Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104735
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१ उत्क्षिप्तज्ञान

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧ ઉત્ક્ષિપ્તજ્ઞાન

Section : Translated Section :
Sutra Number : 35 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से मेहे कुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–आलित्ते णं भंते! लोए, पलित्ते णं भंते! लोए, आलित्त पलित्ते णं भंते! लोए जराए मरणेण य। से जहानामए केइ गाहावई अगारंसि ज्झियायमाणंसि जे तत्थ भंडे भवइ अप्पभारे मोल्लगरुए तं गहाय आयाए एगंतं अवक्कमइ–एस मे नित्थारिए समाणे पच्छा पुरा य लोए हियाए सुहाए खमाए निस्सेसाए आणुगामियत्ताए भविस्सइ। एवामेव मम वि एगे आयाभंडे इट्ठे कंते पिए मणुण्णे मणामे। एस मे नित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ। तं इच्छामि णं देवानुप्पिएहिं सयमेव पव्वावियं सयमेव मुंडावियं सयमेव सेहावियं सयमेव सिक्खावियं सयमेव नायाधम्मकहाओ-गोयर-विनय-वेणइय-चरण-करण-जायामायावत्तियं धम्ममाइक्खियं। तए णं समणे भगवं महावीरं मेहं कुमारं सयमेव पव्वावेइ सयमेव मुंडावेइ सयमेव सेहावेइ सयमेव सिक्खावेइ सयमेव नायाधम्मकहाओ-गोयर-विनय-वेनइय-चरण-करण-जायामायावत्तियं धम्ममाइक्खइ–एवं देवानुप्पिया! गंतव्वं, एवं चिट्ठियव्वं, एवं निसीयव्वं, एवं तुयट्टियव्वं, एवं भुंजियव्वं, एवं भासियव्वं, एवं उट्ठाए उट्ठाय पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमि-यव्वं, अस्सिं च णं अट्ठे नो पमाएयव्वं। तए णं से मेहे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए इमं एयारूवं धम्मियं उवएसं सम्मं पडिवज्जइ–तमाणाए तह गच्छइ, तह चिट्ठइ, तह निसीयइ तह तुयट्टइ, तह भुंजइ, तह भासइ, तह० उट्ठाए उट्ठाय पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमइ।
Sutra Meaning : સૂત્ર– ૩૫. ત્યારે તે મેઘકુમારે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો, કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણ કરે છે, વંદન – નમસ્કાર કરે છે, કરીને આમ કહ્યું – ભગવન્‌ ! આ લોક જરા – મરણથી આદીપ્ત છે, પ્રદીપ્ત છે, આદીપ્ત – પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ, પોતાનું ઘર બળી જાય ત્યારે તે ઘરમાં રહેલ અલ્પ ભારવાળી, પણ બહુમૂલ્ય હોય છે, તેને ગ્રહણ કરીને સ્વયં એકાંતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કે બચાવેલ આ પદાર્થ, મારે માટે પૂર્વે કે પછી હિત – સુખ – ક્ષેમ – નિઃશ્રેયસ – આનુગામિકતા માટે થશે. એ જ પ્રમાણે મારો પણ આ એક આત્મારૂપી ભાંડ છે, જે મને ઇષ્ટ – કાંત – પ્રિય – મનોજ્ઞ – મણામ છે, આ આત્માને હું બચાવી લઈશ, તે મને સંસાર ઉચ્છેદકર થશે. તેથી હું ઇચ્છું છું કે હે દેવાનુપ્રિય! આપ પોતે જ મને પ્રવ્રજિત કરો, મુંડિત કરો, શીખવો, શિક્ષિત કરો. આપ જ આચાર – ગોચર – વિનય – વૈનયિક – ચરણ – કરણ – યાત્રા – માત્રા પ્રત્યયિક ધર્મ કહો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, મેઘકુમારને સ્વયં જ દીક્ષા આપે છે, આચાર શીખવ્યો યાવત્‌ ધર્મ કહે છે – હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું, આ રીતે ઊભવું, આ રીતે બેસવું, આ રીતે પડખા બદલવા, આ રીતે આહાર કરવો, આ રીતે બોલવુ, આ રીતે ઉત્થાનથી ઊઠીને પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, આ વિષયમાં પ્રમાદ ન કરવો... ત્યારે તે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સાંભળી, સારી રીતે સ્વીકાર્યો, તે આજ્ઞા મુજબ ચાલે છે, ઊભે છે યાવત્‌ ઉત્થાનથી ઊઠીને પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વોની યતના કરવી – સંયમ પાળવો. સૂત્ર– ૩૬. જે દિવસે મેઘકુમાર મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારિક પ્રવ્રજ્યા લીધી, તે દિવસના સંધ્યાકાળે રાત્નિક ક્રમ(દીક્ષા પર્યાય)થી શ્રમણ – નિર્ગ્રન્થોના શય્યા – સંસ્તારકોના વિભાજન કરતા મેઘકુમારનો