Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106622
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-५ विशेष

Translated Chapter :

પદ-૫ વિશેષ

Section : Translated Section :
Sutra Number : 322 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–रूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा य। अरूविअजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पदेसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पदेसा, आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पदेसा, अद्धासमए।
Sutra Meaning : સૂત્ર– ૩૨૨. ભગવન્‌ ! અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? બે ભેદે. રૂપી અને અરૂપી અજીવપર્યાય. ભગવન્‌! અરૂપી અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાસ્તિકાયના દેશ, આકાસ્તિકાયના પ્રદેશ અને અદ્ધા સમય. સૂત્ર– ૩૨૩. ભગવન્‌ ! રૂપી અજીવપર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે. સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ પુદ્‌ગલો. ભગવન્‌ ! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ! અનંતા છે. ભગવન્‌ ! અનંતા કેમ કહ્યા? ગૌતમ! અનંતા પરમાણુ પુદ્‌ગલો, અનંતા દ્વીપ્રદેશિક સ્કંધ યાવત્‌ અનંતા દશપ્રદેશી સ્કંધ, અનંતા સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી સ્કંધ છે, માટે કહ્યુ. સૂત્ર– ૩૨૪. ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! પરમાણુ એક પુદ્‌ગલ, બીજા પરમાણુ પુદ્‌ગલ ની અપેક્ષાથી દ્રવ્ય – પ્રદેશ – અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિથી કદાચ હીન, તુલ્ય કે અધિક છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ કે સંખ્યાતગુણ કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતભાગ યાવત્‌ અસંખ્યાતગુણ અધિક હોય. કાળા વર્ણ પર્યાયથી કદાચ હીન, તુલ્ય કે અધિક હોય. જો હીન હોય તો અનંતભાગ – અસંખ્યાતભાગ – સંખ્યાતભાગ – સંખ્યાતગુણ – અસંખ્યાતગુણ – અનંતગુણહીન હોય. જો અધિક હોય તો અનંતભાગ યાવત્‌ અનંતગુણ અધિક હોય. એ પ્રમાણે બાકીના વર્ણો, ગંધ – રસ – સ્પર્શ પર્યાયથી છ સ્થાનપતિત છે. સ્પર્શમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ પર્યાય વડે પણ છ સ્થાનપતિત છે. માટે ગૌતમ! તેના અનંત પર્યાયો કહ્યા. દ્વિપ્રદેશિક સ્કંધોનો પ્રશ્ન. ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? એક દ્વિપ્રદેશી સ્કંધ, બીજા દ્વિપ્રદેશી સ્કંધ ની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ રૂપે તુલ્ય છે. અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય. વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાનપતિત હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશી સ્કંધ છે. પણ અવગાહના વડે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. ન્યૂન હોય તો એક કે બે પ્રદેશ ન્યૂન અને અધિક હોય તો એ કે બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશી સ્કંધ સુધી કહેવું. પણ અવાગહના માં પ્રદેશની વૃદ્ધિ દશ પ્રદેશ સુધી કરવી. અવગાહના નવપ્રદેશ ન્યૂન જાણવી. સંખ્યાતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – ગૌતમ ! અનંતાપર્યાય છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? એક સંખ્યાતપ્રદેશી સ્કંધ, બીજાથી દ્રવ્યાર્થથી તુલ્ય છે, પ્રદેશરૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યાત ભાગ કે સંખ્યાતગુણ ન્યૂન હોય. અધિક હોય તો એમ જ હોય. અવગાહનાથી દ્વિસ્થાનપતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત. વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાન પતિત. અસંખ્યાતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! તે એકબીજાની અપેક્ષાથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાનપતિત હોય છે. અનંતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? એકબીજાની અપેક્ષાથી દ્રવ્યરૂપે તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ ચાર પર્યાયોથી છ સ્થાન પતિત છે. એકપ્રદેશાવગાઢ પુદ્‌ગલોની સંખ્યા – તે અનંતા છે. એમ કેમ કહ્યું ? એકબીજાથી તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ રીતે દ્વિપ્રદેશાવગાઢ સંબંધે જાણવું. સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્‌ગલોની સંખ્યા – તે અનંતા છે. કેમ કે એકબીજાની અપેક્ષા તે દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન પતિત છે. અવગાહનાથી દ્વિસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત અને વર્ણાદિ તથા ઉક્ત ચાર સ્પર્શ વડે છ સ્થાન પતિત છે. એક સમય સ્થિતિક પુદ્‌ગલો ના પર્યાયો – તે અનંતા છે. કેમ કે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન, અવગાહના થી ચતુઃસ્થાનપતિત, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ તથા આઠે સ્પર્શથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે દશ સમય સ્થિતિક પુદ્‌ગલો જાણવા. સંખ્યાત સમય સ્થિતિક પુદ્‌ગલોમાં તેમજ છે, પણ તે સ્થિતિથી દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિક પુદ્‌ગલોમાં પણ તેમજ છે. પણ સ્થિતિ વડે તે ચતુઃસ્થાનપતિત છે. એક ગુણકાળા પુદ્‌ગલોના પર્યાયો ? અનંતા પર્યાયો છે. એમ કેમ ? તેઓ પરસ્પર દ્રવ્યરૂપે તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, કાળા વર્ણપર્યાયથી તુલ્ય, વર્ણાદિ ચારેથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે દશગુણ કાળા પુદ્‌ગલો જાણવા. સંખ્યાતગુણ કાળા પુદ્‌ગલોમાં એમજ છે, પણ સ્વસ્થાને દ્વિસ્થાનપતિત છે. એ રીતે અસંખ્યાતગુણ કાળા વર્ણમાં પણ જાણવું. પણ તે છ સ્થાનપતિત છે. આ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા અનંતગુણ રૂક્ષ પુદ્‌ગલ સુધી કહેવી. જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કંધ ના પર્યાયો ? અનંતા પર્યાયો છે. કેમ કે – પરસ્પર દ્રવ્ય – પ્રદેશ – અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ ચાર અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાનપતિત છે. ઉત્કૃષ્ટ અવગાહના વાળામાં પણ એમજ જાણવું. મધ્યમ અવગાહનાવાળા દ્વિપ્રદેશીસ્કંધ નથી. જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી પુદ્‌ગલો ના પર્યાયો? તે અનંતા છે. દ્વિપ્રદેશી સ્કંધ મુજબ કહેવું. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમ જ છે. એ પ્રમાણે મધ્યમ અવગાહનામાં પણ છે. જઘન્ય અવગાહનાવાળા ચતુઃપ્રદેશી સ્કંધમાં પણ ત્રણે અવગાહનાવાળામાં તેમજ કહેવું. પણ મધ્યમમાં અવગાહના વડે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશી સ્કંધ સુધી જાણવું. પણ મધ્યમ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી પુદ્‌ગલો ના પર્યાયો ? અનંતા પર્યાય છે. કેમ કે તે સ્કંધ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય, પ્રદેશાર્થથી દ્વિસ્થાનપતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વર્ણાદિ અને ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને પણ જાણવા. મધ્યમમાં પણ તેમજ છે. પરંતુ સ્વસ્થાનથી દ્વિસ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધ વિશે પ્રશ્ન – અનંતા પર્યાયો છે. કેમ કે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ તથા ચાર સ્પર્શોથી છ સ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનામાં જાણવું. મધ્યમ અવગાહના સ્કંધમાં પણ એમ જ છે. પણ સ્વસ્થાનમાં ચતુઃસ્થાનપતિત છે. જઘન્ય અવગાહનાવાળા અનંતપ્રદેશી સ્કંધની પૃચ્છા – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય છે. પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી છ સ્થાન પતિત, વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શ વડે છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનંતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેના અનંતપર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાનપતિત છે. અવગાહના અને સ્થિતિ પણ ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિ અને આઠે સ્પર્શ વડે છ સ્થાનપતિત છે. જઘન્યસ્થિતિક પરમાણુ પુદ્‌ગલોનો પ્રશ્ન – તેઓના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય – પ્રદેશ – અવગાહના અને સ્થિતિથી તુલ્ય છે. વર્ણાદિ અને બે સ્પર્શથી છ સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ સ્થિતિક પરમાણુને પણ જાણવા. મધ્યમ સ્થિતિકમાં પણ એમ જ છે. પરંતુ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. જઘન્યસ્થિતિક દ્વિપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે તુલ્ય, વર્ણાદિ અને ચાર સ્પર્શ વડે છ સ્થાનપતિત હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. મધ્યમ સ્થિતિકમાં પણ એમ જ જાણવું, પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે દશ પ્રદેશી સુધી જાણવું. પણ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય સ્થિતિક સંખ્યાતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન. તેને અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાનપતિત, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ અને ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકમાં કહેવું. મધ્યમ સ્થિતિક તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિક અસંખ્યાતપ્રદેશિક પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શ વડે છ સ્થાનપતિત. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક છે. મધ્યમ સ્થિતિક પણ તેમજ છે. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. જઘન્યસ્થિતિક અનંતપ્રદેશિક સ્કંધનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાનપતિત, અવગાહનાથી ચતુઃસ્થાનપતિત, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ આઠે સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક જાણવા. મધ્યમ સ્થિતિક એમ જ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત. જઘન્ય કાળા વર્ણવાળા પરમાણુ પુદ્‌ગલનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય – પ્રદેશ – અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે, કાળા વર્ણપર્યાયથી તુલ્ય છે, બાકીના વર્ણો નથી. ગંધ, રસ, બે સ્પર્શથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા પરમાણુમાં જાણવું. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. જઘન્ય કાળા વર્ણવાળા દ્વિપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, અધિક હોય તો પ્રદેશ અધિક છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણપર્યાયથી તુલ્ય, બાકીના વર્ણાદિ અને ચાર સ્પર્શ વડે છ સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણને જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ તેમજ છે. પરંતુ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે દશપ્રદેશી સ્કંધ સુધી જાણવું. પરંતુ અવગાહનામાં તે પ્રમાણે જ પ્રદેશવૃદ્ધિ કરવી. જઘન્ય ગુણ કાળા સંખ્યાત પ્રદેશી સ્કંધોનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાનપતિત છે, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શ વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા પણ છે. મધ્યમ કાળા વર્ણવાળા પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત હોય છે. જઘન્યગુણ કાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેઓના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશ અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વર્ણપર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા છે. મધ્યમ પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે. જઘન્ય ગુણ કાળા અનંતપ્રદેશી પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહનાથી ચાર સ્થાન પતિત, સ્થિતિ પણ તેમજ, કાળા વર્ણ પર્યાયથી તુલ્ય, બાકા વર્ણાદિ અને આઠ સ્પર્શથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણમાં જાણવું. મધ્યમ કાળા વર્ણમાં એમ જ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે નીલ, લાલ, પીળા, ધોળા, બંને ગંધ, પાંચે રસની વક્તવ્યતા પણ કહેવી. પણ સુગંધીવાળા પરમાણુ પુદ્‌ગલને દુર્ગંધી ન કહેવા, દુર્ગંધીવાળાને સુગંધી ન કહેવા. એક રસમાં બીજા રસો ન કહેવા. જઘન્ય કર્કશ ગુણવાળા અનંતપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વર્ણાદિ ચારથી છ સ્થાનપતિત છે. કર્કશ સ્પર્શ પર્યાયથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શ પર્યાય વડે છ સ્થાનપતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ કર્કશ ગુણવાળાને જાણવા. મધ્યમ કર્કશ ગુણવાળાને એમજ જાણવા. પણ સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે. એમ મૃદુ, ગુરુ, લઘુ સ્પર્શમાં પણ કહેવું. જઘન્ય શીતગુણવાળા પરમાણુ પુદ્‌ગલના પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય – પ્રદેશ – અવગાહના રૂપે તુલ્ય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ – ગંધ – રસથી છ સ્થાન પતિત, શીત સ્પર્શથી તુલ્ય, ઉષ્ણ સ્પર્શ નથી, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે. જઘન્ય શીતગુણવાળા દ્વિપ્રદેશી પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ તુલ્ય, ન્યૂન કે અધિક છે. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત હોય. વર્ણ, ગંધ, રસ પર્યાયથી છ સ્થાનપતિત છે. શીતસ્પર્શથી તુલ્ય છે. ઉષ્ણ – સ્નિગ્ધ – રૂક્ષ સ્પર્શ પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીતગુણવાળા જાણવા. મધ્યમ શીતગુણવાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એમ દશ પ્રદેશી સ્કંધ સુધી જાણવું, પણ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય શીતગુણવાળા સંખ્યાત પ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વર્ણાદિથી છ સ્થાન પતિત, શીત સ્પર્શ પર્યાયથી તુલ્ય, ઉષ્ણ – સ્નિગ્ધ – રૂક્ષ પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત ગુણવાળા જાણવા. મધ્યમ શીત ગુણવાળા તેમજ છે. પરંતુ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાનપતિત હોય છે. જઘન્ય શીતગુણવાળા અસંખ્યાતપ્રદેશી પુદ્‌ગલોનો પ્રશ્ન – તેઓના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ – અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિથી છ સ્થાન પતિત, શીતસ્પર્શ પર્યાયથી તુલ્ય, ઉષ્ણ – સ્નિગ્ધ – રૂક્ષ સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીતસ્પર્શવાળા જાણવા. મધ્યમ૦ તેમ જ છે. પણ સ્વ સ્થાનને આશ્રીને છ સ્થાન પતિત છે. જઘન્ય શીતગુણવાળા અનંતપ્રદેશી પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંતા પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ પર્યાયથી છ સ્થાન પતિત, શીત સ્પર્શથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત સ્પર્શવાળા જાણવા. મધ્યમ શીત સ્પર્શવાળા તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શમાં પણ જાણવું. પરમાણુ પુદ્‌ગલમાં તેમજ છે પણ બધાને પ્રતિપક્ષ વર્ણાદિ ન કહેવા. સૂત્ર– ૩૨૫. જઘન્ય પ્રદેશિક સ્કંધોનો પ્રશ્ન – તેઓના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થ – પ્રદેશાર્થથી તુલ્ય, અવગાહના રૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને ઉક્ત ચાર સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત હોય. ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કંધોનો પ્રશ્ન – તેઓના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયો વડે છ સ્થાન પતિત હોય છે. મધ્યમ પ્રદેશ પરિમાણવાળા સ્કંધોના કેટલા પર્યાય છે? અનંત. કઈ રીતે? તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય છે, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયોથી છ સ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહના વાળામાં એમ જ જાણવું. પણ સ્થિતિથી તુલ્ય છે. મધ્યમાવગાહના પુદ્‌ગલોના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે. જઘન્યસ્થિતિક પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંત પર્યાયો છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક૦ જાણવા. મધ્યમ સ્થિતિક૦ તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. જઘન્યગુણ કાળા પુદ્‌ગલોનો પ્રશ્ન – તેના અનંત પર્યાય છે. કેમ કે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણ પર્યાયથી તુલ્ય, બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા માટે જાણવું, મધ્યમ ગુણ કાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પતિત છે. કાળા વર્ણ માફક બાકીના વર્ણો, ગંધ – રસ – સ્પર્શની વક્તવ્યતા કહેવી સૂત્ર સંદર્ભ– ૩૨૨–૩૨૫
Mool Sutra Transliteration : [sutra] ajivapajjava nam bhamte! Kativiha pannatta? Goyama! Duviha pannatta, tam jaha–ruviajivapajjava ya aruviajivapajjava ya. Aruviajivapajjava nam bhamte! Kativiha pannatta? Goyama! Dasaviha pannatta, tam jaha–dhammatthikae, dhammatthikayassa dese, dhammatthikayassa padesa, adhammatthikae, adhammatthikayassa dese, adhammatthikayassa padesa, agasatthikae, agasatthikayassa dese, agasatthikayassa padesa, addhasamae.
