Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107647
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार २ काळ

Translated Chapter :

વક્ષસ્કાર ૨ કાળ

Section : Translated Section :
Sutra Number : 47 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तीसे णं समाए दोहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंते अनंतेहिं वण्णपज्जवेहिं अनंतेहिं गंधपज्जवेहिं अनंतेहिं रसपज्जवेहिं अनंतेहिं फासपज्जवेहिं अनंतेहिं संघयणपज्जवेहिं अनंतेहिं संठाणपज्जवेहिं अनंतेहिं उच्चत्तपज्जवेहिं अनंतेहिं आउपज्जवेहिं अनंतेहिं गरुयलहुयपज्जवेहिं अनंतेहिं अगरुयलहुयपज्जवेहिं अनंतेहिं उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसक्कार-परक्कमप-ज्जवेहिं अनंतगुणपरिहाणीए० परिहायमाणे-परिहायमाणे, एत्थ णं दूसमसुसमाणामं समा काले पडिवज्जिंसु समणाउसो! । तीसे णं भंते! समाए भरहस्स वासस्स केरिसए आगारभावपडोयारे पन्नत्ते? गोयमा! बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते, से जहानामए आलिंगपुक्खरेइ वा जाव नानाविहपंचवण्णेहिं मणीहिं तणेहि य उवसोभिए, तं जहा–कत्तिमेहिं चेव अकत्तिमेहिं चेव। तीसे णं भंते! समाए भरहे वासे मनुयाणं केरिसए आगारभावपडोयारे पन्नत्ते? गोयमा! तेसिं मनुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूइं धणूइं उड्ढं उच्चत्तेणं, जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिं आउयं पालेंति, पालेत्ता अप्पेगइया निरयगामी अप्पेगइया तिरियगामी, अप्पेगइया मनुयगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वंति सव्वदुक्खाणमंतं करेंति। तीसे णं समाए भरहे वासे तओ वंसा समुप्पज्जित्था, तं जहा–अरहंतवंसे चक्कवट्टिवंसे दसारवंसे। तीसे णं समाए भरहे वासे तेवीसं तित्थकरा, एक्कारस चक्कवट्टी, नव बलदेवा, नव वासुदेवा समुप्पज्जित्था।
Sutra Meaning : સૂત્ર– ૪૭. ત્રીજા આરાનો બે કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંત વર્ણ પર્યાયોથી યાવત્‌ અનંત ઉત્થાન કર્મ યાવત્‌ હ્રાસ થતા થતા આ દુષમસુષમા નામક આરાનો હે આયુષ્યમાન્‌ શ્રમણ ! આરંભ થયો. ભગવન્‌ ! તે સમયમાં ભરતક્ષેત્રના કેવા પ્રકારના આકારભાવ પ્રત્યાવતાર કહેલા છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુષ્કર અર્થાત ચર્મ મઢેલા ઢોલ માફક સમતલ ભૂમિભાગયુક્ત યાવત્‌ મણિ તથા કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વડે ઉપશોભિત હોય છે, તે આ પ્રમાણે – ભગવન્‌ ! તે આરામાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલા છે ? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ હોય છે, છ ભેદે સંસ્થાન હોય છે, ઘણા ધનુષ ઉર્ધ્વ ઊંચાઈથી હોય છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડીનું આયુ પાલન કરે છે. પાળીને કેટલાક નરકગામી, યાવત્‌ દેવગામી થાય છે, તથા કેટલાક સિદ્ધ, બુદ્ધ યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરનારા થાય છે. તે ચોથા આરામાં ત્રણ વંશો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે – અરહંતવંશ, ચક્રવર્તીવંશ, દશાર્હવંશ. તે