Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116955
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

Translated Chapter :

અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 255 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वालग्ग-कोडि-लक्ख-मयं भागमेत्तं छिवे धुवे। अथिर-अन्नन्नपदेससरं कुंथुं मनह वित्तिं खणं॥
Sutra Meaning : કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કુંથુઆના જીવને એટલી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે હૃદયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થરથર કાંપીએ, તેમ કંથુઆના બધા અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર – બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન અને વાચારહિત હોય, વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક – શારીરિક દુઃખ અતિશય હોય. તે વિચારે છે કે આ શું છે ? મને આ ભારે પીડા કર્તા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નીસાસા મૂકે છે. આ દુઃખનો અંત ક્યારે આવશે ? આ પીડાથી હું ક્યારે છૂટીશ ? આ દુઃખના સંકટોથી મુક્ત થવા કયો પ્રયત્ન કરું ? ક્યાં નાસી જાઉં? શું કરું જેથી દુઃખ મટે અને સુખ થાય ? શું ખણું ? શું આચ્છાદન કરું ? શું પથ્ય કરું ? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંકટમાં આવી ભરાણો છું. સંખ્યાતી આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજું છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં. સૂત્ર સંદર્ભ– ૨૫૫–૨૬૨
Mool Sutra Transliteration : [gatha] valagga-kodi-lakkha-mayam bhagamettam chhive dhuve. Athira-annannapadesasaram kumthum manaha vittim khanam.
Sutra Meaning Transliteration : Keshagrana lakha krodamam bhagane sparsha karavamam ave to pana nirdoshavrittika kumthuana jivane etali tivra pida thaya ke jo apanane koi karavatathi kape ke hridayane athava mastakane shastrathi bhede to apane tharathara kampie, tema kamthuana badha amgo sparsha matrathi pida pame. Tene amdara – bahara bhare pida thaya. Tena shariramam salavalata ane kampa thava lage, te paradhina ane vacharahita hoya, vedana na kahi shake. Pana bharelo agni salage tema tenum manasika – sharirika duhkha atishaya hoya. Te vichare chhe ke a shum chhe\? Mane a bhare pida karta duhkha prapta thayum chhe, lamba ushna nisasa muke chhe. A duhkhano amta kyare avashe\? A pidathi hum kyare chhutisha\? A duhkhana samkatothi mukta thava kayo prayatna karum\? Kyam nasi jaum? Shum karum jethi duhkha mate ane sukha thaya\? Shum khanum\? Shum achchhadana karum\? Shum pathya karum\? A pramane trane vargana vyaparana karane tivra mahaduhkhana samkatamam avi bharano chhum. Samkhyati avalikao sudhi hum kleshanubhava bhogavisha. Samajum chhum ke mane a khana avi chhe. Koi prakare a khana shamta thashe nahim. Sutra samdarbha– 255–262