Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116971
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

Translated Chapter :

અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 271 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ता मह किलेसमुत्तिणं सुहियं से अत्ताणयं। मन्नंतो पमुइओ हिट्ठो सत्थचित्तो वि चिट्ठई॥
Sutra Meaning : અશરણ તે જીવને કલેશ ન આપી સુખી કર્યો, તેથી અતિ હર્ષ પામે. સ્વસ્થચિત્ત થઈ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિવૃત્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપકર્મના દુઃખનો પણ મેં નાશ કર્યો. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હું મેળે ન જાણી શકત કે હું રૌદ્રધ્યાનમાં જાત કે આર્તધ્યાનમાં? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક કરતા કરતા અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના રાત – દિવસ એક ધારુ દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોપમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડત, તે સમયે હૃદય રસરૂપ બનીને દુઃખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. સૂત્ર સંદર્ભ– ૨૭૧–૨૭૫
Mool Sutra Transliteration : [gatha] ta maha kilesamuttinam suhiyam se attanayam. Mannamto pamuio hittho satthachitto vi chitthai.
Sutra Meaning Transliteration : Asharana te jivane kalesha na api sukhi karyo, tethi ati harsha pame. Svasthachitta thai vichare ke jo eka jivane abhayadana apyum. Have hum nivritti pamyo. Khanavathi utpanna thanara papakarmana duhkhano pana mem nasha karyo. Khanavathi ane te jivani viradhanathi hum mele na jani shakata ke hum raudradhyanamam jata ke artadhyanamam? Te bamne dhyanathi e duhkhano varga gunamka karata karata anamtanamta duhkha sudhi pahomchi jata. Samayana pana amtara vina rata – divasa eka dharu duhkha bhogavata mane vachche thodo pana visamo na malata. Naraka ane tiryamchamam evum duhkha sagaropamana asamkhyata kala sudhi bhogavavum padata, te samaye hridaya rasarupa banine duhkhagni vade jane pigali jatum hoya tevum anubhavata. Sutra samdarbha– 271–275