Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104748
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-२ संघाट

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૨ સંઘાટ

Section : Translated Section :
Sutra Number : 48 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से पंथए दासचेडए देवदिन्नस्स दारगस्स बालग्गाही जाए, देवदिन्नं दारगं कडीए गेण्हइ, गेण्हित्ता बहूहिं डिंभएहिं य डिंभियाहि य दारएहि य दारियाहि य कुमारएहि य कुमारियाहि य सद्धिं संपरिवुडे अभिरमइ। तए णं सा भद्दा सत्थवाही अन्नया कयाइ देवदिन्नं दारयं ण्हायं कयबलिकम्मं कय-कोउय-मंगल-पायच्छित्तं सव्वा लंकारविभूसियं करेइ, करेत्ता पंथयस्स दासचेडगस्स हत्थयंसि दलयइ। तए णं से पंथए दासचेडए भद्दाए सत्थवाहीए हत्थाओ देवदिन्नं दारगं कडीए गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिनिक्खमइ, बहूहिं डिंभएहि य डिंभियाहि य दारएहि य दारियाहिं य कुमारएहि य कुमारियाहि य सद्धिं संपरिवुडे जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिन्नं दारगं एगंते ठावेइ, ठावेत्ता बहूहिं डिंभएहि य जाव कुमारियाहि य सद्धिं संपरिवुडे पमत्ते यावि विहरइ। इमं च णं विजए तक्करे रायगिहस्स नगरस्स बहूणि अइगमणाणि य निग्गमणाणि य? वाराणि य अववाराणि य तहेव जाव सुन्नघराणि य आभोएमाणे मग्गेमाणे गवेसमाणे जेणेव देवदिन्ने दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिन्नं दारगं सव्वालंकारविभूसियं पासइ, पासित्ता देवदिन्नस्स दारगस्स आभरणालंकारेसु मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे पंथयं दासचेडयं पमत्तं पासइ, पासित्ता दिसालोयं करेइ, करेत्ता देवदिन्नं दारगं गेण्हइ, गेण्हित्ता कक्खंसि अल्लियावेइ, अल्लियावेत्ता उत्तरिज्जेणं पिहेइ, पिहेत्ता सिग्घं तुरियं चवलं वेइयं रायगिहस्स नगरस्स अवद्दारेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव जिण्णुज्जाणे जेणेव भग्गकूवए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिन्नं दारयं जीवियाओ ववरोवेइ, ववरोवेत्ता आभरणालंकारं गेण्हइ, गेण्हित्ता देवदिन्नस्स दारगस्स सरीरं निप्पाणं निच्चेट्ठं जीवविप्पजढं भग्गकूवए पक्खिवइ, पक्खिवित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छयं अनुप्पविसइ, अनुप्पविसित्ता निच्चले निप्फंदे तुसिणीए दिवसं खवेमाणे चिट्ठइ।
Sutra Meaning : સૂત્ર– ૪૮. ત્યારે તે પંથક દાસચેટક દેવદત્ત બાળકનો બાલગ્રાહી થયો. દેવદત્ત બાળકને કેડે લઈને ઘણા બચ્ચા – બચ્ચી, બાલક – બાલિકા, કુમાર – કુમારી સાથે પરીવરીને રમણ કરે છે. ત્યારે તે ભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે સ્નાન કરેલ, બલિકર્મ કરેલ, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરેલ, દેવદત્ત બાળકને સર્વાલંકારથી વિભૂષિત કરી, પંથક દાસચેટકના હાથમાં સોંપ્યો. ત્યારે તે પંથક, ભદ્રા