત્યારે તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત અરહંતને વાંદીને કહ્યું – હે ભગવન્‌ ! હું જાઉં, ઉત્તમ પુરુષ કૃષ્ણ વાસુદેવ જેવા પુરુષને જોઉં, ત્યારે અરહંત મુનિસુવ્રતે કપિલ વાસુદેવને કહ્યું – એવું કદી બન્યુ નથી, બનતુ નથી, બનશે નહીં કે અરહંત – અરહંતને, ચક્રી – ચક્રીને, બલદેવ – બલદેવને કે વાસુદેવ – વાસુદેવને જુઓ. તો પણ તું વાસુદેવ કૃષ્ણને લવણસમુદ્ર મધ્યેથી જતા, શ્વેત – પીત ધજાનો અગ્રભાગ જોઈશ. ત્યારે તે કપિલ વાસુદેવ મુનિસુવ્રતસ્વામીને વાંદીને હસ્તિસ્કંધે આરૂઢ થઈને જલદી વેલાકુલે આવ્યો. આવીને કૃષ્ણ વાસુદેવને લવણસમુદ્રની મધ્યેથી જતા, તેમની શ્વેત – પીત ધજાના અગ્રભાગને જોયો. જોઈને કહ્યું – મારા સદૃશ પુરુષ, ઉત્તમ પુરુષ કૃષ્ણ વાસુદેવ, લવણસમુદ્રના મધ્યે થઈને જાય છે, એમ કરીને પંચજન્ય શંખને મુખવાયુથી વગાડ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે, કપિલ વાસુદેવનો શંખ શબ્દ સાંભળ્યો, સાંભળીને તેણે પણ પંચજન્ય શંખ યાવત્‌ વગાડ્યો. બંનેએ શંખથી મિલન કર્યું. ત્યારપછી કપિલ વાસુદેવ અપરકંકા આવ્યો, અપરકંકામાં ભાંગેલ તોરણ યાવત્‌ જોયા, જોઈને પદ્મનાભને કહ્યું – હે દેવાનુપ્રિય ! આ અપરકંકા કેમ સંભગ્ન યાવત્‌ સન્નિપાતિત છે ? ત્યારે પદ્મનાભે, કપિલ વાસુદેવને કહ્યું – હે સ્વામી ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી સહસા આવીને કૃષ્ણવાસુદેવે આપનો પરાભવ કરી અપરકંકા યાવત્‌ ભાંગી નાખી. ત્યારે તે કપિલ વાસુદેવે, પદ્મનાભની પાસે આ અર્થને સાંભળીને પદ્મનાભને આમ કહ્યું – ઓ! પદ્મનાભ ! અપ્રાર્થિત પ્રાર્થિત ! શું તું જાણતો નથી કે મારા સદૃશ પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે ? ક્રુદ્ધ થઈને યાવત્‌ પદ્મનાભને દેશનિર્વાસની આજ્ઞા આપી. પદ્મનાભના પુત્રને અપરકંકા રાજધાનીમાં રાજ્યાભિષેક કરીને પાછો ગયો. સૂત્ર– ૧૭૮. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ, લવણસમુદ્રની મધ્યેથી થઈને ગંગા નદી આવ્યા. તે પાંચ પાંડવોને કહ્યું – દેવાનુપ્રિય ! તમે જાઓ, ગંગા મહાનદીને ઊતરો, ત્યાં સુધી હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં. ત્યારે કૃષ્ણ વાસુદેવને એમ કહેતા સાંભળી, પાંચ પાંડવો, ગંગા મહાનદીએ આવીને, એક નાવની માર્ગણા – ગવેષણા કરી, કરીને તે નાવથી, ગંગા મહાનદીને ઊતરે છે. પછી અન્યોન્ય એમ કહ્યું – દેવાનુપ્રિયો! કૃષ્ણ વાસુદેવે ગંગા મહાનદીને પોતાની ભૂજાથી પાર ઉતારવા સમર્થ છે કે નહીં, એમ કહીને નાવને છૂપાવી દીધી. છૂપાવીને કૃષ્ણ વાસુદેવની રાહ જોતા ઊભા રહ્યા. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. પછી ગંગાનદીએ આવ્યા. તેમણે ચોતરફ નાવની તપાસ કરી. એક પણ નાવ ન જોઈ. ત્યારે પોતાની એક ભૂજાથી અશ્વ અને સારથી સહિત રથ ગ્રહણ કર્યો, બીજી ભૂજાથી સાડા બાસઠ યોજન વિસ્તીર્ણ ગંગા મહાનદી પાર કરવા ઉદ્યત થયા. તેઓ ગંગા મહાનદીના મધ્યદેશ ભાગમાં પહોંચ્યો ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થયા, ઘણો પરસેવો તેને આવી ગયો. ત્યારે કૃષ્ણ વાસુદેવની આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે – અહો ! પાંચે પાંડવો ઘણા બળવાન છે, જેણે ૬૨|| યોજન વિસ્તીર્ણ ગંગાનદી, બાહુ વડે પાર કરી. તેમણે ઈરાદાપૂર્વક જ પદ્મનાભ રાજાને યાવત્‌ પરાજિત ન કર્યો. ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવનો આવો સંકલ્પ યાવત્‌ જાણીને થાહ દીધો. તે સમયે કૃષ્ણ વાસુદેવે મુહૂર્ત્તાંતર વિશ્રામ કર્યો. ગંગા મહાનદીને યાવત્‌ નદી પાર કરી. પાંચ પાંડવો પાસે આવ્યા. આવીને કહ્યું – અહો દેવાનુપ્રિયો! તમે મહાબલવાન છો. જેથી તમે ગંગા મહાનદી યાવત્‌ પાર કરી, ઈરાદાપૂર્વક તમે પદ્મનાભને પરાજિત ન કર્યો. પાંચે પાંડવોએ કૃષ્ણ વાસુદેવ પાસે આમ સાંભળીને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપના દ્વારા વિસર્જિત કરાઈને અમે ગંગા મહાનદી આવ્યા. એક નાવની શોધ કરી, યાવત્‌ નાવને છૂપાવીને તમારી પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ, તે પાંચ પાંડવો પાસે આ અર્થને સાંભળીને ક્રોધિત થઈ યાવત્‌ ત્રિવલી ચઢાવીને કહ્યું – અહો ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કરીને પદ્મનાભને હત – મથિત કરીને યાવત્‌ પરાજિત કરીને અપરકંકાને ભાંગી નાંખી. સ્વહસ્તે દ્રૌપદી તમને સોંપી, ત્યારે તમે મારુ માહાત્મ્ય ન જાણ્યુ, હવે તમે જાણશો, એમ કહી લોહદંડ લઈને પાંચે પાંડવોનો રથ ચૂર – ચૂર કરી દીધો. દેશનિકાલની આજ્ઞા કરી. ત્યાં રથમર્દન નામે કોટ્ટ સ્થાપ્યો. પછી કૃષ્ણ વાસુદેવ પોતાની સેનાના પડાવમાં આવ્યા. આવીને કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરીએ આવીને, તેમાં પ્રવેશ્યા. સૂત્ર– ૧૭૯. ત્યારે તે પાંચે પાંડવો, હસ્તિનાપુર આવ્યા. પછી પાંડુરાજા પાસે આવીને કહ્યું – હે તાત ! અમને કૃષ્ણે દેશનિકાલ કર્યા છે. ત્યારે પાંડુરાજાએ તેઓને પૂછ્યું – હે પુત્રો ! તમને કૃષ્ણ વાસુદેવે શા માટે દેશનિકાલ કર્યા છે ? ત્યારે પાંડવોએ પાંડુરાજાએ કહ્યું – હે તાત ! અમે અપરકંકાથી નીકળી, લવણસમુદ્ર – બે લાખ યોજન પાર કરીને, પછી કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું – તમે જાઓ, ગંગાનદી પાર કરી યાવત્‌ મારી પ્રતીક્ષા કરતા રહો. ઇત્યાદિ પૂર્વવત્‌ યાવત્‌ અમને દેશનિકાલ કર્યા. ત્યારે પાંડુરાજાએ પાંચે પાંડવોને કહ્યું – તમે કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરીને ઘણુ ખોટું કર્યું. પછી કુંતીદેવીને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયા ! તું દ્વારાવતી જઈ કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે – આપે પાંચ પાંડવોને દેશનિકાલ કર્યા. દેવાનુપ્રિય ! તમે દક્ષિણાર્દ્ધ ભરતના સ્વામી છો, તો આજ્ઞા કરો કે – પાંચે પાંડવો કઈ દિશા કે વિદિશામાં જાય ? ત્યારે કુંતીએ પાંડુરાજાની આ વાત સાંભળીને હસ્તિસ્કંધે બેઠી. પૂર્વવત્‌ યાવત્‌ કૃષ્ણ વાસુદેવે પૂછ્યું હે ફોઈ ! જણાવો કે આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે કુંતીએ, કૃષ્ણ વાસુદેવને કહ્યું – હે પુત્ર ! તમે પાંચે પાંડવોને દેશનિકાલની આજ્ઞા કરી, તું તો દક્ષિણાર્દ્ધ ભરતનો સ્વામી છો તો યાવત્‌ તે પાંચેદિશામાં જાય ? ત્યારે કૃષ્ણે કહ્યું કે – હે ફોઈ ! ઉત્તમપુરુષ – વાસુદેવ, બલદેવ, ચક્રવર્તીઓ અપૂતિવચન હોય છે. તેથી પાંચે પાંડવો દક્ષિણી વૈતાલીને કિનારે પાંડુમથુરા નામે નગરી વસાવે, મારા અદૃષ્ટ સેવક થઈને રહે. એમ કહી કુંતીદેવીને સત્કારી, સન્માની યાવત્‌ વિદાય આપી. ત્યારે કુંતીદેવીએ યાવત્‌ પાંડુને આ વાત જણાવી. ત્યારે પાંડવોને બોલાવીને પાંડુરાજાએ કહ્યું – પુત્રો ! તમે દક્ષિણી વૈતાલીએ જઈને પાંડુમથુરા વસાવો. ત્યારે પાંચે પાંડવોએ, પાંડુ રાજાની આજ્ઞા યાવત્‌ ‘તહત્તિ’ કહીને સ્વીકારી. બલ – વાહન સહિત, હાથી – ઘોડા આદિ સહિત હસ્તિનાપુરથી નીકળ્યા, પછી દક્ષિણી વૈતાલીએ જઈ, પાંડુમથુરાનગરી વસાવી. ત્યાં તેઓ વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈ ગયા. સૂત્ર– ૧૮૦. ત્યારપછી દ્રૌપદી દેવી કોઈ દિવસે ગર્ભવતી થઈ. પછી દ્રૌપદી દેવીએ, નવ માસ પૂર્ણ થતા યાવત્‌ સુરૂપ બાળકને જન્મ આપ્યો, તે સુકુમાલ હતો. બાર દિવસ વીતતા વિચાર્યું કે – કેમ કે અમારો આ બાળક, પાંચ પાંડવોનો પુત્ર અને દ્રૌપદીને આત્મજ હોવાથી અમારા આ બાળકનું નામ પાંડુસેન થાઓ. ત્યારે તેનું નામ પાંડુસેન રાખ્યું. તે બોંતેર કળા શીખી યાવત્‌ ભોગ સમર્થ થયો, યુવરાજ થઈ યાવત્‌ વિચરે છે. સ્થવિરો સમોસર્યા. પર્ષદા નીકળી. પાંડવો નીકળ્યા. ધર્મ સાંભળી, એમ કહ્યું – દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીને પૂછીને, પાંડુસેન કુમારને રાજ્યમાં સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈ યાવત્‌ પ્રવ્રજિત થઈશું. હે દેવાનુપ્રિયો ! સુખ ઉપજે તેમ કરો. પછી પાંચે પાંડવોએ ઘેર આવીને દ્રૌપદી દેવીને બોલાવીને કહ્યું – અમે સ્થવિરો પાસે ધર્મ સાંભળી યાવત્‌ દીક્ષા લઈશું. હે દેવાનુપ્રિયા! તું શું કરીશ ? ત્યારે દ્રૌપદી દેવીએ પાંચે પાંડવોને કહ્યું – જો તમે સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈ દીક્ષા લો, તો મારે બીજા કોનું આલંબન યાવત્‌ થશે ? હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છું, આપની સાથે દીક્ષા લઈશ. ત્યારે પાંચે પાંડવોએ પાંડુસેનનો અભિષેક કર્યો યાવત્‌ રાજા થયો યાવત્‌ રાજ્યને પ્રશાસિત કરતો વિચરવા લાગ્યો. ત્યારે પાંચે પાંડવો અને દ્રૌપદી દેવી, કોઈ દિવસે પાંડુસેન રાજાને પૂછે છે. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી નિષ્ક્રમણ અભિષેક યાવત્‌ ઉપસ્થાપિત કર્યા. સહસ્રપુરુષ વાહિની શિબિકા લાવ્યા, યાવત્‌ બેસીને સ્થવિરો પાસે આવ્યા. યાવત્‌ પાંચે દીક્ષા લઇ શ્રમણ થયા. ચૌદ પૂર્વો ભણ્યા. ઘણા વર્ષો છઠ્ઠ, અઠ્ઠમાદિ તપ કરી આત્માને ભાવિત કરતા વિચરે છે. સૂત્ર– ૧૮૧. ત્યારપછી દ્રૌપદી દેવી શિબિકામાં બેઠા યાવત્‌ દીક્ષા લઈ, સુવ્રતા આર્યાની શિષ્યારૂપે સોંપ્યા. અગિયાર અંગ ભણ્યા. ઘણા વર્ષો છઠ્ઠ – અઠ્ઠમ – ચાર ઉપવાસાદિ યાવત્‌ વિચરવા લાગ્યા. સૂત્ર– ૧૮૨. ત્યારપછી સ્થવિર ભગવંતો કોઈ દિવસે પાંડુમથુરા નગરીથી સહસ્રામ્રવન ઉદ્યાનથી નીકળ્યા. બાહ્ય જનપદ વિહારે વિહરવા લાગ્યા. તે કાળે, તે સમયે અરહંત અરિષ્ઠનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં પધાર્યા. પછી સૌરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારે ઘણા લોકો પરસ્પર આમ કહેતા હતા – દેવાનુપ્રિયો ! અરહંત અરિષ્ઠનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં યાવત્‌ વિચરે છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, ઘણા લોકો પાસે આ વાત સાંભળીને પરસ્પર બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! અરહંત અરિષ્ટનેમિ પૂર્વાનુપૂર્વી વિહારે યાવત્‌ વિચરે છે, તો આપણે માટે ઉચિત છે કે સ્થવિરોને પૂછીને અરહંત અરિષ્ટનેમિના વંદનાર્થે જઈએ. એકબીજાએ આ વાતને સ્વીકારી. પછી સ્થવિર ભગવંતો પાસે આવીને, સ્થવિરોને વંદન, નમસ્કાર કર્યા. કરીને કહ્યું – આપની અનુજ્ઞા મેળવીને અમે અરહંત અરિષ્ઠનેમિના વંદનાર્થે યાવત્‌ જવા ઇચ્છીએ છીએ. સ્થવિરોએ કહ્યું જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, સ્થવિરોની આજ્ઞા પામીને, સ્થવિર ભગવંતોને વાંદી – નમીને ત્યાંથી નીકળ્યા. નિરંતર માસક્ષમણ તપોકર્મ વડે ગ્રામાનુગ્રામ જતા યાવત્‌ હસ્તિકલ્પ નગરે આવ્યા. તેની બહાર સહસ્રામ્રવન ઉદ્યાનમાં યાવત્‌ વિચરે છે. ત્યારે યુધિષ્ઠિર સિવાયના ચાર અણગારે માસક્ષમણના પારણે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજામાં ઇત્યાદિ ગૌતમસ્વામીવત્‌ જાણવું. વિશેષ એ કે યુધિષ્ઠિરને પૂછીને યાવત્‌ ભિક્ષાર્થે અટન કરતા ઘણા લોકો પાસે સાંભળ્યું કે – અરહંત અરિષ્ઠનેમિ ઉજ્જયંત પર્વતના શિખરે નિર્જલ માસિક ભક્તથી ૫૩૬ સાધુઓ સાથે નિર્વાણ પામ્યા યાવત્‌ સર્વ દુઃખથી મુક્ત થયા. ત્યારે તે ચારે અણગારો ઘણા લોકો પાસે આ વૃત્તાંત સાંભળી હસ્તિકલ્પથી નીકળીને સહસ્રામ્રવનમાં યુધિષ્ઠિર અણગાર પાસે આવ્યા. ભોજન – પાનની પ્રત્યુપ્રેક્ષણા કરી, ગમનાગમન પ્રતિક્રમણ કર્યું, એષણા – અનેષણાની આલોચના કરી, ભોજન – પાન દેખાડ્યા. ત્યારપછી કહ્યું – હે દેવાનુપ્રિય ! યાવત્‌ ભગવંત નિર્વાણ પામ્યા. આપણે માટે ઉચિત છે કે – આ પૂર્વગૃહિત ભોજન – પાન પરઠવીને ધીમે ધીમે શત્રુંજય પર્વત ચઢીને, સંલેખના – ઝોષણા કરીને, કાળની અપેક્ષા ન કરતા વિચરીએ, એમ કહી, એકબીજાની આ વાત સ્વીકારી. પછી પૂર્વગૃહીત ભોજન – પાનને એકાંતમાં પરઠવ્યા. પછી શત્રુંજય પર્વતે આવ્યા. આવીને શત્રુંજય પર્વત ચઢ્યા યાવત્‌ કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો સામાયિક આદિ ચૌદ પૂર્વો ભણ્યા, ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, દ્વિમાસિકી સંલેખના વડે આત્માને ઝોષિત કરીને, જે પ્રયોજન વડે નગ્નતાને ધારણ કરેલ યાવત્‌ તે પ્રયોજનને આરાધ્યુ, પછી અનંત યાવત્‌ શ્રેષ્ઠ કેવલજ્ઞાન – દર્શન ઉત્પન્ન થયું યાવત્‌ સિદ્ધ થયા. સૂત્ર– ૧૮૩. ત્યારપછી તે આર્યા દ્રૌપદી, આર્યા સુવ્રતા પાસે સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યા. ભણીને ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, સંલેખના કરી, આલોચના – પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી બ્રહ્મલોકે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં દ્રૌપદી દેવની દશ સાગરોપમ સ્થિતિ થઈ. ભગવન્‌ ! તે દ્રુપદ દેવ ત્યાંથી ચ્યવીને યાવત્‌ મહાવિદેહ ક્ષેત્રમાં યાવત્‌ સર્વ દુઃખનો અંત કરશે. હે જંબૂ! ભગવંતે જ્ઞાતા સૂત્રના સોળમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, જે હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૭૭–૧૮૩
