Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103966 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-९ |
Translated Chapter : |
શતક-૯ |
Section : | उद्देशक-३३ कुंडग्राम | Translated Section : | ઉદ્દેશક-૩૩ કુંડગ્રામ |
Sutra Number : | 466 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से जमाली अनगारे अन्नया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स एयमट्ठं नो आढाइ, नो परिजाणइ, तुसिणीए संचिट्ठइ। तए णं से जमाली अनगारे समणं भगवं महावीरं दोच्चं पि तच्चं पि एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स दोच्चं पि, तच्चं पि एयमट्ठं नो आढाइ, नो परिजाणइ, तुसिणीए संचिट्ठइ। तए णं से जमाली अनगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं सावत्थी नामं नयरी होत्था–वण्णओ, कोट्ठए चेइए–वण्णओ जाव वणसंडस्स। तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था–वण्णओ। पुण्णभद्दे चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तए णं से जमाली अनगारे अन्नया कयाइ पंचहिं अनगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वानुपुव्विं चरमाणे गामाणु-ग्गामं दुइज्जमाणे जेणेव सावत्थी नयरी जेणेव कोट्ठए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं समणे भगवं महावीरे अन्नया कयाइ पुव्वानुपुव्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव चंपा नयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं तस्स जमालिस्स अनगारस्स तेहिं अरसेहि य, विरसेहि य अंतेहि य, पंतेहि य, लूहेहि य, तुच्छेहि य, कालाइक्कंतेहि य, पमाणाइक्कंतेहि य पाणभोयणेहिं अन्नया कयाइ सरीरगंसि विउले रोगातंके पाउब्भूए–उज्जले विउले पगाढे कक्कसे कडुए चंडे दुक्खे दुग्गे तिव्वे दुरहियासे। पित्तज्जरपरिगतसरीरे, दाहवक्कंतिए या वि विहरइ। तए णं से जमाली अनगारे वेयणाए अभिभूए समाणे समणे निग्गंथे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–तुब्भे णं देवानुप्पिया! मम सेज्जा-संथारगं संथरह। तए णं ते समणा निग्गंथा जमालिस्स अनगारस्स एतमट्ठं विनएणं पडिसुणेंति, पडिसुणेत्ता जमालिस्स अनगार-स्स सेज्जा-संथारगं संथरंति। तए णं से जमाली अनगारे बलियतरं वेदनाए अभिभूए समाणे दोच्चं पि समणे निग्गंथे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–ममं णं देवानुप्पिया! सेज्जासंथारए किं कडे? कज्जइ? तते णं ते समणा निग्गंथा जमालिं अनगारं एवं वयासी–नो खलु देवानुप्पियाणं सेज्जा-संथारए कडे, कज्जइ। तए णं तस्स जमालिस्स अनगारस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–जण्णं समणे भगवं महावीरे एवमाइक्खइ जाव एवं परूवेइ–एवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए, वेदिज्जमाणे वेदिए पहिज्जमाणे पहीने, छिज्जमाणे छिण्णे, भिज्जमाणे भिण्णे, दज्झमाणे दड्ढे, मिज्जमाणे मए, निज्जरिज्जमाणे निज्जिण्णे, तण्णं मिच्छा। इमं च णं पच्चक्खमेव दीसइ सेज्जा-संथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। जम्हा णं सेज्जा-संथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। तम्हा चलमाणे वि अचलिए जाव निज्जरिज्जमाणे वि अनिज्जिण्णे–एवं संपेहेइ, संपेहेत्ता समणे निग्गंथे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–जण्णं देवानुप्पिया! समणे भगवं महावीरे एवमाइक्खइ जाव परूवेइ–एवं खलु चलमाणे चलिए जाव निज्जरिज्जमाणे निज्जिण्णे, तण्णं मिच्छा। इमं च णं पच्चक्खमेव दीसइ सेज्जा-संथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। जम्हा णं सेज्जा-संथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। तम्हा चलमाणे वि अचलिए जाव निज्जरिज्जमाणे वि अनिज्जिण्णे। तए णं तस्स जमालिस्स अनगारस्स एवमाइक्खमाणस्स जाव परूवेमाणस्स अत्थेगतिया समणा निग्गंथा एयमट्ठं सद्दहंति पत्तियंति रोयंति, अत्थेगतिया समणा निग्गंथा एयमट्ठं नो सद्दहंति नो पत्तियंति नो रोयंति। तत्थ णं जे ते समणा निग्गंथा जमालिस्स अनगारस्स एयमट्ठं सद्दहंति पत्तियंति रोयंति, ते णं जमालिं चेव अनगारं उवसंपज्जित्ता णं विहरंति। तत्थ णं जे ते समणा निग्गंथा जमालिस्स अनगारस्स एयमट्ठं नो सद्दहंति नो पत्तियंति नो रोयंति, ते णं जमालिस्स अनगारस्स अंतियाओ कोट्ठगाओ चेइयाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता पुव्वानुपुव्विं चरमाणा गामाणुग्गामं दूइज्जमाणा जेणेव चंपा नयरी, जेणेव पुण्णभद्दे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करेत्ता वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता समणं