સમયમાં ૨૩ તીર્થંકરો ૧૧ – ચક્રવર્તીઓ, ૯ – બલદેવ અને ૯ – વાસુદેવ ઉત્પન્ન થયા. સૂત્ર– ૪૮. તે ચોથા આરામાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક સાગરોપમ કોડાકોડી કાળ વ્યતીત થયા પછી અનંત પર્યવોથી આદિ પૂર્વવત્‌ યાવત્‌ પરિહાનિથી હ્રાસ થતા – થતા આ દૂષમા નામે પાંચમો આરાનો આરંભ હે આયુષ્યમાન્‌ શ્રમણો ! થશે. ભગવન્‌ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર – ભાવપ્રત્યાવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ થશે, જેમ કોઈ આલિંગપુષ્કર કે મૃદંગપુષ્કર યાવત્‌ વિવિધ પંચવર્ણીમણિ કે જે કૃત્રિમ અથવા અકૃત્રિમ હોય તેના વડે તે શોભિત હશે.. ભગવન્‌ ! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ હોય છે, છ ભેદે સંસ્થાન હોય છે, ઘણા રત્ની (હાથ) ઉર્ધ્વ ઊંચાઈથી હોય, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સાતિરેક સો વર્ષનું આયુ પાલન કરશે, પાલન કરીને કેટલાક નરકગામી થશે યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરનારા કેટલાક થશે. તે સમયમાં પાછલા ત્રિભાગમાં ગણધર્મ, પાખંડ ધર્મ, રાજધર્મ, જાત તેજ તથા ચારિત્રધર્મ વિચ્છેદ પામશે. સૂત્ર– ૪૯. તે સમયમાં – પાંચમાં આરાના ૨૧,૦૦૦ વર્ષ – કાળ વીત્યા પછી અનંતા વર્ણ પર્યાયોથી, ગંધ – રસ – સ્પર્શ પર્યાયોથી યાવત્‌ હ્રાસ થતા – થતા આ દુષમદુષમા નામનો છઠ્ઠો આરો હે આયુષ્યમાન્‌ શ્રમણ ! આરંભ થશે. ભગવન્‌ ! તે આરામાં ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત ભરત ક્ષેત્રનું સ્વરૂપ અને તેના આકારભાવ પ્રત્યવતાર કેવા હશે ? ગૌતમ ! તે કાળે હાહાભૂત, ભંભાભૂત, કોલાહલભૂત સમઅનુભાવથી અત્યંત કઠોર, ધૂળથી મલિન, દુર્વિષહ, વ્યાકુળ, ભયંકર વાયુ અને સંવર્તક વાયુ ચાલશે. દિશાઓ વારંવાર ધૂમાડાને છોડશે. તે સર્વથા રજથી ભરેલી અને ધૂળથી મલિન તથા ઘોર અંધકારને કારણે પ્રકાશશૂન્ય થઈ જશે. કાળથી રૂક્ષતાના કારણે ચંદ્ર અધિક અપથ્ય શીતને છોડશે. સૂર્ય અધિક તપશે. ગૌતમ ! ત્યારપછી અરસમેઘ, વિરસમેઘ, ક્ષારમેઘ, ખાત્રમેઘ, અગ્નિમેઘ, વિદ્યુતમેઘ, વિષમેઘ, અપ્રયોજનીય જળયુક્ત વ્યાધિ – રોગ – વેદના ઉત્પાદક પરિમાણ જળ, અમનોજ્ઞ જળયુક્ત, ચંક – વાયુથી અપહત તીક્ષ્ણ ધારા છોડનારી વર્ષાને વરસાવશે. ઉક્ત વર્ષાથી ભરતક્ષેત્રમાં ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમમાં રહેલ જનપદ – ચતુષ્પદ – ગવેલક – ખેચર – પક્ષીસંઘ ગામ અને અરણ્યમાં રહેલ ત્રસ અને પ્રાણ જીવો, ઘણા પ્રકારના વૃક્ષ – ગુચ્છ – ગુલ્મ – લતા – વલ્લિ – પ્રવાલ – અંકુર આદિ તૃણ, વનસ્પતિ અને ઔષધિનો વિધ્વંસ કરી દેશે. તથા. પર્વત, ગિરિ, ડુંગર, ઉન્નત સ્થળ, ભ્રાષ્ટ્ર આદિક અને વૈતાઢ્યગિરિ સિવાયના પર્વતાદિનું નામ – નિશાન મિટાવી દેશે. ગંગા, સિંધુ નદી સિવાયના જળના સ્રોતો, ઝરણા, વિષમગર્ત નીચા – ઊંચા જળના સ્થાનોને સમાન કરી દેશે. ભગવન્‌ ! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિના કેવા આકારભાવ પ્રત્યવતાર (સ્વરૂપ) થશે ? ગૌતમ ! ભૂમિ અંગારભૂત, મુર્મુરભૂત, ક્ષારિકભૂત, તપ્ત કવેલ્લકભૂત, તપ્તસમ જ્યોતિભૂત, ધૂળ – રેણુ – પંક – કીચડ અને ચલનિ એ બધાની બહુલતાવાળી ભૂમિ થશે. તે ધરતી ઉપર જીવોને ચાલવાનું દુષ્કર બની જશે. ભગવન્‌ ! