Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106694 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-११ भाषा |
Translated Chapter : |
પદ-૧૧ ભાષા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 394 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेसि णं भंते! दव्वाणं कतिविहे भेए पन्नत्ते? गोयमा! पंचविहे भेए पन्नत्ते, तं जहा– खंडाभेए पयराभेए चुण्णियाभेए अनुतडियाभेए उक्करियाभेए। से किं तं खंडाभेए? खंडाभेए–जण्णं अयखंडाण वा तउखंडाण वा तंबखंडाण वा सीसाखंडाण वा रययखंडाण वा जायरूवखंडाण वा खंडएण भेदे भवति। से त्तं खंडाभेदे। से किं तं पयराभेदे? पयराभेए–जण्णं वंसाण वा वेत्ताण वा णलाण वा कदलीथंभाण वा अब्भपडलाण वा पयरएणं भेए भवति। से त्तं पयराभेदे। से किं तं चुण्णियाभेए? जण्णं तिलचुण्णाण वा मुग्गचुण्णाण वा मासचुण्णाण वा पिप्पलि-चुण्णाण वा मिरियचुण्णाण वा सिंगबेरचुण्णाण वा चुण्णियाए भेदे भवति। से त्तं चुण्णियाभेदे। से किं तं अनुतडियाभेदे? अनुतडियाभेदे–जण्णं अगडाण वा तलागाण वा दहाण वा नदीण वा वावीण वा पुक्खरिणीण वा दीहियाण वा गुंजालियाण वा सराण वा सरपंतियाण वा सरसरपंतियाण वा अणुतडियाए भेदे भवति। से त्तं अनुतडियाभेदे। से किं तं उक्करियाभेदे? उक्करियाभेदे–जण्णं मूसगाण वा मगूसाण वा तिलसिंगाण वा मुग्गसिंगाण वा माससिंगाण वा एरंडबीयाण वा फुडित्ता उक्करियाए भेदे भवति। से त्तं उक्करिया भेदे। एएसि णं भंते! दव्वाणं खंडाभेदेणं पयराभेदेणं चुण्णियाभेदेणं अनुतडियाभेदेणं उक्करिया-भेदेण य भिज्जमाणाणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवाइं दव्वाइं उक्करियाभेदेणं भिज्जमाणाइं, अनुतडियाभेदेणं भिज्जमाणाइं अनंतगुणाइं चुण्णियाभेदेणं भिज्जमाणाइं अनंतगुणाइं, पयराभेदेणं भिज्जमाणाइं अनंतगुणाइं, खंडाभेदेणं भिज्जमाणाइं अनंतगुणाइं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૯૪. ભગવન્ ! તે દ્રવ્યોના કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ પ્રકારે ભેદ કહેલ છે – ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકા ભેદ, ઉત્કરિકા ભેદ. ભગવન્ ! ખંડભેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! જે લોઢા – જસત – ત્રાંબા – સીસા – રૂપા કે સુવર્ણ ખંડોના ખંડરૂપે ભેદ થાય તે. ભગવન્ ! પ્રતરભેદ કેવા પ્રકારે છે ? જે વાંસ – નેતર – વરુ – કેળના સ્તંભનો કે અબરખના પડોનો પડરૂપે ભેદ છે તે પ્રતરભેદ. ભગવન્ ! ચૂર્ણિકા ભેદ કેવો છે ? ગૌતમ ! જે તલના – મગના – અડદના – પીપરના – મરીના કે સૂંઠના ચૂર્ણોનો ચૂર્ણરૂપ ભેદ છે તે. ભગવન્ ! અનુતટિકા ભેદ કેવો છે ? જે કૂવા, તળાવ, દ્રહ, નદી, વાવ, પુષ્કરિણી, દીર્ઘિકા, ગુંજાલિકા, સરોવર, સરઃસરોવર, સરઃપંક્તિ કે સરઃસરપંક્તિનો અનુતટિકારૂપે ભેદ થાય છે. ઉત્કરિકા ભેદ કેવો છે? જે મસૂર, મંડૂસ, તલ – મગ – અડદની સીંગો કે એરંડાના બીજોનો ફૂટીને ઉત્કરિકા ભેદ થાય છે તે ઉત્કરિકા ભેદ. ભગવન્ ! આ ખંડભેદ યાવત્ ઉત્કરિકા ભેદથી ભેદ પામતા એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! ઉત્કરિકા ભેદથી ભેદ પામતા સૌથી થોડાં દ્રવ્યો છે, અનુતટિકા ભેદથી ભેદાતા દ્રવ્યો તેનાથી અનંતગણા, ચૂર્ણિકા ભેદથી ભેદાતા દ્રવ્યો તેનાથી અનંતગણા, પ્રતરભેદથી ભેદાતા દ્રવ્યો તેનાથી અનંતગણા, ખંડભેદથી ભેદાતા દ્રવ્યો તેનાથી અનંતગણા છે. સૂત્ર– ૩૯૫. ભગવન્ ! જે દ્રવ્યોને નૈરયિક ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે ? ગૌતમ ! જીવની વક્તવ્યતા માફક નૈરયિક પણ અલ્પબહુત્વ સુધી કહેવા. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક વૈમાનિક સુધી જાણવો. ભગવન્ ! જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને? ગૌતમ ! બહુવચન વડે પણ એમ જ વૈમાનિકો સુધી જાણવું. ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ? સામાન્ય દંડક માફક આ પણ જાણવો. પરંતુ વિકલેન્દ્રિય સંબંધે ન પૂછવું. એ પ્રમાણે બીજી ત્રણે ભાષા સંબંધે જાણવું. પરંતુ અસત્યામૃષા ભાષા વડે આ આલાવા વડે વિકલેન્દ્રિયો પૂછવા – ભગવન્! