Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104810 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-९ माकंदी |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૯ માકંદી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 110 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, नवमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी। पुण्णभद्दे चेइए। तत्थ णं मायंदी नाम सत्थवाहे परिवसइ–अड्ढे। तस्स णं भद्दा नामं भारिया। तीसे णं भद्दाए अत्तया दुवे सत्थवाह-दारया होत्था, तं जहा–जिनपालिए य जिनरक्खिए य। तए णं तेसिं मागंदिय-दारगाणं अन्नया कयाइ एगयओ सहियाणं इमेयारूवे मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था–एवं खलु अम्हे लवणसमुद्दं पोयवहणेणं एक्कारसवाराओ ओगाढा। सव्वत्थ वि य णं लद्धट्ठा कयकज्जा अणहसमग्गा पुनरवि नियधरं हव्वमागया। तं सेयं खलु अम्हं देवानुप्पिया! दुवालसंपि लवणसमुद्दं पोयवहणेणं ओगाहित्तए त्ति कट्टु अन्नमन्नस्स एयमट्ठं पडिसुणेंति, पडिसुणेत्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी– एवं खलु अम्हे अम्मयाओ! लवणसमुद्दं पोयवहणेणं एक्कारसवाराओ ओगाढा। सव्वत्थ वि य णं लद्धट्ठा कयकज्जा अगहसमग्गा पुनरवि नियघरं हव्वमागया। तं इच्छामो णं अम्मयाओ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा दुवालसंपि लवणसमुद्दं पोयवहणेणं ओगाहित्तए। तए णं ते मागंदिय-दारए अम्मापियरो एवं वयासी–इमे भे जाया! अज्जय-पज्जय-पिउपज्जयागए सुबहु हिरण्णे य सुवण्णे य कंसे य दूसे य मणि-मोत्तिय-संख-सिल-प्पवाल-रत्तरयण-संतसार-सावएज्जे य अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पगामं दाउं पगामं भोत्तुं पगामं परिभाएउं। तं अणुहोह ताव जाया! विपुले मानुस्सए इड्ढीसक्कारसमुदए। किं भे सपच्चा-वाएणं निरालंबणेणं लवणसमुद्दोत्तारेणं? एवं खलु पुत्ता! दुवालसमी जत्ता सोवसग्गा यावि भवइ। तं मा णं तुब्भे दुवे पुत्ता! दुवालसंपि लवणं समुद्दं पोयवहणेणं ओगाहेह। मा हु तुब्भं सरीरस्स बावत्ती भविस्सइ। तए णं ते मागंदिय-दारया अम्मापियरो दोच्चंपि तच्चंपि एवं वयासी–एवं खलु अम्हे अम्मयाओ! एक्कारसवाराओ लवणसमुद्दं पोयवहणेणं ओगाढा। सव्वत्थ वि य णं लद्धट्ठा कयकज्जा अणहसमग्गा पुनरवि नियघरं हव्वमागया। तं सेयं खलु अम्हं अम्मयाओ! दुवालसंपि लवणसमुद्दं पोयवहणेणं ओगाहित्तए। तए णं ते मागंदिय-दारए अम्मापियरो जाहे नो संचाएंति बहूहिं आघवणाहिं य पच्चवणाहिं य आघवित्तए वा पन्नवित्तए वा ताहे अकामा चेव एयमट्ठं अनुमण्णित्था। तए णं ते मागंदियं दारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च भंडगं गेण्हंति, जहा अरहन्नगस्स जाव लवणसमुद्दं बहूइं जोयणसयाइं ओगाढा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૧૦. ભગવન્ ! જો શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંત મહાવીરે આઠમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવન્ ! શ્રમણ ભગવંતે નવમા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં માકંદી નામે સાર્થવાહ રહેતો હતો. તે ઋદ્ધિમાન હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તે ભદ્રાને બે સાર્થવાહ પુત્રો હતા – જિનપાલિત અને જિનરક્ષિત. તે બંને માકંદીક પુત્રો, અન્ય કોઈ દિવસે એકઠા થયા, તેઓમાં પરસ્પર આવો વાર્તાલાપ થયો – આપણે પોત વહનથી લવણસમુદ્રને અગિયાર વખત અવગાહ્યો, હંમેશા આપણે ધન પ્રાપ્ત કર્યુ છે, કાર્ય સંપન્ન કર્યા છે, વિના વિઘ્ને ઘેર શીઘ્ર પાછા આવ્યા છીએ. તો હે દેવાનુપ્રિય ! આપણે