Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103918 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-८ |
Translated Chapter : |
શતક-૮ |
Section : | उद्देशक-८ प्रत्यनीक | Translated Section : | ઉદ્દેશક-૮ પ્રત્યનીક |
Sutra Number : | 418 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दंसणमोहणिज्जे णं भंते! कम्मे कति परिसहा समोयरंति? गोयमा! एगे दंसणपरीसहे समोयरइ। चरित्तमोहणिज्जे णं भंते! कम्मे कति परीसहा समोयरंति? गोयमा! सत्त परीसहा समोयरंति, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૧૮. ભગવન્ ! દર્શન મોહનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! એક દર્શન પરીષહ. ભગવન્ ! ચારિત્રમોહનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! સાત પરીષહો. તે આ – સૂત્ર– ૪૧૯. અરતી, અચેલ, સ્ત્રી, નૈષેધિકી, યાચના, આક્રોશ અને સત્કાર – પુરસ્કાર પરિષહ. સૂત્ર– ૪૨૦. ભગવન્ ! અંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! એક, અલાભ પરીષહ. ભગવન્ ! સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૨૨ – પરીષહો છે. તેમાં જીવ એક સાથે ૨૦ – પરીષહોને વેદે છે. જે સમયે શીતપરીષહ વેદે, તે સમયે ઉષ્ણપરીષહ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે તે સમયે શીત પરીષહ ન વેદે. જે સમયે ચર્યા પરીષહ વેદે તે સમયે નિષદ્યા પરીષહ ન વેદે. જે સમયે નિષદ્યા પરીષહ વેદે તે સમયે ચર્યા પરીષહ ન વેદે. ભગવન્ ! આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૨૨ – પરીષહ છે. તે આ – ક્ષુધા, તૃષ્ણા, શીત, દંશમસગ, યાવત્ અલાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું. તેમ અષ્ટવિધમાં કહેવું. ભગવન્ ! ષડ્વિધ બંધક સરાગ છદ્મસ્થને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૪ – પરીષહો છે. તેમાં ૧૨ – વેદે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉષ્ણ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે ત્યારે શીત ન વેદે. જે સમયે ચર્યાપરીષહ વેદે ત્યારે શય્યા ન વેદે, જે સમયે શય્યા પરીષહ વેદે તે સમયે ચર્યાપરીષહ ન વેદે. ભગવન્ ! એકવિધ બંધક (ફક્ત શાતા વેદનીય બાંધનાર) વીતરાગ છદ્મસ્થને કેટલા પરીષહ છે ? ગૌતમ ! જેમ ષડ્વિધ બંધકને કહ્યા તેમ ૧૪ પરીષહ જાણવા. તેમાં ૧૨ પરીષહ વેદે છે ભગવન્ ! એકવિધબંધક સયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહ છે ? ગૌતમ ! ૧૧ – પરીષહો છે. તેમાં નવ પરીષહ વેદે છે. બાકી ષડ્વિધ બંધકની માફક જાણવું. ભગવન્ ! અબંધક અયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૧ – પરીષહો છે. તેમાં નવને વેદે છે, બાકી ષડ્વિધ બંધક માફક જાણવું. યાવત્ ચર્યા પરીષહને ન વેદે. સૂત્ર સંદર્ભ– ૪૧૮–૪૨૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] damsanamohanijje nam bhamte! Kamme kati parisaha samoyaramti? Goyama! Ege damsanaparisahe samoyarai. Charittamohanijje nam bhamte! Kamme kati parisaha samoyaramti? Goyama! Satta parisaha samoyaramti, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 418. Bhagavan ! Darshana mohaniya karmamam ketala parishaho samavatare\? Gautama ! Eka darshana parishaha. Bhagavan ! Charitramohaniya karmamam ketala parishaho samavatare\? Gautama ! Sata parishaho. Te a – Sutra– 419. Arati, achela, stri, naishedhiki, yachana, akrosha ane satkara – puraskara parishaha. Sutra– 420. Bhagavan ! Amtaraya karmamam ketala parishaho samavatare\? Gautama ! Eka, alabha parishaha. Bhagavan ! Sata prakarana karmana bamdhakane ketala parishaho chhe\? Gautama ! 22 – parishaho chhe. Temam jiva eka sathe 20 – parishahone vede chhe. Je samaye shitaparishaha vede, te samaye ushnaparishaha na vede, je samaye ushna parishaha vede te samaye shita parishaha na vede. Je samaye charya parishaha vede te samaye nishadya parishaha na vede. Je samaye nishadya parishaha vede te samaye charya parishaha na vede. Bhagavan ! Atha prakarana karmana bamdhakane ketala parishaho chhe\? Gautama ! 22 – parishaha chhe. Te a – kshudha, trishna, shita, damshamasaga, yavat alabha. Saptavidha bamdhakamam kahyum. Tema ashtavidhamam kahevum. Bhagavan ! Shadvidha bamdhaka saraga chhadmasthane ketala parishaho chhe\? Gautama ! 14 – parishaho chhe. Temam 12 – vede chhe. Je samaye shita parishaha vede tyare ushna na vede, je samaye ushna parishaha vede tyare shita na vede. Je samaye charyaparishaha vede tyare shayya na vede, je samaye shayya parishaha vede te samaye charyaparishaha na vede. Bhagavan ! Ekavidha bamdhaka (phakta shata vedaniya bamdhanara) vitaraga chhadmasthane ketala parishaha chhe\? Gautama ! Jema shadvidha bamdhakane kahya tema 14 parishaha janava. Temam 12 parishaha vede chhe Bhagavan ! Ekavidhabamdhaka sayogi bhavastha kevaline ketala parishaha chhe\? Gautama ! 11 – parishaho chhe. Temam nava parishaha vede chhe. Baki shadvidha bamdhakani maphaka janavum. Bhagavan ! Abamdhaka ayogi bhavastha kevaline ketala parishaho chhe\? Gautama ! 11 – parishaho chhe. Temam navane vede chhe, baki shadvidha bamdhaka maphaka janavum. Yavat charya parishahane na vede. Sutra samdarbha– 418–420 |