Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112001
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 1 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू हत्थकम्मं करेति, करेंतं वा सातिज्जति।
Sutra Meaning : વર્ણન સંદર્ભ: [નિશીથસૂત્રના આ પહેલાં ઉદ્દેશામાં ૧થી ૫૮ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવ્યા મુજબના દોષ કે ભૂલ સેવનારને અનુદ્ઘાતિક નામક પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સૂત્રાંતે કહેલ છે. બીજા ઉદ્દેશાને આરંભે નિશીથ ભાષ્યની આપેલી ગાથા મુજબ પહેલા ઉદ્દેશાના દોષ માટે ગુરુમાસિક નામક પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદ્દેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે.] ઉદ્દેશા નં.૧ ના – ૧ થી ૫૮ સૂત્રો ક્રમશઃ આ પ્રમાણે છે – અનુવાદ: સૂત્ર– ૧. જે સાધુ – સાધ્વી હસ્તકર્મ પોતે કરે, કે કરનારની અનુમોદના કરે છે, તેને પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયને લાકડાના કટકા, વાંસની સળી, આંગળી, લોઢાની સળી વડે સંચાલન કરે કે સંચાલન કરનારની અનુમોદના કરે તેને પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયનું મર્દન કરે છે કે વારંવાર મર્દન કરે છે અથવા મર્દન કરનાર કે વારંવાર મર્દન કરનારની અનુમોદના કરે, સૂત્ર– ૪. જે સાધુ – સાધ્વી અંગાદાન (જનનેન્દ્રિય)ને તેલ, અથવા તે બંને કરનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયનું કલ્ક, લોઘ્ર, પદ્મચૂર્ણ, ન્હાણ, સિણાણ, વર્ણ કે ચૂર્ણથી ઉબટન લેપ એકવાર કરે કે વારંવાર કરે અથવા તેમ કરનારા બંનેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૬. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયનું ઠંડા પાણીથી કે ગરમ પાણીથી પ્રક્ષાલન કરે, ધોવે કે વારંવાર પ્રક્ષાલન કરે અથવા તે બંનેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૭. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયના અગ્રભાગની ત્વચાનું અપવર્તન કરે કે અપવર્તન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૮. જે સાધુ – સાધ્વી અંગાદાન અર્થાત જનનેન્દ્રિયને સૂંઘે કે સૂંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૯. જે સાધુ અંગાદાન અર્થાત જનનેન્દ્રિયને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવેશ કરાવીને શુક્ર પુદ્‌ગલ કાઢે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલીફળ આદિ પ્રવેશ કરાવી રજ પુદ્‌ગલોને બહાર કાઢે કે બહાર કાઢનારની અનુમોદના કરે. સૂત્ર– ૧૦. જે સાધુ – સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત ગંધને સૂંઘે કે સૂંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૧. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ચાલવા માટેનો માર્ગ, પાણી – કાદવ ઓળંગવા માટેનો પૂલ અથવા ઉપર ચડવા માટેનું સીડી અવલંબન પોતે કરાવે છે, કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૨. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણીના નીકાલ માટેનું નાળુ કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૩. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ભિક્ષાદિ સ્થાપવા માટેનું સિક્કું કે સિક્કાનું ઢાંકણ પોતે કરાવે કે કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૪. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સુતર કે દોરાની ચિલિમિલિ – પડદો પોતે કરાવે કે કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૫. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયનું ઉત્તરકરણ કરાવે કે કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૬. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કતરણી સુધરાવે કે તેમ કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૭. જે સાધુ – સાધ્વી, અન્યતીર્થિક કે ગૃહસ્થ નામે નખછેદણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૮. જે સાધુ – સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી કાનખોતરણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૧૯. જે સાધુ – સાધ્વી પ્રયોજન સિવાય સોયની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૦. જે સાધુ – સાધ્વી પ્રયોજન સિવાય કાતરની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૧. જે સાધુ – સાધ્વી પ્રયોજન સિવાય કાનખોતરણીની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૨. જે સાધુ – સાધ્વી પ્રયોજન સિવાય નખછેદણીની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૩. જે સાધુ – સાધ્વી અવિધિથી – સોયની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૪. જે સાધુ – સાધ્વી અવિધિથી – કાતરની યાચના કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૫. જે સાધુ – સાધ્વી અવિધિથી – કાનખોતરણી યાચે કે યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૬. જે