ઉચિત છે કે આપણે બારમી વખત લવણસમુદ્રને પોતવહનથી અવગાહીએ. એમ કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો. પછી માતાપિતા પાસે આવીને કહ્યું – હે માતાપિતા! અમે અગિયાર વખત લવણસમુદ્રનું અવગાહન કર્યું આદિ પૂર્વવત્ કહેવું. યાવત્ પોતાના ઘેર પાછા આવ્યા. અમે આપની અનુજ્ઞા પામીને બારમી વખત પોત – વહનથી લવણસમુદ્ર અવગાહવા ઇચ્છીએ છીએ. ત્યારે માતાપિતાએ તેમને કહ્યું – હે પુત્રો ! બાપદાદાથી પ્રાપ્ત યાવત્ ભાગ પાડવા માટે પર્યાપ્ત સંપત્તિ છે. તો હે પુત્રો ! વિપુલ માનુષી ઋદ્ધિ – સત્કાર સમુદય અને ભોગોને ભોગવો. વિઘ્નવાળા, નિરાલંબન લવણસમુદ્ર ઉતરવાથી તમને શો લાભ છે ? વળી બારમી યાત્રા સોપસર્ગ થાય છે. માટે હે પુત્રો ! તમે બારમી વખત લવણસમુદ્રને ન અવગાહો, જેથી તમારા શરીરને કોઈ આપત્તિ ન થાય. ત્યારે તે પુત્રોએ બીજી – ત્રીજી વખત આમ કહ્યું – હે માતાપિતા ! અમે અગિયાર વખત સમુદ્રયાત્રા કરી યાવત્ બારમી વખત લવણસમુદ્ર અવગાહીએ. ત્યારે તે માકંદીપુત્રોને જ્યારે ઘણા સામાન્ય કે વિશેષ કથનથી કહેવા – સમજાવવામાં, તેઓ સમર્થ ન થયા ત્યારે ઇચ્છા રહિતપણે જ આ વાતની અનુજ્ઞા આપી, ત્યારે તે માકંદિક પુત્રોએ માતા – પિતાની અનુજ્ઞા પામીને ગણિમ – ધરિમ – મેય – પરિચ્છેદ્ય ભરીને, અર્હન્નકની માફક યાવત્ લવણસમુદ્રમાં અનેક યોજન ગયા. સૂત્ર– ૧૧૧. ત્યારે તે માકંદિક પુત્રો અનેક શત યોજન અવગાહન કર્યા પછી અનેક શત ઉત્પાદો ઉત્પન્ન થયા. જેમ કે – અકાળે ગર્જના યાવત્ ગંભીર મેઘગર્જના, પ્રતિકૂળ, તેજ હવા ચાલવા લાગી. ત્યારે તે નાવ પ્રતિકૂળ વાયુથી વારંવાર અથડાતી – ઉછળતી – ક્ષોભિત થતી, પાણીના તીક્ષ્ણ વેગથી વારંવાર ટકરાતી, હાથથી ભૂતલ ઉપર પછાડેલ દડાની જેમ સ્થાને સ્થાને ઊંચી – નીચી થતી, વિદ્યાધર કન્યા માફક ઉછળતી, વિદ્યાભ્રષ્ટ વિદ્યાધર કન્યાના માફક આકાશતલથી નીચે પડતી, મહાન ગરુડના વેગથી ત્રાસિત નાગકન્યા માફક ભાગતી, લોકોના કોલાહલથી સ્થાનભ્રષ્ટ અશ્વકિશોરી માફક અહીં – તહીં દોડતી, ગુરુજન દૃષ્ટ અપરાધથી સજ્જન કુળકન્યા માફક શરમથી નીચે નમતી, તરંગોના પ્રહારથી તાડિત થઈ થરથરતી, આલંબનરહિત માફક આકાશ થી નીચે પડતી, પતિ મૃત્યુ પામતા રૂદન કરતી નવવધૂ માફક પાણીથી ભીંજાયેલ સાંધાથી જળ ટપકાવતી એવી – પરચક્રી રાજા દ્વારા અવરુદ્ધ અને પરમ મહાભયથી પીડિત કોઈ મહાઉત્તમ નગરી સમાન વિલાપ કરતી, કપટથી કરેલ પ્રયોગ યુક્ત, યોગ પરિવ્રાજિકાની જેમ ધ્યાન કરતી અર્થાત્ સ્થિર થતી, જંગલથી નીકળી પરિશ્રાંત થયેલ વૃદ્ધ માતાની જેમ હાંફતી, તપ – ચરણનું ફળ ક્ષીણ થતા, ચ્યવન કાળે શ્રેષ્ઠ દેવી માફક શોક કરતી એવી નૌકાના કાષ્ઠ અને કૂર્પર ચૂર – ચૂર થઈ ગયા. મેઢી ભાંગી, માળ સહસા નમી ગઈ, શૂળી ઉપર ચડેલ જેવી થઈ ગઈ, જળનો સ્પર્શ વક્ર થવા લાગ્યો. જોડેલા પાટિયા તડ – તડ કરવા લાગ્યા. લોઢાની કીલ નીકળી ગઈ, બાંધેલ દોરડા ભીના થઈ ટૂટી ગયા. તે નાવ કાચા શકોરા જેવી થઈ ગઈ. અભાગી મનુષ્યના મનોરથ જેવી ચિંતનીય થઈ ગઈ. કર્ણધાર, નાવિક, વણિકજન, કર્મકર, હાય – હાય કરતા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ રત્નો અને માલથી ભરેલી હતી. ઘણા – સેંકડો પુરુષો રુદન – ક્રંદન – શોક – અશ્રુપાત – વિલાપ કરવા લાગ્યા, ત્યારે એક મોટા જળગત ગિરિ શિખર સાથે ટકરાઈને નાવનું કૂપ – તોરણ ભાંગી ગયુ, ધ્વજદંડ વળી ગયો. વલય જેવા સો ટૂકડા થઈ ગયા. કડકડ કરતી ત્યાં જ નષ્ટ થઈ ગઈ. ત્યારે તે નૌકા ભંગ થવાથી ઘણા પુરુષો રત્ન – ભાંડ – માત્રની સાથે પાણીમાં ડૂબી ગયા. સૂત્ર– ૧૧૨. ત્યારે તે ચતુર, દક્ષ, પ્રાપ્તાર્થ, કુશલ, મેધાવી, નિપુણ, શીલ્પોપગત, ઘણા પોતવહનના યુદ્ધ કાર્યોમાં કૃતાર્થ, વિજયી, અમૂઢ, અમૂઢ હસ્તા માકંદી પુત્રોને એક મોટું પાટીયુ પ્રાપ્ત કર્યુ. જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયેલ, તે પ્રદેશમાં એક રત્નદ્વીપ નામે મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લંબાઈ – પહોળાઈ વાળો, અનેક યોજન પરિધિ – વાળો, વિવિધ વનખંડથી મંડિત હતો. તે સશ્રીક, પ્રાસાદિયાદિ હતો. તેના બહુમધ્ય દેશભાગે એક મોટો પ્રાસાદાવતંસક હતો. તે ઘણો ઊંચો યાવત્ સશ્રીકરૂપ તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. તેમાં રત્નદ્વીપ દેવી નામે દેવી રહેતી હતી. તે પાપીણી, ચંડા, રૂદ્રા, સાહસિકા હતી. તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશામાં ચાર વનખંડો કાળા, કાળી આભાવાળા હતા. ત્યારપછી તે માકંદીપુત્રો તે પાટીયા વડે તરતા – તરતા રત્નદ્વીપની સમીપ પહોંચ્યા. તે માકંદીપુત્રોને થાહ મળી. મુહૂર્ત્ત પર્યન્ત વિશ્રામ કર્યો. પાટીયાને છોડી દીધું. રત્નદ્વીપમાં ઊતર્યા. પછી ફળોની માર્ગણા – ગવેષણા કરી, ફળ મેળવીને ખાધા. પછી નાળિયેરની માર્ગણા – ગવેષણા કરી, કરીને નાળિયેર ફોડ્યું, તેના તેલથી એકબીજાના ગાત્રોનું અભ્યંગન કર્યુ, પછી પુષ્કરિણીમાં ઊતરીને, સ્નાન કરી યાવત્ બહાર આવ્યા. ત્યારપછી પૃથ્વીશિલા પટ્ટક ઉપર બેઠા. ત્યાં આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા. ત્યાં બેઠા – બેઠા ચંપાનગરી માતા – પિતાની આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઊતરવું, તોફાની વાયુ ઉપજવો. નાવ ભાંગીને નાશ પામી, પાટીયું મળવુ, રત્નદ્વીપે આવવું, આ બધું વિચારતા – વિચારતા અપહત મન સંકલ્પ થઈ યાવત્ ચિંતામગ્ન થયા. ત્યારે તે રત્નદ્વીપ દેવી, તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જુએ છે. જોઈને હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત – આઠ તાડ પ્રમાણ ઊંચી આકાશમાં ઊડી, ઊડીને ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી જતી – જતી માકંદીપુત્રો પાસે આવી. આવીને ક્રોધિત થઈ, માકંદીપુત્રોને તીખા – કઠોર – નિષ્ઠુર વચનોથી આમ કહેવા લાગી – ઓ માકંદીપુત્રો ! અપ્રાર્થિતના પ્રાર્થિત, જો તમે મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરશો, તો તમારું જીવન છે અને જો તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા નહીં વિચરો, તો તમારા મસ્તક, આ નીલકમલ – ભેંસના શૃંગ – યાવત્ – અસ્ત્રાની ધાર જેવી તલવાર વડે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થળ અને દાઢી – મૂંછને લાભ કરનાર છે, મૂંછોથી સુશોભિત છે. ત્યારપછી તે માકંદીપુત્રો રત્નદ્વીપ દેવતાની પાસે આ વાત સાંભળી, ભયભીત થઈ, બે હાથ જોડી કહ્યું – હે દેવાનુપ્રિયા ! આપ જેમ કહેશો, તેમ વર્તીશું, આપના આજ્ઞા – ઉપપાત – વચન નિર્દેશમાં રહીશું. ત્યારે તે રત્નદ્વીપની દેવી, તે માકંદી પુત્રોને લઈને ઉત્તમ પ્રાસાદે આવી. આવીને અશુભ પુદ્ગલો દૂર કર્યા, કરીને શુભ પુદ્ગલો પ્રક્ષેપ્યા, પછી તેની સાથે વિપુલ ભોગોપભોગ ભોગવવા લાગી. રોજ અમૃતફળ લાવતી હતી. સૂત્ર સંદર્ભ– ૧૧૦–૧૧૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam atthamassa nayajjhayanassa ayamatthe pannatte, navamassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam champa namam nayari. Punnabhadde cheie. Tattha nam mayamdi nama satthavahe parivasai–addhe. Tassa nam bhadda namam bhariya. Tise nam bhaddae attaya duve satthavaha-daraya hottha, tam jaha–jinapalie ya jinarakkhie ya. Tae nam tesim magamdiya-daraganam annaya kayai egayao sahiyanam imeyaruve mihokaha-samullave