Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117056 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
Translated Chapter : |
અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 356 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कुंथूणं सय-सहस्सेणं तोलियं नो पलं भवे। एगस्स केत्तियं गत्तं, किं वा तोल्लं भवेज्ज से॥ | ||
Sutra Meaning : | કુંથુ સમાન સૂક્ષ્મ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ કરે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન કરે. પરંતુ રક્ષણ કરે. આ કંઈ હંમેશા અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. કદાચ રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથુ રાગથી નથી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી, વૈરભાવથી કોઈના શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિકલેન્દ્રિય, બાળક કે કોઈ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ કરે, તે કદી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા – પાપના ઉદયે આવ્યો છે. આવા જીવો પ્રત્યે મેં કંઈ અશાતાનું દુઃખ કયું હશે. પૂર્વભવમાં કરેલા પાપકર્મ ફળ ભોગવવાનો કે તે પાપપુંજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ કયુ તીર્છું, ઉર્ધ્વ, અધોદિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ, તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ કુંથુને શરીરે ફરતા – ફરતા મહાવાયરાનો ઝાપટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુઃસ્સહ દુઃખ તથા આર્ત – રૌદ્ર ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે કુંથુના સ્પર્શથી તને નામ માત્ર દુઃખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત – રૌદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ કરીને મન – વચન – કાય યોગ સમય, આવલિકા, મુહૂર્ત્ત સુધી શલ્યવાળો થઈશ, તેથી તેનું ફળ તારે ઘણા લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન કરીશ ? સૂત્ર સંદર્ભ– ૩૫૬–૩૬૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] kumthunam saya-sahassenam toliyam no palam bhave. Egassa kettiyam gattam, kim va tollam bhavejja se. | ||
Sutra Meaning Transliteration : | Kumthu samana sukshma prani mara malina sharire bhramana kare, samchare, chale to pana khanine vinasha na kare. Paramtu rakshana kare. A kami hammesha ahim vasavano nathi. Lambo samaya rahevano nathi. Eka kshanamam chali jashe, biji kshana nahim rahe. Kadacha rahe to pana a pramane bhavana bhavavi ke a kumthu ragathi nathi vasyo ke mara upara tene dvesha nathi, vairabhavathi koina sharire chadato nathi. Te to amasto ja game tena sharire chadi jaya chhe. Vikalendriya, balaka ke koi prani hoya te salagata agni ke vavana panimam pravesha kare, te kadi ema na vichare ke a maro purva vairi ke sambamdhi chhe. Mate atma ema vichare ke mari shata – papana udaye avyo chhe. Ava jivo pratye mem kami ashatanum duhkha kayum hashe. Purvabhavamam karela papakarma phala bhogavavano ke te papapumjano chhedo lavava mate mara atmahitarthe a kayu tirchhum, urdhva, adhodisha vidishamam mara sharira upara amatema phare chhe. A duhkhane samabhave sahisha, to mara papakarmano amta avashe. Kadacha kumthune sharire pharata – pharata mahavayarano jhapato lagyo to te kumthune sharirika duhssaha duhkha tatha arta – raudra dhyana vriddhi pame. Ava samaye vichara ke kumthuna sparshathi tane nama matra duhkha thayum chhe. Te pana sahana thatum nathi ane arta – raudra dhyanamam jaya chhe. To te duhkhathi tum shalyano arambha karine mana – vachana – kaya yoga samaya, avalika, muhurtta sudhi shalyavalo thaisha, tethi tenum phala tare ghana lamba kala sudhi vethavum padashe. Te vakhate teva duhkhone tum shi rite sahana karisha\? Sutra samdarbha– 356–365 |