Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107778
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ४ क्षुद्र हिमवंत

Translated Chapter :

વક્ષસ્કાર ૪ ક્ષુદ્ર હિમવંત

Section : Translated Section :
Sutra Number : 178 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे सोमणसे नामं वक्खारपव्वए पन्नत्ते? गोयमा! निसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, मंदरस्स पव्वयस्स दाहिणपुरत्थिमेणं, मंगलावईविजयस्स पच्चत्थिमेणं, देवकुराए पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे सोमनसे नामं वक्खारपव्वए पन्नत्ते–उत्तरदाहिणायए पाईणपडीणविच्छिन्नेजहा मालवंते वक्खारपव्वए तहा, नवरं–सव्वरययामए अच्छे जाव पडिरूवे निसहवासहरपव्वयंतेणं चत्तारि जोयणसयाइं उड्ढं उच्चत्तेणं, चत्तारि गाउयसयाइं उव्वेहेणं, सेसं तहेव सव्वं, नवरं–अट्ठो से गोयमा! सोमनसे णं वक्खारपव्वए बहवे देवा य देवीओ य सोमा सुमना सोमनसिया, सोमनसे य इत्थ देवे महिड्ढीए जाव परिवसइ। से एएणट्ठेणं गोयमा! जाव निच्चे। सोमनसे वक्खारपव्वए कइ कूडा पन्नत्ता? गोयमा! सत्त कूडा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૧૭૮. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુપર્વતની અગ્નિ દિશામાં, મંગલાવતી વિજયની પશ્ચિમે, દેવકુરુની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ઉત્તર – દક્ષિણ લાંબો, પૂર્વ – પશ્ચિમ પહોળો, માલ્યવંત વક્ષસ્કાર પર્વત સમાન છે. વિશેષ એ કે – સર્વરત્નમય, સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે. નિષધ વર્ષધર પર્વતની પાસે ૪૦૦ યોજન ઉર્ધ્વ ઊંચો, ૪૦૦ ગાઉ ભૂમિગત, બાકી પૂર્વવત્‌ કહેવું. વિશેષ એ કે – ગૌતમ ! સોમનસ વક્ષસ્કાર પર્વતે ઘણા દેવો – દેવીઓ જે સૌમ્ય, સુમનસ્ક છે તે અહીં બેસે છે ઇત્યાદિ. સૌમનસ નામે અહીં મહર્દ્ધિક દેવ યાવત્‌ વસે છે. તે કારણે હે ગૌતમ! યાવત્‌ નિત્ય છે. સૌમનસ વક્ષસ્કાર પર્વતે કેટલા કૂટો કહ્યા છે ? ગૌતમ ! સાત કૂટો કહેલા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૧૭૯. સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ, વિમલ, કંચન, વશિષ્ટ નામક સાત કૂટો જાણવા. સૂત્ર– ૧૮૦. આ બધા કૂટો ૫૦૦ યોજન ઊંચા છે. આ કૂટોની પૃચ્છા દિશા – વિદિશામાં ગંધમાદન સદૃશ કહેવી. ફર્ક એ કે – વિમલકૂટ તથા કંચનકૂટ ઉપર સુવત્સા અને વત્સમિત્રા દેવીઓ રહે છે. બાકીના કૂટોમાં સદૃશ નામક દેવો છે. મેરુની દક્ષિણે તેની રાજધાનીઓ છે. ભગવન્‌ ! મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુરુ નામે કુરુ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેરુ પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, સોમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે – અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુરુ નામે કુરુ કહેલ છે. તે પૂર્વ – પશ્ચિમ લાંબો, ઉત્તર – દક્ષિણ પહોળો, ૧૧૮૪૨ યોજન, ૨ – કળા પહોળો છે. ઉત્તરકુરુની વક્તવ્યતા સમાન યાવત્‌ પદ્મગંધ, મૃગગંધ, અમમ, સહ, તેતલી, શનૈશ્ચારી મનુષ્યો સુધી કહેવું. સૂત્ર– ૧૮૧. ભગવન્‌ ! દેવકુરુમાં ચિત્રકૂટ – વિચિત્રકૂટ નામે બે પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરીય – ચરમાંતથી ૮૩૪ – ૪/૭ યોજનના અંતરે, સીતોદક મહાનદીના પૂર્વ – પશ્ચિમ બંને કિનારે, અહીં ચિત્ર અને વિચિત્ર કૂટ નામે બંને પર્વતો કહ્યા છે, યમક પર્વતો માફક બધું કહેવું. રાજધાની મેરુની દક્ષિણે છે. સૂત્ર– ૧૮૨. દેવકુરુનો નિષધદ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! તે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વતના ઉત્તરીય ચરમાંતથી ૮૩૪ – ૪/૭ યોજનના અંતરે, સીતોદા મહાનદીના બહુમધ્ય દેશભાગમાં નિષધદ્રહ નામે દ્રહ કહેલ છે. એ પ્રમાણે જેમ નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત, માલ્યવંત દ્રહોની વક્તવ્યતા છે. તેમજ નિષધ, દેવકુરુ, સૂર, સુલસ, વિદ્યુત્પ્રભની જાણવી. રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. સૂત્ર સંદર્ભ– ૧૭૮–૧૮૨
