Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104848
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१४ तेतलीपुत्र

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૪ તેતલીપુત્ર

Section : Translated Section :
Sutra Number : 148 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तेरसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चोद्दसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरं नाम नयरं। पमयवणे उज्जाणे। कनगरहे राया। तस्स णं कनगरहस्स पउमावई देवी। तस्स णं कनगरहस्स तेयलिपुत्ते नामं अमच्चे–साम-दंड-भेय-उवप्पयाण-नीति-सुपउत्त-नयविहण्णू विहरइ। तत्थ णं तेयलिपुरे कलादे नामं मूसियारदारए होत्था–अड्ढे जाव अपरिभूए। तस्स णं भद्दा नामं भारिया। तस्स णं कलावस्स मूसियारदारगस्स धूया भद्दाए अत्तया पोट्टिला नामं दारिया होत्था–रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा। तए णं सा पोट्टिला दारिया अन्नया कयाइ ण्हाया सव्वालंकारविभूसिया चेडिया-चक्कवाल-संपरिवुडा उप्पिं पासायवरगया आगासतलगंसि कनगतिंदूसएणं कीलमाणी-कीलमाणी विहरइ। इमं च णं तेयलिपुत्ते अमच्चे ण्हाए आसखंधवरगए महया-भड-चडगर-आसवाहणियाए निज्जायमाणे कलायस्स मूसियारदारगस्स गिहस्स अदूरसामंतेणं वीईवयइ। तए णं से तेयलिपुत्ते अमच्चे मूसियारदारगस्स गिहस्स अदूरसामंतेणं वीईवयमाणे-वीईवयमाणे पोट्टिलं दारियं उप्पिं आगासतलगंसि कनग-तिंदूसएणं कीलमाणि पासइ, पासित्ता पोट्टिलाए दारियाए रूवे य जोव्वणे य लावण्णे य अज्झोववण्णे कोडुं बियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–एस णं देवानुप्पिया! कस्स दारिया किं नामधेज्जा वा? तए णं कोडुंबियपुरिसा तेयलिपुत्तं एवं वयासी–एस णं सामी! कलायस्स मूसियारदारयस्स धूया भद्दाए अत्तया पोट्टिला नामं दारिया–रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठ सरीरा। तए णं से तेयलिपुत्ते आसवाहणियाओ पडिणियत्ते समाणे अब्भिंतरठाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी –गच्छह णं तुब्भे देवानुप्पिया! कलायस्स मूसियारदारयस्स धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं मम भारियत्ताए वरेह। तए णं ते अब्भिंतरठाणिज्जा पुरिसा तेयलिणा एवं वुत्ता समाणा हट्ठतुट्ठा करयल परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामी! तहत्ति आणाए विनएणं वयणं पडिसुणेंति, पडिसुणेत्ता तेयलिस्स अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव कलायस्स मूसियार-दारयस्स गिहे तेणेव उवागया। तए णं से कलाए मूसियारदारए ते पुरिसे एज्जमाणे पासइ, पासित्ता हट्ठतुट्ठे आसणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता सत्तट्ठ-पयाइं अनुगच्छइ, अनुगच्छित्ता आसणेण उवनिमंतेइ, उवनिमंतेत्ता आसत्थे वीसत्थे सुहासनवरगए एवं वयासी–सदिसंतु णं देवानुप्पिया! किमागमनपओयणं? तए णं ते अब्भिंतरठाणिज्जा पुरिसा कलायं मूसियारदारयं एवं वयासी–अम्हे णं देवानुप्पिया! तव धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं तेयलिपुत्तस्स भारियत्ताए वरेमो। तं जइ णं जाणसि देवानुप्पिया! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो वा दिज्जउ णं पोट्टिला दारिया तेयलिपुत्तस्स। तो भण देवानुप्पिया! किं दलामो सुंकं। तए णं कलाए मूसियारदारए ते अब्भिंतरठाणिज्जे पुरिसे एवं वयासी–एस चेव णं देवानुप्पिया! मम सुंके जण्णं तेयलिपुत्ते मम दारियानिमित्तेणं अणुग्गहं करेइ। ते अब्भिंतरठाणिज्जे पुरिसे विपुलेणं असन-पान-खाइम-साइमेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्मानेइ, सक्कारेत्ता सम्मानेत्ता पडिविसज्जेइ। तए णं ते अब्भिंतरठाणिज्जा पुरिसा कलायस्स मूसियारदारयस्स गिहाओ पडिनियत्तंति, जेणेव तेयलिपुत्ते अमच्चे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेयलिपुत्तं अमच्चं एयमट्ठं निवेइंति। तए णं कलाए मूसियारदारए अन्नया कयाइं सोहणंसि तिहि-करण-नक्खत्त-मुहुत्तंसि पोट्टिलं दारियं ण्हायं सव्वा-लंकारविभूसियं सीयं दुरुहेत्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणेणं सद्धिं संपरिवुडे साओ गिहाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सव्विड्ढीए तेयलिपुरं नयरं मज्झंमज्झेणं जेणेव तेयलिस्स गिहे तेणेव उवागच्छइ, पोट्टिलं दारियं तेयलिपुत्तस्स सयमेव भारियत्ताए दलयइ। तए णं तेयलिपुत्ते पोट्टिलं दारियं भारियत्ताए उवणीयं पासइ, पासित्ता हट्ठतुट्ठे पोट्टिलाए सद्धिं पट्टयं दुरुहइ, दुरुहित्ता सेयापीएहिं कलसेहिं अप्पाणं मज्जावेइ, मज्जावेत्ता अग्गिहोमं कारेइ, कारेत्ता पाणिग्गहणं करेइ, करेत्ता पोट्टिलाए भारियाए मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणं विउलेणं असन-पान-खाइम-साइमेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्मानेइ, सक्कारेत्ता सम्मानेत्ता पडिविसज्जेइ। तए णं से तेयलिपुत्ते पोट्टिलाए भारियाए अणुरत्ते अविरत्ते उरालाइं मानुस्सगाइं भोगभोगाइं भुंजमाणे विहरइ।
Sutra Meaning : સૂત્ર– ૧૪૮. ભગવન્‌ ! જો શ્રમણ યાવત્‌ નિર્વાણ પ્રાપ્ત ભગવંત મહાવીરે તેરમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવન્‌ ! શ્રમણ ભગવંતે ચૌદમા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે તેતલિપુર નામે નગર હતું. પ્રમદવન નામે ઉદ્યાન હતું, ત્યાં કનકરથ નામે રાજા હતો, તેની પદ્માવતી રાણી હતી, તે કનકરથ રાજાનો તેતલિપુત્ર નામે ભેદનીતિજ્ઞ અને કાર્યદક્ષ અમાત્ય હતો. તે તેતલિપુરમાં મૂષિકારદારક નામે એક સોની હતો. જે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તે સોનીની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલા નામે પુત્રી હતી, જે રૂપ – લાવણ્ય અને યૌવનથી ઉત્કૃષ્ટ હતી, ઉત્કૃષ્ટ શરીરવાળી હતી. તે પોટ્ટિલા બાલિકા કોઈ દિવસે સ્નાન કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ, દાસીના સમૂહથી પરીવરેલ થઈ, ઉત્તમ પ્રાસાદની અગાસીની ભૂમિમાં સોનાના દડા વડે રમતી વિચરતી હતી. આ તરફ તેતલિપુત્ર અમાત્ય, સ્નાન કરી, ઉત્તમ અશ્વની પીઠે બેસીને મોટા ભટ – સુભટની સાથે ઘોડેસવારીએ નીકળેલો. તે મૂષિકારદારક સોનીના ઘર પાસે, સમીપથી પસાર થયો. ત્યારે તેતલિપુત્રે, તે સોનીની પોટ્ટિલાપુત્રીને ઉત્તમ પ્રાસાદમાં ઉપર અગાસીની ભૂમિમાં સોનાના દડા વડે રમતી જોઈ. ત્યારે તેણીના રૂપ આદિમાં આસક્ત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે ? શું નામ છે ? ત્યારે કૌટુંબિક પુરુષોએ તેને કહ્યું – હે સ્વામી ! આ મૂષિકારદારક સોનીની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલા નામે કન્યા છે. ઇત્યાદિ. ત્યારે તેતલિપુત્રે ઘોડેસવારીથી પાછા આવીને અભ્યંતર સ્થાનીય પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને મૂષિકારદારકની પુત્રી, ભદ્રાની આત્મજા પોટ્ટિલાની મારી પત્નીરૂપે માંગણી કરો. ત્યારે અભ્યંતર સ્થાનીય પુરુષો, તેતલિપુત્ર દ્વારા આમ કહેવાતા હર્ષિત થઈ, બે હાથ જોડી, ‘તહત્તિ’ કહી, સોનીના ઘેર ગયા. ત્યારે તે પુરુષોને આવતા જોઇને, તે સોની, હૃષ્ટ – તુષ્ટ થઈ આસનેથી ઊભો થયો, સાત – આઠ ડગલા સામે ગયો, બેસવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસને બેઠા. પછી સોનીએ પૂછ્યું – આપના આગમનનું પ્રયોજન જણાવો. ત્યારે તે અભ્યંતર સ્થાનીય પુરુષોએ તેને કહ્યું – હે દેવાનુપ્રિય ! અમે, તમારી પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલા કન્યાની તેતલિપુત્રની પત્ની રૂપે માંગણી કરીએ છીએ. જો તમે માનતા હો કે આ સંબંધ યુક્ત છે, પાત્ર છે, પ્રશંસનીય છે, સદૃશ છે, તો તેતલિપુત્રને પોટ્ટિલા કન્યા આપો. તેના બદલામાં શું શુલ્ક અમે આપીએ ? ત્યારે મૂષિકારદારક સોનીએ, તે અભ્યંતર સ્થાનીય પુરુષોને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તેતલિપુત્ર મારી પુત્રી નિમિત્તે અનુગ્રહ કરે છે, તે જ મારે શુલ્ક છે. પછી તેઓને વિપુલ અશનાદિ, પુષ્પ, વસ્ત્ર યાવત્‌ માળા, અલંકારથી સત્કારીને વિદાય આપી. પછી તે સોની પણ ઘેરથી નીકળીને તેતલિપુત્રને ત્યાં ગયો અને તેતલિપુત્રને આ અર્થનું નિવેદન કર્યું. ત્યારપછી મૂષિકારદારકે કોઈ દિવસે શોભન તિથિ, નક્ષત્ર, મુહૂર્ત્તમાં પોટ્ટિલા કન્યાને સ્નાન કરાવી, સર્વાલંકાર ભૂષિત કરી, શિબિકામાં બેસાડીને, મિત્ર – જ્ઞાતિથી સંપરિવૃત્ત થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને સર્વ ઋદ્ધિપૂર્વક તેતલિપુરની મધ્યેથી તેતલિના ઘેર આવ્યો. પોતે જ પોટ્ટિલા કન્યાને તેતલિપુત્રની પત્નીરૂપે આપી. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલા કન્યાને પત્નીરૂપે આવેલી જોઈને, પોટ્ટિલાની સાથે પાટ ઉપર બેઠો. પછી સોના – ચાંદીના કળશો વડે પોતે સ્નાન કર્યું, અગ્નિહોમ કર્યો, પાણિગ્રહણ કર્યુ. પછી પોટ્ટિલા ભાર્યાના મિત્ર, જ્ઞાતિ યાવત્‌ પરિજનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે પુષ્પાદિથી સત્કારી યાવત્‌ વિદાય આપી. પછી પોટ્ટિલામાં અનુરક્ત – અવિરક્ત થઈ ઉદાર ભોગ ભોગવતો રહ્યો. સૂત્ર– ૧૪૯. તે સમયે તે કનકરથ રાજા, રાજ્ય – રાષ્ટ્ર – સૈન્ય – વાહન – કોશ – કોષ્ઠાગાર – અંતઃપુરમાં મૂર્ચ્છિતાદિ હતો. જે – જે પુત્ર ઉત્પન્ન થાય, તેને વિકલાંગ કરી દેતો. કોઈના હાથની આંગળી કે અંગૂઠો, કોઈના પગની આંગળી કે અંગૂઠો, કાનની પાપડી કે નાસિકાપુટ છેદી નાંખતો, એ રીતે અંગ – ઉપાંગને વિકલ કરી દેતો. ત્યારે પદ્માવતી રાણીને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે – કનકરથ રાજા રાજ્યાદિમાં લુબ્ધ થઈ યાવત્‌ પુત્રને વિકલાંગ કરી દે છે. તેથી હું જ્યારે બાળકને જન્મ આપું, ત્યારે મારે ઉચિત છે કે – મારે તે બાળકને કનકરથથી છૂપાવી સંરક્ષતી – સંગોપતી રહું. આમ વિચારીને તેણીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યા અને કહ્યું – હે દેવાનુપ્રિય ! કનકરથ રાજા યાવત્‌ બાળકોને વિકલાંગ કરી દે છે. તો જ્યારે હું બાળકને જન્મ આપું, ત્યારે તમારે કનકરથથી છૂપાવીને, અનુક્રમે તે બાળકનું સંરક્ષણ – સંગોપન કરતા મોટો કરવો. ત્યારપછી તે બાળક બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવનને પામે, ત્યારે તમારા અને મારા માટે તે ભિક્ષાનું ભાજન બનશે. તેતલિપુત્ર આ વાત સ્વીકારીને પાછો ગયો. ત્યારપછી પદ્માવતી રાણી અને પોટ્ટિલા અમાત્યી એક સાથે ગર્ભવતી થયા, સાથે જ ગર્ભનું વહન કર્યું. ત્યાર પછી પદ્માવતીએ નવ માસ પૂરા થતા યાવત્‌ પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિએ પોટ્ટિલાએ પણ નવ માસ૦ યાવત્‌ બાલિકાને જન્મ આપ્યો. ત્યારે પદ્માવતીએ ધાવામાતાને બોલાવીને કહ્યું – માં! તમે તેતલિપુત્રના ઘેર જઈ, તેને ગુપ્તરૂપે બોલાવી લાવો. ત્યારે તે ધાવમાતાએ ‘તહત્તિ’ કહી તે વાત સ્વીકારી. અંતઃપુરના પાછલા દરવાજેથી નીકળીને તેતલિના ઘેર, તેતલિપુત્ર પાસે આવી હાથ જોડીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! પદ્માવતી રાણી બોલાવે છે. ત્યારે તેતલિપુત્ર ધાવમાતા પાસે આ વાત સાંભળી, હર્ષિત થઈ, ધાવમાતાની સાથે પોતાના ઘેરથી નીકળીને અંતઃપુરના પાછલા દ્વારેથી ગુપ્ત રીતે જ પ્રવેશ કર્યો. પછી પદ્માવતી પાસે આવીને બે હાથ જોડીને કહ્યું – હે દેવાનુપ્રિયા! મારે કરવા યોગ્ય કાર્યની આજ્ઞા આપો. ત્યારે પદ્માવતીએ તેને કહ્યું – કનકરથ રાજા યાવત્‌ બાળકોને વિકલાંગ કરી દે છે, હે દેવાનુપ્રિય! મેં પુત્રને જન્મ આપ્યો છે. તું તે બાળકને લઈ જા યાવત્‌ તે તને અને મને ભિક્ષાનું ભાજન બનશે, એમ કરીને તેતલિપુત્રને તે બાળક આપ્યો. ત્યારપછી તેતલિપુત્ર, પદ્માવતીના હાથેથી બાળકને ગ્રહણ કરીને, ઉત્તરીય વડે ઢાંકીને, અંતઃપુરના અપદ્વારથી ગુપ્ત રીતે નીકળી ગયો અને પોતાના ઘેર, પોટ્ટિલા પાસે આવ્યો, પછી પોટ્ટિલાને કહ્યું – હે દેવાનુપ્રિયા ! કનકરથ રાજા રાજ્યમાં લુબ્ધ થઈને યાવત્‌ બાળકને વિકલાંગ કરી દે છે. આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતીનો આત્મજ છે, તું આ બાળકને કનકરથથી છૂપાવીને અનુક્રમે સંરક્ષણ – સંગોપન કરતી ઉછેર. પછી આ બાળક બાલ્યભાવ છોડીને તને, મને અને પદ્માવતી દેવીને આધારરૂપ થશે. એમ કહીને બાળકને પોટ્ટિલા પાસે રાખ્યો અને પોટ્ટિલા પાસેથી મૃત પુત્રી લઈ, તેને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને અંતઃપુરના પાછલા દ્વારેથી પ્રવેશ્યો. પ્રવેશીને પદ્માવતી દેવી પાસે આવીને, તેણીના પડખે સ્થાપીને પાછો ગયો. ત્યારપછી તે પદ્માવતીની અંગપ્રતિચારિકાઓએ પદ્માવતી દેવી અને નવજાત મૃત જન્મેલી બાલિકાને જોઈ. જોઈને કનકરથ રાજા પાસે આવી, હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! પદ્માવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યારે કનકરથ રાજાએ તે મૃત પુત્રીનું નીહરણ કર્યું, ઘણા લૌકીક મૃતક કાર્ય કર્યા. થોડા