Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106888
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-३४ परिचारणा

Translated Chapter :

પદ-૩૪ પરિચારણા

Section : Translated Section :
Sutra Number : 588 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] देवा णं भंते! किं सदेवीया सपरियारा? सदेवीया अपरियारा? अदेवीया सपरियारा? अदेवीया अपरियारा? गोयमा! अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा। से केणट्ठेणं भंते! एवं वुच्चति–अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थे-गइया देवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा? गोयमा! भवनवति-वाणमंतर-जोतिस-सोहम्मीसाणेसु कप्पेसु देवा सदेवीया सपरियारा, सणंकुमार-माहिंद-बंभलोग-लंतग-महासुक्क-सहस्सार-आणय-पाणय-आरण-अच्चुएसु कप्पेसु देवा अदेवीया सपरियारा, गेवेज्जणुत्तरोववाइयदेवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा।
Sutra Meaning : સૂત્ર– ૫૮૮. ભગવન્‌ ! દેવો શું દેવી સહિત સપરિચાર છે કે દેવી સહિત અપરિચાર છે, કે દેવી રહિત પરિચાર સહિત છે, કે દેવી અને પરિચાર રહિત છે ? ગૌતમ ! કેટલાક દેવો – સદેવી – સપરિચારી છે, કેટલાક અદેવીક – સપરિચારી છે, કેટલાક દેવો અદેવીક – અપરિચારી છે, પરંતુ દેવો સદેવીક – અપરિચારી ન હોય. ભગવન્‌! એમ કેમ કહો છો ? ગૌતમ ! ભવનપતિથી ઈશાન કલ્પ સુધી દેવો સદેવીક – સપરિચારી હોય. સનત્કુમારથી અચ્યુત કલ્પ સુધી દેવો અદેવીક – સપરિચારી હોય. ગ્રૈવેયક અને અનુત્તરવાસી દેવો અદેવીક – અપરિચારી છે. પરંતુ કોઈ દેવો – દેવી સહિત અને પરિચાર રહિત ન હોય. માટે ગૌતમ! તેમ કહ્યું. સૂત્ર– ૫૮૯. ભગવન્‌ ! પરિચારણા કેટલા ભેદે છે ? પાંચ ભેદે – કાયપરિચારણા, સ્પર્શપરિચારણા – રૂપપરિચારણા – શબ્દપરિચારણા – મન – પ્રવિચારણા. ભગવન્‌ ! પાંચ પ્રવિચારણા કેમ કહી ? ગૌતમ ! ભવનપતિથી ઈશાનકલ્પ સુધીના દેવો કાયપ્રવિચારી છે. ત્રીજા – ચોથા કલ્પે સ્પર્શ પ્રવિચારી, પાંચમા – છઠ્ઠા કલ્પે રૂપ પ્રવિચારી, સાતમા – આઠમા કલ્પે શબ્દ પ્રવિચારી, આનતાદિ ચાર કલ્પે મન પ્રવિચારી હોય છે. ગ્રૈવેયક અને અનુત્તરમાં દેવો અપ્રવિચારી હોય, માટે તેમ કહ્યું. તેમાં જે કાય પ્રવિચારી છે, તેઓને ઇચ્છા – મન થાય કે – ‘‘અમે અપ્સરા સાથે કાય પ્રવિચાર કરીએ’’ તો દેવો એમ સંકલ્પ કરે એટલે જલદી અપ્સરાઓ ઉદાર શૃંગારયુક્ત મનોજ્ઞ, મનોહર, મનોરમ, ઉત્તર વૈક્રિય રૂપ કરી દેવો પાસે આવે છે. પછી તે દેવો તે અપ્સરા સાથે કાયપ્રવિચાર કરે છે. સૂત્ર– ૫૯૦. જેમ શીત પુદ્‌ગલ શીતયોનિક પ્રાણીને પામી અતિ શીતપણે પરિણત થઈને રહે, ઉષ્ણપુદ્‌ગલો ઉષ્ણયોનિક પ્રાણીને પામી અતિ ઉષ્ણ પરિણત થઈને રહે છે, તેમ તે દેવો વડે તે અપ્સરા સાથે કાયપ્રવિચાર કરે ત્યારે ઇચ્છા મન જલદી શાંત થાય. સૂત્ર– ૫૯૧. ભગવન્‌ ! તે દેવોને શુક્ર પુદ્‌ગલો છે ? હા, છે. તે પુદ્‌ગલો અપ્સરાને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? શ્રોત્ર – ચક્ષુ – ઘ્રાણ – રસના – સ્પર્શન ઇન્દ્રિયપણે, ઇષ્ટ – કાંત – મનોજ્ઞ – મનામપણે, સુભગ – સૌભાગ્ય – રૂપ – યૌવન – લાવણ્યપણે પુદ્‌ગલો વારંવાર તેઓને પરિણમે છે. સૂત્ર– ૫૯૨. તેમાં જે સ્પર્શ પરિચારક દેવો છે, તેમના મનમાં ઇચ્છા ઉપજે, એ પ્રમાણે કાયપરિચારવત્‌ બધું જ તે પ્રમાણે કહેવું. તેમાં જે રૂપ પરિચારક ઇચ્છા કરે, ત્યારે તે દેવ એમ મનમાં કરતા પૂર્વવત્‌ યાવત્‌ ઉત્તર વૈક્રિયરૂપ વિકુર્વે, વિકુર્વીને જ્યાં તે દેવ છે ત્યાં જાય, જઈને તે દેવની કંઈક સમીપે રહી, તેવા ઉદાર યાવત્‌ મનોરમ ઉત્તર વૈક્રિયરૂપને દર્શાવતી – દર્શાવતી ઊભી રહે, ત્યારે તે દેવો તે અપ્સરાની સાથે રૂપ પરિચારણા કરે છે. બાકી પૂર્વવત્‌ યાવત્‌ વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દ પરિચારક દેવો છે, તેમના મનમાં ઇચ્છા થાય કે – અમે અપ્સરા સાથે શબ્દ પ્રવિચાર કરીએ, ત્યારે પૂર્વવત્‌ યાવત્‌ વૈક્રિય રૂપ વિકુર્વીને દેવો પાસે આવે છે. આવીને તે દેવોની કંઈક સમીપે રહીને અનુત્તર એવા અનેક પ્રકારના શબ્દો બોલતી બોલતી ઊભી રહે છે. ત્યારબાદ તે અપ્સરાની સાથે શબ્દ પ્રવિચાર કરે છે. બાકી બધું પૂર્વવત્‌ યાવત્‌ વારંવાર પરિણમે છે. તેમાં જે મન પ્રવિચારક દેવો છે, તેઓ મનમાં ઇચ્છા કરે કે ‘અમે અપ્સરા સાથે મન વડે પ્રવિચાર કરવા ઇચ્છીએ છીએ’ ત્યારે તે અપ્સરાઓ જલદી ત્યાં આવી અનુત્તર અનેક પ્રકારે સંકલ્પો કરતી ઊભી રહે છે. ત્યારપછી દેવો તે અપ્સરાની સાથે મન વડે વિષયસેવન કરે છે, બાકી બધું પૂર્વવત્‌, યાવત્‌ વારંવાર પરિણમે. સૂત્ર– ૫૯૩. ભગવન્‌ ! કાયપરિચારક યાવત્‌ મનપરિચારક અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં દેવો અપરિચારક છે, મન પરિચારક સંખ્યાતગણા, શબ્દ પરિચારક અસંખ્યાતગણા, રૂપપરિચારક અસંખ્યાતગણા, સ્પર્શ પરિચારક અસંખ્યાતગણા, કાયપરિચારક અસંખ્યાતગણા, છે. સૂત્ર સંદર્ભ– ૫૮૮–૫૯૩
Mool Sutra Transliteration : [sutra] deva nam bhamte! Kim sadeviya sapariyara? Sadeviya apariyara? Adeviya sapariyara? Adeviya apariyara? Goyama! Atthegaiya deva sadeviya sapariyara, atthegaiya deva adeviya sapariyara, atthegaiya deva adeviya apariyara, no cheva nam deva sadeviya apariyara. Se kenatthenam bhamte! Evam vuchchati–atthegaiya deva sadeviya sapariyara, atthegaiya deva adeviya sapariyara, atthe-gaiya deva adeviya apariyara, no cheva nam deva sadeviya apariyara? Goyama! Bhavanavati-vanamamtara-jotisa-sohammisanesu kappesu deva sadeviya sapariyara, sanamkumara-mahimda-bambhaloga-lamtaga-mahasukka-sahassara-anaya-panaya-arana-achchuesu kappesu deva adeviya sapariyara, gevejjanuttarovavaiyadeva adeviya apariyara, no cheva nam deva sadeviya apariyara. Se tenatthenam goyama! Evam vuchchati–atthegaiya deva sadeviya sapariyara, atthegaiya deva adeviya sapariyara, atthegaiya deva adeviya apariyara, no cheva nam deva sadeviya apariyara.
