Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104758
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-३ अंड

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૩ અંડ

Section : Translated Section :
Sutra Number : 58 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं ते सत्थवाहदारगा पुव्वावरण्हकालसमयंसि देवदत्ताए गणियाए सद्धिं थूणामंडवाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता हत्थसंगेल्लीए सुभूमिभागे उज्जाणे बहूसु आलिघरएसु य कयलिघरएसु य लत्ताघरएसु य अच्छणघरएसु य पेच्छणघरएसु य पसाहणघरएसु य मोहणघरएसु य सालघरएसु य जालघरएसु य कुसुमघरएसु य उज्जाणसिरिं पच्चणुब्भवमाणा विहरंति।
Sutra Meaning : સૂત્ર– ૫૮. ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દિવસના પાછલા પ્રહરમાં દેવદત્તા ગણિકા સાથે સ્થૂણામંડપથી નીકળ્યા. હાથમાં હાથ નાંખીને સુભૂમિભાગમાં ઘણા આલિગૃહો, કદલીગૃહો, લતાગૃહો, આસનગૃહો, પ્રેક્ષણગૃહો, પ્રસાધનગૃહો મોહનગૃહો, સાલગૃહો, જાલગૃહો અને કુસુમગૃહોમાં ઉદ્યાનની શોભાને અનુભવતા વિચરે છે. સૂત્ર– ૫૯. ત્યારપછી તે સાર્થવાહ પુત્રો માલુકાકચ્છમાં જવા નીકળ્યા. ત્યારે તે વનમયૂરીએ તેમને આવતા જોયા, જોઈને ભયભીત થઈ મોટા મોટા શબ્દોથી કેકારવ કરતી કરતી માલુકાકચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળીએ રહીને તે સાર્થવાહપુત્ર અને માલુકાકચ્છને અનિમિષ દૃષ્ટિએ જોતી – જોતી રહી. ત્યારે તે સાર્થવાહ પુત્રોએ એકબીજાને બોલાવીને આમ કહ્યું – દેવાનુપ્રિય ! આ વનમયૂરી આપણને આવતા જોઈને ડરી ગઈ, સ્તબ્ધ થઈ, ત્રાસિત – ઉદ્વિગ્ન થઈને ભાગી ગઈ. મોટા – મોટા શબ્દોથી અવાજ કરતી યાવત્‌ આપણને અને માલુકા કચ્છને જોતી – જોતી રહી છે, તેથી આનુ કોઈ કારણ હોવુ જોઈએ. એમ કહી તે બંને માલુકા કચ્છમાં પ્રવેશ્યા. ત્યાં પુષ્ટ, પર્યાયગત યાવત્‌ બે મયૂરી અંડ જોઈને એકમેકને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! આપણે માટે શ્રેયસ્કર છે કે આ વન મયૂરીઅંડકને આપણી જાતીવંત કૂકડીના ઇંડા સાથે મૂકાવીએ. તેનાથી તે જાતિમંત કૂકડીઓ આ ઇંડાને પોતાના ઇંડાની સાથે પાંખોની હવાથી સંરક્ષણ – સંગોપન કરતી વિચરશે. પછી આપણને આ બે ક્રીડા કરતા મયૂરી – બાળક પ્રાપ્ત થશે. આમ વિચારી પરસ્પર આ અર્થને સ્વીકારી, પોતપોતાના દાસચેટકને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જાઓ. આ ઇંડાને લઈને આપણી જાતિવંત કૂકડીના ઇંડા સાથે મૂકો. યાવત્‌ તેઓ મૂકે છે. ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉદ્યાનની શોભા અનુભવતા વિચરીને તે જ યાનમાં આરૂઢ થઈને ચંપાનગરી દેવદત્તાના ઘેર ગયા. જઈને તેના ઘરમાં પ્રવેશ્યા, પછી ગણિકાને વિપુલ જીવિતાર્હ પ્રીતિદાન આપે છે. આપીને સત્કારી, સન્માનીને પછી દેવદત્તાના ઘેરથી નીકળે છે. પોતાના ઘેર આવે છે. આવીને પોત – પોતાના કાર્યમાં સંલગ્ન થઈ ગયા. સૂત્ર– ૬૦. ત્યારપછી જે સાગરદત્ત પુત્ર સાર્થવાહદારક હતો, તે બીજે દિવસે યાવત્‌ સૂર્ય ઊગ્યા પછી, વનમયૂરી અંડક પાસે આવ્યો. પછી તે મયૂરી ઇંડામાં શંકિત, કાંક્ષિત, વિચિકિત્સા સમાપન્ન, ભેદ સમાપન્ન, કલુષ સમાપન્ન થઈ, વિચારવા લાગ્યો કે આ ઇંડામાંથી ક્રીડા કરવા માટેનું મયૂરી બાળક ઉત્પન્ન થશે કે નહીં ? તે મયૂરી અંડકને વારંવાર ઉદ્વર્તન, પરિવર્તન, આસારણ, સંસારણ, ચલિત, સ્પંદિત, ઘટ્ટિત, ક્ષોભિત કરવા લાગ્યો. વારંવાર તેને કાન પાસે લઈ જઈ ખખડાવવા લાગ્યો. ત્યારે તે મયૂરી અંડક વારંવાર ઉદ્વર્તન કરતા યાવત્‌ નિર્જીવ થઈ ગયું. ત્યારે તે સાગરદત્ત પુત્ર સાર્થવાહ દારક અન્ય કોઈ દિને મયૂરી અંડક પાસે આવ્યો, આવીને તે મયૂરી અંડકને નિર્જીવ જુએ છે. જોઈને અહો ! આ મયૂરી બચ્ચુ મારે ક્રીડા કરવા યોગ્ય ન રહ્યું, એમ વિચારી ઉપહત મનવાળો થઈ યાવત્‌ ચિંતાગ્રસ્ત થયો. એ પ્રમાણે હે આયુષ્યમાન્‌ શ્રમણો ! આપણા જે સાધુ – સાધ્વી, આચાર્ય – ઉપાધ્યાય પાસે દીક્ષા લઈ પાંચ મહાવ્રત યાવત્‌ છ જીવનિકાયમાં નિર્ગ્રન્થ પ્રવચનમાં શંકિત યાવત્‌ કલેશયુક્ત થાય છે. તે આ ભવમાં ઘણા શ્રમણ યાવત્‌ શ્રાવિકાથી હીલના – નિંદા – ખિંસા – ગર્હા – પરાભવને પામે છે, પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવત્‌ સંસારમાં ભમે છે. સૂત્ર– ૬૧. ત્યારે તે જિનદત્ત પુત્ર મયૂરી અંડક પાસે આવે છે, આવીને તે મયૂરી અંડકમાં નિઃશંકિત રહ્યો. મારા આ ઇંડામાંથી ક્રીડા કરનાર મયૂરી બાળક અવશ્ય થશે, એમ નિશ્ચય કરી, તે મયૂરી અંડકનું વારંવાર ઉદ્વર્તન ન કર્યું યાવત્‌ ખખડાવ્યુ નહીં. ત્યારે તે મયૂરી અંડક ઉદ્વર્તન ન કરવાથી યાવત્‌ ન ખખડાવવાથી, તે કાળે – તે સમયે ઇંડુ ફૂટીને મયૂરી બચ્ચાનો જન્મ થયો. ત્યારે તે જિનદત્તપુત્ર તે મયૂર બચ્ચાને જુએ છે. જોઈને હૃષ્ટ – તુષ્ટ થઈ મયુર પોષકને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! તું આ મયૂરબાળકને અનેક મયૂરને પોષણ યોગ્ય દ્રવ્યોથી અનુક્રમે સંરક્ષણ – સંગોપન – સંવર્દ્ધન કરો. નૃત્યકળા શીખવો. ત્યારે તે મયૂરપોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયૂરને ગ્રહણ કર્યો, કરીને પોતાના ઘેર આવ્યા. આવીને તે મયૂર બાળકને યાવત્‌ નૃત્યકળા શીખવાડી. ત્યારે તે બાળમયૂર બાલ્યભાવને છોડીને મોટો થયો, તેમાં જ્ઞાનનું પરિણમન થયું, યૌવન પામ્યો, તે મોરના લક્ષણથી યુક્ત થયો. માનોન્માન પ્રમાણથી તથા પીંછા – પાંખો સમૂહયુક્ત પરિપૂર્ણ થયો. આશ્ચર્યકારી પીંછા, ચંદ્રક શતક અને નીલકંઠક યુક્ત, નૃત્ય કરવાના સ્વભાવવાળો, ચપટી વગાડતા અનેક શત નૃત્ય અને કેકારવ કરતો હતો. ત્યારે તે મયૂરપોષકોએ તે બાળ મયૂરને, બાળભાવથી મુક્ત થતા યાવત્‌ કેકારવ કરતો જાણીને તે મયુરને જિનદત્તપુત્ર પાસે લઈ ગયા. ત્યારે તે જિનદત્ત પુત્ર યાવત્‌ મયૂરને જોઈને હૃષ્ટ – તુષ્ટ થઈ, તેઓને જીવિત યોગ્ય વિપુલ પ્રીતિદાન દઈ યાવત્‌ રવાના કર્યા. ત્યારે તે મયુર જિનદત્ત પુત્ર વડે ચપટી વગાડતા જ લાંગુલ ભંગ સમાન ગરદન નમાવતો હતો, તેના શરીરે પરસેવો આવતો, વિખરાયેલ પીંછાવાળી પાંખને શરીરથી જુદી કરતો, તે ચંદ્રક આદિ યુક્ત પીંછાના સમૂહને ઊંચો કરતો, સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો હતો. ત્યારે તે જિનદત્તપુત્ર તે મયૂરને ચંપાનગરીના શૃંગાટક યાવત્‌ માર્ગોમાં સેંકડો, હજારો, લાખોની હોડમાં જય પામતો વિચરે છે. હે આયુષ્યમાન્‌ શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ – સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયોમાં, નિર્ગ્રન્થ પ્રવચનોમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સિક રહે છે, તે આ ભવમાં ઘણા શ્રમણ, શ્રમણીમાં માં – સન્માન પામીને યાવત્‌ સંસારનો પાર પામશે. એ પ્રમાણે હે જંબૂ ! ભગવંત મહાવીરે જ્ઞાતાના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૫૮–૬૧
Mool Sutra Transliteration : [sutra] tae nam te satthavahadaraga puvvavaranhakalasamayamsi devadattae ganiyae saddhim thunamamdavao padinikkhamamti, padinikkhamitta hatthasamgellie subhumibhage ujjane bahusu aligharaesu ya kayaligharaesu ya lattagharaesu ya achchhanagharaesu ya pechchhanagharaesu ya pasahanagharaesu ya mohanagharaesu ya salagharaesu ya jalagharaesu ya kusumagharaesu ya ujjanasirim pachchanubbhavamana viharamti.