સમય બાદ શોકરહિત થયા. પછી તેતલિપુત્રે બીજા દિવસે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે જલદીથી કેદીઓને મુક્ત કરો યાવત્‌ સ્થિતિપતિકા કરો. અમારો આ બાળક કનકરથના રાજ્યમાં જન્મ્યો છે, તેથી તેનું કનકધ્વજ નામ રાખીશું યાવત્‌ તે બાળક અનુક્રમે ભોગસમર્થ થયો. સૂત્ર– ૧૫૦. ત્યારે તે પોટ્ટિલા કોઈ દિવસે તેતલિપુત્રને અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર થઈ ગઈ. તેતલિપુત્ર, તેનું નામગોત્ર પણ સાંભળવાને ઇચ્છતો ન હતો. પછી દર્શન કે પરિભોગની વાત જ ક્યાં રહી ? પછી તે પોટ્ટિલાને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. હું તેતલિને પૂર્વે ઇષ્ટ આદિ હતી, હવે અનિષ્ટ થઈ છું. તેતલિપુત્ર મારું નામ સાંભળવા પણ ઈચ્છતા નથી તો પરિભોગની વાત જ ક્યા? તે અપહત મન સંકલ્પ(ઉદાસ) યાવત્‌ ચિંતામગ્ન થઈ. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને અપહત મનોસંકલ્પ(ઉદાસ) યાવત્‌ ચિંતામગ્ન જોઈને કહ્યું – હે દેવાનુપ્રિયા ! અપહત મનોસંકલ્પ ન થા. તું મારા રસોઈગૃહમાં વિપુલ અશનાદિ તૈયાર કરીને, ઘણા શ્રમણ, બ્રાહ્મણ યાવત્‌ વનીપકોને આપતી, અપાવતી વિચર. ત્યારે તે પોટ્ટિલા, તેતલિપુત્રને આમ કહેતા સાંભળીને હર્ષિત થઈ, તેના આ અર્થને સ્વીકારીને પ્રતિદિન રસોઈગૃહમાં વિપુલ અશનાદિ યાવત્‌ અપાવતી વિચરે છે. સૂત્ર– ૧૫૧. તે કાળે, તે સમયે સુવ્રતા નામે આર્યા, ઇર્યાસમિતા યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા, બહુ પરિવાર વાળા હતા, તે અનુક્રમે તેતલિપુર નગર આવ્યા, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે સુવ્રતા આર્યાના એક સંઘાટકે પહેલી પોરિસીમાં સજ્ઝાય કરી યાવત્‌ ભ્રમણ કરતા તેતલિના ઘેર પ્રવેશ્યા. ત્યારે પોટ્ટિલા તે આર્યાઓને આવતા જોઈને હર્ષિત થઈ, આસનથી ઊભી થઈ, વંદન – નમસ્કાર કર્યા. વિપુલ અશનાદિથી પ્રતિલાભ્યા. પછી કહ્યું કે – હે આર્યાઓ ! હું તેતલિપુત્રને પૂર્વે ઇષ્ટ આદિ હતી, હવે અનિષ્ટ ઇત્યાદિ થઈ છું. હે આર્યાઓ ! તમે શિક્ષિત છો, ઘણા ભણેલા છો. ઘણા ગ્રામ, આકર યાવત્‌ ભ્રમણ કરો છો, ઘણા રાજા, ઇશ્વર આદિના યાવત્‌ ઘરોમાં પ્રવેશો છો, તો હે આર્યાઓ! તમારી પાસે કોઈ ચૂર્ણ – મંત્ર – કાર્મણ યોગ, હૃદય કે કાયાનું આકર્ષણ કરનાર, આભિયોગિક, વશીકરણ, કૌતુકકર્મ, ભૂતિકર્મ અથવા મૂલ, કંદ, છાલ, વેલ, શિલિકા, ગુટિકા, ઔષધ, ભૈષજ પૂર્વે પ્રાપ્ત હોય અને અમને આપો, જેથી હું તેતલિપુત્રને ફરી ઇષ્ટ થાઉં. ત્યારે તે આર્યાઓએ, પોટ્ટિલાને આમ કહેતી સાંભળીને પોતાના બંને કાન બંધ કરી દીધા. પોટ્ટિલાને આમ કહ્યું – અમે શ્રમણીઓ – નિર્ગ્રન્થી છીએ યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. અમને આવા વચનો કાનોથી સાંભળવા પણ ન કલ્પે, તો તેનો ઉપદેશ કે આચરણ કઈ રીતે કલ્પે? અમે તમને આશ્ચર્યકારી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ કહી શકીએ. ત્યારે પોટ્ટિલાએ, તે આર્યાઓને કહ્યું – હે આર્યાઓ! હું આપની પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ સાંભળવાને ઇચ્છુ છું. ત્યારે આર્યાઓએ પોટ્ટિલાને આશ્ચર્યકારી ધર્મ કહ્યો. ત્યારે પોટ્ટિલા, ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત થઈને કહ્યું – હે આર્યાઓ ! હું નિર્ગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્‌ તમે કહો છો તે યોગ્ય જ છે. હું આપની પાસે પાંચ અણુવ્રતયુક્ત યાવત્‌ ધર્મ સ્વીકારવાને ઇચ્છુ છું. યથાસુખં, ત્યારે તે પોટ્ટિલાએ તે આર્યાઓ પાસે પાંચ અણુવ્રતિક યાવત્‌ ધર્મ સ્વીકાર્યો. તેમને વંદન – નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી તે પોટ્ટિલા શ્રાવિકા થઈ ગઈ યાવત્‌ પ્રતિલાભિત કરતા વિચરવા લાગી. સૂત્ર સંદર્ભ– ૧૪૮–૧૫૧