શય્યા – સંથારો બારણા પાસે આવ્યો, ત્યારે તે શ્રમણ – નિર્ગ્રન્થો રાત્રિના પહેલા – છેલ્લા કાળ સમયમાં વાંચના, પૃચ્છના, પરાવર્તના, ધર્માનુયોગ ચિંતન માટે, ઉચ્ચાર અને પ્રસ્રવણને માટે આવતા – જતા હતા. તેમાંથી કેટલાક શ્રમણો મેઘકુમારને હાથ વડે સંઘટ્ટે છે, એ રીતે કોઈના પગની મસ્તક સાથે, કોઈના પગની પેટ સાથે ટક્કર થઈ. કેટલાક ઓળંગીને, કેટલાક વધુ વખત ઓળંગીને ગયા, કોઈએ પોતાના પગની રજથી તેને ભરી દીધો. આ રીતે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણમાત્ર પણ આંખ મીંચી ન શક્યો – ઊંઘી ન શક્યો. ત્યારે તે મેઘકુમારને આવા પ્રકારનો આધ્યાત્મિક યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો – હું શ્રેણિક રાજાનો પુત્ર – ધારિણી દેવીનો આત્મજ ‘મેઘ’ યાવત્‌ જેનું નામ શ્રવણ દુર્લભ હતું, ત્યારે જ્યારે હું ઘર મધ્યે રહેતો હતો, ત્યારે આ શ્રમણ નિર્ગ્રન્થો મારો આદર કરતા હતા, જાણતા હતા, સત્કાર – સન્માન કરતા હતા, પદાર્થોના હેતુ – પ્રશ્નો – કારણો – ઉત્તરો વારંવાર કહેતા હતા. ઇષ્ટ અને કાંત વાણીથી આલાપ – સંલાપ કરતા હતા. પણ જ્યારથી હું મુંડિત થઈ, ઘરથી નીકળી પ્રવ્રજિત થયો છું, ત્યારથી આ શ્રમણો મારો આદર યાવત્‌ સંલાપ કરતા નથી. ઊલટાના આ શ્રમણ – નિર્ગ્રન્થો, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે વાંચના, પૃચ્છનાદિ માટે આવતા – જતા મારા સંથારાને ઉલ્લંઘે છે યાવત્‌ લાંબી રાતમાં હું આંખ પણ મીંચી શક્યો નથી, તો મારે માટે શ્રેયસ્કર છે કે મારે કાલે રાત્રિનું પ્રભાત થતા યાવત્‌ સૂર્ય તેજથી દીપ્ત થતા, શ્રમણ ભગવંત મહાવીરને પૂછીને પાછો ઘેર જઈશ. આમ વિચારે છે, વિચારીને આર્તધ્યાન કારણે દુઃખથી પીડિત અને વિકલ્પયુક્ત માનસ પામીને મેઘકુમારને તે રાત્રિ નરક માફક વ્યતીત થઈ. રાત્રિ વ્યતીત કરીને પ્રભાત થતા, સૂર્ય યાવત્‌ તેજથી દીપ્ત થતા, ‘મેઘ’ ભગવંત પાસે આવ્યા, આવીને પ્રદક્ષિણા કરી, વાંદી – નમી, સેવે છે. સૂત્ર સંદર્ભ– ૩૫, ૩૬
Mool Sutra Transliteration : [sutra] tae nam se mehe kumare sayameva pamchamutthiyam loyam karei, karetta jenameva samane bhagavam mahavire tenameva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram tikkhutto ayahina-payahinam karei, karetta vamdai namamsai, vamditta namamsitta evam vayasi–alitte nam bhamte! Loe, palitte nam bhamte! Loe, alitta palitte nam bhamte! Loe jarae maranena ya. Se jahanamae kei gahavai agaramsi jjhiyayamanamsi je tattha bhamde bhavai appabhare mollagarue tam gahaya ayae egamtam avakkamai–esa me nittharie samane pachchha pura ya loe hiyae suhae khamae nissesae anugamiyattae bhavissai. Evameva mama vi ege ayabhamde itthe kamte pie manunne maname. Esa me nittharie samane samsaravochchheyakare bhavissai. Tam ichchhami nam devanuppiehim sayameva pavvaviyam sayameva mumdaviyam sayameva sehaviyam sayameva sikkhaviyam sayameva nayadhammakahao-goyara-vinaya-venaiya-charana-karana-jayamayavattiyam dhammamaikkhiyam. Tae nam samane bhagavam mahaviram meham kumaram sayameva pavvavei sayameva mumdavei sayameva sehavei sayameva sikkhavei sayameva nayadhammakahao-goyara-vinaya-venaiya-charana-karana-jayamayavattiyam dhammamaikkhai–evam devanuppiya! Gamtavvam, evam chitthiyavvam, evam nisiyavvam, evam tuyattiyavvam, evam bhumjiyavvam, evam bhasiyavvam, evam utthae utthaya panehim bhuehim jivehim sattehim samjamenam samjami-yavvam, assim cha nam atthe no pamaeyavvam. Tae nam se mehe kumare samanassa bhagavao mahavirassa amtie imam eyaruvam dhammiyam uvaesam sammam padivajjai–tamanae taha gachchhai, taha chitthai, taha nisiyai taha tuyattai, taha bhumjai, taha bhasai, taha0 utthae utthaya panehim bhuehim jivehim sattehim samjamenam samjamai.
