Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104846 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१३ मंडुक |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૩ મંડુક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 146 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं तस्स नंदस्स मणियारसेट्ठिस्स अन्नया कयाइ सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया। [तं जहा– [गाथा] सासे कासे जरे दाहे, कुच्छिसूले भगंदरे ।अरिसा अजीरए दिट्ठी- मुद्धसूले अकारए ।अच्छिवेयणा कण्णवेयणा कंडू दउदरे कोढे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૪૬. ત્યારપછી તે નંદમણિકાર શ્રેષ્ઠીને અન્ય કોઈ દિવસે શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ – શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તકશૂળ, ભોજનઅરૂચિ, નેત્રવેદન, કર્ણવેદના, ખુજલી, જલોદર અને કોઢ. સૂત્ર– ૧૪૭. ત્યારે તે નંદ મણિકાર સોળ રોગથી અભિભૂત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે રાજગૃહના શૃંગાટક યાવત્ પથમાં જઈને મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવો કે – હે દેવાનુપ્રિયો ! નંદ મણિકારના શરીરમાં ૧૬ – રોગો ઉત્પન્ન થયા છે – શ્વાસ યાવત્ કોઢ. તો જે વૈદ્ય – વૈદ્યપુત્ર, જ્ઞાયક – જ્ઞાયકપુત્ર, કુશલ – કુશલપુત્ર નંદ મણિકારના ૧૬ – રોગાંતકમાંથી એક પણ રોગાંતકને ઉપશામિત કરી દે, તેને નંદ મણિકાર વિપુલ અર્થસંપત્તિ આપશે. એ રીતે બે – ત્રણ વખત ઘોષણા કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ પણ આજ્ઞા સોંપી. ત્યારે રાજગૃહમાં આવા પ્રકારની ઘોષણા સાંભળી, સમજી ઘણા વૈદ્યો યાવત્ કુશલપુત્રો, હાથમાં શસ્ત્રપેટી – શિલિકા – ગુલિકા – ઔષધ – ભૈષજ લઈને પોત – પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહની વચ્ચે થઈને નંદ મણિકારના ઘેર ગયા. જઈને તેના શરીરને જોયું. તેના રોગઆતંકનું નિદાન પૂછ્યું. તેને ઘણા ઉદ્વલન, ઉદ્વર્તન, સ્નેહપાન, વમન, વિરેચન, સ્વેદન, અપદહન, અપસ્નાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરુદ્ધ, શિરાવેધ, તક્ષણ, શિરો – વેષ્ટન, તર્પણ, પુટપાક, છલ્લી, વલ્લી, મૂલ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ, ભૈષજ વડે તે સોળ રોગાંતકમાંથી એકાદ રોગાંતક પણ શાંત કરવા ઇચ્છ્યો, પણ તેઓ એક પણ રોગને શાંત કરવામાં સમર્થ ન થયા. ત્યારે તે ઘણા વૈદ્ય આદિ જ્યારે એકપણ રોગાંતકને શાંત કરવામાં સમર્થ ન થયા, ત્યારે તેઓ શ્રાંત, તાંત થઈ અર્થાત થાકીને, ખિન્ન થઈને, ઉદાસ થઈને યાવત્ પાછા ગયા. ત્યારે તે નંદ તે સોળ રોગાંતકથી અભિભૂત થઈને, નંદા પુષ્કરિણીમાં મૂર્ચ્છિત થઈને, તિર્યંચયોનિકનું આયુ કર્મ બાંધ્યુ, પ્રદેશ કર્મ બાંધ્યુ. આર્ત્તધ્યાનને વશ થઈને કાળમાસે કાળ કરીને નંદા પુષ્કરિણીમાં દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો. પછી બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થઈ અને યૌવનને પામ્યો. નંદા પુષ્કરિણીમાં રમણ કરતો વિચરવા લાગ્યો. ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતા, પાણી પીતા કે લઈ જતા, એકબીજાને આમ કહેતા હતા કે હે દેવાનુપ્રિય ! તે નંદ મણિકાર ધન્ય છે, જેણે આવી નંદા પુષ્કરિણી, ચાતુષ્કોણ યાવત્ પ્રતિરૂપ બનાવી, જેના પૂર્વ દિશાના વનખંડમાં સેંકડો સ્તંભ ઉપર સ્થાપિત વિશિષ્ટ ચિત્રસભા છે, ઇત્યાદિ ચારે સભા પૂર્વવત્ કહેવી યાવત્ તે નંદ મણીકારનું જીવન સફળ છે. ત્યારે તે દેડકો વારંવાર ઘણા લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને, હૃદયમાં ધારણ કરીને આવા પ્રકારે વિચારવા લાગ્યો કે – મેં ક્યાંક – ક્યારેક આવા શબ્દો પૂર્વે સાંભળ્યા છે. એ રીતે શુભ પરિણામથી યાવત્ જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. પૂર્વજાતિને સમ્યક્ પ્રકારે જાણી. ત્યારે તે દેડકાને આવા સ્વરૂપે સંકલ્પ થયો કે હું અહીં નંદ નામે સમૃદ્ધ મણિકાર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધારેલા, તેમની પાસે મેં પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત યાવત્ સ્વીકારેલા. ત્યારે હું અન્ય કોઈ દિવસે અસાધુદર્શનથી યાવત્ મિથ્યાત્વ પામેલો. પછી હું કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં યાવત્ પૌષધ સ્વીકારીને વિચરતો હતો. ઇત્યાદિ બધું જ પૂર્વવત્ કહેવું. મેં પ્રાસાદીય આદિ પુષ્કરિણી, વનખંડ અને સભા બનાવ્યા. યાવત્ હું પછીના ભાવે દેડકો થયો. અરેરે ! હું અધન્ય છું, અપૂન્ય છું, અકૃતપુણ્ય છું, નિર્ગ્રન્થ પ્રવચનથી નષ્ટ, ભ્રષ્ટ, પરિભ્રષ્ટ છું. તો મારે ઉચિત છે કે – હું સ્વયં જ પૂર્વ પ્રતિપન્ન, પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચરું. આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ ફરી અંગીકાર કર્યા. આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જાવજ્જીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપ કરી, આત્માને ભાવિત કરતા વિચરવું. છઠ્ઠના પારણે પણ મારે નંદા પુષ્કરિણીમાં પર્યન્ત ભાગમાં પ્રાસુક સ્નાનના જળ અને ઉન્મર્દનથી ઉતરેલ મનુષ્ય મેલ વડે આજીવિકા ચલાવવી કલ્પે. આવો અભિગ્રહ કરી, છઠ્ઠ તપપૂર્વક યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ગુણશીલ ચૈત્યે આવ્યો, પર્ષદા નીકળી. ત્યારે નંદા પુષ્કરિણીએ ઘણા લોકો સ્નાનાદિ કરતા પરસ્પર કહેતા હતા કે યાવત્ શ્રમણ ભગવંત મહાવીર અહીં ગુણશીલ ચૈત્યમાં પધાર્યા છે. હે દેવાનુપ્રિયો ! તો જઈએ અને ભગવંતને વાંદીએ યાવત્ પર્યુપાસના કરીએ. જે આપણા માટે આ ભવ અને પરભવમાં હિતને માટે યાવત્ આનુગામિકપણે થશે. ત્યારે તે દેડકાએ ઘણા લોકો પાસે આમ સાંભળી, સમજી આવા સ્વરૂપ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર પધાર્યા છે, તો હું જાઉં અન વંદન કરું.આમ વિચારીને નંદા પુષ્કરિણીથી ધીમે ધીમે બહાર નીકળ્યો. રાજમાર્ગે આવ્યો. પછી ઉત્કૃષ્ટ દર્દુરગતિથી ચાલતો મારી પાસે આવવાને માટે નીકળ્યો. આ તરફ રાજા ભંભસાર – શ્રેણિક સ્નાન કરી, કૌતુકાદિ કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના સ્કંધે બેસી, કોરંટ પુષ્પની માળાયુક્ત છત્ર, ઉત્તમ શ્વેત ચામર, હાથી – ઘોડા – રથ, મોટા ભટ – સુભટ, ચતુરંગિણી સેના સાથે પરીવરીને મારા પાદવંદનાર્થે જલદી આવતો હતો. ત્યારે તે દેડકો, શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગે આક્રાંત થતા, તેના આંતરડા બહાર નીકળી ગયા. ત્યારપછી તે દેડકો શક્તિ – બળ – વીર્ય – પુરુષાકાર પરાક્રમ રહિત થઈ ગયો. જીવન ધારણ કરવું અશક્ય માની એકાંતમાં ગયો. બે હાથ જોડીને અરિહંત યાવત્ નિર્વાણને પ્રાપ્તને નમસ્કાર હો, મારા ધર્માચાર્ય યાવત્ મોક્ષ પ્રાપ્તિના સન્મુખ ભગવાન મહાવીરને નમસ્કાર હો. પહેલા પણ મેં ભગવાન મહાવીરની પાસે સ્થૂલ પ્રાણાતિપાત યાવત્ સ્થૂલ પરિગ્રહના પચ્ચક્ખાણ કરેલા. હાલ પણ તેમની સમીપે જ સર્વ પ્રાણાતિપાત યાવત્ સર્વ પરિગ્રહનું જાવજ્જીવનું પ્રત્યાખ્યાન કરું છું. જાવજ્જીવ માટે સર્વે અશનાદિને પચ્ચક્ખું છું. આ જે મારું ઇષ્ટ, કાંત યાવત્ રોગાદિ ન સ્પર્શેલ આ શરીરનો પણ છેલ્લા શ્વાસે ત્યાગ કરું છું. ત્યારપછી તે દેડકો કાળમાસે કાળ કરીને યાવત્ સૌધર્મકલ્પમાં દર્દુરાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દર્દુર દેવપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ રીતે તે દેડકો દિવ્ય દેવ – ઋદ્ધિ પામ્યો. ભગવન્ ! તે દર્દુર દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! ચાર પલ્યોપમની. તે દર્દુર દેવ ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ બુદ્ધ યાવત્ અંતઃકર થશે. ભગવંત મહાવીરે તેરમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૪૬, ૧૪૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam tassa namdassa maniyarasetthissa annaya kayai sariragamsi solasa rogayamka paubbhuya. [tam jaha– [gatha] sase kase jare