Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107959 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 359 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एएसि णं भंते! चंदिम सूरिय गहगण नक्खत्त तारारूवाणं कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? गोयमा! चंदिम सूरिया दुवे तुल्ला सव्वत्थोवा, नक्खत्ता संखेज्जगुणा, गहा संखेज्जगुणा, तारारूवा संखेज्जगुणा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૫૯. ભગવન્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય બંને તુલ્ય છે, તે બંને સૌથી થોડાં છે. તેના કરતા નક્ષત્રો સંખ્યાતગણા છે, નક્ષત્રોથી ગ્રહો સંખ્યાતગણા છે, ગ્રહો કરતા તારા સંખ્યાતગણા છે. સૂત્ર– ૩૬૦. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધા મળીને કેટલા તીર્થંકરો કહેલા છે? ગૌતમ ! જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૪ તીર્થંકરો બધા મળીને જંબૂદ્વીપમાં કહેલા છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધા મળીને કેટલા ચક્રવર્તી કહેલા છે ? ગૌતમ ! જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૦ ચક્રવર્તી જંબૂદ્વીપમાં બધા મળીને હોય તેમ કહ્યું છે. જેટલા ચક્રવર્તી હોય તેટલા બલદેવો હોય છે, વાસુદેવોની સંખ્યા પણ તે પ્રમાણે જ જાણવી, તેમ કહ્યું છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં બધા મળીને કેટલા નિધિરત્નો કહેલા છે ? ગૌતમ! બધા મળીને ૩૦૬ નિધિરત્નો કહેલા છે. ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલા સો નિધિરત્નો શીઘ્રતાથી પરિભોગપણે આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૩૬ અને ઉત્કૃષ્ટથી ૨૭૦ નિધિરત્નો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે. ભગવન્ ! જંબૂદ્વીપમાં બધા મળીને કેટલા પંચેન્દ્રિય રત્નો કહેલા છે ? ગૌતમ ! બધા મળીને ૨૧૦ પંચેન્દ્રિય રત્નો કહેલા છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે કેટલા પંચેન્દ્રિય રત્નો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે? ગૌતમ! જઘન્યપદે – ૨૮ અને ઉત્કૃષ્ટપદે – ૨૧૦ પંચેન્દ્રિય રત્નો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે. ભગવન્ ! જંબૂદ્વીપમાં બધા મળીને કેટલા એકેન્દ્રિય રત્નો કહેલા છે? ગૌતમ! બધા મળીને ૨૧૦ એકેન્દ્રિય રત્નો છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા એકેન્દ્રિય રત્નો શીઘ્રતાથી પરિભોગમાં આવે તેમ કહેલ છે ? ગૌતમ! જઘન્યપદે – ૨૮ અને ઉત્કૃષ્ટપદે – ૨૧૦ એકેન્દ્રિય રત્નો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે. સૂત્ર સંદર્ભ– ૩૫૯, ૩૬૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] eesi nam bhamte! Chamdima suriya gahagana nakkhatta tararuvanam kayare kayarehimto appa va? Bahuya va? Tulla va? Visesahiya va? Goyama! Chamdima suriya duve tulla savvatthova, nakkhatta samkhejjaguna, gaha samkhejjaguna, tararuva samkhejjaguna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 359. Bhagavan ! A chamdra, surya, graha, nakshatra ane taramam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Chamdra ane surya bamne tulya chhe, te bamne sauthi thodam chhe. Tena karata nakshatro samkhyatagana chhe, nakshatrothi graho samkhyatagana chhe, graho karata tara samkhyatagana chhe. Sutra– 360. Bhagavan ! Jambudvipa dvipamam jaghanyapade ke utkrishtapade badha maline ketala tirthamkaro kahela chhe? Gautama ! Jaghanya pade chara ane utkrishta pade 34 tirthamkaro badha maline jambudvipamam kahela chhe. Bhagavan ! Jambudvipa dvipamam jaghanyapade ke utkrishtapade badha maline ketala chakravarti kahela chhe\? Gautama ! Jaghanyapade chara ane utkrishta pade 30 chakravarti jambudvipamam badha maline hoya tema kahyum chhe. Jetala chakravarti hoya tetala baladevo hoya chhe, vasudevoni samkhya pana te pramane ja janavi, tema kahyum chhe. Bhagavan ! Jambudvipa dvipamam badha maline ketala nidhiratno kahela chhe\? Gautama! Badha maline 306 nidhiratno kahela chhe. Bhagavan ! Jambudvipamam ketala so nidhiratno shighratathi paribhogapane ave chhe\? Gautama ! Jaghanyathi 36 ane utkrishtathi 270 nidhiratno shighratathi paribhogamam ave chhe. Bhagavan ! Jambudvipamam badha maline ketala pamchendriya ratno kahela chhe\? Gautama ! Badha maline 210 pamchendriya ratno kahela chhe. Bhagavan ! Jambudvipa dvipamam jaghanyapade ke utkrishtapade ketala pamchendriya ratno shighratathi paribhogamam ave chhe? Gautama! Jaghanyapade – 28 ane utkrishtapade – 210 pamchendriya ratno shighratathi paribhogamam ave chhe. Bhagavan ! Jambudvipamam badha maline ketala ekendriya ratno kahela chhe? Gautama! Badha maline 210 ekendriya ratno chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketala ekendriya ratno shighratathi paribhogamam ave tema kahela chhe\? Gautama! Jaghanyapade – 28 ane utkrishtapade – 210 ekendriya ratno shighratathi paribhogamam ave chhe. Sutra samdarbha– 359, 360 |