Sutra Meaning Transliteration : Sutra– 35. Tyare te meghakumare svayam ja pamchamushtika locha karyo, karine shramana bhagavamta mahavira pase ave chhe. Avine bhagavamtane trana vakhata adakshina pradakshina kare chhe, vamdana – namaskara kare chhe, karine ama kahyum – Bhagavan ! A loka jara – maranathi adipta chhe, pradipta chhe, adipta – pradipta chhe. Jema koi gathapati, potanum ghara bali jaya tyare te gharamam rahela alpa bharavali, pana bahumulya hoya chhe, tene grahana karine svayam ekamtamam chalyo jaya chhe. Te vichare chhe ke bachavela a padartha, mare mate purve ke pachhi hita – sukha – kshema – nihshreyasa – anugamikata mate thashe. E ja pramane maro pana a eka atmarupi bhamda chhe, je mane ishta – kamta – priya – manojnya – manama chhe, a atmane hum bachavi laisha, te mane samsara uchchhedakara thashe. Tethi hum ichchhum chhum ke he devanupriya! Apa pote ja mane pravrajita karo, mumdita karo, shikhavo, shikshita karo. Apa ja achara – gochara – vinaya – vainayika – charana – karana – yatra – matra pratyayika dharma kaho. Tyare shramana bhagavamta mahavira, meghakumarane svayam ja diksha ape chhe, achara shikhavyo yavat dharma kahe chhe – he devanupriya ! A rite chalavum, a rite ubhavum, a rite besavum, a rite padakha badalava, a rite ahara karavo, a rite bolavu, a rite utthanathi uthine prana – bhuta – jiva – sattvani raksha karine samyamanum palana karavum, a vishayamam pramada na karavo... Tyare te meghakumare shramana bhagavamta mahavirani pase a ava prakarano dharmika upadesha sambhali, sari rite svikaryo, te ajnya mujaba chale chhe, ubhe chhe yavat utthanathi uthine prana – bhuta – jiva – sattvoni yatana karavi – samyama palavo. Sutra– 36. Je divase meghakumara mumda thaine, gharathi nikaline anagarika pravrajya lidhi, te divasana samdhyakale ratnika krama(diksha paryaya)thi shramana – nirgranthona shayya – samstarakona vibhajana karata meghakumarano shayya – samtharo barana pase avyo, tyare te shramana – nirgrantho ratrina pahela – chhella kala samayamam vamchana, prichchhana, paravartana, dharmanuyoga chimtana mate, uchchara ane prasravanane mate avata – jata hata. Temamthi ketalaka shramano meghakumarane hatha vade samghatte chhe, e rite koina pagani mastaka sathe, koina pagani peta sathe takkara thai. Ketalaka olamgine, ketalaka vadhu vakhata olamgine gaya, koie potana pagani rajathi tene bhari didho. A rite lambi ratrimam meghakumara kshanamatra pana amkha mimchi na shakyo – umghi na shakyo. Tyare te meghakumarane ava prakarano adhyatmika yavat samkalpa utpanna thayo – hum shrenika rajano putra – dharini devino atmaja ‘megha’ yavat jenum nama shravana durlabha hatum, tyare jyare hum ghara madhye raheto hato, tyare a shramana nirgrantho maro adara karata hata, janata hata, satkara – sanmana karata hata, padarthona hetu – prashno – karano – uttaro varamvara kaheta hata. Ishta ane kamta vanithi alapa – samlapa karata hata. Pana jyarathi hum mumdita thai, gharathi nikali pravrajita thayo chhum, tyarathi a shramano maro adara yavat samlapa karata nathi. Ulatana a shramana – nirgrantho, paheli ane chhelli ratrina samaye vamchana, prichchhanadi mate avata – jata mara samtharane ullamghe chhe yavat lambi ratamam hum amkha pana mimchi shakyo nathi, to mare mate shreyaskara chhe ke mare kale ratrinum prabhata thata yavat surya tejathi dipta thata, shramana bhagavamta mahavirane puchhine pachho ghera jaisha. Ama vichare chhe, vicharine artadhyana karane duhkhathi pidita ane vikalpayukta manasa pamine meghakumarane te ratri naraka maphaka vyatita thai. Ratri vyatita karine prabhata thata, surya yavat tejathi dipta thata, ‘megha’ bhagavamta pase avya, avine pradakshina kari, vamdi – nami, seve chhe. Sutra samdarbha– 35, 36