dahe, kuchchhisule bhagamdare.Arisa ajirae ditthi- Muddhasule akarae.Achchhiveyana kannaveyana kamdu daudare kodhe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 146. Tyarapachhi te namdamanikara shreshthine anya koi divase shariramam sola roga utpanna thaya. Te a – shvasa, khamsi, jvara, daha, kukshishula, bhagamdara, arsha, ajirna, netrashula, mastakashula, bhojanaaruchi, netravedana, karnavedana, khujali, jalodara ane kodha. Sutra– 147. Tyare te namda manikara sola rogathi abhibhuta thatam kautumbika purushone bolavine kahyum – he devanupriyo ! Tame rajagrihana shrimgataka yavat pathamam jaine mota shabdothi udghoshana karavo ke – he devanupriyo ! Namda manikarana shariramam 16 – rogo utpanna thaya chhe – shvasa yavat kodha. To je vaidya – vaidyaputra, jnyayaka – jnyayakaputra, kushala – kushalaputra namda manikarana 16 – rogamtakamamthi eka pana rogamtakane upashamita kari de, tene namda manikara vipula arthasampatti apashe. E rite be – trana vakhata ghoshana karavine mari ajnya pachhi sompo. Teoe pana ajnya sompi. Tyare rajagrihamam ava prakarani ghoshana sambhali, samaji ghana vaidyo yavat kushalaputro, hathamam shastrapeti – shilika – gulika – aushadha – bhaishaja laine pota – potana gharethi nikalya. Nikaline rajagrihani vachche thaine namda manikarana ghera gaya. Jaine tena sharirane joyum. Tena rogaatamkanum nidana puchhyum. Tene ghana udvalana, udvartana, snehapana, vamana, virechana, svedana, apadahana, apasnana, anuvasana, vastikarma, niruddha, shiravedha, takshana, shiro – veshtana, tarpana, putapaka, chhalli, valli, mula, kamda, patra, pushpa, phala, bija, shilika, gulika, aushadha, bhaishaja vade te sola rogamtakamamthi ekada rogamtaka pana shamta karava ichchhyo, pana teo eka pana rogane shamta karavamam samartha na thaya. Tyare te ghana vaidya adi jyare ekapana rogamtakane shamta karavamam samartha na thaya, tyare teo shramta, tamta thai arthata thakine, khinna thaine, udasa thaine yavat pachha gaya. Tyare te namda te sola rogamtakathi abhibhuta thaine, namda pushkarinimam murchchhita thaine, tiryamchayonikanum ayu karma bamdhyu, pradesha karma bamdhyu. Arttadhyanane vasha thaine kalamase kala karine namda pushkarinimam dedakini kukshimam dedaka rupe utpanna thayo. Pachhi namda dedako garbhathi bahara nikalyo. Pachhi balyabhava chhodine, vijnyana parinata thai ane yauvanane pamyo. Namda pushkarinimam ramana karato vicharava lagyo. Tyare namda pushkarinimam ghana loko snana karata, pani pita ke lai jata, ekabijane ama kaheta hata ke he devanupriya ! Te namda manikara dhanya chhe, jene avi namda pushkarini, chatushkona yavat pratirupa banavi, jena purva dishana vanakhamdamam semkado stambha upara sthapita vishishta chitrasabha chhe, ityadi chare sabha purvavat kahevi yavat te namda manikaranum jivana saphala chhe. Tyare te dedako varamvara ghana loko pase a arthane sambhaline, samajine, hridayamam dharana karine ava prakare vicharava lagyo ke – mem kyamka – kyareka ava shabdo purve sambhalya chhe. E rite shubha parinamathi yavat jati smarana utpanna thayum. Purvajatine samyak prakare jani. Tyare te dedakane ava svarupe samkalpa thayo ke hum ahim namda name samriddha manikara hato. Te kale, te samaye shramana bhagavamta mahavira padharela, temani pase mem pamcha