Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123512
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 12 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सम्मद्दंसण-वइर-दढ-रूढ-गाढावगाढ-पेढस्स । धम्मवर-रयण-मंडिय-चामीयर-मेहलागस्स ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨. સંઘરૂપ સુમેરુમાં સમ્યગ્‌દર્શન રૂપી શ્રેષ્ઠ વજ્રમય, નિષ્કંપ, ચિરકાલીન, મજબૂત અને ઊંડી આધારશિલા છે. તે શ્રુતધર્મ રૂપી શ્રેષ્ઠ રત્નોથી સુશોભિત છે અને ચારિત્ર ધર્મરૂપી સોનાની તેની મેખલા છે અર્થાત્‌ ભૂમિનો મધ્યભાગ છે. સૂત્ર– ૧૩. સંઘરૂપ સુમેરુને વિવિધ યમ – નિયમરૂપી સોનાનું શિલાતળ છે જેથી ઉજ્જવળ ચમકતા ઉદાત્ત ચિંતન શુભ અધ્ય – વસાયરૂપ, અનેક કૂટોથી યુક્ત છે અને ત્યાં શીલરૂપી સૌરભથી મહેકતું મનોહર નંદનવન છે. સૂત્ર– ૧૪. સંઘરૂપ સુમેરુમાં જીવદયારૂપ સુંદર ગુફાઓ છે. તે ગુફાઓ કર્મરૂપ શત્રુઓનો પરાજય કરનાર,પરવાદીરૂપ મૃગ પર વિજય પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ એવા તેજસ્વી મુનિગણ રૂપ સિંહથી આકીર્ણ છે અને જ્યાં સેંકડો હેતુરૂપ સોના – ચાંદી વગેરે ધાતુ, વહી રહી છે, જ્ઞાન – દર્શન – ચારિત્રરૂપ વિવિધ દેદીપ્યમાન રત્નોથી અને આમર્ષૌષધિ આદિ ૨૮ લબ્ધિઓરૂપ રહસ્યમય જડીબુટ્ટીઓથી સંઘ સુમેરુ શોભાયમાન છે. સૂત્ર– ૧૫. સુમેરુ સંવરરૂપ શ્રેષ્ઠ જળના સતત પ્રવાહરૂપ ઝરણાઓથી હીરાના હારની જેમ શોભાયમાન છે. તેમજ શ્રાવકગણરૂપ મયૂરો ધર્મસ્થાન રૂપ રમ્યપ્રદેશોમાં આનંદવિભોર થઈ સ્વાધ્યાય સ્તુતિરૂપ પ્રચૂર ધ્વનિ કરી રહ્યા છે. સૂત્ર– ૧૬. સંઘરૂપ સુમેરુ પર વિનયગુણથી વિનમ્ર ઉત્તમ મુનિગણ રૂપ સ્ફૂરાયમાન વિદ્યુતથી ચમકતા શિખર સુશોભિત છે. જ્યાં વિવિધ સંયમગુણોથી સંપન્ન મુનિવર જ કલ્પવૃક્ષ છે. જેઓ ધર્મરૂપ ફળ અને વિવિધ રિદ્ધિરૂપ ફૂલોથી યુક્ત છે. એવા મુનિવરોથી ગચ્છરૂપ વન પરિવ્યાપ્ત છે. સૂત્ર– ૧૭. સંઘરૂપ સુમેરુ પર સમ્યગ્‌ જ્ઞાનરૂપી શ્રેષ્ઠ રત્નોથી દેદીપ્યમાન મનોજ્ઞ નિર્મળ વૈડૂર્યમયી ચૂલિકા છે એવા તે મહામંદર પર્વતરાજ રૂપ સંઘને હું વિનયપૂર્વક નમ્રતા સાથે વંદન કરું છું. સૂત્ર સંદર્ભ– ૧૨–૧૭
Mool Sutra Transliteration : [gatha] sammaddamsana-vaira-dadha-rudha-gadhavagadha-pedhassa. Dhammavara-rayana-mamdiya-chamiyara-mehalagassa.
Sutra Meaning Transliteration : Sutra– 12. Samgharupa sumerumam samyagdarshana rupi shreshtha vajramaya, nishkampa, chirakalina, majabuta ane umdi adharashila chhe. Te shrutadharma rupi shreshtha ratnothi sushobhita chhe ane charitra dharmarupi sonani teni mekhala chhe arthat bhumino madhyabhaga chhe. Sutra– 13. Samgharupa sumerune vividha yama – niyamarupi sonanum shilatala chhe jethi ujjavala chamakata udatta chimtana shubha adhya – vasayarupa, aneka kutothi yukta chhe ane tyam shilarupi saurabhathi mahekatum manohara namdanavana chhe. Sutra– 14. Samgharupa sumerumam jivadayarupa sumdara guphao chhe. Te guphao karmarupa shatruono parajaya karanara,paravadirupa mriga para vijaya prapta karavamam shreshtha eva tejasvi munigana rupa simhathi akirna chhe ane Jyam semkado heturupa sona – chamdi vagere dhatu, vahi rahi chhe, jnyana – darshana – charitrarupa vividha dedipyamana ratnothi ane amarshaushadhi adi 28 labdhiorupa rahasyamaya jadibuttiothi samgha sumeru shobhayamana chhe. Sutra– 15. Sumeru samvararupa shreshtha jalana satata pravaharupa jharanaothi hirana harani jema shobhayamana chhe. Temaja shravakaganarupa mayuro dharmasthana rupa ramyapradeshomam anamdavibhora thai svadhyaya stutirupa prachura dhvani kari rahya chhe. Sutra– 16. Samgharupa sumeru para vinayagunathi vinamra uttama munigana rupa sphurayamana vidyutathi chamakata shikhara sushobhita chhe. Jyam vividha samyamagunothi sampanna munivara ja kalpavriksha chhe. Jeo dharmarupa phala ane vividha riddhirupa phulothi yukta chhe. Eva munivarothi gachchharupa vana parivyapta chhe. Sutra– 17. Samgharupa sumeru para samyag jnyanarupi shreshtha ratnothi dedipyamana manojnya nirmala vaiduryamayi chulika chhe eva te mahamamdara parvataraja rupa samghane hum vinayapurvaka namrata sathe vamdana karum chhum. Sutra samdarbha– 12–17