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam dhayaisamde dive puratthimaddhe bharahe vase champa namam nayari hottha. Punnabhadde cheie. Tattha nam champae nayarie kavile namam vasudeve raya hottha–mahatahimavamta-mahamta-malaya-mamdara-mahimdasare vannao. Tenam kalenam tenam samaenam e araha champae punnabhadde samosadhe. Kavile vasudeve dhammam sunei. Tae nam se kavile vasudeve munisuvvayassa arahao amtie dhammam sunemane kanhassa vasudevassa samkhasaddam sunei. Tae nam tassa kavilassa vasudevassa imeyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–kimanne dhayaisamde dive bharahe vase dochche vasudeve samuppanne, jassa nam ayam samkhasadde mamam piva muhavayapurie viyambhai? Kavila vasudeva bhaddai! Munisuvvae araha kavilam vasudevam evam vayasi–se nunam kavila vasudeva! Mamam amtie dhammam nisamemanassa samkhasaddam akannitta imeyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–kimanne dhayaisamde dive bharahe vase dochche vasudeve samuppanne, jassa nam ayam samkhasadde mamam piva muhavayapurie viyambhai? Se nunam kavila vasu-deva! Atthe samatthe? Hamta! Atthi. Tam no khalu kavila! Evam bhuyam va bhavvam va bhavissam va jannam egakhette egajuge egasamae nam duve arahamta va chakkavatti va baladeva va vasudeva va uppajjimsu va uppajjamti va uppajjissamti va. Evam khalu vasudeva! Jambuddivao divao bharahao vasao hatthinaurao nayarao pamdussa ranno sunha pamchanham pamdavanam bhariya dovai devi tava paumanabhassa ranno puvvasamgaienam devenam avarakamkam nayarim sahariya. Tae nam se kanhe vasudeve pamchahim pamdavehim saddhim appachhatthe chhahim rahehim avarakamkam rayahanim dovaie devie kuvam havvamagae. Tae nam tassa kanhassa vasudevassa paumanabhenam ranna saddhim samgamam samgamemanassa ayam samkhasadde tava muhavayapurie iva viyambhai. Tae nam se kavile vasudeve munisuvvayam araham vamdai namamsai, vamditta namamsitta evam vayasi–gachchhami nam aham bhamte! Kanham vasudevam uttamapurisam sarisapurisam pasami. Tae nam munisuvvae araha kavilam vasudevam evam vayasi–no khalu devanuppiya! Eyam bhuyam va bhavvam va bhavissam va jannam arahamta va arahamtam pasamti, chakkavatti va chakkavattim pasamti, baladeva va baladevam pasamti, vasudeva va vasudevam pasamti. Tahavi ya nam tumam kanhassa vasudevassa lavanasamuddam majjhammajjhenam viivayamanassa seyapiyaim dhayaggaim pasihisi. Tae nam se kavile vasudeve munisuvvayam araham vamdai namamsai, vamditta namamsitta hatthikhamdham duruhai, duruhitta siggham turiyam chavalam chamdam jainam veiyam jeneva velaule teneva uvagachchhai, uvagachchhitta kanhassa vasudevassa lavanasamuddam majjhammajjhenam vii vayamanassa seyapiyaim dhayaggaim pasai, pasitta evam vayai–esa nam mama sarisapurise uttamapurise kanhe vasudeve lavanasamuddam majjham-majjhenam viivayai tti kattu pamchayannam samkham paramusai, paramusitta muhavayapuriyam karei. Tae nam se kanhe vasudeve kavilassa vasudevassa samkhasaddam ayannei, ayannetta pamchayannam samkham paramusai, para-musitta muhavaya puriyam karei. Tae nam dovi vasudeva samkhasadda-samayarim karemti. Tae nam se kavile vasudeve jeneva avarakamka rayahani teneva uvagachchhai, uvagachchhitta avarakamkam rayahanim sambhagga- pagara- gourattalaya- chariya- torana- palhatthiyapavarabhavana- siridharam sarasarassa dharaniyale sannivaiyam pasai, pasitta paumanabham evam vayasi–kinnam devanuppiya! Esa avarakamka rayahani