Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1113384
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-२० Translated Section : ઉદ્દેશક-૨૦
Sutra Number : 1384 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं। ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया। पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं। पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं। अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं। पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउंचियं। अपलिउंचिए अपलिउंचियं आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ ચાતુર્માસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની – અનુવાદ: સૂત્ર– ૧૩૮૪. એકવાર પ્રતિસેવના કરી આલોચના કરે. સૂત્ર– ૧૩૮૫. અનેકવાર પ્રતિસેવના કરી આલોચના કરે. સૂત્ર– ૧૩૮૬. તે આલોચના માયારહિત કરે. સૂત્ર– ૧૩૮૭. તે આલોચના માયા સહિત કરે. ઉક્ત ચારે સૂત્રોમાં ચાર સંજોગોમાં. શું કરે ? તેની વિધિ – પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ત તપ કરી રહેલા સાધુની સહાયાદિ માટે પરિહારિક ને અનુકૂળવર્તી કોઈ સાધુ નિયત કરાય તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ત ફરી સેવે. અહીં પાપ સ્થાનકને પૂર્વ પશ્ચાત્‌ સેવવાના વિષયમાં ચતુર્ભંગી છે, તે આ રીતે. ૧. પહેલાં સેવેલા પાપની પહેલા આલોચના કરી હોય, ૨. પહેલાં સેવેલા પાપની પછી આલોચના કરી હોય, ૩. પછી સેવેલા પાપની પહેલાં આલોચના કરી હોય, ૪. પછી સેવેલા પાપની પછી આલોચના કરી હોય. પાપ આલોચના ક્રમ કહ્યા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચતુર્ભંગી જણાવે છે.. ૧. સંકલ્પ કાળે અને આલોચના સમયે માયારહિતપણું, ૨. સંકલ્પ કાળે માયારહિત પણ આલોચના સમયે માયા સહિત ૩. સંકલ્પકાળે માયા સહિત પણ આલોચના કાળે માયા રહિત. ૪. સંકલ્પકાળે અને આલોચનાકાળે બંને સમયમાં માયા સહિત હોય. આમાંથી કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરતા તેના બધા જ સ્વકૃત વેળા પણ પુનઃ કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ અર્થાત્‌ તે જ ક્રમમાં ફરી પ્રાયશ્ચિત્ત તપ આદરે. સૂત્ર સંદર્ભ– ૧૩૮૪–૧૩૮૭
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu chaummasiyam va sairegachaummasiyam va pamchamasiyam va sairegapamchamasiyam va eesim pariharatthananam annayaram pariharatthanam padisevitta aloejja, apaliumchiyam aloemane thavanijjam thavaitta karanijjam veyavadiyam. Thavie vi padisevitta, se vi kasine tattheva aruheyavve siya. Puvvim padiseviyam puvvim aloiyam, puvvim padiseviyam pachchha aloiyam. Pachchha padiseviyam puvvim aloiyam, pachchha padiseviyam pachchha aloiyam. Apaliumchie apaliumchiyam, apaliumchie paliumchiyam. Paliumchie apaliumchiyam, paliumchie paliumchiyam. Apaliumchie apaliumchiyam aloemanassa savvameyam sakayam sahaniya je eyae patthavanae patthavie nivvisamane padisevei, se vi kasine tattheva aruheyavve siya.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu chaturmasika, sadhika chaturmasika, pamchamasika ke sadhika pamchamasika e parihara sthanomamthi koi eka pariharasthanani – Anuvada: Sutra– 1384. Ekavara pratisevana kari alochana kare. Sutra– 1385. Anekavara pratisevana kari alochana kare. Sutra– 1386. Te alochana mayarahita kare. Sutra– 1387. Te alochana maya sahita kare. Ukta chare sutromam chara samjogomam. Shum kare\? Teni vidhi – Pariharasthana papanum prayashchitta tapa kari rahela sadhuni sahayadi mate pariharika ne anukulavarti koi sadhu niyata karaya tene a parihara tapasini vaiyavachcha karavane mate sthapana karya pachhi pana koi papa sthananum sevana kare ane pachhi kahe ke mem amuka papanum sevana karyum chhe tyare saghalum purve sevela prayashchitta phari seve. Ahim papa sthanakane purva pashchat sevavana vishayamam chaturbhamgi chhe, te a rite. 1. Pahelam sevela papani pahela alochana kari hoya, 2. Pahelam sevela papani pachhi alochana kari hoya, 3. Pachhi sevela papani pahelam alochana kari hoya, 4. Pachhi sevela papani pachhi alochana kari hoya. Papa alochana krama kahya pachhi parihara sevana karanarana bhavane ashrine chaturbhamgi janave chhe.. 1. Samkalpa kale ane alochana samaye mayarahitapanum, 2. Samkalpa kale mayarahita pana alochana samaye maya sahita 3. Samkalpakale maya sahita pana alochana kale maya rahita. 4. Samkalpakale ane alochanakale bamne samayamam maya sahita hoya. Amamthi koipana prakarana bhamgathi alochana karata tena badha ja svakrita vela pana punah koi prakarani pratisevana kare to tene sampurna prayashchitta pana purva pradatta prayashchittamam aropita kari devum joie arthat te ja kramamam phari prayashchitta tapa adare. Sutra samdarbha– 1384–1387