Sutra Navigation: Nirayavalika ( નિરયાવલિકાદિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108016 | ||
Scripture Name( English ): | Nirayavalika | Translated Scripture Name : | નિરયાવલિકાદિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ काल |
Translated Chapter : |
અધ્યયન-૧ કાલ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 16 | Category : | Upang-08 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से कूणिए राया अन्नया कयाइ कालाईए दस कुमारे सद्दावेइ, सद्दावेत्ता रज्जं च रट्ठं च बलं च वाहनं च कोसं च कोट्ठागारं च जणवयं च एक्कारसभाए विरिंचइ, विरिंचित्ता सयमेव रज्जसिरिं करेमाणे पालेमाणे विहरइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬. ત્યારપછી તે કોણિક રાજા અન્ય કોઈ દિને કાલાદિ દશ કુમારને બોલાવીને રાજ્ય યાવત્ જનપદને ૧૧ – ભાગમાં વહેંચે છે. પછી સ્વયં રાજ્યશ્રીને કરતા, પાળતા વિચરે છે. સૂત્ર– ૧૭. ત્યાં ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણિક રાજાના સહોદર નાનો ભાઈ વેહલ્લ નામે સુકુમાર યાવત્ સુરૂપકુમાર હતો. તે વેહલ્લકુમારને શ્રેણિક રાજાએ જીવતા જ સેચનક હાથી અને અઢારસરો હાર પૂર્વે આપેલ. ત્યારે તે વેહલ્લકુમાર સેચનક ગંધહસ્તિ સાથે અંતઃપુર પરિવારથી પરીવરીને ચંપાનગરીની મધ્યેથી નીકળે છે, નીકળીને વારંવાર ગંગા મહાનદીમાં સ્નાન ક્રીડાર્થે ઊતરે છે. ત્યારે સેચનક ગંધહસ્તિ રાણીઓને સૂંઢથી ગ્રહણ કરે છે, પછી કેટલીકને પાછળ બેસાડે છે, કેટલીકને સ્કંધે બેસાડે છે. એ રીતે કુંભ ઉપર, મસ્તકે, દંતમુશલે બેસાડે છે. સૂંઢ વડે ગ્રહણ કરી ઊંચે આકાશમાં ઉછાળે છે, સૂંઢમાં લઈ હીંચકા ખવડાવે છે, દાંતના અંતરમાંથી કાઢે છે, સૂંઢમાં પાણી ભરીને સ્નાન કરાવે છે અને ક્રીડા કરાવે છે. ત્યારે ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, માર્ગોમાં ઘણા લોકો પરસ્પર એમ કહે છે યાવત્ પ્રરૂપે છે – એ પ્રમાણે નિશ્ચે દેવાનુપ્રિયો ! વેહલ્લકુમાર સેચનક ગંધહસ્તિ વડે અંતઃપુરને પૂર્વવત્ પાઠ કહેવો. આ વેહલ્લ કુમાર રાજ્યશ્રીનું ફળ અનુભવતો વિચરે છે, કોણિક નહીં. ત્યારે પદ્માવતીને આ વૃત્તાંત જાણીને આવો સંકલ્પ થયો. આ રીતે વેહલ્લકુમાર સેચનક ગંધહસ્તિથી યાવત્ ક્રીડા કરે છે ઇત્યાદિ, તો અમારે આ રાજ્ય યાવત્ જનપદથી શું પ્રયોજન, જો અમારે સેચનક ગંધહસ્તિ નથી. તો મારે કોણિક રાજાને આ વાત કરવી શ્રેયસ્કર છે, એમ વિચારી કોણિક રાજા પાસે આવી બે હાથ જોડી યાવત્ કહ્યું – સ્વામી ! વેહલ્લકુમાર જ ખરી રાજ્યલક્ષ્મી ભોગવી રહ્યા છે યાવત્ સેચનક ગંધહસ્તિ નથી તો એ જીવીતનો અર્થ શો છે ? કોણિક રાજાએ પદ્માવતીની આ વાતનો આદર ન કર્યો, સન્મુખ ન જોયું, પણ મૌન રહ્યો. ત્યારે પદ્માવતીએ વારંવાર કોણિક રાજાને આ વાત વિનવ્યા કરી. ત્યારે કોણિક રાજા, પદ્માવતી દેવીએ વારંવાર આ વાત વિનવતા અન્ય કોઈ દિને વેહલ્લકુમારને બોલાવીને સેચનક હાથી અને અઢારસરો હાર માંગ્યો. ત્યારે વેહલ્લે કોણિકને કહ્યું – હે સ્વામી ! શ્રેણિક રાજાએ જીવતાં જ તે બંને મને આપેલ છે, તો હે સ્વામી ! જો મને અડધુ રાજ્ય અને જનપદ આપો તો હું તમને તે બંને આપું. ત્યારે કોણિકે તેની આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં, પણ વારંવાર હાથી અને હાર માંગ્યા કર્યા. ત્યારે તે વેહલ્લકુમાર કોણિક રાજાએ વારંવાર હાથી અને હાર ઝૂંટવવા – લઈ લેવા – ખેંચી લેવા ઇચ્છે છે જાણી તેણે વિચાર્યું કે કોણિક રાજા મારા હાથી અને હારને યાવત્ ખેંચી ન લે, તેટલામાં મારે તે બંને ગ્રહણ કરી અંતઃપુર પરિવાર સહિત, ભાંડોપગરણ આદિ લઈને ચંપાનગરીથી નીકળી વૈશાલી નગરીમાં આર્યક ચેટક પાસે જઈને રહેવું યોગ્ય છે. એમ વિચારી તે કોણિક રાજાના અંતરાદિ યાવત્ જાણતો વિચરે છે. ત્યારપછી વેહલ્લકુમાર અન્ય કોઈ દિને કોણિક રાજાના અંતરને જાણીને ગંધહસ્તિ તથા અઢારસરા હારને લઈને, અંતઃપુરના પરિવારથી પરિવરી, ભાંડ – માત્ર – ઉપકરણ સહિત ચંપાનગરીથી નીકળી, વૈશાલીનગરી આવ્યો. આવીને વૈશાલીમાં આર્યક ચેટક રાજા પાસે જઈને રહ્યો. કોણિક રાજાએ આ વૃત્તાંત જાણીને વેહલ્લકુમાર મને કીધા વિના હાર અને હાથી લઈને યાવત્ આર્ય ચેટક રાજા પાસે જઈને રહેલ છે, તો મારે તે બંને માટે દૂત મોકલવો. એમ વિચારી દૂતને બોલાવીને કહ્યું – તું જા, વૈશાલી નગરી જઈ મારા માતામહ ચેટક રાજાને હાથ જોડી વધાવીને કહે કે – હે સ્વામી! કોણિક રાજા વિનવે છે કે વેહલ્લકુમાર કોણિક રાજાને કહ્યા વિના યાવત્ આવેલ છે, તો હે સ્વામી! અનુગ્રહ કરીને કોણિક રાજાને હાર અને હાથી પાછા સોંપો, વેહલ્લકુમારને મોકલો. ત્યારે દૂતે કોણિક રાજાના વચનને સ્વીકારી પોતાના ઘેર જઈ ચિત્રની માફક યાવત્ વધાવીને કહ્યું – નિશ્ચે હે સ્વામી ! કોણિક રાજા વિજ્ઞપ્તિ કરે છે કે યાવત્ વેહલ્લકુમારને મોકલો. ત્યારે ચેટકરાજાએ દૂતને કહ્યું – દેવાનુપ્રિય ! કોણિક રાજા શ્રેણિક રાજાનો પુત્ર, ચેલ્લણાદેવીનો આત્મજ, મારો દોહિત્ર છે, તેમજ વેહલ્લ પણ મારો દોહિત્ર છે. શ્રેણિક રાજાએ જીવતાં જ વેહલ્લને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર પૂર્વે આપેલ છે. તો જો કોણિક રાજા વેહલ્લને રાજ્ય અને જનપદનો અર્ધભાગ આપે તો હાર અને હાથી બંને પાછા આપું અને વેહલ્લકુમારને પાછો મોકલું. તે દૂતને સત્કારી, સન્માની વિદાય કર્યો. ત્યારે તે દૂત ચેટકરાજાથી વિદાય પામી, ચાતુર્ઘંટ અશ્વરથ માં બેસી વૈશાલીની મધ્યેથી નીકળી માર્ગમાં શુભ વસતિ અને પ્રાતરાશ વડે યાવત્ વધાવીને કોણિકને કહ્યું – સ્વામી ! ચેટક રાજા આજ્ઞા કરે છે કે – યાવત્ પૂર્વવત્ – તો હે સ્વામી! ચેટકરાજા હાર અને હાથી આપતા નથી કે વેહલ્લને પણ મોકલતા નથી. ત્યારે કોણિક રાજાએ બીજી વખત દૂતને બોલાવીને કહ્યું – તું વૈશાલી જા – મારા માતામહ ચેટક રાજાને કહે કે – સ્વામી! કોણિક રાજા કહે છે કે – જે કોઈ રત્નો ઉપજે તે બધા રાજકુલગામી હોય, શ્રેણિક રાજાને રાજ્યશ્રી કરતા અને પાળતા બે રત્નો ઉપજ્યા, સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર. તો રાજકુલની પરંપરાથી આવતી સ્થિતિ લોપ્યા વિના તે બંને અને વેહલ્લને પાછો સોંપો. ત્યારે તે દૂત કોણિક રાજાને પૂર્વવત્ વધાવી બોલ્યો, હે સ્વામી ! કોણિક રાજા કહે છે, ઇત્યાદિ. ત્યારે ચેટક રાજાએ તે