Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107934 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 334 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] हिट्ठिं ससिपरिवारो, मंदरबाहा तहेव लोगंते । धरणितलाउ अबाहा, अंतो बाहिं च उड्ढमहे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૩૪. દ્વાર – ૧. અધસ્તન પ્રદેશવર્તી, ૨. ચંદ્ર પરિવાર, ૩. મેરુથી અબાધા, ૪. લોકાંતથી અંતર, ૫. ભૂતલથી અબાધા, ૬. અંદર, બહાર અને ઉર્ધ્વમુખ ચાલે છે ? સૂત્ર– ૩૩૫. દ્વાર – ૭. સંસ્થાન, ૮. પ્રમાણ, ૯. વહન કરનાર દેવ, ૧૦. શીઘ્ર ગતિ આદિ, ૧૧. ઋદ્ધિમાનપણું, ૧૨. તારાનું અંતર, ૧૩. અગ્રમહિષી, ૧૪. ત્રુટિત અને સામર્થ્ય, ૧૫. સ્થિતિ, ૧૬. અલ્પબહુત્વ. સૂત્ર– ૩૩૬. ભગવન્ ! ચંદ્ર – સૂર્યના અધસ્તન પ્રદેશવર્તી તારા – વિમાનો ના દેવોમાં ન્યૂન, તુલ્ય, સમ છે ? ઉપરિતન પ્રદેશવર્તી તારા – વિમાનો ના દેવોમાં ન્યૂન છે, તુલ્ય છે કે સમાન છે? હા, ગૌતમ ! તે પ્રમાણે જ કહેવું. સૂત્ર– ૩૩૭. ભગવન્ ! કયા કારણે એમ કહેવાય છે કે – ‘‘તેમ છે.’’ ગૌતમ ! જે – જે રીતે તે દેવોના તપ – નિયમ – બ્રહ્મચર્ય ઉચ્ચ કે અનુચ્ચ હોય છે, તે – તે રીતે, તે દેવોને એ પ્રમાણે કહેવા. તે આ પ્રમાણે – હીનતા હોય કે તુલ્યતા હોય. જે – જે રીતે તે દેવોના તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉચ્ચાદિ ન હોય, તે – તે રીતે, તે દેવોને એ પ્રમાણે ન કહેવા. તે આ પ્રમાણે – હીનતા હોય કે તુલ્યતા હોય. સૂત્ર– ૩૩૮. ભગવન્ ! એક એક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે ? કેટલો નક્ષત્ર પરિવાર છે ? કેટલા કોડાકોડી તારાગણ છે ? ગૌતમ ! ૮૮ – મહાગ્રહ પરિવાર છે, ૨૮ – નક્ષત્ર પરિવાર છે અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ કહેલો છે. સૂત્ર– ૩૩૯. ભગવન્ ! મેરુ પર્વતથી કેટલા અંતરે જ્યોતિષ્ક દેવ ચાર ચરે છે ? ગતિ કરે છે ?. ગૌતમ ! ૧૧૨૧ યોજનના અંતરે ચાર ચરે છે. ભગવન્ ! લોકાંતથી કેટલે અંતરે જ્યોતિષ્ક કહેલાં છે ? ગૌતમ ! ૧૧૧૧ યોજનના અંતરે જ્યોતિષ્ક છે. ભગવન્ ! ભૂમિતલથી જ્યોતિષ્ચક્ર કેટલે ઊંચે ગતિ કરે છે ? ગૌતમ ! ૭૯૦ યોજન ઊંચે ગતિ કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાન ભૂમિતલથી ૮૦૦ યોજન ઊંચે, ચંદ્રવિમાન ૮૦ યોજન ઊંચે, ઉપરના તારા વિમાન ૯૦૦ યોજન ઊંચાઈથી ચાર ચરે – ગતિ કરે છે. ભગવન્ ! જ્યોતિષ્કના નીચેના તલથી સૂર્યવિમાન કેટલી ઊંચાઈએ ગતિ કરે છે ? ગૌતમ ! દશ યોજનના અંતરે ઊંચે ગતિ કરે છે. એ પ્રમાણે ચંદ્રવિમાન ૯૦ યોજનના અંતરે ઊંચે ગતિ કરે છે, ઉપરનું તારાવિમાન ૧૧૦ યોજનના અંતરે ઊંચે ગતિ કરે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ૮૦ યોજનના અંતરે ઊંચે ગતિ કરે છે. સૂર્યના વિમાનથી ૧૦૦ યોજન ઉપર તારા વિમાન ગતિ કરે છે અને ચંદ્રના વિમાનથી ૨૦ યોજન ઉપર તારા વિમાન ચાર ચરે છે અર્થાત્ ગતિ કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૩૪–૩૩૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] hitthim