Sutra Meaning Transliteration : Sutra– 322. Bhagavan ! Ajiva paryayo ketala bhede chhe\? Be bhede. Rupi ane arupi ajivaparyaya. Bhagavan! Arupi ajiva paryayo ketala bhede chhe\? Gautama ! Dasha bhede – dharmastikaya, dharmastikayana desha, dharmastikayana pradesha, adharmastikaya, adharmastikayana desha, adharmastikayana pradesha, akashastikaya, akastikayana desha, akastikayana pradesha ane addha samaya. Sutra– 323. Bhagavan ! Rupi ajivaparyayo ketala bhede chhe\? Gautama ! Chara bhede. Skamdha, skamdhadesha, skamdhapradesha, paramanu pudgalo. Bhagavan ! Te samkhyata, asamkhyata ke anamta chhe\? Gautama! Anamta chhe. Bhagavan ! Anamta kema kahya? Gautama! Anamta paramanu pudgalo, anamta dvipradeshika skamdha yavat anamta dashapradeshi skamdha, anamta samkhyatapradeshi, asamkhyata pradeshi, anamta pradeshi skamdha chhe, mate kahyu. Sutra– 324. Bhagavan ! Paramanu pudgalana ketala paryayo chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Paramanu eka pudgala, bija paramanu pudgala ni apekshathi dravya – pradesha – avagahanarupe tulya chhe. Sthitithi kadacha hina, tulya ke adhika chhe. Jo hina hoya to asamkhyata bhaga hina ke samkhyatabhaga ke samkhyataguna ke asamkhyata guna hina hoya. Jo adhika hoya to asamkhyatabhaga yavat asamkhyataguna adhika hoya. Kala varna paryayathi kadacha hina, tulya ke adhika hoya. Jo hina hoya to anamtabhaga – asamkhyatabhaga – samkhyatabhaga – samkhyataguna – asamkhyataguna – anamtagunahina hoya. Jo adhika hoya to anamtabhaga yavat anamtaguna adhika hoya. E pramane bakina varno, gamdha – rasa – sparsha paryayathi chha sthanapatita chhe. Sparshamam shita, ushna, snigdha, ruksha paryaya vade pana chha sthanapatita chhe. Mate gautama! Tena anamta paryayo kahya. Dvipradeshika skamdhono prashna. Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Eka dvipradeshi skamdha, bija dvipradeshi skamdha ni apekshathi dravya ane pradesha rupe tulya chhe. Avagahanathi kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to pradeshanyuna ane adhika hoya to pradesha adhika hoya. Sthiti vade chatuhsthanapatita hoya. Varnadi ane ukta chara sparshathi chha sthanapatita hoya. E pramane tripradeshi skamdha chhe. Pana avagahana vade kadacha nyuna, tulya ke adhika hoya. Nyuna hoya to eka ke be pradesha nyuna ane adhika hoya to e ke be pradesha adhika hoya. E pramane dasha pradeshi skamdha sudhi kahevum. Pana avagahana mam pradeshani vriddhi dasha pradesha sudhi karavi. Avagahana navapradesha nyuna janavi. Samkhyatapradeshi skamdhano prashna – gautama ! Anamtaparyaya chhe. Bhagavan ! Ema kema kahyum\? Eka samkhyatapradeshi skamdha, bijathi dravyarthathi tulya chhe, pradesharupe kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to samkhyata bhaga ke samkhyataguna nyuna hoya. Adhika hoya to ema ja hoya. Avagahanathi dvisthanapatita, sthitithi chatuhsthana patita. Varnadi ane ukta chara sparshathi chha sthana patita. Asamkhyatapradeshi skamdhano prashna – gautama ! Anamta paryayo