Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103685
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-३

Translated Chapter :

શતક-૩

Section : उद्देशक-४ यान Translated Section : ઉદ્દેશક-૪ યાન
Sutra Number : 185 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पभू णं भंते! वाउकाए एगं महं इत्थिरूवं वा पुरिसरूवं वा [आसरूवं वा?] हत्थिरूवं वा जाणरूवं वा जुग्गरूवं वा गिल्लिरूवं वा थिल्लिरूवं वा सीयरूवं वा संदमाणियरूवं वा विउव्वित्तए? गोयमा! नो इणट्ठे समट्ठे। वाउकाए णं विकुव्वमाणे एगं महं पडागासंठियं रूवं विकुव्वइ। पभू णं भंते! वाउकाए एगं महं पडागासंठियं रूवं विउव्वित्ता अनेगाइं जोयणाइं गमित्तए? हंता पभू। से भंते! किं आइड्ढीए गच्छइ? परिड्ढीए गच्छइ? गोयमा! आइड्ढीए गच्छइ, नो परिड्ढीए गच्छइ। से भंते! किं आयकम्मुणा गच्छइ? परकम्मुणा गच्छइ? गोयमा! आयकम्मुणा गच्छइ, नो परकम्मुणा गच्छइ। से भंते! किं आयप्पयोगेण गच्छइ? परप्पयोगेण गच्छइ? गोयमा! आयप्पओगेण गच्छइ, नो परप्पयोगेण गच्छइ। से भंते! किं ऊसिओदयं गच्छइ? पतोदयं गच्छइ? गोयमा! ऊसिओदयं पि गच्छइ, पतोदयं पि गच्छइ। से भंते! किं एगओपडागं गच्छइ? दुहओपडागं गच्छइ? गोयमा! एगओपडागं गच्छइ, नो दुहओपडागं गच्छइ। से भंते! किं वाउकाए? पडागा? गोयमा! वाउकाए णं से, नो खलु सा पडागा।
Sutra Meaning : સૂત્ર– ૧૮૫. ભગવન્‌ ! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ, પુરુષરૂપ, હસ્તિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, સ્યંદમાનિકા એ બધાનું રૂપ વિકુર્વી શકે છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ વિકુર્વણા કરતો વાયુકાય એક મોટી પતાકા આકાર જેવું રૂપ – વિકુર્વી શકે છે. ભગવન્‌ ! વાયુકાય, એક મોટું પતાકા આકાર રૂપ વિકુર્વીને અનેક યોજનો સુધી ગતિ કરવાને સમર્થ છે ? હા, ગૌતમ !છે. ભગવન્‌ ! શું તે વાયુકાય આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરઋદ્ધિથી ? ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પરઋદ્ધિથી નહીં. આત્મઋદ્ધિ માફક આત્મકર્મથી અને આત્મપ્રયોગથી ગતિ કરે છે. એ પ્રમાણે કહેવું. ભગવન્‌ ! શું તે વાયુકાય, ઊંચી પતાકા પેઠે ગતિ કરે છે કે પતિત પતાકા પેઠે ? ગૌતમ ! તે બંને પ્રકારે ગતિ કરે છે. ભગવન્‌ ! શું તે એક દિશામાં એક પતાકારૂપે ગતિ કરે છે, કે બે દિશામાં – બે પતાકારૂપે ગતિ કરે છે ? ગૌતમ ! એક પતાકા રૂપે ગતિ કરે છે, બે પતાકારૂપે નહીં. ભગવન્‌ ! શું વાયુકાય પતાકા છે ? ગૌતમ !નાં, તે પતાકા નથી, તે વાયુકાય જ છે. સૂત્ર– ૧૮૬. ભગવન્‌ ! બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવત્‌ સ્યંદમાનિકારૂપ પરિણમાવવા સમર્થ છે ? હા, છે. ભગવન્‌ ! બલાહક, એક મોટું સ્ત્રીરૂપ કરીને અનેક યોજન જવાને સમર્થ છે ? હા, છે. ભગવન્‌ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરઋદ્ધિથી ? ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી, પણ પરઋદ્ધિથી ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મ – પ્રયોગથી પણ ગતિ કરતો નથી. પણ પરકર્મ અને પરપ્રયોગથી ગતિ કરે છે અને તે ઊંચી થયેલ કે પડી ગયેલ ધજાની માફક ગતિ કરે છે. ભગવન્‌ ! શું તે બલાહક, સ્ત્રી છે ? હે ગૌતમ ! બલાહક સ્ત્રી નથી, પણ તે બલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો અને હાથીમાં જાણવું, તે બલાહક પુરુષ નથી પણ તે બલાહક જ છે.. ભગવન્‌ ! બલાહક, એક મોટા યાનનું રૂપ પરિણમાવી અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે ? જેમ સ્ત્રીરૂપ વિશે કહ્યું તેમ યાન વિશે કહેવું. વિશેષ એ કે – એક તરફ પૈડું રાખીને પણ ચાલે, બન્ને તરફ પૈડું રાખીને પણ ચાલે. એ જ રીતે યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા અને સ્યંદમાનિકાના રૂપ સંબંધે જાણવું. સૂત્ર સંદર્ભ– ૧૮૫, ૧૮૬
