Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108501
Scripture Name( English ): Chatusharan Translated Scripture Name : ચતુશ્શરણ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

आवश्यक अर्थाधिकार

Translated Chapter :

આવશ્યક અર્થાધિકાર

Section : Translated Section :
Sutra Number : 1 Category : Painna-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सावज्जजोगविरई १ उक्कित्तण २ गुणवओ य पडिवत्ती ३ । खलियस्स निंदणा ४ वणतिगिच्छ ५ गुणधारणा ६ चेव ॥
Sutra Meaning : સૂત્ર– ૧. સાવદ્યયોગની વિરતી, ગુણોનું ઉત્કિર્તન(જિનગુણકીર્તન), ગુણવંત(ગુરુ)ની વંદના, સ્ખલિત(અતિચાર)ની નિંદા, વ્રણ ચિકિત્સા(કાયોત્સર્ગ), ગુણધારણા(પચ્ચક્ખાણ) એ છ આવશ્યક કહેલા છે. સૂત્ર– ૨. આ જિનશાસનમાં સામાયિક વડે નિશ્ચે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્યયોગના ત્યાગ અને નિરવદ્યયોગની સેવનાથી થાય છે. સૂત્ર– ૩. દર્શનાચારની વિશુદ્ધિ, ચતુર્વિંશતિ સ્તવથી કરાય. તે જિનવરેન્દ્રના અતિ અદ્‌ભુત ગુણકીર્તનરૂપ છે. સૂત્ર– ૪. જ્ઞાનાદિ ગુણો, તેના વડે યુક્ત ગુરુ મહારાજને વંદનાદિ પ્રતિપત્તિ કરવા વડે – વિધિપૂર્વક વંદનથી જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે. સૂત્ર– ૫. જ્ઞાનાદિમાં જે મૂલગુણ અને ઉત્તરગુણની સ્ખલનાની જે વિધિપૂર્વક નિંદના તે પ્રતિક્રમણ, તે પ્રતિક્રમણથી તેની શુદ્ધિ કરવી જોઈએ. સૂત્ર– ૬. ચારિત્રાદિના જે અતિચાર, તેની યથાક્રમે વ્રણચિકિત્સા રૂપથી પ્રતિક્રમણ કર્યા પછી રહેલ અશુદ્ધિ કાયોત્સર્ગથી શોધવી. સૂત્ર– ૭. ગુણધારણારૂપ પ્રત્યાખ્યાનથી તપના અતિચારની અને વીર્યાચારની સર્વે આવશ્યકની શુદ્ધિ કરવી. સૂત્ર સંદર્ભ– ૧–૭
Mool Sutra Transliteration : [gatha] savajjajogavirai 1 ukkittana 2 gunavao ya padivatti 3. Khaliyassa nimdana 4 vanatigichchha 5 gunadharana 6 cheva.
Sutra Meaning Transliteration : Sutra– 1. Savadyayogani virati, gunonum utkirtana(jinagunakirtana), gunavamta(guru)ni vamdana, skhalita(atichara)ni nimda, vrana chikitsa(kayotsarga), gunadharana(pachchakkhana) e chha avashyaka kahela chhe. Sutra– 2. A jinashasanamam samayika vade nishche charitrani vishuddhi karaya chhe. Te savadyayogana tyaga ane niravadyayogani sevanathi thaya chhe. Sutra– 3. Darshanacharani vishuddhi, chaturvimshati stavathi karaya. Te jinavarendrana ati adbhuta gunakirtanarupa chhe. Sutra– 4. Jnyanadi guno, tena vade yukta guru maharajane vamdanadi pratipatti karava vade – vidhipurvaka vamdanathi jnyanadi gunoni vishuddhi thaya chhe. Sutra– 5. Jnyanadimam je mulaguna ane uttaragunani skhalanani je vidhipurvaka nimdana te pratikramana, te pratikramanathi teni shuddhi karavi joie. Sutra– 6. Charitradina je atichara, teni yathakrame vranachikitsa rupathi pratikramana karya pachhi rahela ashuddhi kayotsargathi shodhavi. Sutra– 7. Gunadharanarupa pratyakhyanathi tapana aticharani ane viryacharani sarve avashyakani shuddhi karavi. Sutra samdarbha– 1–7