भगवं महावीरं उवसंपज्जित्ता णं विहरंति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૬૬. ત્યારપછી કોઈ દિવસે જમાલિ અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવન્ મહાવીરને વંદન – નમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઇચ્છુ છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, જમાલિ અણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા. ત્યારે તે જમાલિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! હું આપની અનુજ્ઞા પામીને ૫૦૦ અણગાર સાથે યાવત્ વિચરવા ઇચ્છુ છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, જમાલિ અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર સાંભળીને પણ આદર ન કર્યો, સ્વીકાર ન કયો અને મૌન રહ્યા. ત્યારે તે જમાલિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યુ, નમન કર્યુ. વંદન – નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરવા લાગ્યા. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. તેમાં એક વનખંડ હતો. (અહી નગરી, ચૈત્ય, વનખાંડનું વર્ણન ઉવાવાઈ સૂત્ર અનુસાર જાણવું). તે કાળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. (અહી નગરી, ચૈત્ય, વનખાંડનું વર્ણન ઉવાવાઈ સૂત્ર અનુસાર જાણવું). ત્યારે તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે ૫૦૦ અણગારો સાથે સંપરિવૃત્ત થઈને, પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ, અવગ્રહે છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ સુખે સુખે વિહાર કરતા જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં આવે છે, ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સંયમ, તપથી આત્માને ભાવતા રહે છે. ત્યારે તે જમાલિ અણગારને તેવા અરસ, વિરસ, અંત, પ્રાંત, રૂક્ષ, તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત, શીત પાન – ભોજન વડે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ રોગાંતક પ્રાદુર્ભાવ પામ્યો. તે રાગ ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ, તીવ્ર અને દુઃસહ હતો. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત હોવાથી દાહજ્વર વાળુ થયુ. ત્યારે તે જમાલિ અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિર્ગ્રન્થોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયો! તમે મારા માટે શય્યા – સંસ્તારક પાથરો. તૈયાર કરો.. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થોએ જમાલિ અણગારના આ કથનને વિનય વડે સ્વીકાર્યુ, સ્વીકારીને જમાલિ અણગારનો શય્યા – સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલિ અણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિર્ગ્રન્થોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! મારે માટે શય્યા – સંસ્તારક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો? આ પ્રમાણે તેમને. કહેતા જાણીને, શ્રમણ નિર્ગ્રન્થોએ કહ્યું – સ્વામી! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું – આપ દેવાનુપ્રિયને માટે શય્યા – સંસ્તારક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે. ત્યારે તે જમાલિ અણગારને આ વાત સાંભળીને. આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો કે – જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે યાવત્ આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું – ચાલ્યું, ઉદીરાતુ – ઉદીરાયુ, યાવત્ નિર્જરાતુ – નિર્જર્યુ, તે ખોટું છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંસ્તાર કરાતો હોય ત્યારે અકૃત છે, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યા સંસ્તારક કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત યાવત્ નિર્જરતુ એવું અનિર્જરિત છે. આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ – નિર્ગ્રન્થોને બોલાવે છે, શ્રમણ – નિર્ગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે – ચાલતું ચાલ્યું યાવત્ નિર્જરતું ન નિર્જર્યુ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલિ અણગારે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા, કેટલાક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ કરી, કેટલાક શ્રમણોએ આ અર્થની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ ન કરી. પછી જે શ્રમણોએ જમાલિ અણગાર ના આ કથનનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલિ અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. તેમાં જેઓએ જમાલિ અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલિ અણગાર પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન – નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. સૂત્ર– ૪૬૭. ત્યારપછી તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે રોગાંતકથી વિમુક્ત થયા, હૃષ્ટ – તુષ્ટ યાવત્ અરોગી અને બળવાન શરીરી થઈ, શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂર્ણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર – ન નિકટ રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું – જે પ્રમાણે આપ દેવાનુપ્રિયના ઘણા શિષ્યો – શ્રમણ નિર્ગ્રન્થો છદ્મસ્થ રહીને છદ્મસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું છદ્મસ્થ રહીને છદ્મસ્થ અવસ્થામાં વિચરણ કરતા આવ્યો નથી. પરંતુ હું ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચરણ કરતા આવ્યો છું. ત્યારે ગૌતમસ્વામીએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન – દર્શન પર્વત, સ્તંભ, સ્તુભાદિથી આવરાતુ નથી, રોકી શકાતુ નથી. હે જમાલિ! જો તું ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. હે જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત ? હે જમાલિ! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે ? ત્યારે તે જમાલિ અણગાર, ગૌતમસ્વામીએ આમ પૂછ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવત્ ક્લેશયુક્ત પરિણામી યાવત્ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઊભો રહ્યો. જમાલિ, એમ સંબોધન કરી, શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું – મારા ઘણા શિષ્યો – શ્રમણ નિર્ગ્રન્થો છદ્મસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે કે – હું ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચરણ કરતા આવ્યો છું. જમાલિ! લોક શાશ્વત છે, કેમ કે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. હે જમાલિ! લોક અશાશ્વત પણ. છે. કેમ કે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે. હે જમાલિ! જીવ શાશ્વત છે. કેમ કે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે – હે જમાલિ! જીવ અશાશ્વત પણ. છે – કેમ કે તે નૈરયિક થઈને તિર્યંચયોનિક થાય છે, તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે. ત્યારે તે જમાલિ અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રૂચિ નથી કરતા. આ કથનની અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અરૂચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણા અસદ્ ભાવને પ્રગટ કરીને મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, પરને અને તદુભયને વ્યુદ્ગ્રાહિત કરતા, મિથ્યાજ્ઞાન યુક્ત કરતા ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને, છેલ્લે અર્ધમાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં ૧૩ – સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયા. સૂત્ર સંદર્ભ– ૪૬૬, ૪૬૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se jamali anagare annaya kayai jeneva samane bhagavam mahavire teneva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta evam vayasi–ichchhami nam bhamte! Tubbhehim abbhanunnae samane pamchahim anagarasaehim saddhim bahiya janavayaviharam viharittae. Tae nam samane bhagavam mahavire jamalissa anagarassa eyamattham no adhai, no parijanai, tusinie samchitthai. Tae nam se jamali anagare samanam bhagavam mahaviram dochcham pi tachcham pi evam vayasi–ichchhami nam bhamte! Tubbhehim abbhanunnae samane pamchahim anagarasaehim saddhim bahiya janavayaviharam viharittae. Tae nam samane bhagavam mahavire jamalissa anagarassa dochcham pi, tachcham pi eyamattham no adhai, no parijanai, tusinie samchitthai. Tae nam se jamali anagare samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta samanassa bhagavao mahavirassa amtiyao bahusalao cheiyao padinikkhamai, padinikkhamitta pamchahim anagarasaehim saddhim bahiya janavayaviharam viharai. Tenam kalenam tenam samaenam savatthi namam nayari hottha–vannao, kotthae cheie–vannao java vanasamdassa. Tenam kalenam tenam samaenam champa namam nayari hottha–vannao. Punnabhadde cheie–vannao java pudhavisilapattao. Tae nam se jamali anagare annaya kayai pamchahim anagarasaehim saddhim samparivude puvvanupuvvim