Mool Sutra Transliteration : [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam terasamassa nayajjhayanassa ayamatthe pannatte, choddasamassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam teyalipuram nama nayaram. Pamayavane ujjane. Kanagarahe raya. Tassa nam kanagarahassa paumavai devi. Tassa nam kanagarahassa teyaliputte namam amachche–sama-damda-bheya-uvappayana-niti-supautta-nayavihannu viharai. Tattha nam teyalipure kalade namam musiyaradarae hottha–addhe java aparibhue. Tassa nam bhadda namam bhariya. Tassa nam kalavassa musiyaradaragassa dhuya bhaddae attaya pottila namam dariya hottha–ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkitthasarira. Tae nam sa pottila dariya annaya kayai nhaya savvalamkaravibhusiya chediya-chakkavala-samparivuda uppim pasayavaragaya agasatalagamsi kanagatimdusaenam kilamani-kilamani viharai. Imam cha nam teyaliputte amachche nhae asakhamdhavaragae mahaya-bhada-chadagara-asavahaniyae nijjayamane kalayassa musiyaradaragassa gihassa adurasamamtenam viivayai. Tae nam se teyaliputte amachche musiyaradaragassa gihassa adurasamamtenam viivayamane-viivayamane pottilam dariyam uppim agasatalagamsi kanaga-timdusaenam kilamani pasai, pasitta pottilae dariyae ruve ya jovvane ya lavanne ya ajjhovavanne kodum biyapurise saddavei, saddavetta evam vayasi–esa nam devanuppiya! Kassa dariya kim namadhejja va? Tae nam kodumbiyapurisa teyaliputtam evam vayasi–esa nam sami! Kalayassa musiyaradarayassa dhuya bhaddae attaya pottila namam dariya–ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkittha sarira. Tae nam se teyaliputte asavahaniyao padiniyatte samane abbhimtarathanijje purise saddavei, saddavetta evam vayasi –gachchhaha nam tubbhe devanuppiya! Kalayassa musiyaradarayassa dhuyam bhaddae attayam pottilam dariyam mama bhariyattae vareha. Tae nam te abbhimtarathanijja purisa teyalina evam vutta samana hatthatuttha karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu evam sami! Tahatti anae vinaenam vayanam padisunemti, padisunetta teyalissa amtiyao padinikkhamamti, padinikkhamitta jeneva kalayassa musiyara-darayassa gihe teneva uvagaya. Tae nam se kalae musiyaradarae te purise ejjamane pasai, pasitta hatthatutthe asanao abbhutthei, abbhutthetta sattattha-payaim anugachchhai, anugachchhitta asanena uvanimamtei, uvanimamtetta asatthe visatthe suhasanavaragae evam vayasi–sadisamtu nam devanuppiya! Kimagamanapaoyanam? Tae nam te abbhimtarathanijja purisa kalayam musiyaradarayam evam vayasi–amhe nam devanuppiya! Tava dhuyam bhaddae attayam pottilam dariyam teyaliputtassa bhariyattae varemo. Tam jai nam janasi devanuppiya! Juttam va pattam va salahanijjam va sariso va samjogo va dijjau nam pottila dariya teyaliputtassa. To bhana devanuppiya! Kim dalamo sumkam. Tae nam kalae musiyaradarae te abbhimtarathanijje purise evam vayasi–esa cheva nam devanuppiya! Mama sumke jannam teyaliputte mama dariyanimittenam anuggaham karei. Te abbhimtarathanijje purise vipulenam asana-pana-khaima-saimenam puppha-vattha-gamdha-mallalamkarenam sakkarei sammanei, sakkaretta sammanetta padivisajjei. Tae nam te abbhimtarathanijja purisa kalayassa musiyaradarayassa gihao padiniyattamti, jeneva teyaliputte amachche teneva uvagachchhamti, uvagachchhitta teyaliputtam amachcham eyamattham niveimti. Tae nam kalae musiyaradarae annaya kayaim sohanamsi tihi-karana-nakkhatta-muhuttamsi pottilam dariyam nhayam savva-lamkaravibhusiyam siyam duruhetta mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanenam saddhim samparivude sao gihao padinikkhamai, padinikkhamitta savviddhie teyalipuram nayaram majjhammajjhenam jeneva teyalissa gihe teneva uvagachchhai, pottilam dariyam teyaliputtassa sayameva bhariyattae dalayai. Tae nam teyaliputte pottilam dariyam bhariyattae uvaniyam pasai, pasitta hatthatutthe pottilae saddhim pattayam duruhai, duruhitta seyapiehim kalasehim appanam majjavei, majjavetta aggihomam karei, karetta paniggahanam karei, karetta pottilae bhariyae mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanam viulenam asana-pana-khaima-saimenam puppha-vattha-gamdha-mallalamkarenam sakkarei sammanei, sakkaretta sammanetta padivisajjei. Tae nam se teyaliputte pottilae bhariyae anuratte aviratte uralaim manussagaim bhogabhogaim bhumjamane viharai.
