Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103583 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१ |
Translated Chapter : |
શતક-૧ |
Section : | उद्देशक-७ नैरयिक | Translated Section : | ઉદ્દેશક-૭ નૈરયિક |
Sutra Number : | 83 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जीवे णं भंते! गब्भं वक्कममाणे किं सइंदिए वक्कमइ? अनिंदिए वक्कमइ? गोयमा! सिय सइंदिए वक्कमइ। सिय अनिंदिए वक्कमइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सिय सइंदिए वक्कमइ? सिय अनिंदिए वक्कमइ? गोयमा! दव्विंदियाइं पडुच्च अनिंदिए वक्कमइ। भाविंदियाइं पडुच्च सइंदिए वक्कमइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–सिय सइंदिए वक्कमइ। सिय अनिंदिए वक्कमइ। जीवे णं भंते! गब्भं वक्कममाणे किं ससरीरी वक्कमइ, असरीरी वक्कमइ? गोयमा! सिय ससरीरी वक्कमइ। सिय असरीरी वक्कमइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सिय ससरीरी वक्कमइ? सिय असरीरी वक्कमइ? गोयमा! ओरालिय-वेउव्विय-आहारयाइं पडुच्च असरीरी वक्कमइ। तेया-कम्माइं पडुच्च ससरीरी वक्कमइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–सिय ससरीरी वक्कमइ। सिय असरीरी वक्कमइ। जीवे णं भंते! गब्भं वक्कममाणे तप्पढमयाए किमाहारमाहारेइ? गोयमा! माउओयं पिउसुक्कं–तं तदुभयसंसिट्ठं तप्पढमयाए आहारमाहारेइ। | ||
Sutra Meaning : | ભગવન્ ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ સેન્દ્રિય ઉત્પન્ન થાય કે અનિન્દ્રિય ? ગૌતમ ! ઇન્દ્રિયવાળો પણ ઉત્પન્ન થાય, ઇન્દ્રિય વિનાનો પણ. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય અને ભાવેન્દ્રિય અપેક્ષાએ ઇન્દ્રિય વાળો ઉત્પન્ન થાય, તેથી એ પ્રમાણે કહ્યું. ભગવન્ ! ગર્ભમાં ઉપજતો જીવ સશરીરી ઉત્પન્ન થાય કે અશરીરી ? ગૌતમ ! શરીરવાળો અને શરીર વિનાનો એમ બંને ઉત્પન્ન થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! ઔદારિક, વૈક્રિય, આહારક અપેક્ષાએ શરીર રહિત અને તૈજસ, કાર્મણની અપેક્ષાએ શરીર સહિત ઉત્પન્ન થાય. ભગવન્ ! ગર્ભમાં ઉત્પન્ન થતાં જ જીવ પહેલા શું ખાય ? ગૌતમ ! માતાનું આર્તવ અને પિતાનુ વીર્ય, તદુભય સંસૃષ્ટ કલુષ અને કિલ્વિષનો સૌ પહેલાં આહાર કરે છે. ભગવન્ ! ગર્ભમાં ગયેલ જીવ શું ખાય ? ગૌતમ ! માતાએ ખાધેલ અનેકવિધ રસ વિગઈના આહારના અંશ રૂપ ઓજનો આહાર કરે છે. ભગવન્ ! શું ગર્ભમાં રહેલા જીવને મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વામન કે પિત્ત હોય છે ? ગૌતમ ! એ કથન યોગ્ય નથી. ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ ! ગર્ભમાં રહેલ જીવ જે આહાર કરે, તે આહાર તેને શ્રોત્રેન્દ્રિય થી સ્પર્શનેન્દ્રિય સુધીની પાંચ ઇન્દ્રિય રૂપે, અસ્થિ, મજ્જા, કેશ, દાઢી, મૂછ, રોમ અને નખના રૂપે પરિણત થાય છે. તે કારણથી હે ગૌતમ! એમ કહ્યું કે ગર્ભમાં રહેલ જીવને મળ, મૂત્ર આડી હોતા નથી. ભગવન્ ! ગર્ભગત જીવ મુખેથી કવલાહાર લઈ શકે ? ગૌતમ ! ન લઈ શકે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ગર્ભમાં રહેલ જીવ સર્વાત્મપ્રદેશ(સંપૂર્ણ શરીર) વડે આહાર કરે છે. પરિણમાવે છે, શ્વાસોચ્છ્વાસ લે છે, વારંવાર – આહાર કરે છે. પરિણમાવે છે, શ્વાસોચ્છ્વાસ લે છે, કદાચિત આહાર કરે છે. પરિણમાવે છે, શ્વાસોચ્છ્વાસ લે છે, બાળકના જીવને રસ પહોંચાડવા અને માતાને રસ લેવામાં કારણભૂત નાડી માતાના જીવ સાથે પ્રતિબદ્ધ અને પુત્ર જીવ સાથે સ્પૃષ્ટ છે, તેનાથી આહાર લે, પરિણમાવે છે. બીજી પણ એક નાડી પુત્રના જીવ સાથે સંબદ્ધ, માતાના જીવને સ્પર્શેલ છે, તેનાથી આહારનો ચય, ઉપચય કરે છે, હે ગૌતમ ! તે કારણથી એમ કહ્યું કે ગર્ભગત જીવ મુખેથી કવલાહાર ન કરે. ભગવન્ ! માતાના અંગ કેટલા ? ગૌતમ ! ત્રણ – માંસ, લોહી, માથાનું ભેજું. ભગવન્ ! પિતાના અંગ કેટલા ? ગૌતમ ! ત્રણ – હાડકા, મજ્જા, કેશ – દાઢી – રોમ – નખ. ભગવન્ ! તે માતાપિતાના અંગો સંતાનના શરીરમાં કેટલો કાળ રહે ? ગૌતમ ! જેટલો કાળ ભવધારણીય શરીર રહે તેટલો કાળ તે અંગો રહે. સમયે સમયે હીન થતાં છેવટે તે શરીર નષ્ટ થતાં તે અંગો પણ નષ્ટ થાય. | ||