Mool Sutra Transliteration : [sutra] pabhu nam bhamte! Vaukae egam maham itthiruvam va purisaruvam va [asaruvam va?] hatthiruvam va janaruvam va juggaruvam va gilliruvam va thilliruvam va siyaruvam va samdamaniyaruvam va viuvvittae? Goyama! No inatthe samatthe. Vaukae nam vikuvvamane egam maham padagasamthiyam ruvam vikuvvai. Pabhu nam bhamte! Vaukae egam maham padagasamthiyam ruvam viuvvitta anegaim joyanaim gamittae? Hamta pabhu. Se bhamte! Kim aiddhie gachchhai? Pariddhie gachchhai? Goyama! Aiddhie gachchhai, no pariddhie gachchhai. Se bhamte! Kim ayakammuna gachchhai? Parakammuna gachchhai? Goyama! Ayakammuna gachchhai, no parakammuna gachchhai. Se bhamte! Kim ayappayogena gachchhai? Parappayogena gachchhai? Goyama! Ayappaogena gachchhai, no parappayogena gachchhai. Se bhamte! Kim usiodayam gachchhai? Patodayam gachchhai? Goyama! Usiodayam pi gachchhai, patodayam pi gachchhai. Se bhamte! Kim egaopadagam gachchhai? Duhaopadagam gachchhai? Goyama! Egaopadagam gachchhai, no duhaopadagam gachchhai. Se bhamte! Kim vaukae? Padaga? Goyama! Vaukae nam se, no khalu sa padaga.
Sutra Meaning Transliteration : Sutra– 185. Bhagavan ! Vayukaya, eka motum strirupa, purusharupa, hastirupa, yanarupa, e pramane yugya, gilli, thilli, shibika, syamdamanika e badhanum rupa vikurvi shake chhe\? Gautama ! E artha samartha nathi. Pana vikurvana karato vayukaya eka moti pataka akara jevum rupa – vikurvi shake chhe. Bhagavan ! Vayukaya, eka motum pataka akara rupa vikurvine aneka yojano sudhi gati karavane samartha chhe\? Ha, gautama !Chhe. Bhagavan ! Shum te vayukaya atmariddhithi gati kare chhe ke parariddhithi\? Gautama ! Te atmariddhithi gati kare chhe, parariddhithi nahim. Atmariddhi maphaka atmakarmathi ane atmaprayogathi gati kare chhe. E pramane kahevum. Bhagavan ! Shum te vayukaya, umchi pataka pethe gati kare chhe ke patita pataka pethe\? Gautama ! Te bamne prakare gati kare chhe. Bhagavan ! Shum te eka dishamam eka patakarupe gati kare chhe, ke be dishamam – be patakarupe gati kare chhe\? Gautama ! Eka pataka rupe gati kare chhe, be patakarupe nahim. Bhagavan ! Shum vayukaya pataka chhe\? Gautama !Nam, te pataka nathi, te vayukaya ja chhe. Sutra– 186. Bhagavan ! Balahaka eka motum strirupa yavat syamdamanikarupa parinamavava samartha chhe\? Ha, chhe. Bhagavan ! Balahaka, eka motum strirupa karine aneka yojana javane samartha chhe\? Ha, chhe. Bhagavan ! Te atmariddhithi gati kare chhe ke parariddhithi\? Gautama ! Te atmariddhithi gati karato nathi, pana parariddhithi gati kare chhe. E pramane atmakarma ane atma – prayogathi pana gati karato nathi. Pana parakarma ane paraprayogathi gati kare chhe ane te umchi thayela ke padi gayela dhajani maphaka gati kare chhe. Bhagavan ! Shum te balahaka, stri chhe\? He gautama ! Balahaka stri nathi, pana te balahaka chhe. E pramane purusha, ghodo ane hathimam janavum, te balahaka purusha nathi pana te balahaka ja chhe.. Bhagavan ! Balahaka, eka mota yananum rupa parinamavi aneka yojano sudhi gati kari shake chhe\? Jema strirupa vishe kahyum tema yana vishe kahevum. Vishesha e ke – eka tarapha paidum rakhine pana chale, banne tarapha paidum rakhine pana chale. E ja rite yugya, gilli, thilli, shibika ane syamdamanikana rupa sambamdhe janavum. Sutra samdarbha– 185, 186