sambhagga- pagara- gourattalaya- chariya- torana- palhatthiyapavarabhavana- siridhara sarasarassa dharaniyale sannivaiya? Tae nam se paumanabhe kavilam vasudevam evam vayasi–evam khalu sami! Jambuddivao divao bharahao vasao iham havvamagamma kanhenam vasudevenam tubbhe paribhuya avarakamka rayahani sambhagga-gourattalaya-chariya-torana-palhatthiyapavarabhavana-siridhara sarasarassa dharaniyale sannivadiya. Tae nam se kavile vasudeve paumanabhassa amtie eyamattham sochcha paumanabham evam vayasi–hambho paumanabha! Apa-tthiyapatthiya! Duramtapamtalakkhana! Hinapunnachauddasa! Siri-hiri-dhii-kitti-parivajjiya! Kinnam tumam na janasi mama sarisapu-risassa kanhassa vasudevassa vippiyam karemane? –asurutte rutthe kuvie chamdikkie misimisemane tivaliyam bhiudim nilade sahattu paumanabham nivvisayam anavei, paumanabhassa puttam avarakamkae rayahanie mahaya-mahaya rayabhiseenam abhisimchai, abhisimchitta jameva disim paubbhue tameva disim padigae.
Sutra Meaning Transliteration : Sutra– 177. Te kale, te samaye dhatakikhamda dvipana purvardhamam bharatakshetramam champa name nagari hati, purnabhadra chaitya hatu, tyam champa nagarimam kapila vasudeva raja hato. Te mahahimavamtadi visheshana yukta hato. Te kale, te samaye (te kshetramam thayela) munisuvrata arahamta champamam purnabhadra chaitye padharya. Kapila vasudeva dharma sambhale chhe, tyare munisuvrata arahamta pase dharma sambhalata kapila vasudeve, krishna vasudevana shamkhano shabda sambhalyo, tyare kapilane avo samkalpa thayo ke – shum dhatakikhamdadvipamam bharatakshetramam bija vasudeva utpanna thaya chhe\? Jethi a shamkha shabda mara ja mukhana vayuthi purita thayo hoya tema lage chhe!. Kapila vasudevane sambodhine munisuvrata arahamte kahyum ke – he kapila vasudeva ! Mari pase dharma sambhalata, shamkha shabda sambhaline ava prakare samkalpa thayo ke – shum dhatakikhamdamam koi bija vasudeve yavat shamkha vagadyo. He kapila ! Shum a artha samartha chhe\? Ha, bhagavana ! Ema ja chhe. He kapila! Evum thayum nathi, thatum nathi ke thashe nahim ke je eka ja kshetra – yuga – samayamam be arahamta – chakri – baladeva ke vasudeva utpanna thaya hoya, thata hoya ke thashe. He vasudeva ! Jambudvipana bharatakshetrathi hastinapura nagarathi pamdu rajani putravadhu, pamcha pamdavoni patni draupadi devine, tara padmanabha rajae purvasamgatika devani madadathi aparakamka nagarimam saharavi. Tethi te krishna vasudeve pamcha pamdavo sathe, pote chhaththa, ema chha ratha sathe aparakamka rajadhanie draupadi devine pachhi lavava, jaladi avyo. Tyarapachhi te krishna vasudevano padmanabha raja sathe samgramamam ladine a shamkha shabda, tara mukhana vayuthi purita hoya evo janato ishta, kamta chhe, je tane ahim sambhalai rahyo chhe. Tyare te kapila vasudeve munisuvrata arahamtane vamdine kahyum – he bhagavan ! Hum jaum, uttama purusha krishna vasudeva jeva purushane joum, tyare arahamta munisuvrate kapila vasudevane kahyum – evum kadi banyu nathi, banatu nathi, banashe nahim ke arahamta – arahamtane, chakri – chakrine, baladeva – baladevane ke vasudeva – vasudevane juo. To pana tum vasudeva krishnane lavanasamudra madhyethi jata, shveta – pita dhajano agrabhaga joisha. Tyare te kapila vasudeva munisuvratasvamine vamdine hastiskamdhe arudha thaine jaladi velakule avyo. Avine krishna vasudevane lavanasamudrani madhyethi jata, temani shveta – pita dhajana agrabhagane joyo. Joine kahyum – mara sadrisha purusha, uttama purusha krishna vasudeva, lavanasamudrana madhye thaine jaya