Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104813
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-९ माकंदी

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૯ માકંદી

Section : Translated Section :
Sutra Number : 113 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं सा रयणदीवदेवया सक्कवयण-संदेसेण सुट्ठिएणं लवणाहिवइणा लवणसमुद्दे तिसत्तखुत्तो अनुपरियट्टेयव्वे त्ति जं किंचि तत्थ तणं वा पत्तं वा कट्ठं वा कयवरं वा असुइ पूइयं दुरभिगंधमचोक्खं, तं सव्वं आहुणिय-आहुणिय तिसत्तखुत्तो एगंते एडेयव्वं ति कट्टु निउत्ता। तए णं सा रयणदीवदेवया ते मागंदिय-दारए एवं वयासी–एवं खलु अहं देवानुप्पिया! सक्कवयण-संदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा तं चेव जाव निउत्ता। तं जाव अहं देवानुप्पिया! लवणसमुद्दे तिसत्तखुत्तो अनुपरियट्टित्ता जं किंचि तत्थ तणं वा पत्तं वा कट्ठं वा कयवरं वा असुइ पूइयं दुरभिगंधमचोक्खं, तं सव्वं आहुणिय-आहुणिय तिसत्तखुत्तो एगंते एडेमि ताव तुब्भे इहेव पासायवडेंसए सुहंसुहेणं अभिरममाणा चिट्ठह। जइ णं तुब्भे एयंसि अंतरंसि उव्विग्गा वा उस्सुया वा उप्पुया वा भवेज्जाह तो णं तुब्भे पुरत्थिमिल्लं वनसंडं गच्छेज्जाह। तत्थ णं दो उऊ सया साहीणा, तं जहा–पाउसे य वासारत्ते य।
Sutra Meaning : સૂત્ર– ૧૧૩. ત્યારે તે રત્નદ્વીપદેવી, શક્રના વચન આદેશથી, લવણાધિપતિ સુસ્થિતે કહ્યું – તું લવણસમુદ્રનું ૨૧ – વખત ભ્રમણ કર, ત્યાં કોઈ તૃણ – પાન – કાષ્ઠ – કચરો – અશુચિ – સડેલ – ગળેલ વસ્તુ કે દુર્ગંધિત વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુ હોય, તે બધું ૨૧ – ૨૧ વખત હલાવીને સમુદ્રથી કાઢીને એક તરફ ફેંકી દેવો. એમ કહી તેણીને નિયુક્ત કરી. ત્યારે તે રત્નદ્વીપ દેવીએ તે માકંદીપુત્રોને કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! શક્રના આદેશથી સુસ્થિતના કહેવાથી યાવત્‌ હું નિયુક્ત થઈ છું તો યાવત્‌ હું લવણસમુદ્રથી જ્યાં સુધીમાં આવું, ત્યાં સુધી આ ઉત્તમ પ્રાસાદમાં સુખેસુખે રમણ કરતા રહો. જો તમે આ સમયમાં ઉદ્વિગ્ન, ઉત્સુક કે ઉપદ્રવ પામો તો તમે પૂર્વદિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે – પ્રાવૃટ્‌ અને વર્ષાઋતુ. સૂત્ર– ૧૧૪. તેમાં કંદલ અને સિલિંધ્રરૂપ દાંત, નિકુરના ઉત્તમ પુષ્પરૂપ ઉત્તમ સૂંઢ, કૂટજ – અર્જુન – નીપના પુષ્પરૂપ સુગંધી મદજલ છે, એવી પ્રાવૃટ્‌ ઋતુરૂપ હાથી સદા સ્વાધીન છે. સૂત્ર– ૧૧૫. તેમાં – ઇન્દ્રગોપ રૂપ વિચિત્ર મણિ, દેડકાના સમૂહના શબ્દરૂપ ઝરણાનો ધ્વનિ, શિખરે સદા વિચરતો મયૂરસમૂહ એવો વર્ષાઋતુ રૂપ પર્વત સદા સ્વાધીન છે. સૂત્ર– ૧૧૬. હે દેવાનુપ્રિયો ! પૂર્વદિશામાં ઘણી વાવડી યાવત્‌ સર – સર પંક્તિઓમાં, ઘણા લતામંડપ, વેલીમંડપ યાવત્‌ પુષ્પમંડપોમાં સુખે – સુખે રમણ કરતા સમય વીતાવો. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન – ઉત્સુક કે ઉપદ્રવ પામો તો તમે ઉત્તરના વનખંડમાં જજો, ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. તે આ – શરદ અને હેમંત. સૂત્ર– ૧૧૭. સન, સપ્તચ્છદ વૃક્ષ રૂપ કાંધ, નીલોત્પલ, પદ્મ, નલિન રૂપ શૃંગ, સારસ, ચક્રવાકના કુંજનરૂપ ઘોષયુક્ત શરદઋતુ રૂપી બળદ સદા સ્વાધીન છે. સૂત્ર– ૧૧૮. શ્વેત કુંદરૂપ ધવલ જ્યોત્સના, પ્રફુલ્લિત લોઘ્રવાળા વનખંડરૂપ મંડલતલ, તુષારના જલબિંદુની ધારારૂપ કિરણો, એવી ચંદ્રમા જેવી હેમંતઋતુ ત્યાં સદા સ્વાધીન છે. સૂત્ર– ૧૧૯. હે દેવાનુપ્રિયો ! તમે ત્યાં વાવડીમાં યાવત્‌ વિચરો, જ્યારે તમે ત્યાં ઉદ્વિગ્ન યાવત્‌ ઉત્સુક થઈ જાઓ, તો તમે પશ્ચિમના વનખંડમાં જજો, ત્યાં બે ઋતુ સ્વાધીન છે. તે આ – વસંત, ગ્રીષ્મ. સૂત્ર– ૧૨૦. વસંતરૂપી ઋતુ – રાજા સદા વિદ્યમાન છે. વસંત – રાજાના આમ્રના પુષ્પોનો મનોહર હાર છે, કિંશુક – કર્ણિકાર – અશોકના પુષ્પોનો મુગટ છે, તથા ઊંચા તિલક, બકુલ વૃક્ષોના છત્ર છે. સૂત્ર– ૧૨૧. તે વનખંડમાં ગ્રીષ્મઋતુ રૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. તેમાં પાટલ અને શિરિષના પુષ્પોરૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા, વાસંતિકી લતાના પુષ્પો તેની વેળા, શીતલ પવન તે મગરો છે. સૂત્ર– ૧૨૨. ત્યાં ઘણું જ યાવત્‌ વિચરો. હે દેવાનુપ્રિય ! જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અને ઉત્સુક થાઓ, તો તમે આ ઉત્તમ પ્રાસાદમાં જજો અને મારી વાટ જોતા – જોતા ત્યાં રહો, પણ તમે દક્ષિણી વનખંડમાં ન જશો, ત્યાં એક મોટો ઉગ્ર વિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય છે, ‘તેજોનિસર્ગ’ મુજબ જાણવો. તે કાજળ – ભેંસ – મૂષા સમાન કાળો, નેત્રવિષ અને રોષથી પૂર્ણ, અંજનપુંજ સમાન કાળો, રક્ત આંખ, ચંચળ – ચપળ – બંને જીભો, ધરણિની વેણીરૂપ, ઉત્કટ – સ્ફૂટ – કુટિલ – જટીલ – કર્કશ – વિકટ કૂટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણમાં ધમાતા થતા અવાજ સમાન, અનાગણિત પ્રચંડ, તીવ્ર શેષ, ત્વરિત – ચપલ – ધમધમતો, દૃષ્ટિમાં વિષ વાળો સર્પ વસે છે. તેનાથી. ક્યાંક તમારું શરીર વિનાશ પામશે. તે દેવીએ બે – ત્રણ વખત આમ કહ્યું, કહીને વૈક્રિય સમુદ્‌ઘાત કર્યો. કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રના એકવીશ ચક્કર લગાવવામાં પ્રવૃત્ત થઈ. સૂત્ર સંદર્ભ– ૧૧૩–૧૨૨
Mool Sutra Transliteration : [sutra] tae nam sa rayanadivadevaya sakkavayana-samdesena sutthienam lavanahivaina lavanasamudde tisattakhutto anupariyatteyavve tti jam kimchi tattha tanam va pattam va kattham va kayavaram va asui puiyam durabhigamdhamachokkham, tam savvam ahuniya-ahuniya tisattakhutto egamte edeyavvam ti kattu niutta. Tae nam sa rayanadivadevaya te magamdiya-darae evam vayasi–evam khalu aham devanuppiya! Sakkavayana-samdesenam sutthienam lavanahivaina tam cheva java niutta. Tam java aham devanuppiya! Lavanasamudde tisattakhutto anupariyattitta jam kimchi tattha tanam va pattam va kattham va kayavaram va asui puiyam durabhigamdhamachokkham, tam savvam ahuniya-ahuniya tisattakhutto egamte edemi tava tubbhe iheva pasayavademsae suhamsuhenam abhiramamana chitthaha. Jai nam tubbhe eyamsi amtaramsi uvvigga va ussuya va uppuya va bhavejjaha to nam tubbhe puratthimillam vanasamdam gachchhejjaha. Tattha nam do uu saya sahina, tam jaha–pause ya vasaratte ya.
Sutra Meaning Transliteration : Sutra– 113. Tyare te ratnadvipadevi, shakrana vachana adeshathi, lavanadhipati susthite kahyum – tum lavanasamudranum 21 – vakhata bhramana kara, tyam koi trina – pana – kashtha – kacharo – ashuchi – sadela – galela vastu ke durgamdhita vastu adi ashuddha vastu hoya, te badhum 21 – 21 vakhata halavine samudrathi kadhine eka tarapha phemki devo. Ema kahi tenine niyukta kari. Tyare te ratnadvipa devie te makamdiputrone kahyum – nishche he devanupriyo ! Shakrana adeshathi susthitana kahevathi yavat hum niyukta thai chhum to yavat hum lavanasamudrathi jyam sudhimam avum, tyam sudhi a uttama prasadamam sukhesukhe ramana karata raho. Jo tame a samayamam udvigna, utsuka ke upadrava pamo to tame purvadishana vanakhamdamam chalya jajo. Tyam be ritu sada svadhina chhe – pravrit ane varsharitu. Sutra– 114. Temam kamdala ane silimdhrarupa damta, nikurana uttama pushparupa uttama sumdha, kutaja – arjuna – nipana pushparupa sugamdhi madajala chhe, evi pravrit riturupa hathi sada svadhina chhe. Sutra– 115. Temam – indragopa rupa vichitra mani, dedakana samuhana shabdarupa jharanano dhvani, shikhare sada vicharato mayurasamuha evo varsharitu rupa parvata sada svadhina chhe. Sutra– 116. He devanupriyo ! Purvadishamam ghani vavadi yavat sara – sara pamktiomam, ghana latamamdapa, velimamdapa yavat pushpamamdapomam sukhe – sukhe ramana karata samaya vitavo. Jo tame tyam pana udvigna – utsuka ke upadrava pamo to tame uttarana vanakhamdamam jajo, tyam be ritu sada svadhina chhe. Te a – sharada ane hemamta. Sutra– 117. Sana, saptachchhada vriksha rupa kamdha, nilotpala, padma, nalina rupa shrimga, sarasa, chakravakana kumjanarupa ghoshayukta sharadaritu rupi balada sada svadhina chhe. Sutra– 118. Shveta kumdarupa dhavala jyotsana, praphullita loghravala vanakhamdarupa mamdalatala, tusharana jalabimduni dhararupa kirano, evi chamdrama jevi hemamtaritu tyam sada svadhina chhe. Sutra– 119. He devanupriyo ! Tame tyam vavadimam yavat vicharo, jyare tame tyam udvigna yavat utsuka thai jao, to tame pashchimana vanakhamdamam jajo, tyam be ritu svadhina chhe. Te a – vasamta, grishma. Sutra– 120. Vasamtarupi ritu – raja sada vidyamana chhe. Vasamta – rajana amrana pushpono manohara hara chhe, kimshuka – karnikara – ashokana pushpono mugata chhe, tatha umcha tilaka, bakula vrikshona chhatra chhe. Sutra– 121. Te vanakhamdamam grishmaritu rupi sagara sada vidyamana rahe chhe. Temam patala ane shirishana pushporupi jalathi paripurna rahe chhe. Mallika, vasamtiki latana pushpo teni vela, shitala pavana te magaro chhe. Sutra– 122. Tyam ghanum ja yavat vicharo. He devanupriya ! Jo tame tyam pana udvigna ane utsuka thao, to tame a uttama prasadamam jajo ane mari vata jota – jota tyam raho, pana tame dakshini vanakhamdamam na jasho, tyam eka moto ugra visha, chamdavisha, ghoravisha, mahavisha, atikaya, mahakaya chhe, ‘tejonisarga’ mujaba janavo. Te kajala – bhemsa – musha samana kalo, netravisha ane roshathi purna, amjanapumja samana kalo, rakta amkha, chamchala – chapala – bamne jibho, dharanini venirupa, utkata – sphuta – kutila – jatila – karkasha – vikata kutatopa karavamam daksha, luharani dhamanamam dhamata thata avaja samana, anaganita prachamda, tivra shesha, tvarita – chapala – dhamadhamato, drishtimam visha valo sarpa vase chhe. Tenathi. Kyamka tamarum sharira vinasha pamashe. Te devie be – trana vakhata ama kahyum, kahine vaikriya samudghata karyo. Karine utkrishta devagatithi lavanasamudrana ekavisha chakkara lagavavamam pravritta thai. Sutra samdarbha– 113–122