Sutra Meaning Transliteration : Sutra– 148. Bhagavan ! Jo shramana yavat nirvana prapta bhagavamta mahavire terama jnyata adhyayanano a artha kahyo chhe, to bhagavan ! Shramana bhagavamte chaudama adhyayanano sho artha kahyo chhe\? He jambu ! Te kale, te samaye tetalipura name nagara hatum. Pramadavana name udyana hatum, tyam kanakaratha name raja hato, teni padmavati rani hati, te kanakaratha rajano tetaliputra name bhedanitijnya ane karyadaksha amatya hato. Te tetalipuramam mushikaradaraka name eka soni hato. Je dhanadhya yavat aparibhuta hato. Tene bhadra name patni hati. Te sonini putri ane bhadrani atmaja pottila name putri hati, je rupa – lavanya ane yauvanathi utkrishta hati, utkrishta shariravali hati. Te pottila balika koi divase snana kari, sarvalamkara vibhushita thai, dasina samuhathi parivarela thai, uttama prasadani agasini bhumimam sonana dada vade ramati vicharati hati. A tarapha tetaliputra amatya, snana kari, uttama ashvani pithe besine mota bhata – subhatani sathe ghodesavarie nikalelo. Te mushikaradaraka sonina ghara pase, samipathi pasara thayo. Tyare tetaliputre, te sonini pottilaputrine uttama prasadamam upara agasini bhumimam sonana dada vade ramati joi. Tyare tenina rupa adimam asakta thaine kautumbika purushone bolavine ama kahyum – He devanupriyo ! A koni putri chhe\? Shum nama chhe\? Tyare kautumbika purushoe tene kahyum – he svami ! A mushikaradaraka sonini putri ane bhadrani atmaja pottila name kanya chhe. Ityadi. Tyare tetaliputre ghodesavarithi pachha avine abhyamtara sthaniya purushone bolavine kahyum – he devanupriyo ! Tame jao ane mushikaradarakani putri, bhadrani atmaja pottilani mari patnirupe mamgani karo. Tyare abhyamtara sthaniya purusho, tetaliputra dvara ama kahevata harshita thai, be hatha jodi, ‘tahatti’ kahi, sonina ghera gaya. Tyare te purushone avata joine, te soni, hrishta – tushta thai asanethi ubho thayo, sata – atha dagala same gayo, besava mate nimamtrana apyum. Teo ashvasta, vishvasta thaine uttama sukhasane betha. Pachhi sonie puchhyum – apana agamananum prayojana janavo. Tyare te abhyamtara sthaniya purushoe tene kahyum – he devanupriya ! Ame, tamari putri ane bhadrani atmaja pottila kanyani tetaliputrani patni rupe mamgani karie chhie. Jo tame manata ho ke a sambamdha yukta chhe, patra chhe, prashamsaniya chhe, sadrisha chhe, to tetaliputrane pottila kanya apo. Tena badalamam shum shulka ame apie\? Tyare mushikaradaraka sonie, te abhyamtara sthaniya purushone kahyum – he devanupriyo ! Tetaliputra mari putri nimitte anugraha kare chhe, te ja mare shulka chhe. Pachhi teone vipula ashanadi, pushpa, vastra yavat mala, alamkarathi satkarine vidaya api. Pachhi te soni pana gherathi nikaline tetaliputrane tyam gayo ane tetaliputrane a arthanum nivedana karyum. Tyarapachhi mushikaradarake koi divase shobhana tithi, nakshatra, muhurttamam pottila kanyane snana karavi, sarvalamkara bhushita kari, shibikamam besadine, mitra – jnyatithi samparivritta thai, potana gherathi nikalyo. Nikaline sarva riddhipurvaka tetalipurani madhyethi tetalina ghera avyo. Pote ja pottila kanyane tetaliputrani patnirupe api. Tyare tetaliputre pottila