Sutra Meaning Transliteration : Sutra– 58. Tyarapachhi te sarthavaha putro divasana pachhala praharamam devadatta ganika sathe sthunamamdapathi nikalya. Hathamam hatha namkhine subhumibhagamam ghana aligriho, kadaligriho, latagriho, asanagriho, prekshanagriho, prasadhanagriho mohanagriho, salagriho, jalagriho ane kusumagrihomam udyanani shobhane anubhavata vichare chhe. Sutra– 59. Tyarapachhi te sarthavaha putro malukakachchhamam java nikalya. Tyare te vanamayurie temane avata joya, joine bhayabhita thai mota mota shabdothi kekarava karati karati malukakachchhathi bahara nikali, nikaline eka vrikshani dalie rahine te sarthavahaputra ane malukakachchhane animisha drishtie joti – joti rahi. Tyare te sarthavaha putroe ekabijane bolavine ama kahyum – devanupriya ! A vanamayuri apanane avata joine dari gai, stabdha thai, trasita – udvigna thaine bhagi gai. Mota – mota shabdothi avaja karati yavat apanane ane maluka kachchhane joti – joti rahi chhe, tethi anu koi karana hovu joie. Ema kahi te bamne maluka kachchhamam praveshya. Tyam pushta, paryayagata yavat be mayuri amda joine ekamekane bolavine ama kahyum – he devanupriya ! Apane mate shreyaskara chhe ke a vana mayuriamdakane apani jativamta kukadina imda sathe mukavie. Tenathi te jatimamta kukadio a imdane potana imdani sathe pamkhoni havathi samrakshana – samgopana karati vicharashe. Pachhi apanane a be krida karata mayuri – balaka prapta thashe. Ama vichari paraspara a arthane svikari, potapotana dasachetakane bolavine ama kahyum – he devanupriyo! Tame jao. A imdane laine apani jativamta kukadina imda sathe muko. Yavat teo muke chhe. Tyarapachhi te sarthavaha putro devadatta ganika sathe subhumibhaga udyanani shobha anubhavata vicharine te ja yanamam arudha thaine champanagari devadattana ghera gaya. Jaine tena gharamam praveshya, pachhi ganikane vipula jivitarha pritidana ape chhe. Apine satkari, sanmanine pachhi devadattana gherathi nikale chhe. Potana ghera ave chhe. Avine pota – potana karyamam samlagna thai gaya. Sutra– 60. Tyarapachhi je sagaradatta putra sarthavahadaraka hato, te bije divase yavat surya ugya pachhi, vanamayuri amdaka pase avyo. Pachhi te mayuri imdamam shamkita, kamkshita, vichikitsa samapanna, bheda samapanna, kalusha samapanna thai, vicharava lagyo ke a imdamamthi krida karava matenum mayuri balaka utpanna thashe ke nahim\? Te mayuri amdakane varamvara udvartana, parivartana, asarana, samsarana, chalita, spamdita, ghattita, kshobhita karava lagyo. Varamvara tene kana pase lai jai khakhadavava lagyo. Tyare te mayuri amdaka varamvara udvartana karata yavat nirjiva thai gayum. Tyare te sagaradatta putra sarthavaha daraka anya koi dine mayuri amdaka pase avyo, avine