વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ વીસમા અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર – ૧૩૭૦ થી ૧૪૨૦ એટલે કે ૫૧ સૂત્રો છે. આ ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત શું કરવું ? તે જણાવેલ છે. ૧ થી ૧૯ ઉદ્દેશામાં કહેલા દોષોનું સેવન કર્યા બાદ આલોચકોને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિકલ્પો રૂપ ચૌદ સૂત્રોથી આ ઉદ્દેશાનો આરંભ થાય છે. સૂત્રો સમજવાને ભાષ્ય અને ચૂર્ણિનો સંદર્ભ સન્મુખ હોવો ખૂબ જરૂરી છે.
અનુવાદ:
જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને. ...
માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને
માયાસહિત આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.