anuvrata, sata shikshavrata yavat svikarela. Tyare hum anya koi divase asadhudarshanathi yavat mithyatva pamelo. Pachhi hum koi divase grishmakala samayamam yavat paushadha svikarine vicharato hato. Ityadi badhum ja purvavat kahevum. Mem prasadiya adi pushkarini, vanakhamda ane sabha banavya. Yavat hum pachhina bhave dedako thayo. Arere ! Hum adhanya chhum, apunya chhum, akritapunya chhum, nirgrantha pravachanathi nashta, bhrashta, paribhrashta chhum. To mare uchita chhe ke – hum svayam ja purva pratipanna, pamcha anuvratadi svikarine vicharum. Ama vicharine purve svikarela pamcha anuvratadi phari amgikara karya. Ava prakarano abhigraha grahana karyo ke mare javajjiva niramtara chhaththa chhaththa tapa kari, atmane bhavita karata vicharavum. Chhaththana parane pana mare namda pushkarinimam paryanta bhagamam prasuka snanana jala ane unmardanathi utarela manushya mela vade ajivika chalavavi kalpe. Avo abhigraha kari, chhaththa tapapurvaka yavat vichare chhe. Te kale, te samaye he gautama ! Hum gunashila chaitye avyo, parshada nikali. Tyare namda pushkarinie ghana loko snanadi karata paraspara kaheta hata ke yavat shramana bhagavamta mahavira ahim gunashila chaityamam padharya chhe. He devanupriyo ! To jaie ane bhagavamtane vamdie yavat paryupasana karie. Je apana mate a bhava ane parabhavamam hitane mate yavat anugamikapane thashe. Tyare te dedakae ghana loko pase ama sambhali, samaji ava svarupa manogata samkalpa utpanna thayo. Bhagavana mahavira padharya chhe, to hum jaum ana vamdana karuM.Ama vicharine namda pushkarinithi dhime dhime bahara nikalyo. Rajamarge avyo. Pachhi utkrishta darduragatithi chalato mari pase avavane mate nikalyo. A tarapha raja bhambhasara – shrenika snana kari, kautukadi kari yavat sarvalamkara vibhushita thai, uttama hathina skamdhe besi, koramta pushpani malayukta chhatra, uttama shveta chamara, hathi – ghoda – ratha, mota bhata – subhata, chaturamgini sena sathe parivarine mara padavamdanarthe jaladi avato hato. Tyare te dedako, shrenika rajana eka ashvakishorana daba page akramta thata, tena amtarada bahara nikali gaya. Tyarapachhi te dedako shakti – bala – virya – purushakara parakrama rahita thai gayo. Jivana dharana karavum ashakya mani ekamtamam gayo. Be hatha jodine arihamta yavat nirvanane praptane namaskara ho, mara dharmacharya yavat moksha praptina sanmukha bhagavana mahavirane namaskara ho. Pahela pana mem bhagavana mahavirani pase sthula pranatipata yavat sthula parigrahana pachchakkhana karela. Hala pana temani samipe ja sarva pranatipata yavat sarva parigrahanum javajjivanum pratyakhyana karum chhum. Javajjiva mate sarve ashanadine pachchakkhum chhum. A je marum ishta, kamta yavat rogadi na sparshela a sharirano pana chhella shvase tyaga karum chhum. Tyarapachhi te dedako kalamase kala karine yavat saudharmakalpamam darduravatamsaka vimanamam upapata sabhamam dardura devapane utpanna thayo. He gautama ! A rite te dedako divya deva – riddhi pamyo. Bhagavan ! Te dardura devani ketala kalani sthiti kahi chhe\? Gautama ! Chara palyopamani. Te dardura deva tyamthi chyavi mahavideha kshetramam siddha buddha yavat amtahkara thashe. Bhagavamta mahavire teramam jnyatadhyayanano a artha kahyo chhe, tema hum kahum chhum. Sutra samdarbha– 146, 147 |