te mayuri amdakane nirjiva jue chhe. Joine aho ! A mayuri bachchu mare krida karava yogya na rahyum, ema vichari upahata manavalo thai yavat chimtagrasta thayo. E pramane he ayushyaman shramano ! Apana je sadhu – sadhvi, acharya – upadhyaya pase diksha lai pamcha mahavrata yavat chha jivanikayamam nirgrantha pravachanamam shamkita yavat kaleshayukta thaya chhe. Te a bhavamam ghana shramana yavat shravikathi hilana – nimda – khimsa – garha – parabhavane pame chhe, paralokamam pana ghano damda pame chhe yavat samsaramam bhame chhe. Sutra– 61. Tyare te jinadatta putra mayuri amdaka pase ave chhe, avine te mayuri amdakamam nihshamkita rahyo. Mara a imdamamthi krida karanara mayuri balaka avashya thashe, ema nishchaya kari, te mayuri amdakanum varamvara udvartana na karyum yavat khakhadavyu nahim. Tyare te mayuri amdaka udvartana na karavathi yavat na khakhadavavathi, te kale – te samaye imdu phutine mayuri bachchano janma thayo. Tyare te jinadattaputra te mayura bachchane jue chhe. Joine hrishta – tushta thai mayura poshakane bolavine ama kahyum – He devanupriya ! Tum a mayurabalakane aneka mayurane poshana yogya dravyothi anukrame samrakshana – samgopana – samvarddhana karo. Nrityakala shikhavo. Tyare te mayuraposhakoe jinadattaputrani a vata svikari. Te balamayurane grahana karyo, karine potana ghera avya. Avine te mayura balakane yavat nrityakala shikhavadi. Tyare te balamayura balyabhavane chhodine moto thayo, temam jnyananum parinamana thayum, yauvana pamyo, te morana lakshanathi yukta thayo. Manonmana pramanathi tatha pimchha – pamkho samuhayukta paripurna thayo. Ashcharyakari pimchha, chamdraka shataka ane nilakamthaka yukta, nritya karavana svabhavavalo, chapati vagadata aneka shata nritya ane kekarava karato hato. Tyare te mayuraposhakoe te bala mayurane, balabhavathi mukta thata yavat kekarava karato janine te mayurane jinadattaputra pase lai gaya. Tyare te jinadatta putra yavat mayurane joine hrishta – tushta thai, teone jivita yogya vipula pritidana dai yavat ravana karya. Tyare te mayura jinadatta putra vade chapati vagadata ja lamgula bhamga samana garadana namavato hato, tena sharire parasevo avato, vikharayela pimchhavali pamkhane sharirathi judi karato, te chamdraka adi yukta pimchhana samuhane umcho karato, semkado kekarava karato nritya karato hato. Tyare te jinadattaputra te mayurane champanagarina shrimgataka yavat margomam semkado, hajaro, lakhoni hodamam jaya pamato vichare chhe. He ayushyaman shramano ! A pramane apana je sadhu – sadhvi dikshita thaine pamcha mahavratomam, chha jivanikayomam, nirgrantha pravachanomam nihshamkita, nishkamkshita, nirvichikitsika rahe chhe, te a bhavamam ghana shramana, shramanimam mam – sanmana pamine yavat samsarano para pamashe. E pramane he jambu ! Bhagavamta mahavire jnyatana trija adhyayanano a artha kahyo chhe, tema hum kahum chhum. Sutra samdarbha– 58–61