દૂતને કહ્યું – પૂર્વવત્ યાવત્ દૂતને સત્કારીને વિદાય કર્યો. ત્યારે દૂતે યાવત્ કોણિક રાજાને પૂર્વવત્ બધું જ નિવેદન કર્યું. ત્યારે કોણિક રાજા તે દૂત પાસે આ સાંભળી, સમજી, ક્રોધિત થઈ યાવત્ ધમધમતો ત્રીજા દૂતને બોલાવીને કહ્યું – તું જા, વૈશાલી નગરીમાં ચેટક રાજાને ત્યાં ડાબા પગે પાદપીઠને પ્રહાર કરી, ભાલાની અણીથી આ લેખ આપીને ક્રોધિત થઈ યાવત્ મસ્તકે ત્રિવલી ચડાવી ચેટક રાજાને કહેજે – ઓ ચેટક રાજા ! અપ્રાર્થિતના પ્રાર્થિત, દુરંત પ્રાંત લક્ષણ યાવત્ હ્રી શ્રી પરિવર્જિત ! આ કોણિક રાજા આજ્ઞા કરે છે – કોણિક રાજાને હાર, હાથી, વેહલ્લકુમાર પાછા સોંપો અથવા યુદ્ધ માટે સજ્જ થઈને રહો. કોણિક રાજા બલ – વાહન અને સ્કંધાવાર સહિત યુદ્ધસજ્જ થઈ જલદી આવે છે. ત્યારે તે દૂત બે હાથ જોડીને યાવત્ ચેટક રાજાને વધાવીને કહ્યું, હે સ્વામી ! આ મારી વિનય પ્રતિપત્તિ છે. હવે કોણિક રાજાની આજ્ઞા પ્રમાણે યાવત્ પૂર્વવત્ બધું કર્યું – કહ્યું. ત્યારે તે ચેટક રાજાએ તે દૂતની પાસે આ અર્થને સાંભળીને, સમજીને ક્રોધિત થઈ યાવત્ કહ્યું – હું કોણિક રાજાને હાર, હાથી, વેહલ્લકુમારને નહીં મોકલું, યુદ્ધસજ્જ થઈને હું રહીશ. દૂતને સત્કાર્યા, સન્માન્યા વિના પાછલા દ્વારેથી કાઢ્યો. સૂત્ર સંદર્ભ– ૧૬, ૧૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se kunie raya annaya kayai kalaie dasa kumare saddavei, saddavetta rajjam cha rattham cha balam cha vahanam cha kosam cha kotthagaram cha janavayam cha ekkarasabhae virimchai, virimchitta sayameva rajjasirim karemane palemane viharai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 16. Tyarapachhi te konika raja anya koi dine kaladi dasha kumarane bolavine rajya yavat janapadane 11 – bhagamam vahemche chhe. Pachhi svayam rajyashrine karata, palata vichare chhe. Sutra– 17. Tyam champanagarimam shrenika rajano putra ane chellana devino atmaja konika rajana sahodara nano bhai vehalla name sukumara yavat surupakumara hato. Te vehallakumarane shrenika rajae jivata ja sechanaka hathi ane adharasaro hara purve apela. Tyare te vehallakumara sechanaka gamdhahasti sathe amtahpura parivarathi parivarine champanagarini madhyethi nikale chhe, nikaline varamvara gamga mahanadimam snana kridarthe utare chhe. Tyare sechanaka gamdhahasti ranione sumdhathi grahana kare chhe, pachhi ketalikane pachhala besade chhe, ketalikane skamdhe besade chhe. E rite kumbha upara, mastake, damtamushale besade chhe. Sumdha vade grahana kari umche akashamam uchhale chhe, sumdhamam lai himchaka khavadave chhe, damtana amtaramamthi kadhe chhe, sumdhamam pani bharine snana karave chhe ane krida karave chhe. Tyare champa nagarina shrimgataka, trika, chatushka, chatvara, mahapatha, margomam ghana loko paraspara ema kahe chhe yavat prarupe