Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117984
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1284 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] साम-भेय-पयाणाइं अह सो सहसा पउंजिउं। तस्स साहस-तुलणट्ठा गूढ-चरिएण वच्चइ॥
Sutra Meaning : સીધી આજ્ઞા ન માને તો શામ, ભેદ, દામ, દંડ વગેરે નીતિઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી તેની પાસેની સૈન્યાદિ સામગ્રીનું પ્રમાણ જાણવાને ગુપ્તચરો દ્વારા તપાસ કરાવે અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલાં કપડે એકલો જાય, મોટા પર્વતો, કીલ્લા, અરણ્યો, નદીઓ ઉલ્લંઘી લાંબા કાળે અનેક દુઃખ કલેશ સહન કરતો ત્યાં પહોંચે, ભૂખથી દુર્બળ કંઠવાળો, દુઃખે કરી ઘેર – ઘેર ભટકી ભિક્ષાની યાચના કરતો કોઈ પણ પ્રકારે તે રાજ્યોના છિદ્રો અને ગુપ્તતા જાણવા પ્રયત્ન કરે, છતાં જાણી ન શકે. પછી જો કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પુન્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે, તે સમયે તેને તમે કોણ છો ? એમ પૂછે ત્યારે તે ભોજનાદિમાં પોતાનું ચરિત્ર પ્રગટ કરે યુદ્ધ માટે સજ્જ થઈ સર્વ સેના વાહનાદિથી તે રાજાને હરાવે. સૂત્ર સંદર્ભ– ૧૨૮૪–૧૨૮૮
Mool Sutra Transliteration : [gatha] sama-bheya-payanaim aha so sahasa paumjium. Tassa sahasa-tulanattha gudha-chariena vachchai.
Sutra Meaning Transliteration : Sidhi ajnya na mane to shama, bheda, dama, damda vagere nitiono prayoga karine pana ajnya manavavi teni paseni sainyadi samagrinum pramana janavane guptacharo dvara tapasa karave athava gupta charitrathi pote paherelam kapade ekalo jaya, mota parvato, killa, aranyo, nadio ullamghi lamba kale aneka duhkha kalesha sahana karato tyam pahomche, bhukhathi durbala kamthavalo, duhkhe kari ghera – ghera bhataki bhikshani yachana karato koi pana prakare te rajyona chhidro ane guptata janava prayatna kare, chhatam jani na shake. Pachhi jo koi prakare jivato rahyo ane punya pamgaryum hoya to pachhi deha ane veshanum paravartana karine tevo te grihamam pravesha kare, te samaye tene tame kona chho\? Ema puchhe tyare te bhojanadimam potanum charitra pragata kare yuddha mate sajja thai sarva sena vahanadithi te rajane harave. Sutra samdarbha– 1284–1288