samuppajjittha–evam khalu amhe lavanasamuddam poyavahanenam ekkarasavarao ogadha. Savvattha vi ya nam laddhattha kayakajja anahasamagga punaravi niyadharam havvamagaya. Tam seyam khalu amham devanuppiya! Duvalasampi lavanasamuddam poyavahanenam ogahittae tti kattu annamannassa eyamattham padisunemti, padisunetta jeneva ammapiyaro teneva uvagachchhamti, uvagachchhitta evam vayasi– Evam khalu amhe ammayao! Lavanasamuddam poyavahanenam ekkarasavarao ogadha. Savvattha vi ya nam laddhattha kayakajja agahasamagga punaravi niyagharam havvamagaya. Tam ichchhamo nam ammayao! Tubbhehim abbhanunnaya samana duvalasampi lavanasamuddam poyavahanenam ogahittae. Tae nam te magamdiya-darae ammapiyaro evam vayasi–ime bhe jaya! Ajjaya-pajjaya-piupajjayagae subahu hiranne ya suvanne ya kamse ya duse ya mani-mottiya-samkha-sila-ppavala-rattarayana-samtasara-savaejje ya alahi java asattamao kulavamsao pagamam daum pagamam bhottum pagamam paribhaeum. Tam anuhoha tava jaya! Vipule manussae iddhisakkarasamudae. Kim bhe sapachcha-vaenam niralambanenam lavanasamuddottarenam? Evam khalu putta! Duvalasami jatta sovasagga yavi bhavai. Tam ma nam tubbhe duve putta! Duvalasampi lavanam samuddam poyavahanenam ogaheha. Ma hu tubbham sarirassa bavatti bhavissai. Tae nam te magamdiya-daraya ammapiyaro dochchampi tachchampi evam vayasi–evam khalu amhe ammayao! Ekkarasavarao lavanasamuddam poyavahanenam ogadha. Savvattha vi ya nam laddhattha kayakajja anahasamagga punaravi niyagharam havvamagaya. Tam seyam khalu amham ammayao! Duvalasampi lavanasamuddam poyavahanenam ogahittae. Tae nam te magamdiya-darae ammapiyaro jahe no samchaemti bahuhim aghavanahim ya pachchavanahim ya aghavittae va pannavittae va tahe akama cheva eyamattham anumannittha. Tae nam te magamdiyam daraga ammapiuhim abbhanunnaya samana ganimam cha dharimam cha mejjam cha parichchhejjam cha bhamdagam genhamti, jaha arahannagassa java lavanasamuddam bahuim joyanasayaim ogadha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 110. Bhagavan ! Jo shramana yavat nirvana prapta bhagavamta mahavire athama jnyata adhyayanano a artha kahyo chhe, to bhagavan ! Shramana bhagavamte navama adhyayanano sho artha kahyo chhe\? He jambu ! Te kale, te samaye champanagari hati. Purnabhadra chaitya hatum, tyam makamdi name sarthavaha raheto hato. Te riddhimana hato. Tene bhadra name patni hati. Te bhadrane be sarthavaha putro hata – jinapalita ane jinarakshita. Te bamne makamdika putro, anya koi divase ekatha thaya, teomam paraspara avo vartalapa thayo – Apane pota vahanathi lavanasamudrane agiyara vakhata avagahyo, hammesha apane dhana prapta karyu chhe, karya sampanna karya chhe, vina vighne ghera shighra pachha avya chhie. To he devanupriya ! Apane uchita chhe ke apane barami vakhata lavanasamudrane potavahanathi avagahie. Ema kahine ekabijani a vatano svikara karyo. Pachhi matapita pase avine kahyum – he matapita! Ame agiyara vakhata lavanasamudranum avagahana karyum adi purvavat