chhe – e pramane nishche devanupriyo ! Vehallakumara sechanaka gamdhahasti vade amtahpurane purvavat patha kahevo. A vehalla kumara rajyashrinum phala anubhavato vichare chhe, konika nahim. Tyare padmavatine a vrittamta janine avo samkalpa thayo. A rite vehallakumara sechanaka gamdhahastithi yavat krida kare chhe ityadi, to amare a rajya yavat janapadathi shum prayojana, jo amare sechanaka gamdhahasti nathi. To mare konika rajane a vata karavi shreyaskara chhe, ema vichari konika raja pase avi be hatha jodi yavat kahyum – Svami ! Vehallakumara ja khari rajyalakshmi bhogavi rahya chhe yavat sechanaka gamdhahasti nathi to e jivitano artha sho chhe\? Konika rajae padmavatini a vatano adara na karyo, sanmukha na joyum, pana mauna rahyo. Tyare padmavatie varamvara konika rajane a vata vinavya kari. Tyare konika raja, padmavati devie varamvara a vata vinavata anya koi dine vehallakumarane bolavine sechanaka hathi ane adharasaro hara mamgyo. Tyare vehalle konikane kahyum – he svami ! Shrenika rajae jivatam ja te bamne mane apela chhe, to he svami ! Jo mane adadhu rajya ane janapada apo to hum tamane te bamne apum. Tyare konike teni a vatano adara na karyo, jani nahim, pana varamvara hathi ane hara mamgya karya. Tyare te vehallakumara konika rajae varamvara hathi ane hara jhumtavava – lai leva – khemchi leva ichchhe chhe jani tene vicharyum ke konika raja mara hathi ane harane yavat khemchi na le, tetalamam mare te bamne grahana kari amtahpura parivara sahita, bhamdopagarana adi laine champanagarithi nikali vaishali nagarimam aryaka chetaka pase jaine rahevum yogya chhe. Ema vichari te konika rajana amtaradi yavat janato vichare chhe. Tyarapachhi vehallakumara anya koi dine konika rajana amtarane janine gamdhahasti tatha adharasara harane laine, amtahpurana parivarathi parivari, bhamda – matra – upakarana sahita champanagarithi nikali, vaishalinagari avyo. Avine vaishalimam aryaka chetaka raja pase jaine rahyo. Konika rajae a vrittamta janine vehallakumara mane kidha vina hara ane hathi laine yavat arya chetaka raja pase jaine rahela chhe, to mare te bamne mate duta mokalavo. Ema vichari dutane bolavine kahyum – tum ja, vaishali nagari jai mara matamaha chetaka rajane hatha jodi vadhavine kahe ke – He svami! Konika raja vinave chhe ke vehallakumara konika rajane kahya vina yavat avela chhe, to he svami! Anugraha karine konika rajane hara ane hathi pachha sompo, vehallakumarane mokalo. Tyare dute konika rajana vachanane svikari potana ghera jai chitrani maphaka yavat vadhavine kahyum – nishche