Mool Sutra Transliteration : | [sutra] jive nam bhamte! Gabbham vakkamamane kim saimdie vakkamai? Animdie vakkamai? Goyama! Siya saimdie vakkamai. Siya animdie vakkamai. Se kenatthenam bhamte! Evam vuchchai–siya saimdie vakkamai? Siya animdie vakkamai? Goyama! Davvimdiyaim paduchcha animdie vakkamai. Bhavimdiyaim paduchcha saimdie vakkamai. Se tenatthenam goyama! Evam vuchchai–siya saimdie vakkamai. Siya animdie vakkamai. Jive nam bhamte! Gabbham vakkamamane kim sasariri vakkamai, asariri vakkamai? Goyama! Siya sasariri vakkamai. Siya asariri vakkamai. Se kenatthenam bhamte! Evam vuchchai–siya sasariri vakkamai? Siya asariri vakkamai? Goyama! Oraliya-veuvviya-aharayaim paduchcha asariri vakkamai. Teya-kammaim paduchcha sasariri vakkamai. Se tenatthenam goyama! Evam vuchchai–siya sasariri vakkamai. Siya asariri vakkamai. Jive nam bhamte! Gabbham vakkamamane tappadhamayae kimaharamaharei? Goyama! Mauoyam piusukkam–tam tadubhayasamsittham tappadhamayae aharamaharei. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Garbhamam utpanna thato jiva sendriya utpanna thaya ke anindriya\? Gautama ! Indriyavalo pana utpanna thaya, indriya vinano pana. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Dravyendriyoni apekshae anindriya ane bhavendriya apekshae indriya valo utpanna thaya, tethi e pramane kahyum. Bhagavan ! Garbhamam upajato jiva sashariri utpanna thaya ke ashariri\? Gautama ! Shariravalo ane sharira vinano ema bamne utpanna thaya. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Audarika, vaikriya, aharaka apekshae sharira rahita ane taijasa, karmanani apekshae sharira sahita utpanna thaya. Bhagavan ! Garbhamam utpanna thatam ja jiva pahela shum khaya\? Gautama ! Matanum artava ane pitanu virya, tadubhaya samsrishta kalusha ane kilvishano sau pahelam ahara kare chhe. Bhagavan ! Garbhamam gayela jiva shum khaya\? Gautama ! Matae khadhela anekavidha rasa vigaina aharana amsha rupa ojano ahara kare chhe. Bhagavan ! Shum garbhamam rahela jivane mala, mutra, kapha, nakano mela, vamana ke pitta hoya chhe\? Gautama ! E kathana yogya nathi. Bhagavan ! Ema kema kaho chho? Gautama ! Garbhamam rahela jiva je ahara kare, te ahara tene shrotrendriya thi sparshanendriya sudhini pamcha indriya rupe, asthi, majja, kesha, dadhi, muchha, roma ane nakhana rupe parinata thaya chhe. Te karanathi he gautama! Ema kahyum ke garbhamam rahela jivane mala, mutra adi hota nathi. Bhagavan ! Garbhagata jiva mukhethi kavalahara lai shake\? Gautama ! Na lai shake. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Garbhamam rahela jiva sarvatmapradesha(sampurna sharira) vade ahara kare chhe. Parinamave chhe, shvasochchhvasa le chhe, varamvara – ahara kare chhe. Parinamave chhe, shvasochchhvasa le chhe, kadachita ahara kare chhe. Parinamave chhe, shvasochchhvasa le chhe, balakana jivane rasa pahomchadava ane matane rasa levamam karanabhuta nadi matana jiva sathe pratibaddha ane putra jiva sathe sprishta chhe, tenathi ahara le, parinamave chhe. Biji pana eka nadi putrana jiva sathe sambaddha, matana jivane sparshela chhe, tenathi aharano chaya, upachaya kare chhe, He gautama ! Te karanathi ema kahyum ke garbhagata jiva mukhethi kavalahara na kare. Bhagavan ! Matana amga ketala\? Gautama ! Trana – mamsa, lohi, mathanum bhejum. Bhagavan ! Pitana amga ketala\? Gautama ! Trana – hadaka, majja, kesha – dadhi – roma – nakha. Bhagavan ! Te matapitana amgo samtanana shariramam ketalo kala rahe\? Gautama ! Jetalo kala bhavadharaniya sharira rahe tetalo kala te amgo rahe. Samaye samaye hina thatam chhevate te sharira nashta thatam te amgo pana nashta thaya. |