Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107929 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 329 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कइ णं भंते! कुला, कइ उवकुला, कइ कुलोवकुला पन्नत्ता? गोयमा! बारस कुला, बारस उवकुला, चत्तारि कुलोवकुला पन्नत्ता। बारस कुला, तं जहा–धनिट्ठा कुलं उत्तरभद्दवया कुलं अस्सिणी कुलं कत्तिया कुलं मिगसिर कुलं पुस्सो कुलं मघा कुलं उत्तरफग्गुणी कुलं चित्ता कुलं विसाहा कुलं मूलो कुलं उत्तरासाढा कुलं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૯. ભગવન્ ! કેટલા કુલ, કેટલા ઉપકુલ અને કેટલા કુલોપકુલ કહેલા છે ? ગૌતમ ! બાર કુલ, બાર ઉપકુલ, ચાર કુલોપકુલ કહ્યા છે. બાર કુલો, તે આ પ્રમાણે – ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદ કુલ, અશ્વિની કુલ, કૃત્તિકાકુલ, મૃગશીર્ષકુલ, પુષ્યકુલ, મઘાકુલ, ઉત્તરાફાલ્ગુનીકુલ, ચિત્રાકુલ, વિશાખાકુલ, મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ. સૂત્ર– ૩૩૦. માસના નામ પરિણામવાળા કુલ હોય છે, કુલોની નીચે હોય તે ઉપકુલ છે. કુલ અને ઉપકુલની નીચે હોય તે કુલોપકુલ છે. તે અભિજિતાદિ ચાર આગળ કહેલ છે. સૂત્ર– ૩૩૧. ઉપકુલો બાર છે, તે આ પ્રમાણે છે – શ્રવણ ઉપકુલ, પૂર્વાભાદ્રપદા ઉપકુલ, રેવતી ઉપકુલ, ભરણી ઉપકુલ, રોહિણી ઉપકુલ, પુનર્વસુ ઉપકુલ, આશ્લેષા ઉપકુલ, પૂર્વાફાલ્ગુની ઉપકુલ, હસ્ત ઉપકુલ, સ્વાતિ ઉપકુલ, જ્યેષ્ઠા ઉપકુલ, પૂર્વાષાઢા ઉપકુલ. ***ચાર કુલોપકુલ કહેલા છે, તે આ પ્રમાણે – અભિજિત કુલોપકુલ, શતભિષજ કુલોપકુલ, આર્દ્રા કુલોપકુલ, અનુરાધા કુલોપકુલ. ***ભગવન્ ! કેટલી પૂર્ણિમા અને કેટલી અમાસો કહેલી છે? ગૌતમ! બાર પૂર્ણિમા અને બાર અમાસો કહેલી છે, તે આ રીતે – શ્રાવણી, ભાદ્રપદી, આસોજી, કાર્તિકી, માર્ગશીર્ષા, પૌષી, માઘી, ફાલ્ગુની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી. ભગવન્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ ! શ્રાવણી પૂર્ણિમા સાથે અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા એ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે. ભગવન્ ! ભાદ્રપદી પૂર્ણિમા સાથે કેટલા નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્ર યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા. ભગવન્ ! આસોજી પૂર્ણિમાને કેટલા નક્ષત્રો યોગ કરે છે? ગૌતમ ! આસોજી પૂર્ણિમા બે નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – રેવતી, અશ્વિની. કાર્તિક પૂર્ણિમાનો બે નક્ષત્રનો યોગ કરે છે – ભરણી, કૃતિકા. મૃગશીર્ષ પૂર્ણિમાનો બે નક્ષત્રનો યોગ કરે – રોહિણી, મૃગશીર્ષ. પોષી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રોનો યોગ કરે છે – આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય. અહીં ત્રણ નક્ષત્રો છે.. માઘી પૂર્ણિમાનો બે નક્ષત્રોનો યોગ કરે – પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની. ચૈત્રી પૂર્ણિમાનો બે નક્ષત્રોનો યોગ કરે – હસ્ત, ચિત્રા. વૈશાખી પૂર્ણિમાનો બે નક્ષત્રો યોગ કરે – સ્વાતિ, વિશાખા. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રો યોગ કરે છે – અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. અહીં ત્રણ નક્ષત્રો છે.. આષાઢીનો બે નક્ષત્રો યોગ કરે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. ભગવન્ ! શ્રાવણીપૂર્ણિમાની સાથે શું કુલ નક્ષત્રોનો યોગ થાય છે, ઉપકુલનો થાય કે કુલોપકુલ નક્ષત્રનો ? ગૌતમ ! કુલ નક્ષત્ર પણ યોગ કરે, ઉપકુલ નક્ષત્ર પણ યોગ કરે છે, કુલોપકુલ નક્ષત્ર પણ યોગ કરે છે. કુલનો યોગ કરતા ઘનિષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતા શ્રવણ નક્ષત્ર યોગ કરે છે. કુલોપકુલનો યોગ કરતા અભિજિત નક્ષત્ર યોગ કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા સાથે કુલ પણ યોગ કરે છે યાવત્ કુલોપકુલ પણ યોગ કરે છે. કુલ વડે યોગ પામી કે ઉપકુલ વડે યોગ પામી કે કુલોપકુલ વડે યોગ પામી શ્રાવણી પૂર્ણિમા યુક્ત કહેવાય છે. ભગવન્ ! ભાદરવી પૂર્ણિમાને શું કુલ નક્ષત્ર યોગ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન૦ ગૌતમ ! કુલ કે ઉપકુલ કે કુલોપકુલ યોગ કરે છે. કુલનો યોગ કરતા ઉત્તરાભાદ્રપદ, ઉપકુલનો યોગ કરતા પૂર્વાભાદ્રપદ, કુલોપકુલનો યોગ કરતા શતભિષજ નક્ષત્ર યોગ કરે છે. ભાદરવી પૂર્ણિમા કુલ વડે યાવત્ કુલોપકુલ નક્ષત્ર વડે યોગ કરે છે, કુલ વડે યાવત્ કુલોપકુલ વડે યોગ પામી ભાદરવી પૂર્ણિમા યુક્ત થયેલ છે, તેમ કહેવાય છે. ભગવન્ ! આસોજી પૂર્ણિમાની પૃચ્છા. ગૌતમ ! કુલ નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે, પરંતુ કુલોપકુલ નક્ષત્રો યોગ કરતા નથી. કુલ વડે યોગ કરતા અશ્વિની નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતા રેવતી નક્ષત્ર યોગ કરે છે. આસોજી પૂર્ણિમા સાથે કુલનો યોગ થાય છે, ઉપકુલનો યોગ થાય છે, એ રીતે આસોજી પૂર્ણિમા કુલ વડે યુક્ત કે ઉપકુલ વડે યુક્ત એવી યોગ કરેલી કહેવાય છે. ભગવન્ ! કાર્તિકી પૂર્ણિમા શું કુલ નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! કુલ વડે યુક્ત થાય, ઉપકુલ વડે યુક્ત થાય, પણ કુલોપકુલ વડે યુક્ત થતી નથી. કુલનો યોગ કરતા કૃતિકા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલમાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે યાવત્ તે યુક્ત કહેવાય છે. મૃગશીર્ષી પૂર્ણિમા, ભગવન્ ! શું કુલનો કુલ નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે ઈત્યાદિ પૃચ્છા. પૂર્વવત્ બે યોગ કરે છે, કુલોપકુલનો કરતી નથી. કુલનો યોગ કરતા મૃગશીર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલના યોગમાં રોહિણી નક્ષત્રનો યોગ કરે છે. એ પ્રમાણે મૃગશીર્ષી પૂર્ણિમા યાવત્ કહેવાય છે. એ પ્રમાણે બાકીની પૂર્ણિમાઓ પણ યાવત્ આષાઢી પૂર્ણિમા સુધી પ્રશ્નોત્તર – વર્ણન. સમજી લેવું. વિશેષ એ કે – પૌષી અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલનો, ઉપકુલનો કે કુલોપકુલ નક્ષત્રનો યોગ કરે છે, બાકીની પૂર્ણિમામાં કુલનો કે ઉપકુલનો યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ ન કહેવો. પૂર્ણિમાની માફક હવે સૂત્રકાર અમાસનું કથન કરે છે.. ***ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રનો યોગ કરે છે, તે આ પ્રમાણે – આશ્લેષા નક્ષત્ર અને મઘા નક્ષત્રનો. ભગવન્ ! પૌષી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે ? ગૌતમ ! બેનો, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુનીનો. ભગવન્ ! આસોજી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે ? ગૌતમ! બે નો, હસ્ત અને ચિત્રા. એ પ્રમાણે – કાર્તિકી અમાવાસ્યા સ્વાતિ અને વિશાખાનો, મૃગશીર્ષી અમાવાસ્યા ત્રણનો – અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલનો. પોષી અમાવાસ્યા બેનો – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. માઘી અમાસ ત્રણનો – અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. ફાલ્ગુન અમાવાસ્યા ત્રણનો – શતભિષા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા. ચૈત્રી અમાવાસ્યા બેનો – રેવતી અને અશ્વિની. વૈશાખી અમાવાસ્યા બેનો – ભરણી અને કૃતિકા, જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા બેનો – રોહિણી અને મૃગશીર્ષ. આષાઢી અમાસ ત્રણનો – આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય. ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે? ગૌતમ ! કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે, કુલોપકુલ નક્ષત્રનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતા મઘા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતા આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. શ્રાવણી અમાવાસ્યા કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ કરે ત્યારે કુલોપકુલ શ્રાવણી અમાવાસ્યા કે ઉપકુલો – પયુક્ત શ્રાવણી અમાવાસ્યા કહેવાય છે. ***ભગવન્ ! ભાદરવી અમાવાસ્યા પૂર્વવત્ બેનો યોગ કરે છે. કુલનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતા ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો યોગ કરે છે અને ઉપકુલનો યોગ કરતા પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો યોગ કરે છે. ભાદરવી અમાવાસ્યા ત્યારે કુલોપયુક્ત કે ઉપકુલથી ઉપયુક્ત યાવત્ કહેવાય છે. ***માર્ગશીર્ષી અમાવાસ્યા તે પ્રમાણે જ કુલના યોગમાં મૂલ નક્ષત્રથી યોગ કરે છે, ઉપકુલના યોગમાં જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ કરે છે, કુલોપકુલમાં૦ અનુરાધાનો યોગ કરે છે યાવત્ તે કુલોપયુક્ત ઇત્યાદિ કહેવાય છે. એ પ્રમાણે માઘી, ફાલ્ગુની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલોપકુલને યોગ કરે છે. બાકીની અમાવાસ્યા કુલનો કે ઉપકુલનો યોગ કરે છે. ભગવન્ ! જ્યારે શ્રવણનક્ષત્ર યુક્ત પૂર્ણિમા હોય ત્યારે પૂર્વવર્તી અમાસ શું મઘાયુક્ત હોય ? ભગવન્ ! જ્યારે મઘાનક્ષત્ર યુક્ત પૂર્ણિમા હોય ત્યારે શું શ્રવણનક્ષત્ર યુક્ત અમાસ પૂર્વે હોય ? હા, ગૌતમ ! તેમજ કહેવું. ભગવન્ ! જ્યારે પ્રૌષ્ઠપદી પૂર્ણિમા હોય ત્યારે પૂર્વીની અમાવાસ્યા ફાલ્ગુની યુક્ત હોય? અને જ્યારે ફાલ્ગુની પૂર્ણિમા હોય ત્યારે પૂર્વે પ્રૌષ્ઠપદી અમાસ હોય? હા, ગૌતમ! તેમજ હોય. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી – અશ્વિની નક્ષત્રયુક્ત પૂર્ણિમા, ચિત્રાનક્ષત્ર યુક્ત અમાવાસ્યા. કૃતિકા યુક્ત પૂર્ણિમા, વિશાખા યુક્ત અમાવાસ્યા. મૃગશીર યુક્ત પૂર્ણિમા, જ્યેષ્ઠાયુક્ત અમાવાસ્યા. પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા, પૂર્વાષાઢા નક્ષત્રયુક્ત અમાવાસ્યા. સૂત્ર સંદર્ભ– ૩૨૯–૩૩૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] kai nam bhamte! Kula, kai uvakula, kai kulovakula pannatta? Goyama! Barasa kula, barasa uvakula, chattari kulovakula pannatta. Barasa kula, tam jaha–dhanittha kulam uttarabhaddavaya kulam assini kulam kattiya kulam migasira kulam pusso kulam magha kulam uttaraphagguni kulam chitta kulam visaha kulam mulo kulam uttarasadha kulam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 329. Bhagavan ! Ketala kula, ketala upakula ane ketala kulopakula kahela chhe\? Gautama ! Bara kula, bara upakula, chara kulopakula kahya chhe. Bara kulo, te a pramane – dhanishthakula, uttarabhadrapada kula, ashvini kula, krittikakula, mrigashirshakula, pushyakula, maghakula, uttaraphalgunikula, chitrakula, vishakhakula, mulakula, uttarashadhakula. Sutra– 330. Masana nama parinamavala kula hoya chhe, kuloni niche hoya te upakula chhe. Kula ane upakulani niche hoya te kulopakula chhe. Te abhijitadi chara agala kahela chhe. Sutra– 331. Upakulo bara chhe, te a pramane chhe – Shravana upakula, purvabhadrapada upakula, revati upakula, bharani upakula, rohini upakula, punarvasu upakula, ashlesha upakula, purvaphalguni upakula, hasta upakula, svati upakula, jyeshtha upakula, purvashadha upakula. ***chara kulopakula kahela chhe, te a pramane – Abhijita kulopakula, shatabhishaja kulopakula, ardra kulopakula, anuradha kulopakula. ***bhagavan ! Ketali purnima ane ketali amaso kaheli chhe? Gautama! Bara purnima ane bara amaso kaheli chhe, te a rite – shravani, bhadrapadi, asoji, kartiki, margashirsha, paushi, maghi, phalguni, chaitri, vaishakhi, jyeshthamuli, ashadhi. Bhagavan ! Shravani purnimani sathe ketala nakshatro yoga kare chhe\? Gautama ! Shravani purnima sathe abhijita, shravana, ghanishtha e trana nakshatrono yoga thaya chhe. Bhagavan ! Bhadrapadi purnima sathe ketala nakshatra yoga kare chhe\? Gautama ! Trana nakshatra yoga kare chhe, te a pramane – shatabhishaja, purvabhadrapada, uttarabhadrapada. Bhagavan ! Asoji purnimane ketala nakshatro yoga kare chhe? Gautama ! Asoji purnima be nakshatro yoga kare chhe, te a pramane – revati, ashvini. Kartika purnimano be nakshatrano yoga kare chhe – bharani, kritika. Mrigashirsha purnimano be nakshatrano yoga kare – rohini, mrigashirsha. Poshi purnimano trana nakshatrono yoga kare chhe – ardra, punarvasu ane pushya. Ahim trana nakshatro chhe.. Maghi purnimano be nakshatrono yoga kare – purva phalguni, uttara phalguni. Chaitri purnimano be nakshatrono yoga kare – hasta, chitra. Vaishakhi purnimano be nakshatro yoga kare – svati, vishakha. Jyeshthamuli purnimano trana nakshatro yoga kare chhe – anuradha, jyeshtha ane mula. Ahim trana nakshatro chhe.. Ashadhino be nakshatro yoga kare – purvashadha, uttarashadha. Bhagavan ! Shravanipurnimani sathe shum kula nakshatrono yoga thaya chhe, upakulano thaya ke kulopakula nakshatrano\? Gautama ! Kula nakshatra pana yoga kare, upakula nakshatra pana yoga kare chhe, kulopakula nakshatra pana yoga kare chhe. Kulano yoga karata ghanishtha nakshatra yoga kare chhe. Upakulano yoga karata shravana nakshatra yoga kare chhe. Kulopakulano yoga karata abhijita nakshatra yoga kare chhe. Shravishthi purnima sathe kula pana yoga kare chhe yavat kulopakula pana yoga kare chhe. Kula vade yoga pami ke upakula vade yoga pami ke kulopakula vade yoga pami shravani purnima yukta kahevaya chhe. Bhagavan ! Bhadaravi purnimane shum kula nakshatra yoga kare chhe, ityadi prashna0 gautama ! Kula ke upakula ke kulopakula yoga kare chhe. Kulano yoga karata uttarabhadrapada, upakulano yoga karata purvabhadrapada, kulopakulano yoga karata shatabhishaja nakshatra yoga kare chhe. Bhadaravi purnima kula vade yavat kulopakula nakshatra vade yoga kare chhe, kula vade yavat kulopakula vade yoga pami bhadaravi purnima yukta thayela chhe, tema kahevaya chhe. Bhagavan ! Asoji purnimani prichchha. Gautama ! Kula nakshatra yoga kare chhe, upakula pana yoga kare chhe, paramtu kulopakula nakshatro yoga karata nathi. Kula vade yoga karata ashvini nakshatra yoga kare chhe, upakulano yoga karata revati nakshatra yoga kare chhe. Asoji purnima sathe kulano yoga thaya chhe, upakulano yoga thaya chhe, e rite asoji purnima kula vade yukta ke upakula vade yukta evi yoga kareli kahevaya chhe. Bhagavan ! Kartiki purnima shum kula nakshatra yoga kare chhe, upakula pana yoga kare chhe ityadi prichchha. Gautama ! Kula vade yukta thaya, upakula vade yukta thaya, pana kulopakula vade yukta thati nathi. Kulano yoga karata kritika nakshatrano yoga kare chhe, upakulamam bharani nakshatrano yoga kare chhe yavat te yukta kahevaya chhe. Mrigashirshi purnima, bhagavan ! Shum kulano kula nakshatra yoga kare chhe, upakula pana yoga kare chhe ityadi prichchha. Purvavat be yoga kare chhe, kulopakulano karati nathi. Kulano yoga karata mrigashirsha nakshatrano yoga kare