Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118188
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Translated Chapter :

અધ્યયન-૮

ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા

Section : Translated Section :
Sutra Number : 1488 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भूएसु जंगमत्तं, तेसु वि पंचेंदियत्तमुक्कोसं। तेसु वि य मानुसत्तं, मनुयत्ते आरिओ देसो॥
Sutra Meaning : જીવોમાં ત્રસપણું, ત્રસપણામાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. મનુષ્યપણામાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમ કુળ, ઉત્તમ કુળમાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિવેક અને વિજ્ઞાનમાં પણ સમ્યક્‌ત્વ પ્રધાન છે. સમ્યક્‌ત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં કેવળજ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરા – મરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એકાંતે મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘણી સામગ્રી મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલ ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે. તો તમે તેમાં જલદી ઉદ્યમ કરો. વિબુધો અને પંડિતોએ નિંદેલા સંસારની પરંપરા વધારનાર એવા આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મ શ્રવણ પામીને અનેક કરોડો વર્ષે અતિ દુર્લભ એવા સુંદર ધર્મને જો તમે અહીં સમ્યક્‌ પ્રકારે નહીં કરશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્ત થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી અને આવતા ભવે ધર્મ કરીશું – એમ પ્રાર્થના કરે, તે ભાવિ ભવમાં કયા મૂલ્યથી બોધિ પ્રાપ્ત કરશો ? સૂત્ર સંદર્ભ– ૧૪૮૮–૧૪૯૬
Mool Sutra Transliteration : [gatha] bhuesu jamgamattam, tesu vi pamchemdiyattamukkosam. Tesu vi ya manusattam, manuyatte ario deso.
Sutra Meaning Transliteration : Jivomam trasapanum, trasapanamam pamchendriyapanum utkrishta chhe. Pamchendriyapanamam vali manushyapanum uttama chhe. Manushyapanamam aryadesha, aryadeshamam uttama kula, uttama kulamam utkrishta jnyati, temam pana vali rupani samriddhi, temam pana pradhanatavalum bala, pradhanabala malava sathe lambu ayushya, temam pana vijnyanaviveka ane vijnyanamam pana samyaktva pradhana chhe. Samyaktvamam vali shilani prapti chadiyati ganeli chhe. Shilamam kshayika bhava, kshayika bhavamam kevalajnyana, pratipurna kevalajnyana prapta thavum etale jara – marana rahita moksha prapta thaya. Janma, jara, marana adina duhkhathi gherayela jivane a samsaramam kyamya sukhano chhamto nathi. Mate ekamte moksha ja upadeya melavava layaka chhe. 84 lakha yoniomam anamta vakhata lamba kala sudhi bhramana karine atyare tame te moksha sadhava layaka ghani samagri melaveli chhe. To atyara sudhimam purve koi vakhata na melavela uttama evi dharmasamagrio melaveli chhe. To tame temam jaladi udyama karo. Vibudho ane pamditoe nimdela samsarani parampara vadharanara eva a snehane tame chhodo. Are ! Dharma shravana pamine aneka karodo varshe ati durlabha eva sumdara dharmane jo tame ahim samyak prakare nahim karasho to phari te dharmani prapti durlabha thashe. Prapta thayela bodhi anusara ahim je dharma pravritti karato nathi ane avata bhave dharma karishum – ema prarthana kare, te bhavi bhavamam kaya mulyathi bodhi prapta karasho\? Sutra samdarbha– 1488–1496