Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117413
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ नवनीतसार

Translated Chapter :

અધ્યયન-૫ નવનીતસાર

Section : Translated Section :
Sutra Number : 713 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] गच्छं महानुभागं तत्थ वसंताण निज्जरा विउला। सारण वारण चोयणमादीहिं न दोस-पडिवत्ती॥
Sutra Meaning : મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકુળ કરતા સાધુને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા, વાયણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિ વિનીત, પરીષહ જિતનાર, ધૈર્ય રાખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન કરનાર, વિકથા ન કરનાર, ક્ષમાધારી ઇન્દ્રિયદમી, સંતોષી, છકાય રક્ષક, વૈરાગ્ય માર્ગલીન, દશવિધ સામાચારી સેવનકર્તા, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉદ્યમી, સેંકડો વખત કઠોર, આકરા, કર્કશ, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ઠુર વચનથી તિરસ્કારાય, અપમાનિત કરાય, તો પણ જેઓ રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ અપયશ કે સકાર્ય કરનાર થતા નથી. ... નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મનવાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ – માન – માયા – લોભ ચાલી ગયેલા, રાગ – દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શુદ્ધિપૂર્વક બોલવામાં કુશળ, નિરવદ્ય વચન બોલનાર, અતિશય ન બોલનાર, વારંવાર બોલબોલ ન કરનારા, ગુરુએ સકારણ કે અકારણ કઠોર, આકરા, કર્કશ, નિષ્ઠુર, અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે તહત્તિ કરનાર ઇત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગચ્છ છે. સૂત્ર સંદર્ભ– ૭૧૩–૭૨૦
Mool Sutra Transliteration : [gatha] gachchham mahanubhagam tattha vasamtana nijjara viula. Sarana varana choyanamadihim na dosa-padivatti.
Sutra Meaning Transliteration : Mahanubhava eva gachchhamam gurukula karata sadhune ghani nirjara thaya chhe. Tatha sarana, vayana, choyana adithi doshani nivritti thaya chhe. Guruna manane anusaranara, ati vinita, parishaha jitanara, dhairya rakhanara, stabdha na thanara, lubdha na thanara, garavo na karanara, vikatha na karanara, kshamadhari indriyadami, samtoshi, chhakaya rakshaka, vairagya margalina, dashavidha samachari sevanakarta, avashyakone acharanara, samyamamam udyami, semkado vakhata kathora, akara, karkasha, anishta, dushta, nishthura vachanathi tiraskaraya, apamanita karaya, to pana jeo roshayamana na thaya, jeo apakirti apayasha ke sakarya karanara thata nathi.\... Niramtara svadhyaya ane dhyanamam lina manavala, ghora tapa ane charanathi sharira shoshavi denara, krodha – mana – maya – lobha chali gayela, raga – dveshane durathi tyaga karela, vinayopachara kushala, 16 bhede vachana shuddhipurvaka bolavamam kushala, niravadya vachana bolanara, atishaya na bolanara, varamvara bolabola na karanara, gurue sakarana ke akarana kathora, akara, karkasha, nishthura, anishta shabdo kahya hoya tyare tahatti karanara ityadi gunavana jemam hoya te gachchha chhe. Sutra samdarbha– 713–720