પાસેથી દેવદત્તને લઈને કેડથી ઊઠાવી, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ઘણા બચ્ચા યાવત્‌ કુમારિકાઓ સાથે પરીવરીને રાજમાર્ગે જાય છે. જઈને દેવદત્તને એકાંતમાં બેસાડી ઘણા બચ્ચા યાવત્‌ કુમારિકાઓ સાથે પરીવરીને પ્રમત્ત થઈને વિચરે છે. આ સમયે વિજયચોર રાજગૃહના ઘણા દ્વાર, અપદ્વારાદિને યાવત્‌ જોતો – માર્ગણા – ગવેષણા કરતો, દેવદત્ત બાળક પાસે જાય છે, તે બાળકને સર્વાલંકાર વિભૂષિત જુએ છે. ત્યારપછી દેવદત્ત બાળકના આભરણ, અલંકારોમાં મૂર્ચ્છિત, ગ્રથિત, ગૃદ્ધ, આસક્ત થઈ, પંથકને પ્રમત્ત જોઈને ચારે દિશામાં અવલોકન કરે છે. કરીને દેવદત્ત બાળકને લઈને કાંખમાં દબાવી દે છે, પછી ઉત્તરીય વડે ઢાંકી દે છે, ઢાંકીને શીઘ્ર – ત્વરિત – ચપળ – ઉતાવળે રાજગૃહ નગરના અપદ્વારેથી નીકળે છે. નીકળીને જિર્ણોદ્યાનના ભગ્ન કૂવા પાસે આવે છે, ત્યાં દેવદત્ત બાળકને મારી નાંખે છે. મારીને આભરણ અલંકાર લઈને, દેવદત્તના નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને તે ભગ્ન કૂવામાં ફેંકી દે છે. પછી માલુકા કચ્છે આવે છે. તેમાં પ્રવેશી નિશ્ચલ, નિસ્પંદ, મૌન રહી દિવસ પસાર કરતો રહે છે. સૂત્ર– ૪૯. ત્યારપછી તે પંથક દાસચેટક મુહૂર્ત્તાંતરમાં દેવદત્ત બાળકને રાખ્યો હતો, ત્યાં આવ્યો. આવીને બાળકને ત્યાં ન જોતા, રોતો – ક્રંદન કરતો – વિલાપ કરતો દેવદત્ત બાળકને ચોતરફ માર્ગણા – ગવેષણા કરે છે. પણ બાળકની ક્યાંય શ્રુતિ, છીંક, પ્રવૃત્તિ ન જણાતા પોતાને ઘેર, ધન્ય સાર્થવાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહે છે – હે સ્વામી ! મને ભદ્રા સાર્થવાહીએ સ્નાન કરેલ બાળક યાવત્‌ હાથમાં સોંપ્યો. પછી હું દેવદત્ત બાળકને કેડે લઈને ગયો યાવત્‌ માર્ગણા – ગવેષણા કરતા, તેને ન જોયો. હે સ્વામી ! દેવદત્તને કોઈ લઈ ગયુ, અપહરણ કર્યુ કે લલચાવી ગયુ, એ રીતે ધન્ય સાર્થવાહને પગે પડીને આ વાતનું નિવેદન કર્યું. ત્યારે તે ધન્ય સાર્થવાહે પંથક દાસચેટકની આ વાત સાંભળી, સમજી પુત્રના મહાશોકથી વ્યાકૂળ થઈ, કુહાડીથી કપાયેલ ચંપક વૃક્ષ માફક ધસ્‌ કરતો ધરણીતલે સર્વાંગથી પડી ગયો. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ મુહૂર્ત્તાંતર પછી આશ્વસ્ત થયા, તેના પ્રાણ જાણે પાછા આવ્યા, દેવદત્ત દારકની ચોતરફ માર્ગણા ગવેષણા કરે છે, પણ બાળકની ક્યાંય શ્રુતિ, ક્ષુતિ કે પ્રવૃત્તિ પ્રાપ્ત ન થતા પોતાના ઘેર પાછો આવે છે, આવીને મહાર્થ ભેટણું લઈને નગર રક્ષક પાસે આવ્યો. આવીને તે મહાર્થ ભેટણુ ધર્યુ, ધરીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રાનો આત્મજ દેવદત્ત બાળક અમને ઇષ્ટ યાવત્‌ ઉંબરપુષ્પવત્‌ તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન વિશે તો કહેવું જ શું ? ત્યારે ભદ્રાએ સ્નાન કરેલ દેવદત્તને સર્વાલંકાર વડે વિભૂષિત કરી પંથકના હાથમાં આપ્યો યાવત્‌ પંથકે પગે પડીને મને નિવેદન કર્યું. તો હે દેવાનુપ્રિય ! હું ઇચ્છુ છું કે દેવદત્ત બાળકની ચોતરફ માર્ગણા – ગવેષણા