chhe, ema karine pamchajanya shamkhane mukhavayuthi vagadyo. Tyare krishna vasudeve, kapila vasudevano shamkha shabda sambhalyo, sambhaline tene pana pamchajanya shamkha yavat vagadyo. Bamnee shamkhathi milana karyum. Tyarapachhi kapila vasudeva aparakamka avyo, aparakamkamam bhamgela torana yavat joya, joine padmanabhane kahyum – he devanupriya ! A aparakamka kema sambhagna yavat sannipatita chhe\? Tyare padmanabhe, kapila vasudevane kahyum – he svami ! Jambudvipana bharatakshetrathi sahasa avine krishnavasudeve apano parabhava kari aparakamka yavat bhamgi nakhi. Tyare te kapila vasudeve, padmanabhani pase a arthane sambhaline padmanabhane ama kahyum – o! Padmanabha ! Aprarthita prarthita ! Shum tum janato nathi ke mara sadrisha purusha krishna vasudevanum anishta karyum chhe\? Kruddha thaine yavat padmanabhane deshanirvasani ajnya api. Padmanabhana putrane aparakamka rajadhanimam rajyabhisheka karine pachho gayo. Sutra– 178. Tyarapachhi te krishna vasudeva, lavanasamudrani madhyethi thaine gamga nadi avya. Te pamcha pamdavone kahyum – devanupriya ! Tame jao, gamga mahanadine utaro, tyam sudhi hum lavanasamudrana adhipati susthita devane mali laum. Tyare krishna vasudevane ema kaheta sambhali, pamcha pamdavo, gamga mahanadie avine, eka navani margana – gaveshana kari, karine te navathi, gamga mahanadine utare chhe. Pachhi anyonya ema kahyum – devanupriyo! Krishna vasudeve gamga mahanadine potani bhujathi para utarava samartha chhe ke nahim, ema kahine navane chhupavi didhi. Chhupavine krishna vasudevani raha jota ubha rahya. Tyare te krishna vasudeva lavanadhipati susthita devane malya. Pachhi gamganadie avya. Temane chotarapha navani tapasa kari. Eka pana nava na joi. Tyare potani eka bhujathi ashva ane sarathi sahita ratha grahana karyo, biji bhujathi sada basatha yojana vistirna gamga mahanadi para karava udyata thaya. Teo gamga mahanadina madhyadesha bhagamam pahomchyo tyare shramta, tamta, paritamta thaya, ghano parasevo tene avi gayo. Tyare krishna vasudevani ava prakarano manogata samkalpa thayo ke – aho ! Pamche pamdavo ghana balavana chhe, jene 62|| yojana vistirna gamganadi, bahu vade para kari. Temane iradapurvaka ja padmanabha rajane yavat parajita na karyo. Gamgadevie krishna vasudevano avo samkalpa yavat janine thaha didho. Te samaye krishna vasudeve muhurttamtara vishrama karyo. Gamga mahanadine yavat nadi para kari. Pamcha pamdavo pase avya. Avine kahyum – aho devanupriyo! Tame mahabalavana chho. Jethi tame gamga mahanadi yavat para kari, iradapurvaka tame padmanabhane parajita na karyo. Pamche pamdavoe krishna vasudeva pase ama sambhaline kahyum – He devanupriya ! Apana dvara visarjita karaine ame gamga mahanadi avya. Eka navani shodha kari, yavat navane chhupavine tamari pratiksha karata ubha rahya. Tyare krishna vasudeva, te pamcha pamdavo pase a arthane sambhaline krodhita thai yavat trivali chadhavine kahyum – aho ! Jyare mem be lakha yojana vistirna lavanasamudrane para karine padmanabhane hata – mathita karine yavat parajita karine aparakamkane bhamgi namkhi. Svahaste draupadi tamane sompi, tyare tame maru mahatmya na janyu, have tame janasho, ema kahi lohadamda laine pamche pamdavono ratha chura – chura kari didho. Deshanikalani ajnya kari. Tyam rathamardana name kotta sthapyo. Pachhi krishna vasudeva potani senana padavamam avya. Avine krishna vasudeva dvaravati nagarie avine, temam praveshya. Sutra– 179. Tyare te pamche pamdavo, hastinapura avya. Pachhi