Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116758
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ शल्यउद्धरण

Translated Chapter :

અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ

Section : Translated Section :
Sutra Number : 58 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] खामेत्ता पाव-सल्लस्स, निम्मूलुद्धरणं पुणो। करेज्जा विहि-पुव्वेणं, रंजेंतो ससुरासुरं जगं॥
Sutra Meaning : પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ – અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મૂલ શલ્યોદ્ધાર કરે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચૈત્યોને વાંદે, સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એકત્ર વાસ કર્યો હોય, ગામેગામ વિચર્યો હોય, જેમણે કઠોર વચનોથી સારણાદિ પ્રેરણા આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કાર્ય સિવાય કઠોર, આકરા, નિષ્ઠુર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઈક પ્રત્યુત્તર આપેલો હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે. સૂત્ર સંદર્ભ– ૫૮–૬૨
Mool Sutra Transliteration : [gatha] khametta pava-sallassa, nimmuluddharanam puno. Karejja vihi-puvvenam, ramjemto sasurasuram jagam.
Sutra Meaning Transliteration : Papashalya khamavine phari pana vidhipurvaka deva – asuro sahita jagatane anamda pamadato nirmula shalyoddhara kare chhe. E rite shalyarahita thai sarva bhave phari pana vidhi sahita chaityone vamde, sadharmikone khamave. Khasa karine jeni sathe ekatra vasa karyo hoya, gamegama vicharyo hoya, jemane kathora vachanothi saranadi prerana api hoya, jemane pana karya prasamge ke karya sivaya kathora, akara, nishthura vachano sambhalavela hoya, tene pana same kamika pratyuttara apelo hoya, te kadacha jivato hoya ke mrityu pamelo hoya tene sarva bhavathi khamavo, jo jivato hoya to tyam jaine vinayathi khamave, mrityu pamelo hoya to sadhuni sakshie khamave. Sutra samdarbha– 58–62