he svami ! Konika raja vijnyapti kare chhe ke yavat vehallakumarane mokalo. Tyare chetakarajae dutane kahyum – devanupriya ! Konika raja shrenika rajano putra, chellanadevino atmaja, maro dohitra chhe, temaja vehalla pana maro dohitra chhe. Shrenika rajae jivatam ja vehallane sechanaka gamdhahasti ane adharasaro hara purve apela chhe. To jo konika raja vehallane rajya ane janapadano ardhabhaga ape to hara ane hathi bamne pachha apum ane vehallakumarane pachho mokalum. Te dutane satkari, sanmani vidaya karyo. Tyare te duta chetakarajathi vidaya pami, chaturghamta ashvaratha mam besi vaishalini madhyethi nikali margamam shubha vasati ane pratarasha vade yavat vadhavine konikane kahyum – svami ! Chetaka raja ajnya kare chhe ke – yavat purvavat – to he svami! Chetakaraja hara ane hathi apata nathi ke vehallane pana mokalata nathi. Tyare konika rajae biji vakhata dutane bolavine kahyum – tum vaishali ja – mara matamaha chetaka rajane kahe ke – svami! Konika raja kahe chhe ke – je koi ratno upaje te badha rajakulagami hoya, shrenika rajane rajyashri karata ane palata be ratno upajya, sechanaka gamdhahasti ane adharasaro hara. To rajakulani paramparathi avati sthiti lopya vina te bamne ane vehallane pachho sompo. Tyare te duta konika rajane purvavat vadhavi bolyo, he svami ! Konika raja kahe chhe, ityadi. Tyare chetaka rajae te dutane kahyum – purvavat yavat dutane satkarine vidaya karyo. Tyare dute yavat konika rajane purvavat badhum ja nivedana karyum. Tyare konika raja te duta pase a sambhali, samaji, krodhita thai yavat dhamadhamato trija dutane bolavine kahyum – tum ja, vaishali nagarimam chetaka rajane tyam daba page padapithane prahara kari, bhalani anithi a lekha apine krodhita thai yavat mastake trivali chadavi chetaka rajane kaheje – O chetaka raja ! Aprarthitana prarthita, duramta pramta lakshana yavat hri shri parivarjita ! A konika raja ajnya kare chhe – konika rajane hara, hathi, vehallakumara pachha sompo athava yuddha mate sajja thaine raho. Konika raja bala – vahana ane skamdhavara sahita yuddhasajja thai jaladi ave chhe. Tyare te duta be hatha jodine yavat chetaka rajane vadhavine kahyum, he svami ! A mari vinaya pratipatti chhe. Have konika rajani ajnya pramane yavat purvavat badhum karyum – kahyum. Tyare te chetaka rajae te dutani pase a arthane sambhaline, samajine krodhita thai yavat kahyum – hum konika rajane hara, hathi, vehallakumarane nahim mokalum, yuddhasajja thaine hum rahisha. Dutane satkarya, sanmanya vina pachhala dvarethi kadhyo. Sutra samdarbha– 16, 17 |