Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107783 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ४ क्षुद्र हिमवंत |
Translated Chapter : |
વક્ષસ્કાર ૪ ક્ષુદ્ર હિમવંત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 183 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कहि णं भंते! देवकुराए कुराए कूडसामलिपेढे नामं पेढे पन्नत्ते? गोयमा! मंदरस्स पव्वयस्स दाहिणपच्चत्थिमेणं, निसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पभस्स वक्खारपव्वयस्स पुरत्थि-मेणं, सोमनसस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, सीयोयाए महानईए पच्चत्थिमेणं, देवकुरुपच्च-त्थिमद्धस्स बहुमज्झदेसभाए, एत्थ णं देवकुराए कुराए कूडसामलीए कूडसामलिपेढे नामं पेढे पन्नत्ते। एवं जच्चेव जंबूए सुदंसनाए वत्तव्वया सच्चेव सामलीएवि भाणियव्वा नामविहूणा गरुलवेणुदेवे, रायहानी दक्खिणेणं, अवसिट्ठं तं चेव जाव देवकुरू य इत्थ देवे पलिओवमट्ठिईए परिवसइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ– देवकुरा-देवकुरा। अदुत्तरं च णं देवकुराए। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૮૩. ભગવન્ ! દેવકુરુમાં કૂટ શાલ્મલી નામે પીઠ ક્યાં કહી છે ? ગૌતમ ! મેરુ પર્વતની નૈઋત્ય દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, સીતોદા મહાનદીની પશ્ચિમે, દેવકુરુના પશ્ચિમાર્દ્ધના બહુમધ્ય દેશભાગમાં અહીં દેવકુરુમાં કૂટ શાલ્મલી પીઠ નામે પીઠ કહેલ છે. જેમ જંબૂ – સુદર્શનાની વક્તવ્યતા છે, તે જ શલ્મલીમાં કહેવી, માત્ર નામ – ગરુડદેવ છે, રાજધાની દક્ષિણમાં, બાકી પૂર્વવત્ યાવત્ દેવકુરુ અહીં પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ ! દેવકુરુ કહે છે અથવા દેવકુરુ એ નામ શાશ્વત છે. આદિ સૂત્ર– ૧૮૪. ભગવન્ ! જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુ પર્વતની નૈઋત્યમાં, દેવકુરાની પશ્ચિમે, પક્ષ્મ વિજયની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર – દક્ષિણ લાંબો, એ પ્રમાણે માલ્યવંતવત્ કહેવું. વિશેષ એ કે – સર્વ તપનીયમય, સ્વચ્છ યાવત્ ત્યાં દેવો બેસે છે. ભગવન્ ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહેલ છે – સિદ્ધાયતનકૂટ, વિદ્યુત્પ્રભકૂટ, દેવકુરુકૂટ, પક્ષ્મકૂટ, કનકકૂટ, સ્વસ્તિક કૂટ, સીતોદા કૂટ, શતજ્વલકૂટ, હરિકૂટ. સૂત્ર– ૧૮૫. સિદ્ધ, વિદ્યુત્, દેવકુરુ, પક્ષ્મ, કનક આદિ ઉપર મુજબના કૂટ. સૂત્ર– ૧૮૬. હરિકૂટ સિવાયના કૂટો ૫૦૦ યોજન જાણવા. આ કૂટોની પૃચ્છા, તે દિશા – વિદિશામાં જાણવી. માલ્યવંતના હરિસ્સહ કૂટવત્ કહેવું. દક્ષિણની ચમરચંચા રાજધાની માફક હરિકૂટા રાજધાની જાણવી. કનક અને સ્વસ્તિક કૂટમાં વારિષેણ અને બલાહક દેવ છે, બાકીના કૂટોમાં સદૃશ નામવાળા દેવો છે. તેમની રાજધાનીઓ દક્ષિણમાં છે. ભગવન્ ! એવું કેમ કહે છે કે – વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત નામ છે ? ગૌતમ ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત વિદ્યુતની જેમ ચોતરફ અવભાસે છે, ઉદ્યોત કરે છે, પ્રભાસે છે, વિદ્યુત્પ્રભ અહીં પલ્યોપમ સ્થિતિક દેવ યાવત્ વસે છે. એ કારણથી હે ગૌતમ ! તે વિદ્યુત્પ્રભ કહે છે, અથવા તે યાવત્ નિત્ય છે. સૂત્ર સંદર્ભ– ૧૮૩–૧૮૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] kahi nam bhamte! Devakurae kurae kudasamalipedhe namam pedhe pannatte? Goyama! Mamdarassa pavvayassa dahinapachchatthimenam, nisahassa vasaharapavvayassa uttarenam, vijjuppabhassa vakkharapavvayassa puratthi-menam, somanasassa vakkharapavvayassa pachchatthimenam, siyoyae mahanaie pachchatthimenam, devakurupachcha-tthimaddhassa bahumajjhadesabhae, ettha nam devakurae kurae kudasamalie kudasamalipedhe namam pedhe pannatte. Evam jachcheva jambue sudamsanae vattavvaya sachcheva samalievi bhaniyavva namavihuna garulavenudeve, rayahani dakkhinenam, avasittham tam cheva java devakuru ya ittha deve paliovamatthiie parivasai. Se tenatthenam goyama! Evam vuchchai– devakura-devakura. Aduttaram cha nam devakurae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 183. Bhagavan ! Devakurumam kuta shalmali name pitha kyam kahi chhe\? Gautama ! Meru parvatani nairitya dishamam, nishadha varshadhara parvatani uttaramam, vidyutprabha vakshaskara parvatani purve, sitoda mahanadini pashchime, devakuruna pashchimarddhana bahumadhya deshabhagamam ahim devakurumam kuta shalmali pitha name pitha kahela chhe. Jema jambu – sudarshanani vaktavyata chhe, te ja shalmalimam kahevi, matra nama – garudadeva chhe, rajadhani dakshinamam, baki purvavat yavat devakuru ahim palyopama sthitika deva vase chhe. Tethi gautama ! Devakuru kahe chhe athava devakuru e nama shashvata chhe. Adi Sutra– 184. Bhagavan ! Jambudvipamam mahavideha kshetramam vidyutprabha name vakshaskara parvata kyam kahela chhe\? Gautama ! Nishadha varshadhara parvatani uttare, meru parvatani nairityamam, devakurani pashchime, pakshma vijayani purve, ahim jambudvipa dvipamam mahavideha kshetramam vidyutprabha vakshaskara parvata kahela chhe. Te uttara – dakshina lambo, e pramane malyavamtavat kahevum. Vishesha e ke – sarva tapaniyamaya, svachchha yavat tyam devo bese chhe. Bhagavan ! Vidyutprabha vakshaskara parvatamam ketala kuto kahela chhe\? Gautama ! Nava kuto kahela chhe – siddhayatanakuta, vidyutprabhakuta, devakurukuta, pakshmakuta, kanakakuta, svastika kuta, sitoda kuta, shatajvalakuta, harikuta. Sutra– 185. Siddha, vidyut, devakuru, pakshma, kanaka adi upara mujabana kuta. Sutra– 186. Harikuta sivayana kuto 500 yojana janava. A kutoni prichchha, te disha – vidishamam janavi. Malyavamtana harissaha kutavat kahevum. Dakshinani chamarachamcha rajadhani maphaka harikuta rajadhani janavi. Kanaka ane svastika kutamam varishena ane balahaka deva chhe, bakina kutomam sadrisha namavala devo chhe. Temani rajadhanio dakshinamam chhe. Bhagavan ! Evum kema kahe chhe ke – vidyutprabha vakshaskara parvata nama chhe\? Gautama ! Vidyutprabha vakshaskara parvata vidyutani jema chotarapha avabhase chhe, udyota kare chhe, prabhase chhe, vidyutprabha ahim palyopama sthitika deva yavat vase chhe. E karanathi he gautama ! Te vidyutprabha kahe chhe, athava te yavat nitya chhe. Sutra samdarbha– 183–186 |