pamduraja pase avine kahyum – he tata ! Amane krishne deshanikala karya chhe. Tyare pamdurajae teone puchhyum – he putro ! Tamane krishna vasudeve sha mate deshanikala karya chhe\? Tyare pamdavoe pamdurajae kahyum – he tata ! Ame aparakamkathi nikali, lavanasamudra – be lakha yojana para karine, pachhi krishna vasudeve amane kahyum – tame jao, gamganadi para kari yavat mari pratiksha karata raho. Ityadi purvavat yavat amane deshanikala karya. Tyare pamdurajae pamche pamdavone kahyum – tame krishna vasudevanum anishta karine ghanu khotum karyum. Pachhi kumtidevine bolavine kahyum – He devanupriya ! Tum dvaravati jai krishna vasudevane nivedana karo ke – ape pamcha pamdavone deshanikala karya. Devanupriya ! Tame dakshinarddha bharatana svami chho, to ajnya karo ke – pamche pamdavo kai disha ke vidishamam jaya\? Tyare kumtie pamdurajani a vata sambhaline hastiskamdhe bethi. Purvavat yavat krishna vasudeve puchhyum he phoi ! Janavo ke apana agamananum prayojana shum chhe\? Tyare kumtie, krishna vasudevane kahyum – he putra ! Tame pamche pamdavone deshanikalani ajnya kari, tum to dakshinarddha bharatano svami chho to yavat te pamchedishamam jaya\? Tyare krishne kahyum ke – He phoi ! Uttamapurusha – vasudeva, baladeva, chakravartio aputivachana hoya chhe. Tethi pamche pamdavo dakshini vaitaline kinare pamdumathura name nagari vasave, mara adrishta sevaka thaine rahe. Ema kahi kumtidevine satkari, sanmani yavat vidaya api. Tyare kumtidevie yavat pamdune a vata janavi. Tyare pamdavone bolavine pamdurajae kahyum – putro ! Tame dakshini vaitalie jaine pamdumathura vasavo. Tyare pamche pamdavoe, pamdu rajani ajnya yavat ‘tahatti’ kahine svikari. Bala – vahana sahita, hathi – ghoda adi sahita hastinapurathi nikalya, pachhi dakshini vaitalie jai, pamdumathuranagari vasavi. Tyam teo vipula bhogona samuhathi yukta thai gaya. Sutra– 180. Tyarapachhi draupadi devi koi divase garbhavati thai. Pachhi draupadi devie, nava masa purna thata yavat surupa balakane janma apyo, te sukumala hato. Bara divasa vitata vicharyum ke – kema ke amaro a balaka, pamcha pamdavono putra ane draupadine atmaja hovathi amara a balakanum nama pamdusena thao. Tyare tenum nama pamdusena rakhyum. Te bomtera kala shikhi yavat bhoga samartha thayo, yuvaraja thai yavat vichare chhe. Sthaviro samosarya. Parshada nikali. Pamdavo nikalya. Dharma sambhali, ema kahyum – devanupriya ! Draupadi devine puchhine, pamdusena kumarane rajyamam sthapi, pachhi apani pase mumda thai yavat pravrajita thaishum. He devanupriyo ! Sukha upaje tema karo. Pachhi pamche pamdavoe ghera avine draupadi devine bolavine kahyum – ame sthaviro pase dharma sambhali yavat diksha laishum. He devanupriya! Tum shum karisha\? Tyare draupadi devie pamche pamdavone kahyum – jo tame samsara bhayathi udvigna thai diksha lo, to mare bija konum alambana yavat thashe\? Hum pana samsarana bhayathi udvigna chhum, apani sathe diksha laisha. Tyare pamche pamdavoe pamdusenano abhisheka karyo yavat raja thayo yavat rajyane prashasita karato vicharava lagyo. Tyare pamche pamdavo ane draupadi devi, koi divase pamdusena rajane puchhe chhe. Tyare pamdusena rajae kautumbika purushone bolavine kahyum – he devanupriyo ! Jaladithi nishkramana abhisheka yavat upasthapita karya. Sahasrapurusha vahini shibika lavya, yavat besine sthaviro pase avya. Yavat pamche diksha lai shramana thaya. Chauda purvo bhanya. Ghana varsho chhaththa, aththamadi tapa kari atmane bhavita karata