Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108513
Scripture Name( English ): Chatusharan Translated Scripture Name : ચતુશ્શરણ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुशरणं

Translated Chapter :

ચતુશરણં

Section : Translated Section :
Sutra Number : 13 Category : Painna-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] राग-द्दोसारीणं हंता कम्मट्ठगाइअरिहंता । विसय-कसायारीणं अरिहंता हुंतु मे सरणं ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: (અરહંતનું શરણપણું) અનુવાદ: સૂત્ર– ૧૩. રાગ – દ્વેષરૂપ શત્રુના હણનાર, આઠ કર્માદિ શત્રુના હણનારા, વિષય – કષાય શત્રુને હણનાર – અરિહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૪. રાજ્યશ્રીને તજીને, દુષ્કર તપ ચારિત્રને સેવીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને યોગ્ય અરહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૫. સ્તુતિ – વંદનને યોગ્ય, ઇન્દ્રો – ચક્રવર્તીની પૂજાને યોગ્ય શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૬. બીજાના મનોભાવને જાણતા, યોગીન્દ્ર અને મહેન્દ્રને ધ્યાન કરવા યોગ્ય, વળી ધર્મકથાને યોગ્ય અરહંતો મને શરણ હો. સૂત્ર– ૧૭. સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, બ્રહ્મચર્યને યોગ્ય અરહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૮. સમોસરણમાં બેસીને, ચોત્રીશ અતિશયોને સેવવા પૂર્વક, ધર્મકથાને કહેતા અરહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૯. એક વાણી વડે અનેક પ્રાણીના સંદેહને એક સાથે છેદતા ત્રણ જગતને અનુશાસિત કરતા અરિહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૨૦. વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણોમાં સ્થાપતા, જીવલોકનો ઉદ્ધાર કરતા અરિહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૨૧. અતિ અદ્‌ભુત ગુણવાળા, પોતાના યશરૂપ ચંદ્ર વડે દિશાઓના અંતને શોભાવનાર, શાશ્વત – અનાદિ – અનંત અરહંતોને મેં શરણપણે અંગિકાર કરેલા છે. સૂત્ર– ૨૨. જરા – મરણને તજનાર, દુઃખપીડિત સમસ્ત પ્રાણીના શરણરૂપ, ત્રણ જગતના લોકને સુખ આપનાર અરિહંતોને નમસ્કાર. સૂત્ર સંદર્ભ– ૧૩–૨૨
Mool Sutra Transliteration : [gatha] raga-ddosarinam hamta kammatthagaiarihamta. Visaya-kasayarinam arihamta humtu me saranam.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: (arahamtanum sharanapanum) Anuvada: Sutra– 13. Raga – dvesharupa shatruna hananara, atha karmadi shatruna hananara, vishaya – kashaya shatrune hananara – arihamto mane sharana thao. Sutra– 14. Rajyashrine tajine, dushkara tapa charitrane sevine kevalajnyanarupi lakshmine yogya arahamto mane sharana thao. Sutra– 15. Stuti – vamdanane yogya, indro – chakravartini pujane yogya shashvata sukha pamavane yogya arahamto mane sharana thao. Sutra– 16. Bijana manobhavane janata, yogindra ane mahendrane dhyana karava yogya, vali dharmakathane yogya arahamto mane sharana ho. Sutra– 17. Sarva jivoni daya palavane yogya, satya vachanane yogya, brahmacharyane yogya arahamto mane sharana thao. Sutra– 18. Samosaranamam besine, chotrisha atishayone sevava purvaka, dharmakathane kaheta arahamto mane sharana thao. Sutra– 19. Eka vani vade aneka pranina samdehane eka sathe chhedata trana jagatane anushasita karata arihamto mane sharana thao. Sutra– 20. Vachanamrita vade jagatane shamti pamadata, gunomam sthapata, jivalokano uddhara karata arihamto mane sharana thao. Sutra– 21. Ati adbhuta gunavala, potana yasharupa chamdra vade dishaona amtane shobhavanara, shashvata – anadi – anamta arahamtone mem sharanapane amgikara karela chhe. Sutra– 22. Jara – maranane tajanara, duhkhapidita samasta pranina sharanarupa, trana jagatana lokane sukha apanara arihamtone namaskara. Sutra samdarbha– 13–22