Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116733
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ शल्यउद्धरण

Translated Chapter :

અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ

Section : Translated Section :
Sutra Number : 33 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भयवं सुदुद्धरे एस, पावसल्ले दुहप्पए। उद्धरिउं पि न याणंती, बहवे जह वुद्धरिज्जई॥
Sutra Meaning : ભગવન્‌ ! દુઃખે ઉદ્ધરી શકાય તેવું, દુઃખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણા જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું કહેલ છે. ગમે તેવું દુર્ધર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે. પહેલું સમ્યગ્‌દર્શન, બીજું સમ્યગ્‌જ્ઞાન, ત્રીજું સમ્યક્‌ચારિત્ર આ ત્રણે એકીરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ – શલ્ય અતિ ઊંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડકા સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખૂંચી ગયેલ હોય, અંદર – બહારના ભાગો પીડા કરતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ. સૂત્ર સંદર્ભ– ૩૩–૩૭
Mool Sutra Transliteration : [gatha] bhayavam sududdhare esa, pavasalle duhappae. Uddharium pi na yanamti, bahave jaha vuddharijjai.
Sutra Meaning Transliteration : Bhagavan ! Duhkhe uddhari shakaya tevum, duhkhadayi a papashalya kema uddharavum, te pana ghana janata nathi. He gautama! A papashalya sarvatha mulathi ukhedi devanum kahela chhe. Game tevum durdhara shalya hoya tene amgopamga sahita bhedi namkhavanum janavela chhe. Pahelum samyagdarshana, bijum samyagjnyana, trijum samyakcharitra a trane ekirupa thaya, jiva jyare shalyano kshetribhuta bane chhe ane papa – shalya ati umdana sudhi pahomchelum hoya, dekhatum na hoya, hadaka sudhi gayelum ane amdara rahelum hoya, sarve amgopamgamam khumchi gayela hoya, amdara – baharana bhago pida karatum hoya, teva shalyane mulamamthi ukhedi namkhavum joie. Sutra samdarbha– 33–37