charamane gamanu-ggamam duijjamane jeneva savatthi nayari jeneva kotthae cheie teneva uvagachchhai, uvagachchhitta ahapadiruvam oggaham oginhai, oginhitta samjamenam tavasa appanam bhavemane viharai. Tae nam samane bhagavam mahavire annaya kayai puvvanupuvvim charamane gamanuggamam duijjamane suhamsuhenam viharamane jeneva champa nayari jeneva punnabhadde cheie teneva uvagachchhai, uvagachchhitta ahapadiruvam oggaham oginhai, oginhitta samjamenam tavasa appanam bhavemane viharai. Tae nam tassa jamalissa anagarassa tehim arasehi ya, virasehi ya amtehi ya, pamtehi ya, luhehi ya, tuchchhehi ya, kalaikkamtehi ya, pamanaikkamtehi ya panabhoyanehim annaya kayai sariragamsi viule rogatamke paubbhue–ujjale viule pagadhe kakkase kadue chamde dukkhe dugge tivve durahiyase. Pittajjaraparigatasarire, dahavakkamtie ya vi viharai. Tae nam se jamali anagare veyanae abhibhue samane samane niggamthe saddavei, saddavetta evam vayasi–tubbhe nam devanuppiya! Mama sejja-samtharagam samtharaha. Tae nam te samana niggamtha jamalissa anagarassa etamattham vinaenam padisunemti, padisunetta jamalissa anagara-ssa sejja-samtharagam samtharamti. Tae nam se jamali anagare baliyataram vedanae abhibhue samane dochcham pi samane niggamthe saddavei, saddavetta evam vayasi–mamam nam devanuppiya! Sejjasamtharae kim kade? Kajjai? Tate nam te samana niggamtha jamalim anagaram evam vayasi–no khalu devanuppiyanam sejja-samtharae kade, kajjai. Tae nam tassa jamalissa anagarassa ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–jannam samane bhagavam mahavire evamaikkhai java evam paruvei–evam khalu chalamane chalie, udirijjamane udirie, vedijjamane vedie pahijjamane pahine, chhijjamane chhinne, bhijjamane bhinne, dajjhamane daddhe, mijjamane mae, nijjarijjamane nijjinne, tannam michchha. Imam cha nam pachchakkhameva disai sejja-samtharae kajjamane akade, samtharijjamane asamtharie. Jamha nam sejja-samtharae kajjamane akade, samtharijjamane asamtharie. Tamha chalamane vi achalie java nijjarijjamane vi anijjinne–evam sampehei, sampehetta samane niggamthe saddavei, saddavetta evam vayasi–jannam devanuppiya! Samane bhagavam mahavire evamaikkhai java paruvei–evam khalu chalamane chalie java nijjarijjamane nijjinne, tannam michchha. Imam cha nam pachchakkhameva disai sejja-samtharae kajjamane akade, samtharijjamane asamtharie. Jamha nam sejja-samtharae kajjamane akade, samtharijjamane asamtharie. Tamha chalamane vi achalie java nijjarijjamane vi anijjinne. Tae nam tassa jamalissa anagarassa evamaikkhamanassa java paruvemanassa atthegatiya samana niggamtha eyamattham saddahamti pattiyamti royamti, atthegatiya samana niggamtha eyamattham no saddahamti no pattiyamti no royamti. Tattha nam je te samana niggamtha jamalissa anagarassa eyamattham saddahamti pattiyamti royamti, te nam jamalim cheva anagaram uvasampajjitta nam viharamti. Tattha nam je te samana niggamtha jamalissa anagarassa eyamattham no saddahamti no pattiyamti no royamti, te nam jamalissa anagarassa amtiyao kotthagao cheiyao padinikkhamamti, padinikkhamitta puvvanupuvvim charamana gamanuggamam duijjamana jeneva champa nayari, jeneva punnabhadde cheie, jeneva samane bhagavam mahavire teneva uvagachchhamti, uvagachchhitta samanam bhagavam mahaviram tikkhutto ayahina-payahinam karemti, karetta vamdamti namamsamti, vamditta namamsitta samanam bhagavam mahaviram uvasampajjitta nam viharamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 466. Tyarapachhi koi divase jamali anagara jyam shramana bhagavamta mahavira hata, tyam ave chhe, tyam avine shramana bhagavan mahavirane vamdana – namaskara kare chhe, karine a pramane kahyum – He bhagavan ! Apani anujnya pamine hum 500 anagaro sathe baharana janapada viharamam vicharava ichchhu chhum. Tyare shramana bhagavamta mahavire, jamali anagarani a vatano adara na karyo, svikara na karyo