kahevum. Yavat potana ghera pachha avya. Ame apani anujnya pamine barami vakhata pota – vahanathi lavanasamudra avagahava ichchhie chhie. Tyare matapitae temane kahyum – He putro ! Bapadadathi prapta yavat bhaga padava mate paryapta sampatti chhe. To he putro ! Vipula manushi riddhi – satkara samudaya ane bhogone bhogavo. Vighnavala, niralambana lavanasamudra utaravathi tamane sho labha chhe\? Vali barami yatra sopasarga thaya chhe. Mate he putro ! Tame barami vakhata lavanasamudrane na avagaho, jethi tamara sharirane koi apatti na thaya. Tyare te putroe biji – triji vakhata ama kahyum – He matapita ! Ame agiyara vakhata samudrayatra kari yavat barami vakhata lavanasamudra avagahie. Tyare te makamdiputrone jyare ghana samanya ke vishesha kathanathi kaheva – samajavavamam, teo samartha na thaya tyare ichchha rahitapane ja a vatani anujnya api, tyare te makamdika putroe mata – pitani anujnya pamine ganima – dharima – meya – parichchhedya bharine, arhannakani maphaka yavat lavanasamudramam aneka yojana gaya. Sutra– 111. Tyare te makamdika putro aneka shata yojana avagahana karya pachhi aneka shata utpado utpanna thaya. Jema ke – akale garjana yavat gambhira meghagarjana, pratikula, teja hava chalava lagi. Tyare te nava pratikula vayuthi varamvara athadati – uchhalati – kshobhita thati, panina tikshna vegathi varamvara takarati, hathathi bhutala upara pachhadela dadani jema sthane sthane umchi – nichi thati, vidyadhara kanya maphaka uchhalati, vidyabhrashta vidyadhara kanyana maphaka akashatalathi niche padati, mahana garudana vegathi trasita nagakanya maphaka bhagati, lokona kolahalathi sthanabhrashta ashvakishori maphaka ahim – tahim dodati, gurujana drishta aparadhathi sajjana kulakanya maphaka sharamathi niche namati, taramgona praharathi tadita thai tharatharati, alambanarahita maphaka akasha thi niche padati, pati mrityu pamata rudana karati navavadhu maphaka panithi bhimjayela samdhathi jala tapakavati evi – Parachakri raja dvara avaruddha ane parama mahabhayathi pidita koi mahauttama nagari samana vilapa karati, kapatathi karela prayoga yukta, yoga parivrajikani jema dhyana karati arthat sthira thati, jamgalathi nikali parishramta thayela vriddha matani jema hamphati, tapa – charananum phala kshina thata, chyavana kale shreshtha devi maphaka shoka karati evi naukana kashtha ane kurpara chura – chura thai gaya. Medhi bhamgi, mala sahasa nami gai, shuli upara chadela jevi thai gai, jalano sparsha vakra thava lagyo. Jodela patiya tada – tada karava lagya. Lodhani kila nikali gai, bamdhela dorada bhina thai tuti gaya. Te nava kacha shakora jevi thai gai. Abhagi manushyana manoratha jevi chimtaniya thai gai. Karnadhara, navika, vanikajana, karmakara, haya – haya karata vilapa karava lagya. Te vividha ratno ane malathi bhareli hati. Ghana – semkado purusho rudana – kramdana – shoka – ashrupata – vilapa karava lagya, tyare eka mota jalagata giri shikhara sathe takaraine navanum kupa – torana bhamgi