vichare chhe. Sutra– 181. Tyarapachhi draupadi devi shibikamam betha yavat diksha lai, suvrata aryani shishyarupe sompya. Agiyara amga bhanya. Ghana varsho chhaththa – aththama – chara upavasadi yavat vicharava lagya. Sutra– 182. Tyarapachhi sthavira bhagavamto koi divase pamdumathura nagarithi sahasramravana udyanathi nikalya. Bahya janapada vihare viharava lagya. Te kale, te samaye arahamta arishthanemi saurashtra janapadamam padharya. Pachhi saurashtra janapadamam samyama ane tapathi atmane bhavita karata vichare chhe. Tyare ghana loko paraspara ama kaheta hata – devanupriyo ! Arahamta arishthanemi saurashtra janapadamam yavat vichare chhe. Tyare yudhishthira adi pamche anagaro, ghana loko pase a vata sambhaline paraspara bolavine kahyum – he devanupriyo ! Arahamta arishtanemi purvanupurvi vihare yavat vichare chhe, to apane mate uchita chhe ke sthavirone puchhine arahamta arishtanemina vamdanarthe jaie. Ekabijae a vatane svikari. Pachhi sthavira bhagavamto pase avine, sthavirone vamdana, namaskara karya. Karine kahyum – apani anujnya melavine ame arahamta arishthanemina vamdanarthe yavat java ichchhie chhie. Sthaviroe kahyum jema sukha upaje tema karo. Tyarapachhi yudhishthira adi pamche anagaro, sthavironi ajnya pamine, sthavira bhagavamtone vamdi – namine tyamthi nikalya. Niramtara masakshamana tapokarma vade gramanugrama jata yavat hastikalpa nagare avya. Teni bahara sahasramravana udyanamam yavat vichare chhe. Tyare yudhishthira sivayana chara anagare masakshamanana parane pahela prahare svadhyaya karyo, bijamam ityadi gautamasvamivat janavum. Vishesha e ke yudhishthirane puchhine yavat bhiksharthe atana karata ghana loko pase sambhalyum ke – arahamta arishthanemi ujjayamta parvatana shikhare nirjala masika bhaktathi 536 sadhuo sathe nirvana pamya yavat sarva duhkhathi mukta thaya. Tyare te chare anagaro ghana loko pase a vrittamta sambhali hastikalpathi nikaline sahasramravanamam yudhishthira anagara pase avya. Bhojana – panani pratyuprekshana kari, gamanagamana pratikramana karyum, eshana – aneshanani alochana kari, bhojana – pana dekhadya. Tyarapachhi kahyum – he devanupriya ! Yavat bhagavamta nirvana pamya. Apane mate uchita chhe ke – a purvagrihita bhojana – pana parathavine dhime dhime shatrumjaya parvata chadhine, samlekhana – jhoshana karine, kalani apeksha na karata vicharie, ema kahi, ekabijani a vata svikari. Pachhi purvagrihita bhojana – panane ekamtamam parathavya. Pachhi shatrumjaya parvate avya. Avine shatrumjaya parvata chadhya yavat kalani apeksha na karata vicharava lagya. Tyarapachhi yudhishthira adi pamche anagaro samayika adi chauda purvo bhanya, ghana varsho shramanya paryaya pali, dvimasiki samlekhana vade atmane jhoshita karine, je prayojana vade nagnatane dharana karela yavat te prayojanane aradhyu, pachhi anamta yavat shreshtha kevalajnyana – darshana utpanna thayum yavat siddha thaya. Sutra– 183. Tyarapachhi te arya draupadi, arya suvrata pase samayikadi agiyara amgo bhanya. Bhanine ghana varsho shramanya paryaya pali, samlekhana kari, alochana – pratikramana kari, kalamase kala kari brahmaloke utpanna thaya. Tyam ketalaka devoni dasha sagaropama sthiti chhe, tyam draupadi devani dasha sagaropama sthiti thai. Bhagavan ! Te drupada deva tyamthi chyavine yavat mahavideha kshetramam yavat sarva duhkhano amta karashe. He jambu! Bhagavamte jnyata sutrana solama adhyayanano a artha kahyo chhe, je hum tamane kahum chhum. Sutra samdarbha– 177–183