સાધુ – સાધ્વી અવિધિથી – નખછેદણીને યાચે કે યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૭. જે સાધુ – સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે સોયની યાચના કરીને તે બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૮. જે સાધુ – સાધ્વી કોઈ એક કાર્ય માટે નખછેદણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૨૯. જે સાધુ – સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે નખછેદણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૦. જે સાધુ – સાધ્વી કોઈ એક કાર્ય માટે કાનખોતરણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૧. જે સાધુ – સાધ્વી ‘વસ્ત્ર સીવવા સોયનો ખપ છે’ પણ પાછી આપીશ એમ કહી સોયની યાચના કરે, લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે અર્થાત્‌ સાંધે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૨. જે સાધુ – સાધ્વી પાછું આપીશ એમ કહી વસ્ત્ર ફાડવા માટે કાતર યાચીને પાત્રાદિ કાપે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૩. જે સાધુ – સાધ્વી પાછું આપવાનું કહી નખ કાપવાને નખછેદણી લાવે, પછી તેનાથી કાંટો કાઢે કે કાઢનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૪. જે સાધુ – સાધ્વી પાછું આપવાનું કહી કાનખોતરણીને કાનનો મેલ કાઢવાને માટે લાવે અને તેનાથી દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે કાઢનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૫. જે સાધુ – સાધ્વી અવિધિથી – સોય પરત કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૬. જે સાધુ – સાધ્વી અવિધિથી – કાતર પરત કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૭. જે સાધુ – સાધ્વી અવિધિથી – નખછેદણી પરત કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૮. જે સાધુ – સાધ્વી અવિધિથી – કાનખોતરણી પરત કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૩૯. જે સાધુ – સાધ્વી તુંબપાત્ર, કાષ્ઠપાત્ર કે માટીનું પાત્ર અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ કરાવે, સંસ્થાપન કરાવે, વિષમને સમ કરાવે. ‘‘આ પાત્ર પરિષ્કાર કાર્ય કરવા પોતે સમર્થ હોય તો ગૃહસ્થ પાસે કંઈપણ પરિષ્કાર કરાવવો ન કલ્પે.’’ એ જાણવા છતાં, સ્મરણમાં હોવા છતાં તેમ કરાવે કે કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૦. સ્વયં કરવા માટે સમર્થ હોય તો કંઈપણ ગૃહસ્થ પાસે કરાવવું ન કલ્પે, તેમ જાણવા છતાં અને સ્મરણમાં હોવા છતાં જે સાધુ – સાધ્વી દંડ, લાઠી, અવલેખણી, વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન, વિષમને સમ કરાવવું આદિ અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે કરાવે છે કે બીજાને તેમ કરવા આજ્ઞા આપે અથવા તેવું કરનારને અનુમોદે, તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૧. જે સાધુ – સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૨. જે સાધુ – સાધ્વી પાત્રને ત્રણ થીગડાં મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૩. જે સાધુ – સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૪. જે સાધુ – સાધ્વી પાત્રાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૫. જે સાધુ – સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૬. જે સાધુ – સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે. સૂત્ર– ૪૭. જે સાધુ – સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૪૮. જે સાધુ – સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. સૂત્ર– ૪૯. જે સાધુ – સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૦. જે સાધુ – સાધ્વી ફાટેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૧. જે સાધુ – સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે. સૂત્ર– ૫૨. જે સાધુ – સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સિલાઈથી જોડે છે અથવા જોડનારને અનુમોદે. સૂત્ર– ૫૩. જે સાધુ – સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સિલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે. સૂત્ર– ૫૪. જે સાધુ – સાધ્વી અવિધિથી વસ્ત્રના ટૂકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૫. જે સાધુ – સાધ્વી એક પ્રકારના વસ્ત્રને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે. સૂત્ર– ૫૬. જે સાધુ – સાધ્વી અતિરિક્ત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિકતમ રાખે કે રાખનારને અનુમોદે. સૂત્ર– ૫૭. જે સાધુ – સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતીર્થિક પાસે ધૂમાડો કરે કે કરનારને અનુમોદે. સૂત્ર– ૫૮. જે સાધુ – સાધ્વી પૂતિકર્મ દોષથી યુક્ત આહાર, ઉપધિ કે વસતિનો ઉપયોગ કરે કે કરનારને અનુમોદે. સૂત્ર સંદર્ભ– ૧–૫૮
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu hatthakammam kareti, karemtam va satijjati.
Sutra Meaning Transliteration : Varnana samdarbha: [nishithasutrana a pahelam uddeshamam 1thi 58 sutro chhe. A pratyeka sutramam janavya mujabana dosha ke bhula sevanarane anudghatika namaka prayashchitta ave chhe, tema sutramte kahela chhe. Bija uddeshane arambhe nishitha bhashyani apeli gatha mujaba pahela uddeshana dosha mate gurumasika namaka prayashchitta janavelum chhe. Matalaba ke pahelam uddeshamam janaveli bhulo karanarane gurumasika prayashchitta ave.] Uddesha naM.1 na – 1 thi 58 sutro kramashah a pramane chhe – Anuvada: Sutra– 1. Je sadhu – sadhvi hastakarma pote kare, ke karanarani anumodana kare chhe, tene prayashchitta. Sutra– 2. Je sadhu – sadhvi amgadana arthata jananendriyane lakadana kataka, vamsani sali, amgali, lodhani sali vade samchalana kare ke samchalana karanarani anumodana kare tene prayashchitta. Sutra– 3. Je sadhu – sadhvi amgadana arthata jananendriyanum mardana kare chhe ke varamvara mardana kare chhe athava mardana karanara ke varamvara mardana karanarani anumodana kare, Sutra– 4. Je sadhu – sadhvi amgadana (jananendriya)ne tela, athava te bamne karanarani anumodana kare te prayashchitta. Sutra– 5. Je sadhu – sadhvi amgadana arthata jananendriyanum kalka, loghra, padmachurna, nhana, sinana, varna ke churnathi ubatana lepa ekavara kare ke varamvara kare athava tema karanara bamneni anumodana kare to prayashchitta. Sutra– 6. Je sadhu – sadhvi amgadana arthata jananendriyanum thamda panithi ke garama panithi prakshalana kare, dhove ke varamvara prakshalana kare athava te bamnene anumode to prayashchitta. Sutra– 7. Je sadhu – sadhvi amgadana arthata jananendriyana agrabhagani tvachanum apavartana kare ke apavartana karanarani anumodana kare to prayashchitta. Sutra– 8. Je sadhu – sadhvi amgadana arthata jananendriyane sumghe ke sumghanarani anumodana kare to prayashchitta. Sutra– 9. Je sadhu amgadana arthata jananendriyane koi achitta chhidramam pravesha karavine shukra pudgala kadhe ke tema karanarani anumodana kare to prayashchitta. Sadhvi potana guptamgamam kadaliphala adi pravesha karavi raja pudgalone bahara kadhe ke bahara kadhanarani anumodana kare. Sutra– 10. Je sadhu – sadhvi sachitta pratishthita gamdhane sumghe ke sumghanarani anumodana kare to prayashchitta. Sutra– 11. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase chalava mateno marga, pani – kadava olamgava mateno pula athava upara chadava matenum sidi avalambana pote karave chhe, karavanarani anumodana kare to prayashchitta. Sutra– 12. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase panina nikala matenum nalu karave ke karanarani anumodana kare to prayashchitta. Sutra– 13. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase bhikshadi sthapava matenum sikkum ke sikkanum dhamkana pote karave ke karavanarani anumodana kare to prayashchitta. Sutra– 14. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase sutara ke dorani chilimili – padado pote karave ke karavanarane anumode to prayashchitta. Sutra– 15. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase soyanum uttarakarana karave ke karavanarane anumode to prayashchitta. Sutra– 16. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha pase katarani sudharave ke tema karavanarane anumode to prayashchitta. Sutra– 17. Je sadhu – sadhvi, anyatirthika ke grihastha name nakhachhedani samarave ke samaravanarane anumode to prayashchitta. Sutra– 18. Je sadhu – sadhvi anyatirthika ke grihastha pasethi kanakhotarani samarave ke samaravanarane anumode to prayashchitta. Sutra– 19. Je sadhu – sadhvi prayojana sivaya soyani yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 20. Je sadhu – sadhvi prayojana sivaya katarani yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 21. Je sadhu – sadhvi prayojana sivaya kanakhotaranini yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 22. Je sadhu – sadhvi prayojana sivaya nakhachhedanini yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 23. Je sadhu – sadhvi avidhithi – soyani yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 24. Je sadhu – sadhvi avidhithi – katarani yachana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 25. Je sadhu – sadhvi avidhithi – kanakhotarani yache ke yachanarane anumode to prayashchitta. Sutra– 26. Je sadhu – sadhvi avidhithi – nakhachhedanine yache ke yachanarane anumode to prayashchitta. Sutra– 27. Je