Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106915 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-३६ समुद्घात |
Translated Chapter : |
પદ-૩૬ સમુદ્ઘાત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 615 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कम्हा णं भंते! केवली समुग्घायं गच्छति? गोयमा! केवलिस्स चत्तारि कम्मंसा अक्खीणा अवेदिया अनिज्जिण्णा भवंति, तं जहा–वेयणिज्जे आउए णामे गोए। सव्वबहुप्पएसे से वेदणिज्जे कम्मे भवति, सव्वत्थोवे से आउए कम्मे भवति। विसमं समं करेति, बंधणेहिं ठितीहि य । विसमसमीकरणयाए, बंधणेहिं ठितीहि य ॥ एवं खलु केवली समोहण्णति, एवं खलु समुग्घायं गच्छति। सव्वे वि णं भंते! केवली समोहण्णंति? सव्वे वि णं भंते! केवली समुग्घायं गच्छंति? गोयमा! नो इणट्ठे समट्ठे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૧૫. ભગવન્ ! કેવલજ્ઞાની કયા હેતુથી કેવલી સમુદ્ઘાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! કેવળજ્ઞાનીને ચાર કર્માંશો અક્ષીણ, અવેદિત અને અનિર્જિર્ણ્ણ હોય છે. તે આ – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી વધુ પ્રદેશવાળુ વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડા પ્રદેશવાળુ આયુકર્મ હોય છે. ત્યારે તેને બંધન વડે અને સ્થિતિ વડે વિષમ હોય તો સમ કરે છે. આ બંધન અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુદ્ઘાત કરે છે. એ પ્રમાણે નિશ્ચે કેવલી સમુદ્ઘાતને પામે છે. ભગવન્ ! બધા કેવલી સમુદ્ઘાત કરે છે, બધા કેવલી સમુદ્ઘાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. સૂત્ર– ૬૧૬. જેને આયુના તુલ્ય પ્રદેશ અને સ્થિતિ વડે ભવના હેતુભૂત કર્મ છે, તે સમુદ્ઘાત કરતો નથી. સૂત્ર– ૬૧૭. સમુદ્ઘાતને પ્રાપ્ત થયા વિના અનંતા કેવલી જિનો જરા – મરણથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે. સૂત્ર– ૬૧૮. ભગવન્ ! કેટલા સમયનું આયોજીકરણ છે ? ગૌતમ ! અસંખ્યાતા સમયના અંતર્મુહૂર્ત્ત પ્રમાણ આયોજીકરણ કહેલું છે. સૂત્ર– ૬૧૯. ભગવન્ ! કેટલા સમયનો કેવલી સમુદ્ઘાત છે ? ગૌતમ ! આઠ સમય પ્રમાણ. તે આ રીતે – પહેલાં સમયે દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમાં સમયે લોકને સંહરે છે, છઠ્ઠા સમયે મંથન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે. દંડને સંહરીને શરીરસ્થ થાય છે. ભગવન્ ! તે પ્રકારે સમુદ્ઘાત પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે છે ? વચનયોગનો વ્યાપાર કરે છે ? કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે મનોયોગ કે વચનયોગનો નહીં પણ કાયયોગનો વ્યાપાર કરે છે. ભગવન્ ! કાયયોગનો વ્યાપાર કરતો તે શું ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે કે ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો ? વૈક્રિય – શરીર કાયયોગ કે વૈક્રિયમિશ્ર શરીર કાયયોગનો ? આહારક શરીર કાયયોગ કે આહારક મિશ્ર શરીર કાયયોગનો ? કાર્મણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયયોગ અને કાર્મણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. પણ વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી. પહેલાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયોગનો અને બીજા, છઠ્ઠા, સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં કાર્મણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. સૂત્ર સંદર્ભ– ૬૧૫–૬૧૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] kamha nam bhamte! Kevali samugghayam gachchhati? Goyama! Kevalissa chattari kammamsa akkhina avediya anijjinna bhavamti, tam jaha–veyanijje aue name goe. Savvabahuppaese se vedanijje kamme bhavati, savvatthove se aue kamme bhavati. Visamam samam kareti, bamdhanehim thitihi ya. Visamasamikaranayae, bamdhanehim thitihi ya. Evam khalu kevali samohannati, evam khalu samugghayam gachchhati. Savve vi nam bhamte! Kevali samohannamti? Savve vi nam bhamte! Kevali samugghayam gachchhamti? Goyama! No inatthe samatthe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 615. Bhagavan ! Kevalajnyani kaya hetuthi kevali samudghatane prapta thaya chhe\? Gautama ! Kevalajnyanine chara karmamsho akshina, avedita ane anirjirnna hoya chhe. Te a – vedaniya, ayu, nama ane gotra. Temam te kevaline sauthi vadhu pradeshavalu vedaniya karma hoya chhe ane sauthi thoda pradeshavalu ayukarma hoya chhe. Tyare tene bamdhana vade ane sthiti vade vishama hoya to sama kare chhe. A bamdhana ane sthiti vade vishamane samana karava mate kevali samudghata kare chhe. E pramane nishche kevali samudghatane pame chhe. Bhagavan ! Badha kevali samudghata kare chhe, badha kevali samudghatane prapta thaya chhe\? Gautama ! E artha samartha nathi. Sutra– 616. Jene ayuna tulya pradesha ane sthiti vade bhavana hetubhuta karma chhe, te samudghata karato nathi. Sutra– 617. Samudghatane prapta thaya vina anamta kevali jino jara – maranathi mukta thai shreshtha gatirupa siddhine prapta thayela hoya chhe. Sutra– 618. Bhagavan ! Ketala samayanum ayojikarana chhe\? Gautama ! Asamkhyata samayana amtarmuhurtta pramana ayojikarana kahelum chhe. Sutra– 619. Bhagavan ! Ketala samayano kevali samudghata chhe\? Gautama ! Atha samaya pramana. Te a rite – pahelam samaye damda kare chhe, bija samaye kapata kare chhe, trija samaye mamthana kare chhe, chotha samaye lokane pure chhe, pamchamam samaye lokane samhare chhe, chhaththa samaye mamthana samhare chhe, satama samaye kapata samhare chhe, athama samaye damda samhare chhe. Damdane samharine sharirastha thaya chhe. Bhagavan ! Te prakare samudghata prapta thayelo shum manoyogano vyapara kare chhe\? Vachanayogano vyapara kare chhe\? Kayayogano vyapara kare chhe\? Gautama ! Te manoyoga ke vachanayogano nahim pana kayayogano vyapara kare chhe. Bhagavan ! Kayayogano vyapara karato te shum audarika kayayogano vyapara kare chhe ke audarika mishra sharira kayayogano\? Vaikriya – sharira kayayoga ke vaikriyamishra sharira kayayogano\? Aharaka sharira kayayoga ke aharaka mishra sharira kayayogano\? Karmana sharira kayayogano vyapara kare chhe\? Gautama ! Te audarika sharira kayayoga, audarika mishra sharira kayayoga ane karmana sharira kayayogano vyapara kare chhe. Pana vaikriya, vaikriyamishra, aharaka, aharaka mishra sharira kayayogano vyapara karato nathi. Pahelam ane athamam samayamam audarika sharira kayayogano ane bija, chhaththa, satama samayamam audarika mishra sharira kayayogano vyapara kare chhe. Trija, chotha, pamchamam samayamam karmana sharira kayayogano vyapara kare chhe. Sutra samdarbha– 615–619 |