Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117578
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 878 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] धम्मं लोगस्स साहेसि, अत्त-कज्जम्मि मुज्झसि। नूणं विक्केणुयं धम्मं, जं सयं णाणुचेट्ठसि॥
Sutra Meaning : હવે નંદિષેણ પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો. તે કેવી રીતે ? તેણે નંદિષેણને કહ્યું કે લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરિયાણુ છે ? કેમ કે તમે તો તેમ વર્તતા નથી. દુર્મુખનું આવું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ! શીલભ્રષ્ટ એવામાં આ શું કર્યું ? અજ્ઞાન નિદ્રામાં, કર્મના કાદવપૂર્ણ ખાબોચિયામાં, અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત ચેષ્ટા જુઓ. જાત્ય કંચન સમાન મારા ઉત્તમ આત્માને મેં અશુચિ સમાન બનાવ્યો. સૂત્ર સંદર્ભ– ૮૭૮–૮૮૧
Mool Sutra Transliteration : [gatha] dhammam logassa sahesi, atta-kajjammi mujjhasi. Nunam vikkenuyam dhammam, jam sayam nanuchetthasi.
Sutra Meaning Transliteration : Have namdishena pote durmukha sonithi pratibodha pamyo. Te kevi rite\? Tene namdishenane kahyum ke lokone dharmopadesha sambhalavo chho ane atmakaryamam tame jate mumjhava chho. Kharekhara a dharma shum vechavanum kariyanu chhe\? Kema ke tame to tema vartata nathi. Durmukhanum avum subhashita vachana sambhaline tharathara kampato potana atmane lamba kala sudhi nimdava lagyo. Arere ! Shilabhrashta evamam a shum karyum\? Ajnyana nidramam, karmana kadavapurna khabochiyamam, ashuchi vishthamam jema krimio kharadaya tema kharadayo. Adhanya eva mane dhikkara thao. Mari anuchita cheshta juo. Jatya kamchana samana mara uttama atmane mem ashuchi samana banavyo. Sutra samdarbha– 878–881