chhe, upakulana yogamam rohini nakshatrano yoga kare chhe. E pramane mrigashirshi purnima yavat kahevaya chhe. E pramane bakini purnimao pana yavat ashadhi purnima sudhi prashnottara – varnana. Samaji levum. Vishesha e ke – Paushi ane jyeshthamuli purnima kulano, upakulano ke kulopakula nakshatrano yoga kare chhe, bakini purnimamam kulano ke upakulano yoga kare chhe, pana kulopakulano yoga na kahevo. Purnimani maphaka have sutrakara amasanum kathana kare chhe.. ***bhagavan ! Shravani amavasya ketala nakshatrano yoga kare chhe\? Gautama ! Be nakshatrano yoga kare chhe, te a pramane – ashlesha nakshatra ane magha nakshatrano. Bhagavan ! Paushi amavasya ketala nakshatrano yoga kare\? Gautama ! Beno, purvaphalguni, uttaraphalgunino. Bhagavan ! Asoji amavasya ketala nakshatrano yoga kare\? Gautama! Be no, hasta ane chitra. E pramane – kartiki amavasya svati ane vishakhano, mrigashirshi amavasya tranano – anuradha, jyeshtha ane mulano. Poshi amavasya beno – purvashadha, uttarashadha. Maghi amasa tranano – abhijita, shravana ane ghanishtha. Phalguna amavasya tranano – shatabhisha, purvabhadrapada ane uttarabhadrapada. Chaitri amavasya beno – revati ane ashvini. Vaishakhi amavasya beno – bharani ane kritika, jyeshthamuli amavasya beno – rohini ane mrigashirsha. Ashadhi amasa tranano – ardra, punarvasu ane pushya. Bhagavan ! Shravani amavasya shum kulano yoga kare, upakulano yoga kare ke kulopakulano yoga kare chhe? Gautama ! Kulano yoga kare chhe, upakulano yoga kare, kulopakula nakshatrano yoga karati nathi. Kulano yoga karata magha nakshatrano yoga kare chhe, upakulano yoga karata ashlesha nakshatrano yoga kare chhe. Shravani amavasya kulano yoga kare ke upakulano yoga kare tyare kulopakula shravani amavasya ke upakulo – payukta shravani amavasya kahevaya chhe. ***bhagavan ! Bhadaravi amavasya purvavat beno yoga kare chhe. Kulano yoga kare chhe. Upakulano yoga kare chhe. Kulano yoga karata uttaraphalguni nakshatrano yoga kare chhe ane upakulano yoga karata purvaphalguni nakshatrano yoga kare chhe. Bhadaravi amavasya tyare kulopayukta ke upakulathi upayukta yavat kahevaya chhe. ***margashirshi amavasya te pramane ja kulana yogamam mula nakshatrathi yoga kare chhe, upakulana yogamam jyeshtha nakshatrano yoga kare chhe, kulopakulamam0 anuradhano yoga kare chhe yavat te kulopayukta ityadi kahevaya chhe. E pramane maghi, phalguni ane ashadhi kulane, upakulane ane kulopakulane yoga kare chhe. Bakini amavasya kulano ke upakulano yoga kare chhe. Bhagavan ! Jyare shravananakshatra yukta purnima hoya tyare purvavarti amasa shum maghayukta hoya\? Bhagavan ! Jyare maghanakshatra yukta purnima hoya tyare shum shravananakshatra yukta amasa purve hoya\? Ha, gautama ! Temaja kahevum. Bhagavan ! Jyare praushthapadi purnima hoya tyare purvini amavasya phalguni yukta hoya? Ane jyare phalguni purnima hoya tyare purve praushthapadi amasa hoya? Ha, gautama! Temaja hoya. E pramane a alavathi a purnima ane amavasya janavi – ashvini nakshatrayukta purnima, chitranakshatra yukta amavasya. Kritika yukta purnima, vishakha yukta amavasya. Mrigashira yukta purnima, jyeshthayukta amavasya. Pushya nakshatrayukta purnima, purvashadha nakshatrayukta amavasya. Sutra samdarbha– 329–331 |