Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117296
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 596 Category : Chheda-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] (३) तओ परम-सद्धा-संवेगपरं नाऊणं आजम्माभिग्गहं च दायव्वं। जहा णं (४) सहली-कयसुलद्ध-मनुय भव, भो भो देवानुप्पिया (५) तए अज्जप्पभितीए जावज्जीवं ति-कालियं अनुदिणं अनुत्तावलेगग्गचित्तेणं चेइए वंदेयव्वे। (६) इणमेव भो मनुयत्ताओ असुइ-असासय-खणभंगुराओ सारं ति। (७) तत्थ पुव्वण्हे ताव उदग-पाणं न कायव्वं, जाव चेइए साहू य न वंदिए। (८) तहा मज्झण्हे ताव असण-किरियं न कायव्वं, जाव चेइए न वंदिए। (९) तहा अवरण्हे चेव तहा कायव्वं, जहा अवंदिएहिं चेइएहिं नो संझायालमइक्कमेज्जा।
Sutra Meaning : ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય ! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ કર્યો ત્યારે આજથી જાવજ્જીવ હંમેશા ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન – વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આ જ સાર છે. રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન કરું – દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી ન નાંખવુ, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન કરું, સાંજે પણ ચૈત્યદર્શન કર્યા સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત કરાવવા. પછી હે ગૌતમ ! આગળ કહીશું તે વર્ધમાન. વિદ્યાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુષ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આશીર્વચનો કહેવા કે – આ સંસાર સમુદ્રનો નિસ્તાર કરીને પાર પામનારો થા. વર્ધમાન વિદ્યા – ॐ नमो भगवओ अरहओ सिज्झउ मे भगवती महाविज्जा वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा। ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિદ્યા વડે દરેક ધર્મારાધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિદ્યાનો જાપ કરવો અને નિત્થારાગ પારગા હોહ એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિદ્યાના પ્રભાવથી વિઘ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. કલ્પની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે. સૂત્ર સંદર્ભ– ૫૯૬, ૫૯૭
Mool Sutra Transliteration : [sutra] (3) tao parama-saddha-samvegaparam naunam ajammabhiggaham cha dayavvam. Jaha nam (4) sahali-kayasuladdha-manuya bhava, bho bho devanuppiya (5) tae ajjappabhitie javajjivam ti-kaliyam anudinam anuttavalegaggachittenam cheie vamdeyavve. (6) inameva bho manuyattao asui-asasaya-khanabhamgurao saram ti. (7) tattha puvvanhe tava udaga-panam na kayavvam, java cheie sahu ya na vamdie. (8) taha majjhanhe tava asana-kiriyam na kayavvam, java cheie na vamdie. (9) taha avaranhe cheva taha kayavvam, jaha avamdiehim cheiehim no samjhayalamaikkamejja.
Sutra Meaning Transliteration : Tyarapachhi parama shraddha samvega tatpara banelo janine jivana paryantana ketalaka abhigraha apava jeva ke he devanupriya ! Te kharekhara avo sumdara manushya bhava melavyo. Tene saphala karyo tyare ajathi javajjiva hammesha trane kala tvara rahita, shamta ane ekagra chitte chaityona darshana – vamdana karava. Ashuchi ashashvata kshanabhamgura eva manushyatvano a ja sara chhe. Roja savare chaitya ane sadhune vamdana na karum – darshana na karum tyam sudhi mukhamam pani na namkhavu, bapore chaityalayamam darshana na karum tyam sudhi madhyahna bhojana na karum, samje pana chaityadarshana karya sivaya samdhyakalanum ullamghana na karavum. Ava prakarana abhigrahana niyamo jivanaparyanta karavava. Pachhi he gautama ! Agala kahishum te vardhamana. Vidyathi mamtrine gurue tena mastaka upara sata mushti gamdhachurna nakhavi ane eva ashirvachano kaheva ke – a samsara samudrano nistara karine para pamanaro tha. Vardhamana vidya – ॐ नमो भगवओ अरहओ सिज्झउ मे भगवती महाविज्जा वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा. Upavasa karine vidhipurvaka sadhana karavi joie. A vidya vade dareka dharmaradhanamam tum para pamanaro tha. Vadi dikshamam, ganipadani anujnyamam sata vakhata a vidyano japa karavo ane nittharaga paraga hoha ema kahevum. Amtima sadhana anashana amgikara kare tyare mamtrine vasakshepa karavamam ave to atma aradhaka bane chhe. A vidyana prabhavathi vighnana samuho upashamta thaya chhe. Shuravira purusha samgramamam pravesha kare to koithi parabhava pamato nathi. Kalpani samaptimam mamgala ane kshema karanara thaya chhe. Sutra samdarbha– 596, 597