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર – ભાવ પ્રત્યવતાર થશે ? ગૌતમ ! તે મનુષ્યો કુરૂપ, કુવર્ણ, દુર્ગંધ, દુરસ અને દુષ્ટસ્પર્શવાળા થશે. તથા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમણામ થશે. વળી. હીનસ્વરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટસ્વરવાળા, અકાંત સ્વરવાળા, અપ્રિય સ્વરવાળા, અમણામ સ્વરવાળા, અમનોજ્ઞ સ્વરવાળા, અનાદેય વચનવાળા, અવિશ્વાસ્ય, નિર્લજ્જ થશે. તે મનુષ્યો, કૂડ, કપટ, કલહ, બંધ તથા વૈરમાં નિરત થશે. તેઓ મર્યાદાના અતિક્રમણમાં પ્રધાન, અકાર્ય કરવામાં સદા ઉદ્યત, ગુરુના નિયોગ અને વિનયથી રહિત થશે, વિકલ રૂપવાળા, વધી ગયેલા નખ – વાળ – દાઢી અને મૂંછવાળા થશે, કાળા અને રૂક્ષ – કઠોર સ્પર્શવાળા, ફૂટેલ જેવા મસ્તક યુક્ત, કપિલવર્ણી – પલિત વાળવાળા થશે, ઘણા જ સ્નાયુઓ વડે નિબદ્ધ, દુર્દર્શનીય રૂપવાળા થશે, દેહની આસપાસ પડેલ કડચલીરૂપ તરંગોથી વ્યાપ્ત એવા અંગઉપાંગથી યુક્ત હશે, તેમજ. ... તે મનુષ્યો જરાયુક્ત વૃદ્ધોની સદૃશ પરિણત વયવાળા, પ્રવિરલ અને પરિશટિત દંતશ્રેણીવાળા, ઘડાના વિકૃત મુખ સમાન મુખવાળા થશે, વિષમ એવા ચક્ષુ અને વાંકી નાકવાળા, વંકવલી, વિકૃત – ભયાનક મુખવાળા, દાદ – ખાજ ઇત્યાદિથી વિકૃત કઠોર ચામડીવાળા થશે, કાબરચીતરા શરીરવાળા, ખસર નામક ચામડીના રોગથી પીડિત, કઠોર તીક્ષ્ણ નખોથી ખરજવાને લીધે વિકૃત શરીરવાળા થશે, તથા. ... તે મનુષ્યો ટોલગતિ ઊંટ જેવી ચાલવાળા, વિષમ સંધિ બંધનવાળા, અક્કડુ અસ્થિવાળા, વિભક્ત, દુર્બળ થશે, કુસંઘયણ, કુપ્રમાણ, કુસંસ્થિત, કુરૂપ, કુસ્થાન, કુઆસન, કુશય્યા, કુભોજન એ બધાથી યુક્ત થશે, અશુચિ, અનેક વ્યાધિથી પીડિત અંગ – ઉપાંગવાળા, સ્ખલંત – વિહ્વળ ગતિવાળા, નિરુત્સાહી, સત્વપરિવર્જિત થશે, ચેષ્ટાહીન, નષ્ટતેજ, વારંવાર શીત – ઉષ્ણ – ખર – કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલીન ધૂળથી આવૃત્ત દેહવાળા થશે. તથા. ઘણા ક્રોધ – માન – માયા – લોભવાળા થશે, ઘણા મોહવાળા થશે, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ થશે. તેઓ ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઊંચાઈવાળા, સોળથી વીસ વર્ષ પરમ આયુષ્યવાળા હોય છે. પોતાના ઘણા પુત્ર – પૌત્ર પરિવારમાં અતિપ્રણય યુક્ત હોય છે. ગંગા – સિંધુ મહાનદી અને વૈતાઢ્ય પર્વતની નિશ્રામાં બિલોમાં રહેશે. તે બિલવાસીની સંખ્યા૭૨ની હશે. તેમનાથી ભવિષ્યમાં ફરી મનુષ્ય જાતિનો વિસ્તાર થશે. ભગવન્‌ ! તે મનુષ્યો શું આહાર કરશે ? ગૌતમ! તે કાળે, તે સમયે ગંગા – સિંધુ મહાનદીમાં રથ ચાલવાના માર્ગ જેટલા માત્ર વિસ્તારમાં હશે. અક્ષસ્રોત પ્રમાણમાત્ર ઊંડુ ત્યાં પાણી હશે. તે જળમાં ઘણા મત્સ્ય કાચબા આદિ હશે. તે જળમાં સજાતીય અપ્‌કાય જીવ વધુ નહીં હોય. ત્યારે તે મનુષ્યો સૂર્યના ઊગવાના મુહૂર્ત્તમાં અને સૂર્ય આથમવાના મુહૂર્ત્તમાં બિલોમાંથી દોડતા નીકળશે. બિલોમાંથી દોડતા નીકળીને તે મત્સ્ય, કાચબાને પકડીને જમીન ઉપર લઈ આવશે. સ્થળ (જમીન) ઉપર લાવીને શીત અને આતપ વડે મત્સ્ય અને કાચબાને રસરહિત બનાવશે. એ રીતે પોતાની આજીવિકા ચલાવતા ૨૧,૦૦૦ વર્ષ સુધી પોતાનો નિર્વાહ કરતા રહેશે. ભગવન્‌ ! તે મનુષ્યો નિઃશીલ, નિર્વ્રત, નિર્ગુણ, નિર્મર્યાદ હશે, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત હશે. વળી તે પ્રાયઃ માંસાહારી, મત્સ્યાહારી, ક્ષુદ્ર આહારી, કુણિમાહારી હશે. તે મનુષ્યો કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! પ્રાયઃ નરકગતિ અને તિર્યંચગતિમાં ઉપજશે. ભગવન્‌ ! તે આરામાં સિંહ, વાઘ, વૃક, દ્વીપિકા, અચ્છ, તરક્ષ, પરાસર, સરભ, શિયાળ, બિડાલ, શુનક, કોલશુનક, શશક, ચિત્તા, ચિલ્લક પ્રાયઃ માંસાહારી, મત્સ્યાહારી, ક્ષુદ્રાહારી, કુણિમાહારી હશે. તે મૃત્યુકાળે મૃત્યુ પામી ક્યાં જશે? ક્યાં ઉપજશે ? ગૌતમ! પ્રાયઃ નરક અને તિર્યંચયોનિકોમાં ઉપજશે. ભગવન્‌ ! તે ઢંક, કંક, પીલક, મદ્‌ગુક, શિખી પ્રાયઃ માંસાહારી ઇત્યાદિ હશે યાવત્‌ ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! પ્રાયઃ નરક અને તિર્યંચયોનિમાં ઉપજશે. સૂત્ર સંદર્ભ– ૪૭–૪૯
Mool Sutra Transliteration : [sutra] tise nam samae dohim sagarovamakodakodihim kale viikkamte anamtehim vannapajjavehim anamtehim gamdhapajjavehim anamtehim rasapajjavehim anamtehim phasapajjavehim anamtehim samghayanapajjavehim anamtehim samthanapajjavehim anamtehim uchchattapajjavehim anamtehim aupajjavehim anamtehim garuyalahuyapajjavehim anamtehim agaruyalahuyapajjavehim anamtehim utthana-kamma-bala-viriya-purisakkara-parakkamapa-jjavehim anamtagunaparihanie0 parihayamane-parihayamane, ettha nam dusamasusamanamam sama kale padivajjimsu samanauso!. Tise nam bhamte! Samae bharahassa vasassa kerisae agarabhavapadoyare pannatte? Goyama! Bahusamaramanijje bhumibhage pannatte, se jahanamae alimgapukkharei va java nanavihapamchavannehim manihim tanehi ya uvasobhie, tam jaha–kattimehim cheva akattimehim cheva. Tise nam bhamte! Samae bharahe vase manuyanam kerisae agarabhavapadoyare pannatte? Goyama! Tesim manuyanam chhavvihe samghayane, chhavvihe samthane, bahuim dhanuim uddham uchchattenam, jahannenam amtomuhuttam, ukkosenam puvvakodim auyam palemti, paletta appegaiya nirayagami appegaiya tiriyagami, appegaiya manuyagami, appegaiya devagami, appegaiya sijjhamti bujjhamti muchchamti parinivvamti savvadukkhanamamtam karemti. Tise nam samae bharahe vase tao vamsa samuppajjittha, tam jaha–arahamtavamse chakkavattivamse dasaravamse. Tise nam samae bharahe vase tevisam titthakara, ekkarasa chakkavatti, nava baladeva, nava vasudeva samuppajjittha.