Mool Sutra Transliteration : [sutra] kahi nam bhamte! Jambuddive dive mahavidehe vase somanase namam vakkharapavvae pannatte? Goyama! Nisahassa vasaharapavvayassa uttarenam, mamdarassa pavvayassa dahinapuratthimenam, mamgalavaivijayassa pachchatthimenam, devakurae puratthimenam, ettha nam jambuddive dive mahavidehe vase somanase namam vakkharapavvae pannatte–uttaradahinayae painapadinavichchhinnejaha malavamte vakkharapavvae taha, navaram–savvarayayamae achchhe java padiruve nisahavasaharapavvayamtenam chattari joyanasayaim uddham uchchattenam, chattari gauyasayaim uvvehenam, sesam taheva savvam, navaram–attho se goyama! Somanase nam vakkharapavvae bahave deva ya devio ya soma sumana somanasiya, somanase ya ittha deve mahiddhie java parivasai. Se eenatthenam goyama! Java nichche. Somanase vakkharapavvae kai kuda pannatta? Goyama! Satta kuda pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 178. Bhagavan ! Jambudvipa dvipana mahavideha kshetramam somanasa name vakshaskara parvata kyam kahela chhe\? Gautama ! Nishadha varshadhara parvatani uttare, meruparvatani agni dishamam, mamgalavati vijayani pashchime, devakuruni purve, ahim jambudvipa dvipamam mahavideha kshetramam somanasa name vakshaskara parvata kahela chhe. Uttara – dakshina lambo, purva – pashchima paholo, malyavamta vakshaskara parvata samana chhe. Vishesha e ke – sarvaratnamaya, svachchha yavat pratirupa chhe. Nishadha varshadhara parvatani pase 400 yojana urdhva umcho, 400 gau bhumigata, baki purvavat kahevum. Vishesha e ke – gautama ! Somanasa vakshaskara parvate ghana devo – devio je saumya, sumanaska chhe te ahim bese chhe ityadi. Saumanasa name ahim maharddhika deva yavat vase chhe. Te karane he gautama! Yavat nitya chhe. Saumanasa vakshaskara parvate ketala kuto kahya chhe\? Gautama ! Sata kuto kahela chhe, te a pramane – Sutra– 179. Siddha, somanasa, mamgalavati, devakuru, vimala, kamchana, vashishta namaka sata kuto janava. Sutra– 180. A badha kuto 500 yojana umcha chhe. A kutoni prichchha disha – vidishamam gamdhamadana sadrisha kahevi. Pharka e ke – vimalakuta tatha kamchanakuta upara suvatsa ane vatsamitra devio rahe chhe. Bakina kutomam sadrisha namaka devo chhe. Meruni dakshine teni rajadhanio chhe. Bhagavan ! Mahavideha kshetramam devakuru name kuru kyam kahela chhe\? Gautama ! Meru parvatani dakshine, nishadha varshadhara parvatani uttare, vidyutprabha vakshaskara parvatani purve, somanasa vakshaskara parvatani pashchime – ahim mahavideha kshetramam devakuru name kuru kahela chhe. Te purva – pashchima lambo, uttara – dakshina paholo, 11842 yojana, 2 – kala paholo chhe. Uttarakuruni vaktavyata samana yavat padmagamdha, mrigagamdha, amama, saha, tetali, shanaishchari manushyo sudhi kahevum. Sutra– 181. Bhagavan ! Devakurumam chitrakuta – vichitrakuta name be parvato kyam kahela chhe\? Gautama ! Nishadha varshadhara parvatana uttariya – charamamtathi 834 – 4/7 yojanana amtare, sitodaka mahanadina purva – pashchima bamne kinare, ahim chitra ane vichitra kuta name bamne parvato kahya chhe, yamaka parvato maphaka badhum kahevum. Rajadhani meruni dakshine chhe. Sutra– 182. Devakuruno nishadhadraha name draha kyam kahela chhe\? Gautama ! Te chitrakuta, vichitrakuta parvatana uttariya charamamtathi 834 – 4/7 yojanana amtare, sitoda mahanadina bahumadhya deshabhagamam nishadhadraha name draha kahela chhe. E pramane jema nilavamta, uttarakuru, chamdra, airavata, malyavamta drahoni vaktavyata chhe. Temaja nishadha, devakuru, sura, sulasa, vidyutprabhani janavi. Rajadhanio meruni dakshinamam chhe. Sutra samdarbha– 178–182