ane mauna rahya. Tyare te jamali anagare shramana bhagavamta mahavirane be vakhata, trana vakhata a pramane kahyum – he bhagavan ! Hum apani anujnya pamine 500 anagara sathe yavat vicharava ichchhu chhum. Tyare shramana bhagavamta mahavire, jamali anagarana a kathanane biji vara, triji vara sambhaline pana adara na karyo, svikara na kayo ane mauna rahya. Tyare te jamali anagara shramana bhagavamta mahavirane vamdana karyu, namana karyu. Vamdana – namana karine shramana bhagavamta mahavira pasethi, bahushala chaityathi nikalya, nikaline 500 anagaroni sathe baharana janapada viharathi vicharava lagya. Te kale, te samaye shravasti name nagari hati. Koshthaka chaitya hatum. Temam eka vanakhamda hato. (ahi nagari, chaitya, vanakhamdanum varnana uvavai sutra anusara janavum). Te kale ane te samaye champa namaka nagari hati. Tyam purnabhadra name chaitya hatum yavat prithvishilapattaka hato. (ahi nagari, chaitya, vanakhamdanum varnana uvavai sutra anusara janavum). Tyare te jamali anagara anya koi divase 500 anagaro sathe samparivritta thaine, purvanupurvi vicharata, gramanugrama vihara karata, jyam shravasti nagari hati, jyam koshthaka chaitya hatum, tyam avya. Tyam avine yathapratirupa avagraha, avagrahe chhe. Avagraha avagrahine samyama ane tapa vade atmane bhavita karata vichare chhe. Tyare shramana bhagavamta mahavira anyada koi divase purvanupurvi vicharata yavat sukhe sukhe vihara karata jyam champanagari hati, jyam purnabhadra chaitya hatum, tyam ave chhe, tyam avine yathapratirupa avagraha grahana kare chhe, grahana karine samyama, tapathi atmane bhavata rahe chhe. Tyare te jamali anagarane teva arasa, virasa, amta, pramta, ruksha, tuchchha, kalatikramta, pramanatikramta, shita pana – bhojana vade anya koi divase shariramam vipula rogamtaka pradurbhava pamyo. Te raga ujjavala, vipula, pragadha, karkasha, katuka, chamda, duhkharupa, durga, tivra ane duhsaha hato. Temanum sharira pittajvarathi vyapta hovathi dahajvara valu thayu. Tyare te jamali anagare vedanathi abhibhuta thaine shramana nirgranthone bolavya, bolavine a pramane kahyum – devanupriyo! Tame mara mate shayya – samstaraka patharo. Taiyara karo.. Tyare te shramana nirgranthoe jamali anagarana a kathanane vinaya vade svikaryu, svikarine jamali anagarano shayya – samstaraka taiyara karava lagya. Tyare te jamali anagara prabalatara vedanathi pidata hata, tethi biji vakhata pana shramana nirgranthone bolavine biji vakhata pana a pramane kahyum – he devanupriyo! Mare mate shayya – samstaraka shum taiyara karyo ke taiyara kari rahya chho? A pramane temane. Kaheta janine, shramana nirgranthoe kahyum – svami! Taiyara karaya chhe. Tyare te shramana nirgranthoe jamali anagarane a pramane kahyum – apa devanupriyane mate shayya – samstaraka taiyara karayo nathi, pana karai rahyo chhe. Tyare te jamali anagarane a vata sambhaline. A ava prakarano manogata samkalpa yavat utpanna thayo ke – je shramana bhagavamta mahavira a pramane kahe chhe yavat a pramane prarupe chhe ke nishchayathi chalatum – chalyum, udiratu – udirayu, yavat nirjaratu – nirjaryu, te khotum chhe. A pratyaksha dekhaya chhe ke shayya samstara karato hoya tyare akrita chhe, patharato hoya tyam sudhi na patharayela chhe, tethi je karanathi shayya samstaraka karato hoya tyare akrita, patharato hoya tyare na patharayela kahevaya, tema chalatum evum achalita yavat nirjaratu evum anirjarita chhe. A pramane vichare chhe, ema vicharine shramana – nirgranthone bolave chhe, shramana – nirgranthone bolavine a pramane kahyum – He devanupriyo ! Shramana bhagavamta mahavira je ema kahe chhe yavat prarupe chhe ke – chalatum chalyum yavat nirjaratum na nirjaryu sudhi badhum ja kahevum. Tyare te jamali anagare a pramane kaheta yavat prarupata, ketalaka shramanoe a kathanani shraddha, pratiti, ruchi kari, ketalaka shramanoe a arthani