Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117231 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 531 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तं जहा–मेरुत्तुंगे मणि-मंडिएक्क-कंचणगए परमरम्मे। नयन-मनाऽऽनंदयरे पभूय-विण्णाण-साइसए॥ | ||
Sutra Meaning : | લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઊંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, અતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ઘસીને સુંવાળુ કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણા શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણોયુક્ત, આગળ – આગળ જતા જ્યાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર – કપૂર – ચંદનાદિનો બનાવેલ ધૂપ જ્યાં અગ્નિમાં નાંખવાથી મહેકતો હોય, ઘણા પ્રકારે અનેકવર્ણી આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ મધુર, મૃદંગના શબ્દો ફેલાઈ રહેલા છે. સેંકડો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિત્તયુક્ત લોકો હોય, જ્યાં કહેવાની કથા, વ્યાખ્યાતા, નૃત્ય કરનારા, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલા છે. આ કહેલા ગુણસમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ – મણિરત્નના પગથિયાવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઊભા કરાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે કરાવે તેના કરતા તપ અને સંયમ અનેક ગુણવાળા કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૫૩૧–૫૩૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] tam jaha–meruttumge mani-mamdiekka-kamchanagae paramaramme. Nayana-mananamdayare pabhuya-vinnana-saisae. | ||
Sutra Meaning Transliteration : | Lakha yojana pramana meru parvata jetala umcha, mani samudrathi shobhita, suvarnamaya, parama manohara, nayana ane manane anamda apanara, atishaya vijnyanapurna, ati majabuta na dekhaya tema samdhane jodi didha hoya tevum atishaya ghasine sumvalu karela, jena vibhago sari rite vibhajita chhe tevum, ghana shikharo yukta aneka ghamta ane dhvaja sahita, shreshtha toranoyukta, agala – agala jata jyam rajamahela samana shobha najare padati hoya teva agara – kapura – chamdanadino banavela dhupa jyam agnimam namkhavathi mahekato hoya, ghana prakare anekavarni ashcharyakari sumdara pushpa samuhathi sari rite pujayela, jemam nrityapurna aneka natakothi akula madhura, mridamgana shabdo phelai rahela chhe. Semkado uttama ashayavala lokothi akula chhe, jemam jineshvara bhagavamtona charitro ane upadeshonum shravana karavavana karane utkamthita thayela chittayukta loko hoya, jyam kahevani katha, vyakhyata, nritya karanara, apsara, gamdharvo vajimtrona shabdo sambhalai rahela chhe. A kahela gunasamuha yukta a prithvimam sarvatra potani bhujathi uparjita nyayoparjita arthathi suvarna – maniratnana pagathiyavalum teva ja prakarana hajaro stambho jemam ubha karayela hoya, suvarnanum banavelum bhumitala hoya tevum jinamamdira je karave tena karata tapa ane samyama aneka gunavala kahela chhe. Sutra samdarbha– 531–537 |