Sutra Meaning Transliteration : Sutra– 588. Bhagavan ! Devo shum devi sahita saparichara chhe ke devi sahita aparichara chhe, ke devi rahita parichara sahita chhe, ke devi ane parichara rahita chhe\? Gautama ! Ketalaka devo – sadevi – saparichari chhe, ketalaka adevika – saparichari chhe, ketalaka devo adevika – aparichari chhe, paramtu devo sadevika – aparichari na hoya. Bhagavan! Ema kema kaho chho\? Gautama ! Bhavanapatithi ishana kalpa sudhi devo sadevika – saparichari hoya. Sanatkumarathi achyuta kalpa sudhi devo adevika – saparichari hoya. Graiveyaka ane anuttaravasi devo adevika – aparichari chhe. Paramtu koi devo – devi sahita ane parichara rahita na hoya. Mate gautama! Tema kahyum. Sutra– 589. Bhagavan ! Paricharana ketala bhede chhe\? Pamcha bhede – kayaparicharana, sparshaparicharana – rupaparicharana – shabdaparicharana – mana – pravicharana. Bhagavan ! Pamcha pravicharana kema kahi\? Gautama ! Bhavanapatithi ishanakalpa sudhina devo kayapravichari chhe. Trija – chotha kalpe sparsha pravichari, pamchama – chhaththa kalpe rupa pravichari, satama – athama kalpe shabda pravichari, anatadi chara kalpe mana pravichari hoya chhe. Graiveyaka ane anuttaramam devo apravichari hoya, mate tema kahyum. Temam je kaya pravichari chhe, teone ichchha – mana thaya ke – ‘‘ame apsara sathe kaya pravichara karie’’ to devo ema samkalpa kare etale jaladi apsarao udara shrimgarayukta manojnya, manohara, manorama, uttara vaikriya rupa kari devo pase ave chhe. Pachhi te devo te apsara sathe kayapravichara kare chhe. Sutra– 590. Jema shita pudgala shitayonika pranine pami ati shitapane parinata thaine rahe, ushnapudgalo ushnayonika pranine pami ati ushna parinata thaine rahe chhe, tema te devo vade te apsara sathe kayapravichara kare tyare ichchha mana jaladi shamta thaya. Sutra– 591. Bhagavan ! Te devone shukra pudgalo chhe\? Ha, chhe. Te pudgalo apsarane keva rupe varamvara pariname chhe\? Shrotra – chakshu – ghrana – rasana – sparshana indriyapane, ishta – kamta – manojnya – manamapane, subhaga – saubhagya – rupa – yauvana – lavanyapane pudgalo varamvara teone pariname chhe. Sutra– 592. Temam je sparsha paricharaka devo chhe, temana manamam ichchha upaje, e pramane kayaparicharavat badhum ja te pramane kahevum. Temam je rupa paricharaka ichchha kare, tyare te deva ema manamam karata purvavat yavat uttara vaikriyarupa vikurve, vikurvine jyam te deva chhe tyam jaya, jaine te devani kamika samipe rahi, teva udara yavat manorama uttara vaikriyarupane darshavati – darshavati ubhi rahe, tyare te devo te apsarani sathe rupa paricharana kare chhe. Baki purvavat yavat varamvara pariname chhe. Temam je shabda paricharaka devo chhe, temana manamam ichchha thaya ke – Ame apsara sathe shabda pravichara karie, tyare purvavat yavat vaikriya rupa vikurvine devo pase ave chhe. Avine te devoni kamika samipe rahine anuttara eva aneka prakarana shabdo bolati bolati ubhi rahe chhe. Tyarabada te apsarani sathe shabda pravichara kare chhe. Baki badhum purvavat yavat varamvara pariname chhe. Temam je mana pravicharaka devo chhe, teo manamam ichchha kare ke ‘ame apsara sathe mana vade pravichara karava ichchhie chhie’ tyare te apsarao jaladi tyam avi anuttara aneka prakare samkalpo karati ubhi rahe chhe. Tyarapachhi devo te apsarani sathe mana vade vishayasevana kare chhe, baki badhum purvavat, yavat varamvara pariname. Sutra– 593. Bhagavan ! Kayaparicharaka yavat manaparicharaka ane aparicharaka devomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam devo aparicharaka chhe, mana paricharaka samkhyatagana, shabda paricharaka asamkhyatagana, rupaparicharaka asamkhyatagana, sparsha paricharaka asamkhyatagana, kayaparicharaka asamkhyatagana, chhe. Sutra samdarbha– 588–593