shraddha, pratiti, ruchi na kari. Pachhi je shramanoe jamali anagara na a kathananani shraddhadi kari, teo jamali anagarano ashraya karine vicharava lagya. Temam jeoe jamali anagarana a kathanani shraddhadi na kari, teo jamali anagara pasethi, koshthaka chaityathi nikali gaya, nikaline purvanupurvi vicharata, gramanugrama vihara karata jyam champanagari, purnabhadra chaitya ane shramana bhagavamta mahavira hata, tyam avya. Avine shramana bhagavamta mahavirane trana vakhata adakshina pradakshina kari, karine vamdana – namaskara karya, karine shramana bhagavamta mahavirano ashraya karine vicharava lagya. Sutra– 467. Tyarapachhi te jamali anagara anya koi divase rogamtakathi vimukta thaya, hrishta – tushta yavat arogi ane balavana shariri thai, shravasti nagarina koshthaka chaityathi nikalya, nikaline purvanupurvi charata, gramanugrama vihara karata, je champanagari, je purnabhadra chaitya, jyam shramana bhagavamta mahavira hata, tyam avya. Avine shramana bhagavamta mahavirathi na dura – na nikata rahine shramana bhagavamta mahavirane a pramane kahyum – Je pramane apa devanupriyana ghana shishyo – shramana nirgrantho chhadmastha rahine chhadmastha avasthamam ja nikaline vichare chhe, te pramane hum chhadmastha rahine chhadmastha avasthamam vicharana karata avyo nathi. Paramtu hum utpanna jnyana – darshanadhara, arahamta, jina, kevali thaine, kevali avasthamam vicharana karata avyo chhum. Tyare gautamasvamie jamali anagarane a pramane kahyum – kevalinum jnyana – darshana parvata, stambha, stubhadithi avaratu nathi, roki shakatu nathi. He jamali! Jo tum utpanna jnyana – darshanadhara, arahamta, jina, kevali thaine kevali avasthamam vicharana kari rahyo chhe, to a be prashnono uttara apa. He jamali! Loka shashvata chhe ke ashashvata\? He jamali! Jiva shashvata chhe ke ashashvata chhe\? Tyare te jamali anagara, gautamasvamie ama puchhyum tyare shamkita, kamkshita yavat kleshayukta parinami yavat thayo. Te gautamasvamine kamipana uttara apava samartha na thayo. Te mauna thaine ubho rahyo. Jamali, ema sambodhana kari, shramana bhagavamta mahavire jamali anagarane a pramane kahyum – mara ghana shishyo – shramana nirgrantho chhadmastha chhe, je a prashnano uttara apavamam mari jema ja samartha chhe. To pana te ava prakarani bhasha bolata nathi, jema tum bole chhe ke – hum utpanna jnyana – darshanadhara, arahamta, jina, kevali thaine, kevali avasthamam vicharana karata avyo chhum. Jamali! Loka shashvata chhe, kema ke te kadi na hato ema nathi, kadi nathi tema pana nathi, kadi nahim hoya tema pana nathi, loka hato, chhe ane raheshe. Te dhruva, nitya, shashvata, akshaya, avyaya, avasthita, nitya chhe. He jamali! Loka ashashvata pana. Chhe. Kema ke avasarpini kala pachhi utsarpini thaya chhe, utsarpini thaine avasarpini thaya chhe. He jamali! Jiva shashvata chhe. Kema ke te kadi na hato ema nathi, yavat nitya chhe – He jamali! Jiva ashashvata pana. Chhe – kema ke te nairayika thaine tiryamchayonika thaya chhe, tiryamchayonika thaine manushya thaya chhe, manushya thaine deva thaya chhe. Tyare te jamali anagara, shramana bhagavamta mahavire a pramane kaheta yavat prarupata a kathanani shraddha nathi karata, vishvasa nathi karata, ruchi nathi karata. A kathanani ashraddha karata, avishvasa karata, aruchi karata, biji vakhata pana shramana bhagavamta mahavirani pasethi svayam chalya gaya. Biji vakhata pana svayam chali jaine ghana asad bhavane pragata karine mithyatva abhiniveshathi potane, parane ane tadubhayane vyudgrahita karata, mithyajnyana yukta karata ghana varsho shramanya paryaya paline, chhelle ardhamasika samlekhana vade atmane jhoshita kari, 30 bhaktane anashana vade chhedine, te sthanani alochana ane pratikramana karya vina kalamase kala karine lamtaka kalpamam 13 – sagaropamani sthitivala devamam kilbishika devapane utpanna thaya. Sutra samdarbha– 466, 467 |