sadhu – sadhvi potana koi eka karya mate soyani yachana karine te bija karya mate vapare ke vaparanarane anumode to prayashchitta. Sutra– 28. Je sadhu – sadhvi koi eka karya mate nakhachhedani yache ane bija karya mate vapare ke vaparanarane anumode to prayashchitta. Sutra– 29. Je sadhu – sadhvi potana koi eka karya mate nakhachhedani yache ane bija karya mate vapare ke vaparanarane anumode to prayashchitta. Sutra– 30. Je sadhu – sadhvi koi eka karya mate kanakhotarani yache ane bija karya mate vapare ke vaparanarane anumode to prayashchitta. Sutra– 31. Je sadhu – sadhvi ‘vastra sivava soyano khapa chhe’ pana pachhi apisha ema kahi soyani yachana kare, lavya pachhi tenathi patra ke anya vastu sive arthat samdhe ke tema karanarani anumodana kare to prayashchitta. Sutra– 32. Je sadhu – sadhvi pachhum apisha ema kahi vastra phadava mate katara yachine patradi kape ke tema karanarane anumode to prayashchitta. Sutra– 33. Je sadhu – sadhvi pachhum apavanum kahi nakha kapavane nakhachhedani lave, pachhi tenathi kamto kadhe ke kadhanarane anumode to prayashchitta. Sutra– 34. Je sadhu – sadhvi pachhum apavanum kahi kanakhotaranine kanano mela kadhavane mate lave ane tenathi damtano mela ke nakhano mela kadhe ke kadhanarane anumode to prayashchitta. Sutra– 35. Je sadhu – sadhvi avidhithi – soya parata kare ke karanarane anumode to prayashchitta. Sutra– 36. Je sadhu – sadhvi avidhithi – katara parata kare ke karanarane anumode to prayashchitta. Sutra– 37. Je sadhu – sadhvi avidhithi – nakhachhedani parata kare ke karanarane anumode to prayashchitta. Sutra– 38. Je sadhu – sadhvi avidhithi – kanakhotarani parata kare ke karanarane anumode to prayashchitta. Sutra– 39. Je sadhu – sadhvi tumbapatra, kashthapatra ke matinum patra anyatirthika ke grihastha pase nirmana karave, samsthapana karave, vishamane sama karave. ‘‘a patra parishkara karya karava pote samartha hoya to grihastha pase kamipana parishkara karavavo na kalpe.’’ e janava chhatam, smaranamam hova chhatam tema karave ke karavanarani anumodana kare to prayashchitta. Sutra– 40. Svayam karava mate samartha hoya to kamipana grihastha pase karavavum na kalpe, tema janava chhatam ane smaranamam hova chhatam je sadhu – sadhvi damda, lathi, avalekhani, vamsani salinum nirmana, samsthapana, vishamane sama karavavum adi anya tirthika ke grihastha pase karave chhe ke bijane tema karava ajnya ape athava tevum karanarane anumode, to prayashchitta. Sutra– 41. Je sadhu – sadhvi patrane eka thigadum mare ke tema karanarane anumode to prayashchitta. Sutra– 42. Je sadhu – sadhvi patrane trana thigadam mare ke tema karanarane anumode to prayashchitta. Sutra– 43. Je sadhu – sadhvi patrane avidhithi bamdhe ke bamdhanarane anumode to prayashchitta. Sutra– 44. Je sadhu – sadhvi patrane eka bamdhanathi bamdhe ke bamdhata hoya tene anumode to prayashchitta. Sutra– 45. Je sadhu – sadhvi patrane trana bamdhanathi vadhu bamdhanathi bamdhe ke bamdhanarane anumode to prayashchitta. Sutra– 46. Je sadhu – sadhvi tranathi adhika bamdhanana patrane dodha masathi adhika rakhe ke rakhanarane anumode. Sutra– 47. Je sadhu – sadhvi vastramam eka thigadum mare ke maranarane anumode to prayashchitta. Sutra– 48. Je sadhu – sadhvi vastrane tranathi adhika thigadam mare ke maranarane anumode. Sutra– 49. Je sadhu – sadhvi avidhithi vastra sive ke sivanarane anumode to prayashchitta. Sutra– 50. Je sadhu – sadhvi phatela vastrane eka gamtha mare ke gamtha maranarane anumode to prayashchitta. Sutra– 51. Je sadhu – sadhvi phatela vastrane tranathi adhika gamtha lagave ke lagavanarane anumode. Sutra– 52. Je sadhu – sadhvi phatela vastrane eka silaithi jode chhe athava jodanarane anumode. Sutra– 53. Je sadhu – sadhvi phatela vastrone trana silaithi adhika samdhathi jode, jodanarane anumode. Sutra– 54. Je sadhu – sadhvi avidhithi vastrana tukadane jode ke jodanarane anumode to prayashchitta. Sutra– 55. Je sadhu – sadhvi eka prakarana vastrane bija prakarana vastra sathe jode ke jodanarane anumode. Sutra– 56. Je sadhu – sadhvi atirikta grahita vastrane dodha masathi adhikatama rakhe ke rakhanarane anumode. Sutra– 57. Je sadhu – sadhvi je gharamam rahya hoya tyam grihastha ke anyatirthika pase dhumado kare ke karanarane anumode. Sutra– 58. Je sadhu – sadhvi putikarma doshathi yukta ahara, upadhi ke vasatino upayoga kare ke karanarane anumode. Sutra samdarbha– 1–58