Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117847 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1147 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] भयवं नाहं वियाणामि, लक्खणदेवी हु अज्जिया। जा अणुकलुसमगीयत्थत्ता काउं पत्ता दुक्ख-परंपरं॥ | ||
Sutra Meaning : | ભગવન્ ! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને કલુષતાવાળી હતી. તેમજ તે કારણે દુઃખ પરંપરા પામીને હું જાણતો નથી. ગૌતમ ! પાંચ ભરત અને પાંચ ઐરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવચ્છિન્નપણે થઈ હતી થાય છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટકવાની છે. ગૌતમ ! ચાલુ ચોવીસીના પૂર્વે ૮૦મી ચોવીસી હતી. ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા સાત હાથ કાયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ કરાયેલા તેવા છેલ્લા તીર્થંકર હતા. ત્યારે ત્યાં જંબૂદાડીમ નામે રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામે ભાર્યા હતી. એકે પુત્રી ન હોવાથી રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવો, કુળદેવતા, ચંદ્ર – સૂર્ય – ગ્રહોની બહુમાનતા તેણી કરતી હતી. કાળક્રમે કમળપત્ર જેવા નયનવાળી પુત્રી જન્મી. તેનું લક્ષ્મણાદેવી નામ સ્થાપન કર્યું. કોઈ સમયે તે લક્ષ્મણાદેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર કર્યો. તેમાં નયનને આનંદ આપનાર, કલાના ગૃહ સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ કર્યા. પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. એટલે તેણી એકદમ મૂર્ચ્છા પામી. બેભાન થઈ કંપની એવી તેણીને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુશ્કેલીએ ભાનમાં લાવ્યા. ત્યારે તે આક્રંદન કરતી, છાતી અને માથું કૂટવા લાગી. પોતાને દશે દિશામાં મારતી, કૂટતી, પીટાતી, આળોટવા લાગી. બંધુવર્ગે તેને આશ્વાસન આપીને સમજાવી. ત્યારે કેટલાક દિવસે રૂદન બંધ કરીને શાંત થઈ. સૂત્ર સંદર્ભ– ૧૧૪૭–૧૧૫૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] bhayavam naham viyanami, lakkhanadevi hu ajjiya. Ja anukalusamagiyatthatta kaum patta dukkha-paramparam. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Lakshmana arya je agitartha ane kalushatavali hati. Temaja te karane duhkha parampara pamine hum janato nathi. Gautama ! Pamcha bharata ane pamcha airavatamam utsarpini ane avasarpinina sarvakalamam eka eka chovisa shashvata ane avachchhinnapane thai hati thaya chhe ane thashe. Anadi anamta eva a samsaramam a atidhruva vastu chhe. Jagatani sthiti kayama takavani chhe. Gautama ! Chalu chovisina purve 80mi chovisi hati. Tyare tyam jevo ahim hum chhum teva sata hatha kayavala, devo ane danavothi pranama karayela teva chhella tirthamkara hata. Tyare tyam jambudadima name raja hato. Aneka putravali sarita name bharya hati. Eke putri na hovathi raja sahita putri melavava mate devo, kuladevata, chamdra – surya – grahoni bahumanata teni karati hati. Kalakrame kamalapatra jeva nayanavali putri janmi. Tenum lakshmanadevi nama sthapana karyum. Koi samaye te lakshmanadevi putri yauvanavaya pami tyare svayamvara karyo. Temam nayanane anamda apanara, kalana griha samana, uttama varani sathe vivaha karya. Paranya pachhi turamta ja teno pati mrityu pamyo. Etale teni ekadama murchchha pami. Bebhana thai kampani evi tenine svajana parivare vimjhanana vayarathi mushkelie bhanamam lavya. Tyare te akramdana karati, chhati ane mathum kutava lagi. Potane dashe dishamam marati, kutati, pitati, alotava lagi. Bamdhuvarge tene ashvasana apine samajavi. Tyare ketalaka divase rudana bamdha karine shamta thai. Sutra samdarbha– 1147–1156 |