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્યામૃષા ભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે ? સામાન્ય દંડકવત્ જાણવું. એ પ્રમાણે એક અને બહુવચનથી આ દશ દંડક કહેવા. સૂત્ર– ૩૯૬. ભગવન્ ! જીવ જે દ્રવ્યો સત્યભાષાપણે ગ્રહણ કરે, તેને શું તે સત્ય ભાષાપણે મૂકે છે, મૃષા ભાષાપણે મૂકે છે, – સત્યામૃષા ભાષાપણે મૂકે છે કે અસત્યામૃષા ભાષાપણે મૂકે છે ? ગૌતમ ! સત્યભાષાપણે મૂકે, પરંતુ બાકી ત્રણ ભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનો દંડક વૈમાનિક સુધી કહેવો. આવું બહુવચન વડે પણ જાણવું. ભગવન્ ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે તે શું સત્ય આદિ ચારે ભાષાપણે મૂકે ? ગૌતમ ! મૃષાભાષા પણે મૂકે પણ બાકી ત્રણ ભાષાપણે ન મૂકે. એ પ્રમાણે બાકીની બે ભાષાના પ્રશ્નોત્તર પણ સમજવા. પરંતુ અસત્યામૃષા ભાષાપણે વિકલેન્દ્રિયો સંબંધે તેમજ પૂછવું, જે ભાષાપણે ગ્રહણ કરે તે ભાષાપણે મૂકે. એ પ્રમાણે એકવચન – બહુવચન સંબંધી આઠ દંડકો કહેવા. સૂત્ર– ૩૯૭. ભગવન્ ! વચન કેટલા ભેદે છે ? ગૌતમ ! સોળ ભેદે – એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીવચન, પુરુષવચન, નપુંસકવચન, અધ્યાત્મવચન, ઉપનીતવચન, અપનીતવચન, ઉપનીતાપનીતવચન – અપનીતો – પનીતવચન, અતીતવચન – પ્રત્યુત્પન્નવચન – અનાગત વચન, પ્રત્યક્ષવચન – પરોક્ષવચન. ભગવન્ ! એ પ્રમાણે એકવચન યાવત્ પરોક્ષ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે ? મૃષા ભાષા નથી ? ગૌતમ! અવશ્ય, એ પ્રમાણે તે પ્રજ્ઞાપની ભાષા છે, મૃષા ભાષા નથી. સૂત્ર સંદર્ભ– ૩૯૪–૩૯૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tesi nam bhamte! Davvanam kativihe bhee pannatte? Goyama! Pamchavihe bhee pannatte, tam jaha– khamdabhee payarabhee chunniyabhee anutadiyabhee ukkariyabhee. Se kim tam khamdabhee? Khamdabhee–jannam ayakhamdana va taukhamdana va tambakhamdana va sisakhamdana va rayayakhamdana va jayaruvakhamdana va khamdaena bhede bhavati. Se ttam khamdabhede. Se kim tam payarabhede? Payarabhee–jannam vamsana va vettana va nalana va kadalithambhana va abbhapadalana va payaraenam bhee bhavati. Se ttam payarabhede. Se kim tam chunniyabhee? Jannam tilachunnana va muggachunnana va masachunnana va pippali-chunnana va miriyachunnana va simgaberachunnana va chunniyae bhede bhavati. Se ttam chunniyabhede. Se kim tam anutadiyabhede? Anutadiyabhede–jannam agadana va talagana va dahana va nadina va vavina va pukkharinina va dihiyana va gumjaliyana va sarana va sarapamtiyana va sarasarapamtiyana va anutadiyae bhede bhavati. Se ttam anutadiyabhede. Se kim tam ukkariyabhede? Ukkariyabhede–jannam musagana va magusana va tilasimgana va muggasimgana va masasimgana va eramdabiyana va phuditta ukkariyae bhede bhavati. Se ttam ukkariya bhede. Eesi nam bhamte! Davvanam khamdabhedenam payarabhedenam chunniyabhedenam anutadiyabhedenam ukkariya-bhedena ya bhijjamananam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthovaim davvaim ukkariyabhedenam bhijjamanaim, anutadiyabhedenam bhijjamanaim anamtagunaim chunniyabhedenam bhijjamanaim anamtagunaim, payarabhedenam bhijjamanaim anamtagunaim, khamdabhedenam bhijjamanaim anamtagunaim. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 394. Bhagavan ! Te dravyona ketala bheda chhe\? Gautama ! Pamcha prakare bheda kahela chhe – khamdabheda, pratarabheda, churnikabheda, anutatika bheda, utkarika bheda. Bhagavan ! Khamdabheda keva prakare chhe\? Gautama ! Je lodha – jasata – tramba – sisa – rupa ke suvarna khamdona khamdarupe bheda thaya te. Bhagavan ! Pratarabheda keva prakare chhe\? Je vamsa – netara – varu – kelana stambhano ke abarakhana padono padarupe bheda chhe te pratarabheda. Bhagavan ! Churnika bheda kevo chhe\? Gautama ! Je talana – magana – adadana – piparana – marina ke sumthana churnono churnarupa bheda chhe te. Bhagavan ! Anutatika bheda kevo chhe\? Je kuva, talava, draha, nadi, vava, pushkarini, dirghika, gumjalika, sarovara, sarahsarovara, sarahpamkti ke sarahsarapamktino anutatikarupe bheda thaya chhe. Utkarika bheda kevo chhe? Je masura, mamdusa, tala – maga – adadani simgo ke eramdana bijono phutine utkarika bheda thaya chhe te utkarika bheda. Bhagavan ! A khamdabheda yavat utkarika bhedathi bheda pamata e dravyomam kaya dravyo konathi alpa, bahu, tulya ke vishesha chhe\? Gautama ! Utkarika bhedathi bheda pamata sauthi thodam dravyo chhe, anutatika bhedathi bhedata dravyo tenathi anamtagana, churnika bhedathi bhedata dravyo tenathi anamtagana, pratarabhedathi bhedata dravyo tenathi anamtagana, khamdabhedathi bhedata dravyo tenathi anamtagana chhe. Sutra– 395. Bhagavan ! Je dravyone nairayika bhashapane grahana kare chhe, te shum sthira dravyone grahana kare ke asthira dravyone grahana kare\? Gautama ! Jivani vaktavyata maphaka nairayika pana alpabahutva sudhi kaheva. E pramane ekendriya sivayano damdaka vaimanika sudhi janavo. Bhagavan ! Jivo je dravyone bhashapane grahana kare chhe te shum sthita dravyone grahana kare ke asthita dravyone? Gautama ! Bahuvachana vade pana ema ja vaimaniko sudhi janavum. Bhagavan! Jiva je dravyone satyabhashapane grahana kare te shum sthita dravyone grahana kare ke asthita dravyone\? Samanya damdaka maphaka a pana janavo. Paramtu vikalendriya sambamdhe na puchhavum. E pramane biji trane bhasha sambamdhe janavum. Paramtu asatyamrisha bhasha vade a alava vade vikalendriyo puchhava – Bhagavan! Vikalendriya je dravyone asatyamrisha bhashapane grahana kare te shum sthita dravyone grahana kare ke asthita dravyone grahana kare\? Samanya damdakavat janavum. E pramane eka ane bahuvachanathi a dasha damdaka kaheva. Sutra– 396. Bhagavan ! Jiva je dravyo satyabhashapane grahana kare, tene shum te satya bhashapane muke chhe, mrisha bhashapane muke chhe, – satyamrisha bhashapane muke chhe ke asatyamrisha bhashapane muke chhe\? Gautama ! Satyabhashapane muke, paramtu baki trana bhashapane mukato nathi. E pramane ekendriya ane vikalendriya sivayano damdaka vaimanika sudhi kahevo. Avum bahuvachana vade pana janavum. Bhagavan ! Jiva je dravyone mrishabhashapane grahana kare te shum satya adi chare bhashapane muke\? Gautama ! Mrishabhasha pane muke pana baki trana bhashapane na muke. E pramane bakini be bhashana prashnottara pana samajava. Paramtu asatyamrisha bhashapane vikalendriyo sambamdhe temaja puchhavum, je bhashapane grahana kare te bhashapane muke. E pramane ekavachana – bahuvachana sambamdhi atha damdako kaheva. Sutra– 397. Bhagavan ! Vachana ketala bhede chhe\? Gautama ! Sola bhede – ekavachana, dvivachana, bahuvachana, strivachana, purushavachana, napumsakavachana, adhyatmavachana, upanitavachana, apanitavachana, upanitapanitavachana – apanito – panitavachana, atitavachana – pratyutpannavachana – anagata vachana, pratyakshavachana – parokshavachana. Bhagavan ! E pramane ekavachana yavat paroksha vachana bole te prajnyapani bhasha chhe\? Mrisha bhasha nathi\? Gautama! Avashya, e pramane te prajnyapani bhasha chhe, mrisha bhasha nathi. Sutra samdarbha– 394–397 |