Sutra Meaning Transliteration : Sutra– 47. Trija arano be kodakodi sagaropama kala vitya pachhi anamta varna paryayothi yavat anamta utthana karma yavat hrasa thata thata a dushamasushama namaka arano he ayushyaman shramana ! Arambha thayo. Bhagavan ! Te samayamam bharatakshetrana keva prakarana akarabhava pratyavatara kahela chhe\? Gautama ! Bahusama ramaniya bhumibhaga kahela chhe, jema koi alimgapushkara arthata charma madhela dhola maphaka samatala bhumibhagayukta yavat mani tatha kritrima ane akritrima trina vade upashobhita hoya chhe, te a pramane – Bhagavan ! Te aramam bharatakshetrana manushyona keva akarabhava pratyavatara kahela chhe\? Gautama ! Te manushyone chha bhede samghayana hoya chhe, chha bhede samsthana hoya chhe, ghana dhanusha urdhva umchaithi hoya chhe, jaghanyathi amtarmuhurtta ane utkrishtathi purvakodinum ayu palana kare chhe. Paline ketalaka narakagami, yavat devagami thaya chhe, tatha ketalaka siddha, buddha yavat sarva duhkhono amta karanara thaya chhe. Te chotha aramam trana vamsho utpanna thaya. Te a pramane – arahamtavamsha, chakravartivamsha, dasharhavamsha. Te samayamam 23 tirthamkaro 11 – chakravartio, 9 – baladeva ane 9 – vasudeva utpanna thaya. Sutra– 48. Te chotha aramam 42,000 varsha nyuna eka sagaropama kodakodi kala vyatita thaya pachhi anamta paryavothi adi purvavat yavat parihanithi hrasa thata – thata a dushama name pamchamo arano arambha he ayushyaman shramano ! Thashe. Bhagavan ! Te aramam bharatakshetrana keva akara – bhavapratyavatara thashe\? Gautama ! Bahusama ramaniya bhumibhaga thashe, jema koi alimgapushkara ke mridamgapushkara yavat vividha pamchavarnimani ke je kritrima athava akritrima hoya tena vade te shobhita hashe.. Bhagavan ! Te samayamam bharatakshetrana manushyona keva prakare akara bhava pratyavatara kahela chhe\? Gautama ! Te manushyone chha bhede samghayana hoya chhe, chha bhede samsthana hoya chhe, ghana ratni (hatha) urdhva umchaithi hoya, jaghanyathi amtarmuhurtta ane utkrishtathi satireka so varshanum ayu palana karashe, palana karine ketalaka narakagami thashe yavat sarva duhkhono amta karanara ketalaka thashe. Te samayamam pachhala tribhagamam ganadharma, pakhamda dharma, rajadharma, jata teja tatha charitradharma vichchheda pamashe. Sutra– 49. Te samayamam – pamchamam arana 21,000 varsha – kala vitya pachhi anamta varna paryayothi, gamdha – rasa – sparsha paryayothi yavat hrasa thata – thata a dushamadushama namano chhaththo aro he ayushyaman shramana ! Arambha thashe. Bhagavan ! Te aramam uttamakashthaprapta bharata kshetranum svarupa ane tena akarabhava pratyavatara keva hashe\? Gautama ! Te kale hahabhuta, bhambhabhuta, kolahalabhuta samaanubhavathi atyamta kathora, dhulathi malina, durvishaha, vyakula, bhayamkara vayu ane samvartaka vayu chalashe. Dishao varamvara dhumadane chhodashe. Te sarvatha rajathi bhareli ane dhulathi malina tatha ghora amdhakarane karane prakashashunya thai