Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117795
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1095 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एवं वीहाऽपोहाए पुव्वं जातिं सरित्तु सो। मोहं गंतूण खणमेक्कं, मारुया ऽऽसासिओ पुणो॥
Sutra Meaning : આવી વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મૂર્ચ્છા પામ્યો. ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રૂજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. તુરંત જ મુનિપણું અંગિકાર કરવા ઉદ્યત થયો. ત્યારપછી તે મહાયશવાળો જેટલામાં લોચ કરવાનો શરૂ કરે છે. તેટલામાં દેવતાએ તેને વિનયથી રજોહરણ આપ્યું. તેના કષ્ટકારી ઉગ્ર તપ અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઇશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યા કે તમોને દીક્ષા કોણે આપી ? ક્યાં જન્મ્યા છો ? તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં અતિશય વાળું સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું ? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્રાદિ જે પ્રમાણે પ્રાપ્ત કર્યા તે કહેતા હતા. તેટલામાં તે બધું સાંભળી તે નિર્ભાગી ઇશ્વર વિચારવા લાગ્યો – આ જુદો છે. આ અનાર્ય દંભથી ઠગે છે, તો જેવું આ બોલે છે, તેવા જ જિનવર હશે. આ વિષયમાં કંઈ વિચારવું નહીં, એમ લાંબો કાળ મૌનપણે ઊભો રહ્યો. સૂત્ર સંદર્ભ– ૧૦૯૫–૧૧૦૨
Mool Sutra Transliteration : [gatha] evam vihapohae puvvam jatim sarittu so. Moham gamtuna khanamekkam, maruya sasio puno.
Sutra Meaning Transliteration : Avi vicharana karata karata eka manushyane purvabhavanum jatismarana jnyana thayum. Etale kshanavara murchchha pamyo. Phari vayuthi ashvasana pamyo. Bhanamam avi tharathara dhrujava lagyo. Lamba kala sudhi potana atmani nimda karava lagyo. Turamta ja munipanum amgikara karava udyata thayo. Tyarapachhi te mahayashavalo jetalamam locha karavano sharu kare chhe. Tetalamam devatae tene vinayathi rajoharana apyum. Tena kashtakari ugra tapa ane charitrane joine tatha lokone teni puja karata joine ishvara jetalamam tyam avine tene puchhava lagya ke tamone diksha kone api\? Kyam janmya chho\? Tamarum kula kayum chhe\? Kona charanakamalamam atishaya valum sutra ane arthanum tame adhyayana karyum\? Te pratyeka buddha tene jetalamam sarva jati, kula, diksha, sutradi je pramane prapta karya te kaheta hata. Tetalamam te badhum sambhali te nirbhagi ishvara vicharava lagyo – a judo chhe. A anarya dambhathi thage chhe, to jevum a bole chhe, teva ja jinavara hashe. A vishayamam kami vicharavum nahim, ema lambo kala maunapane ubho rahyo. Sutra samdarbha– 1095–1102