કરો. ત્યારે તે નગરરક્ષકે ધન્ય સાર્થવાહે આમ કહેતા બખ્તર તૈયાર કરી કસોથી બાંધ્યુ, ધનુષ પટ્ટ ઉપર પ્રત્યંચા ચઢાવી યાવત્‌ આયુધ – પ્રહરણ લીધા, ધન્ય સાથે રાજગૃહના ઘણા અતિગમન યાવત્‌ પાણીની પરબમાં માર્ગણા – ગવેષણા કરાતા રાજગૃહ નગરથી નીકળ્યા. પછી જિર્ણોદ્યાનના ભગ્નકૂવા પાસે આવ્યા, આવીને દેવદત્તનું નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને જોયું. જોઈને હા હા અરે અકાર્ય થયું, એમ કહીને દેવદત્તને ભગ્નકૂવાથી બહાર કાઢ્યો, કાઢીને ધન્ય સાર્થવાહના હાથમાં સોંપ્યો. સૂત્ર સંદર્ભ– ૪૮, ૪૯
Mool Sutra Transliteration : [sutra] tae nam se pamthae dasachedae devadinnassa daragassa balaggahi jae, devadinnam daragam kadie genhai, genhitta bahuhim dimbhaehim ya dimbhiyahi ya daraehi ya dariyahi ya kumaraehi ya kumariyahi ya saddhim samparivude abhiramai. Tae nam sa bhadda satthavahi annaya kayai devadinnam darayam nhayam kayabalikammam kaya-kouya-mamgala-payachchhittam savva lamkaravibhusiyam karei, karetta pamthayassa dasachedagassa hatthayamsi dalayai. Tae nam se pamthae dasachedae bhaddae satthavahie hatthao devadinnam daragam kadie genhai, genhitta sayao gihao padinikkhamai, bahuhim dimbhaehi ya dimbhiyahi ya daraehi ya dariyahim ya kumaraehi ya kumariyahi ya saddhim samparivude jeneva rayamagge teneva uvagachchhai, uvagachchhitta devadinnam daragam egamte thavei, thavetta bahuhim dimbhaehi ya java kumariyahi ya saddhim samparivude pamatte yavi viharai. Imam cha nam vijae takkare rayagihassa nagarassa bahuni aigamanani ya niggamanani ya? Varani ya avavarani ya taheva java sunnagharani ya abhoemane maggemane gavesamane jeneva devadinne darae teneva uvagachchhai, uvagachchhitta devadinnam daragam savvalamkaravibhusiyam pasai, pasitta devadinnassa daragassa abharanalamkaresu muchchhie gadhie giddhe ajjhovavanne pamthayam dasachedayam pamattam pasai, pasitta disaloyam karei, karetta devadinnam daragam genhai, genhitta kakkhamsi alliyavei, alliyavetta uttarijjenam pihei, pihetta siggham turiyam chavalam veiyam rayagihassa nagarassa avaddarenam niggachchhai, niggachchhitta jeneva jinnujjane jeneva bhaggakuvae teneva uvagachchhai, uvagachchhitta devadinnam darayam jiviyao vavarovei, vavarovetta abharanalamkaram genhai, genhitta devadinnassa daragassa sariram nippanam nichchettham jivavippajadham bhaggakuvae pakkhivai, pakkhivitta jeneva maluyakachchhae teneva uvagachchhai, uvagachchhitta maluyakachchhayam anuppavisai, anuppavisitta nichchale nipphamde tusinie divasam khavemane chitthai.