jashe. Kalathi rukshatana karane chamdra adhika apathya shitane chhodashe. Surya adhika tapashe. Gautama ! Tyarapachhi arasamegha, virasamegha, ksharamegha, khatramegha, agnimegha, vidyutamegha, vishamegha, aprayojaniya jalayukta vyadhi – roga – vedana utpadaka parimana jala, amanojnya jalayukta, chamka – vayuthi apahata tikshna dhara chhodanari varshane varasavashe. Ukta varshathi bharatakshetramam grama, akara, nagara, kheda, karbata, madamba, dronamukha, patana, ashramamam rahela janapada – chatushpada – gavelaka – khechara – pakshisamgha gama ane aranyamam rahela trasa ane prana jivo, ghana prakarana vriksha – guchchha – gulma – lata – valli – pravala – amkura adi trina, vanaspati ane aushadhino vidhvamsa kari deshe. Tatha. Parvata, giri, dumgara, unnata sthala, bhrashtra adika ane vaitadhyagiri sivayana parvatadinum nama – nishana mitavi deshe. Gamga, simdhu nadi sivayana jalana sroto, jharana, vishamagarta nicha – umcha jalana sthanone samana kari deshe. Bhagavan ! Te samayamam bharatakshetrani bhumina keva akarabhava pratyavatara (svarupa) thashe\? Gautama ! Bhumi amgarabhuta, murmurabhuta, ksharikabhuta, tapta kavellakabhuta, taptasama jyotibhuta, dhula – renu – pamka – kichada ane chalani e badhani bahulatavali bhumi thashe. Te dharati upara jivone chalavanum dushkara bani jashe. Bhagavan ! Te samayamam bharatakshetrana manushyona keva akara – bhava pratyavatara thashe\? Gautama ! Te manushyo kurupa, kuvarna, durgamdha, durasa ane dushtasparshavala thashe. Tatha anishta, akamta, apriya, ashubha, amanojnya, amanama thashe. Vali. Hinasvaravala, dinasvaravala, anishtasvaravala, akamta svaravala, apriya svaravala, amanama svaravala, amanojnya svaravala, anadeya vachanavala, avishvasya, nirlajja thashe. Te manushyo, kuda, kapata, kalaha, bamdha tatha vairamam nirata thashe. Teo maryadana atikramanamam pradhana, akarya karavamam sada udyata, guruna niyoga ane vinayathi rahita thashe, vikala rupavala, vadhi gayela nakha – vala – dadhi ane mumchhavala thashe, kala ane ruksha – kathora sparshavala, phutela jeva mastaka yukta, kapilavarni – palita valavala thashe, ghana ja snayuo vade nibaddha, durdarshaniya rupavala thashe, dehani asapasa padela kadachalirupa taramgothi vyapta eva amgaupamgathi yukta hashe, temaja.\... Te manushyo jarayukta vriddhoni sadrisha parinata vayavala, pravirala ane parishatita damtashrenivala, ghadana vikrita mukha samana mukhavala thashe, vishama eva chakshu ane vamki nakavala, vamkavali, vikrita – bhayanaka mukhavala, dada – khaja ityadithi vikrita kathora chamadivala thashe, kabarachitara shariravala, khasara namaka chamadina rogathi pidita, kathora tikshna nakhothi kharajavane lidhe vikrita shariravala thashe, tatha.