sasiparivaro, mamdarabaha taheva logamte. Dharanitalau abaha, amto bahim cha uddhamahe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 334. Dvara – 1. Adhastana pradeshavarti, 2. Chamdra parivara, 3. Meruthi abadha, 4. Lokamtathi amtara, 5. Bhutalathi abadha, 6. Amdara, bahara ane urdhvamukha chale chhe\? Sutra– 335. Dvara – 7. Samsthana, 8. Pramana, 9. Vahana karanara deva, 10. Shighra gati adi, 11. Riddhimanapanum, 12. Taranum amtara, 13. Agramahishi, 14. Trutita ane samarthya, 15. Sthiti, 16. Alpabahutva. Sutra– 336. Bhagavan ! Chamdra – suryana adhastana pradeshavarti tara – vimano na devomam nyuna, tulya, sama chhe\? Uparitana pradeshavarti tara – vimano na devomam nyuna chhe, tulya chhe ke samana chhe? Ha, gautama ! Te pramane ja kahevum. Sutra– 337. Bhagavan ! Kaya karane ema kahevaya chhe ke – ‘‘tema chhe.’’ Gautama ! Je – je rite te devona tapa – niyama – brahmacharya uchcha ke anuchcha hoya chhe, te – te rite, te devone e pramane kaheva. Te a pramane – hinata hoya ke tulyata hoya. Je – je rite te devona tapa, niyama, brahmacharya uchchadi na hoya, te – te rite, te devone e pramane na kaheva. Te a pramane – hinata hoya ke tulyata hoya. Sutra– 338. Bhagavan ! Eka eka chamdrana ketalo mahagraha parivara chhe\? Ketalo nakshatra parivara chhe\? Ketala kodakodi taragana chhe\? Gautama ! 88 – mahagraha parivara chhe, 28 – nakshatra parivara chhe ane 66,975 kodakodi taragana kahelo chhe. Sutra– 339. Bhagavan ! Meru parvatathi ketala amtare jyotishka deva chara chare chhe\? Gati kare chhe\?. Gautama ! 1121 yojanana amtare chara chare chhe. Bhagavan ! Lokamtathi ketale amtare jyotishka kahelam chhe\? Gautama ! 1111 yojanana amtare jyotishka chhe. Bhagavan ! Bhumitalathi jyotishchakra ketale umche gati kare chhe\? Gautama ! 790 yojana umche gati kare chhe. E pramane suryavimana bhumitalathi 800 yojana umche, chamdravimana 80 yojana umche, uparana tara vimana 900 yojana umchaithi chara chare – gati kare chhe. Bhagavan ! Jyotishkana nichena talathi suryavimana ketali umchaie gati kare chhe\? Gautama ! Dasha yojanana amtare umche gati kare chhe. E pramane chamdravimana 90 yojanana amtare umche gati kare chhe, Uparanum taravimana 110 yojanana amtare umche gati kare. Suryana vimanathi chamdranum vimana 80 yojanana amtare umche gati kare chhe. Suryana vimanathi 100 yojana upara tara vimana gati kare chhe ane chamdrana vimanathi 20 yojana upara tara vimana chara chare chhe arthat gati kare chhe. Sutra samdarbha– 334–339 |