Sutra Meaning Transliteration : Sutra– 48. Tyare te pamthaka dasachetaka devadatta balakano balagrahi thayo. Devadatta balakane kede laine ghana bachcha – bachchi, balaka – balika, kumara – kumari sathe parivarine ramana kare chhe. Tyare te bhadra sarthavahi anya koi divase snana karela, balikarma karela, kautuka – mamgala – prayashchitta karela, devadatta balakane sarvalamkarathi vibhushita kari, pamthaka dasachetakana hathamam sompyo. Tyare te pamthaka, bhadra pasethi devadattane laine kedathi uthavi, potana gherathi nikalyo. Nikaline ghana bachcha yavat kumarikao sathe parivarine rajamarge jaya chhe. Jaine devadattane ekamtamam besadi ghana bachcha yavat kumarikao sathe parivarine pramatta thaine vichare chhe. A samaye vijayachora rajagrihana ghana dvara, apadvaradine yavat joto – margana – gaveshana karato, devadatta balaka pase jaya chhe, te balakane sarvalamkara vibhushita jue chhe. Tyarapachhi devadatta balakana abharana, alamkaromam murchchhita, grathita, griddha, asakta thai, pamthakane pramatta joine chare dishamam avalokana kare chhe. Karine devadatta balakane laine kamkhamam dabavi de chhe, pachhi uttariya vade dhamki de chhe, dhamkine shighra – tvarita – chapala – utavale rajagriha nagarana apadvarethi nikale chhe. Nikaline jirnodyanana bhagna kuva pase ave chhe, tyam devadatta balakane mari namkhe chhe. Marine abharana alamkara laine, devadattana nishprana, nishcheshta, nirjiva sharirane te bhagna kuvamam phemki de chhe. Pachhi maluka kachchhe ave chhe. Temam praveshi nishchala, nispamda, mauna rahi divasa pasara karato rahe chhe. Sutra– 49. Tyarapachhi te pamthaka dasachetaka muhurttamtaramam devadatta balakane rakhyo hato, tyam avyo. Avine balakane tyam na jota, roto – kramdana karato – vilapa karato devadatta balakane chotarapha margana – gaveshana kare chhe. Pana balakani kyamya shruti, chhimka, pravritti na janata potane ghera, dhanya sarthavaha pase ave chhe. Avine dhanya sarthavahane a pramane kahe chhe – He svami ! Mane bhadra sarthavahie snana karela balaka yavat hathamam sompyo. Pachhi hum devadatta balakane kede laine gayo yavat margana – gaveshana karata, tene na joyo. He svami ! Devadattane koi lai gayu, apaharana karyu ke lalachavi gayu, e rite dhanya sarthavahane page padine a vatanum nivedana karyum. Tyare te dhanya sarthavahe pamthaka dasachetakani a vata sambhali, samaji putrana mahashokathi vyakula thai, kuhadithi kapayela champaka vriksha maphaka dhas karato dharanitale sarvamgathi padi gayo. Tyarapachhi te dhanya sarthavaha muhurttamtara pachhi ashvasta thaya, tena prana jane pachha avya, devadatta darakani chotarapha margana gaveshana kare chhe, pana balakani kyamya shruti, kshuti ke pravritti prapta na thata potana ghera pachho ave chhe, avine mahartha bhetanum laine nagara rakshaka pase avyo. Avine te mahartha bhetanu dharyu, dharine ama kahyum – He devanupriya ! Maro putra ane bhadrano atmaja devadatta balaka amane ishta yavat umbarapushpavat tenum nama shravana pana durlabha chhe, to darshana vishe to kahevum ja shum\? Tyare bhadrae snana karela devadattane sarvalamkara vade vibhushita kari pamthakana hathamam apyo yavat pamthake page padine mane nivedana karyum. To he devanupriya ! Hum ichchhu chhum ke devadatta balakani chotarapha margana – gaveshana karo. Tyare te nagararakshake dhanya sarthavahe ama kaheta bakhtara taiyara kari kasothi bamdhyu, dhanusha patta upara pratyamcha chadhavi yavat ayudha – praharana lidha, dhanya sathe rajagrihana ghana atigamana yavat panini parabamam margana – gaveshana karata rajagriha nagarathi nikalya. Pachhi jirnodyanana bhagnakuva pase avya, avine devadattanum nishprana, nishcheshta, nirjiva sharirane joyum. Joine ha ha are akarya thayum, ema kahine devadattane bhagnakuvathi bahara kadhyo, kadhine dhanya sarthavahana hathamam sompyo. Sutra samdarbha– 48, 49