\... Te manushyo tolagati umta jevi chalavala, vishama samdhi bamdhanavala, akkadu asthivala, vibhakta, durbala thashe, kusamghayana, kupramana, kusamsthita, kurupa, kusthana, kuasana, kushayya, kubhojana e badhathi yukta thashe, ashuchi, aneka vyadhithi pidita amga – upamgavala, skhalamta – vihvala gativala, nirutsahi, satvaparivarjita thashe, cheshtahina, nashtateja, varamvara shita – ushna – khara – kathora vayuthi vyapta shariravala, malina dhulathi avritta dehavala thashe. Tatha. Ghana krodha – mana – maya – lobhavala thashe, ghana mohavala thashe, ashubha duhkhana bhagi, prayah dharmasamjnya ane samyaktvathi paribhrashta thashe. Teo utkrishta eka hatha pramana umchaivala, solathi visa varsha parama ayushyavala hoya chhe. Potana ghana putra – pautra parivaramam atipranaya yukta hoya chhe. Gamga – simdhu mahanadi ane vaitadhya parvatani nishramam bilomam raheshe. Te bilavasini samkhya72ni hashe. Temanathi bhavishyamam phari manushya jatino vistara thashe. Bhagavan ! Te manushyo shum ahara karashe\? Gautama! Te kale, te samaye gamga – simdhu mahanadimam ratha chalavana marga jetala matra vistaramam hashe. Akshasrota pramanamatra umdu tyam pani hashe. Te jalamam ghana matsya kachaba adi hashe. Te jalamam sajatiya apkaya jiva vadhu nahim hoya. Tyare te manushyo suryana ugavana muhurttamam ane surya athamavana muhurttamam bilomamthi dodata nikalashe. Bilomamthi dodata nikaline te matsya, kachabane pakadine jamina upara lai avashe. Sthala (jamina) upara lavine shita ane atapa vade matsya ane kachabane rasarahita banavashe. E rite potani ajivika chalavata 21,000 varsha sudhi potano nirvaha karata raheshe. Bhagavan ! Te manushyo nihshila, nirvrata, nirguna, nirmaryada hashe, pratyakhyana ane paushadhopavasa rahita hashe. Vali te prayah mamsahari, matsyahari, kshudra ahari, kunimahari hashe. Te manushyo kalamase kala karine kyam jashe\? Kyam utpanna thashe\? Gautama ! Prayah narakagati ane tiryamchagatimam upajashe. Bhagavan ! Te aramam simha, vagha, vrika, dvipika, achchha, taraksha, parasara, sarabha, shiyala, bidala, shunaka, kolashunaka, shashaka, chitta, chillaka prayah mamsahari, matsyahari, kshudrahari, kunimahari hashe. Te mrityukale mrityu pami kyam jashe? Kyam upajashe\? Gautama! Prayah naraka ane tiryamchayonikomam upajashe. Bhagavan ! Te dhamka, kamka, pilaka, madguka, shikhi prayah mamsahari ityadi hashe yavat kyam jashe\? Kyam upajashe\? Gautama! Prayah naraka ane tiryamchayonimam upajashe. Sutra samdarbha– 47–49