kanyane patnirupe aveli joine, pottilani sathe pata upara betho. Pachhi sona – chamdina kalasho vade pote snana karyum, agnihoma karyo, panigrahana karyu. Pachhi pottila bharyana mitra, jnyati yavat parijanone vipula ashana, pana, khadima, svadima vade pushpadithi satkari yavat vidaya api. Pachhi pottilamam anurakta – avirakta thai udara bhoga bhogavato rahyo. Sutra– 149. Te samaye te kanakaratha raja, rajya – rashtra – sainya – vahana – kosha – koshthagara – amtahpuramam murchchhitadi hato. Je – je putra utpanna thaya, tene vikalamga kari deto. Koina hathani amgali ke amgutho, koina pagani amgali ke amgutho, kanani papadi ke nasikaputa chhedi namkhato, e rite amga – upamgane vikala kari deto. Tyare padmavati ranine koi divase madhyaratrie avo samkalpa utpanna thayo ke – kanakaratha raja rajyadimam lubdha thai yavat putrane vikalamga kari de chhe. Tethi hum jyare balakane janma apum, tyare mare uchita chhe ke – mare te balakane kanakarathathi chhupavi samrakshati – samgopati rahum. Ama vicharine tenie tetaliputra amatyane bolavya ane kahyum – he devanupriya ! Kanakaratha raja yavat balakone vikalamga kari de chhe. To jyare hum balakane janma apum, tyare tamare kanakarathathi chhupavine, anukrame te balakanum samrakshana – samgopana karata moto karavo. Tyarapachhi te balaka balyabhavathi mukta thai, yauvanane pame, tyare tamara ane mara mate te bhikshanum bhajana banashe. Tetaliputra a vata svikarine pachho gayo. Tyarapachhi padmavati rani ane pottila amatyi eka sathe garbhavati thaya, sathe ja garbhanum vahana karyum. Tyara pachhi padmavatie nava masa pura thata yavat priyadarshana, surupa balakane janma apyo. Je ratrie padmavatie putrane janma apyo, te ja ratrie pottilae pana nava masa0 yavat balikane janma apyo. Tyare padmavatie dhavamatane bolavine kahyum – mam! Tame tetaliputrana ghera jai, tene guptarupe bolavi lavo. Tyare te dhavamatae ‘tahatti’ kahi te vata svikari. Amtahpurana pachhala daravajethi nikaline tetalina ghera, tetaliputra pase avi hatha jodine ama kahyum – he devanupriya ! Padmavati rani bolave chhe. Tyare tetaliputra dhavamata pase a vata sambhali, harshita thai, dhavamatani sathe potana gherathi nikaline amtahpurana pachhala dvarethi gupta rite ja pravesha karyo. Pachhi padmavati pase avine be hatha jodine kahyum – He devanupriya! Mare karava yogya karyani ajnya apo. Tyare padmavatie tene kahyum – kanakaratha raja yavat balakone vikalamga kari de chhe, he devanupriya! Mem putrane janma apyo chhe. Tum te balakane lai ja yavat te tane ane mane bhikshanum bhajana banashe, ema karine tetaliputrane te balaka apyo. Tyarapachhi tetaliputra, padmavatina hathethi balakane grahana karine, uttariya vade dhamkine, amtahpurana apadvarathi gupta rite nikali gayo ane potana ghera, pottila pase avyo, pachhi pottilane kahyum – He devanupriya ! Kanakaratha raja rajyamam lubdha thaine yavat balakane vikalamga kari de chhe. A balaka kanakarathano putra ane padmavatino atmaja chhe, tum a balakane kanakarathathi chhupavine anukrame samrakshana – samgopana karati uchhera. Pachhi a balaka balyabhava chhodine tane, mane ane padmavati devine adhararupa thashe. Ema kahine balakane pottila pase rakhyo ane pottila pasethi mrita putri lai, tene uttariya vastrathi dhamkine amtahpurana pachhala dvarethi praveshyo. Praveshine padmavati devi pase avine, tenina padakhe sthapine pachho gayo. Tyarapachhi te padmavatini amgapraticharikaoe padmavati devi ane navajata mrita janmeli balikane joi. Joine kanakaratha raja