gayu, dhvajadamda vali gayo. Valaya jeva so tukada thai gaya. Kadakada karati tyam ja nashta thai gai. Tyare te nauka bhamga thavathi ghana purusho ratna – bhamda – matrani sathe panimam dubi gaya. Sutra– 112. Tyare te chatura, daksha, praptartha, kushala, medhavi, nipuna, shilpopagata, ghana potavahanana yuddha karyomam kritartha, vijayi, amudha, amudha hasta makamdi putrone eka motum patiyu prapta karyu. Je pradeshamam te potavahana nashta thayela, te pradeshamam eka ratnadvipa name moto dvipa hato. Te aneka yojana lambai – paholai valo, aneka yojana paridhi – valo, vividha vanakhamdathi mamdita hato. Te sashrika, prasadiyadi hato. Tena bahumadhya deshabhage eka moto prasadavatamsaka hato. Te ghano umcho yavat sashrikarupa tatha prasadiya, darshaniya, abhirupa ane pratirupa hato. Temam ratnadvipa devi name devi raheti hati. Te papini, chamda, rudra, sahasika hati. Te uttama prasadani chare dishamam chara vanakhamdo kala, kali abhavala hata. Tyarapachhi te makamdiputro te patiya vade tarata – tarata ratnadvipani samipa pahomchya. Te makamdiputrone thaha mali. Muhurtta paryanta vishrama karyo. Patiyane chhodi didhum. Ratnadvipamam utarya. Pachhi phaloni margana – gaveshana kari, phala melavine khadha. Pachhi naliyerani margana – gaveshana kari, karine naliyera phodyum, tena telathi ekabijana gatronum abhyamgana karyu, pachhi pushkarinimam utarine, snana kari yavat bahara avya. Tyarapachhi prithvishila pattaka upara betha. Tyam ashvasta, vishvasta thai, uttama sukhasane betha. Tyam betha – betha champanagari mata – pitani ajnya levi, lavanasamudramam utaravum, tophani vayu upajavo. Nava bhamgine nasha pami, patiyum malavu, ratnadvipe avavum, a badhum vicharata – vicharata apahata mana samkalpa thai yavat chimtamagna thaya. Tyare te ratnadvipa devi, te makamdiputrone avadhijnyanathi jue chhe. Joine hathamam dhala ane talavara lidhi. Sata – atha tada pramana umchi akashamam udi, udine utkrishta yavat devagatithi jati – jati makamdiputro pase avi. Avine krodhita thai, makamdiputrone tikha – kathora – nishthura vachanothi ama kaheva lagi – o makamdiputro ! Aprarthitana prarthita, jo tame mari sathe vipula bhogopabhoga bhogavata vicharasho, to tamarum jivana chhe ane jo tame mari sathe vipula bhoga bhogavata nahim vicharo, to tamara mastaka, a nilakamala – bhemsana shrimga – yavat – astrani dhara jevi talavara vade tadaphalani jema kapine ekamtamam phemki daisha, je gamdasthala ane dadhi – mumchhane labha karanara chhe, mumchhothi sushobhita chhe. Tyarapachhi te makamdiputro ratnadvipa devatani pase a vata sambhali, bhayabhita thai, be hatha jodi kahyum – he devanupriya ! Apa jema kahesho, tema vartishum, apana ajnya – upapata – vachana nirdeshamam rahishum. Tyare te ratnadvipani devi, te makamdi putrone laine uttama prasade avi. Avine ashubha pudgalo dura karya, karine shubha pudgalo prakshepya, pachhi teni sathe vipula bhogopabhoga bhogavava lagi. Roja amritaphala lavati hati. Sutra samdarbha– 110–112 |