pase avi, hatha jodine kahyum – he svami ! Padmavati devie mrita balikane janma apyo chhe. Tyare kanakaratha rajae te mrita putrinum niharana karyum, ghana laukika mritaka karya karya. Thoda samaya bada shokarahita thaya. Pachhi tetaliputre bija divase kautumbika purushone bolavya ane kahyum ke jaladithi kedione mukta karo yavat sthitipatika karo. Amaro a balaka kanakarathana rajyamam janmyo chhe, tethi tenum kanakadhvaja nama rakhishum yavat te balaka anukrame bhogasamartha thayo. Sutra– 150. Tyare te pottila koi divase tetaliputrane anishta, ekamta, apriya, amanojnya ane amanohara thai gai. Tetaliputra, tenum namagotra pana sambhalavane ichchhato na hato. Pachhi darshana ke paribhogani vata ja kyam rahi\? Pachhi te pottilane koi divase madhyaratrie avo manogata samkalpa utpanna thayo. Hum tetaline purve ishta adi hati, have anishta thai chhum. Tetaliputra marum nama sambhalava pana ichchhata nathi to paribhogani vata ja kya? Te apahata mana samkalpa(udasa) yavat chimtamagna thai. Tyare tetaliputre pottilane apahata manosamkalpa(udasa) yavat chimtamagna joine kahyum – he devanupriya ! Apahata manosamkalpa na tha. Tum mara rasoigrihamam vipula ashanadi taiyara karine, ghana shramana, brahmana yavat vanipakone apati, apavati vichara. Tyare te pottila, tetaliputrane ama kaheta sambhaline harshita thai, tena a arthane svikarine pratidina rasoigrihamam vipula ashanadi yavat apavati vichare chhe. Sutra– 151. Te kale, te samaye suvrata name arya, iryasamita yavat gupta brahmacharini, bahushruta, bahu parivara vala hata, te anukrame tetalipura nagara avya, avine yathapratirupa avagraha grahana kari, samyama ane tapa vade atmane bhavita karata vicharava lagya. Tyarapachhi te suvrata aryana eka samghatake paheli porisimam sajjhaya kari yavat bhramana karata tetalina ghera praveshya. Tyare pottila te aryaone avata joine harshita thai, asanathi ubhi thai, vamdana – namaskara karya. Vipula ashanadithi pratilabhya. Pachhi kahyum ke – He aryao ! Hum tetaliputrane purve ishta adi hati, have anishta ityadi thai chhum. He aryao ! Tame shikshita chho, ghana bhanela chho. Ghana grama, akara yavat bhramana karo chho, ghana raja, ishvara adina yavat gharomam pravesho chho, to he aryao! Tamari pase koi churna – mamtra – karmana yoga, hridaya ke kayanum akarshana karanara, abhiyogika, vashikarana, kautukakarma, bhutikarma athava mula, kamda, chhala, vela, shilika, gutika, aushadha, bhaishaja purve prapta hoya ane amane apo, jethi hum tetaliputrane phari ishta thaum. Tyare te aryaoe, pottilane ama kaheti sambhaline potana bamne kana bamdha kari didha. Pottilane ama kahyum – ame shramanio – nirgranthi chhie yavat gupta brahmacharinio chhie. Amane ava vachano kanothi sambhalava pana na kalpe, to teno upadesha ke acharana kai rite kalpe? Ame tamane ashcharyakari kevaliprajnyapta dharma kahi shakie. Tyare pottilae, te aryaone kahyum – he aryao! Hum apani pase kevaliprajnyapta dharma sambhalavane ichchhu chhum. Tyare aryaoe pottilane ashcharyakari dharma kahyo. Tyare pottila, dharma sambhali, avadhari, harshita thaine kahyum – he aryao ! Hum nirgrantha pravachanani shraddha karum chhum yavat tame kaho chho te yogya ja chhe. Hum apani pase pamcha anuvratayukta yavat dharma svikaravane ichchhu chhum. Yathasukham, Tyare te pottilae te aryao pase pamcha anuvratika yavat dharma svikaryo. Temane vamdana – namaskara karine vidaya api. Tyarapachhi te pottila shravika thai gai yavat pratilabhita karata vicharava lagi. Sutra samdarbha– 148–151