chhe. Ema kema kahyum\? Gautama ! Te ekabijani apekshathi dravyathi tulya, pradesha ane avagahanathi chatuhsthana patita, varnadi ane ukta chara sparshathi chha sthanapatita hoya chhe. Anamtapradeshi skamdhano prashna – gautama ! Anamta paryayo chhe. Ema kema kahyum\? Ekabijani apekshathi dravyarupe tulya, pradeshathi chha sthanapatita, avagahana ane sthitithi chatuhsthana patita chhe. Varnadi chara paryayothi chha sthana patita chhe. Ekapradeshavagadha pudgaloni samkhya – te anamta chhe. Ema kema kahyum\? Ekabijathi te dravyathi tulya, pradeshathi chha sthana patita, avagahanathi tulya, sthitithi chatuhsthanapatita, varnadi ane ukta chara sparshathi chha sthana patita chhe. E rite dvipradeshavagadha sambamdhe janavum. Samkhyatapradeshavagadha pudgaloni samkhya – te anamta chhe. Kema ke ekabijani apeksha te dravyathi tulya chhe, pradeshathi chha sthana patita chhe. Avagahanathi dvisthana patita, sthitithi chatuhsthana patita ane varnadi tatha ukta chara sparsha vade chha sthana patita chhe. Eka samaya sthitika pudgalo na paryayo – te anamta chhe. Kema ke teo paraspara dravyathi tulya chhe, pradeshathi chha sthana, avagahana thi chatuhsthanapatita, sthitithi tulya, varnadi tatha athe sparshathi chha sthanapatita chhe. E pramane dasha samaya sthitika pudgalo janava. Samkhyata samaya sthitika pudgalomam temaja chhe, pana te sthitithi dvisthana patita chhe. Asamkhyata samayasthitika pudgalomam pana temaja chhe. Pana sthiti vade te chatuhsthanapatita chhe. Eka gunakala pudgalona paryayo\? Anamta paryayo chhe. Ema kema\? Teo paraspara dravyarupe tulya, pradeshathi chha sthanapatita, avagahana ane sthitithi chatuhsthanapatita, kala varnaparyayathi tulya, varnadi charethi chha sthanapatita chhe. E pramane dashaguna kala pudgalo janava. Samkhyataguna kala pudgalomam emaja chhe, pana svasthane dvisthanapatita chhe. E rite asamkhyataguna kala varnamam pana janavum. Pana te chha sthanapatita chhe. A pramane bakina varna, gamdha, rasa ane sparshani vaktavyata anamtaguna ruksha pudgala sudhi kahevi. Jaghanya avagahanavala dvipradeshi skamdha na paryayo\? Anamta paryayo chhe. Kema ke – paraspara dravya – pradesha – avagahanathi tulya chhe, sthitithi chatuhsthana patita chhe, varnadi chara ane ukta chara sparshathi chha sthanapatita chhe. Utkrishta avagahana valamam pana emaja janavum. Madhyama avagahanavala dvipradeshiskamdha nathi. Jaghanya avagahanavala tripradeshi pudgalo na paryayo? Te anamta chhe. Dvipradeshi skamdha mujaba kahevum. Utkrishta avagahanavala sambamdhe pana ema ja chhe. E pramane madhyama avagahanamam pana chhe. Jaghanya avagahanavala chatuhpradeshi skamdhamam pana trane avagahanavalamam temaja kahevum. Pana madhyamamam avagahana vade kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to pradesha nyuna, adhika hoya to pradesha adhika hoya. E pramane dasha pradeshi skamdha sudhi janavum. Pana madhyama avagahanamam pradeshani vriddhi karavi. Jaghanya avagahanavala samkhyata pradeshi pudgalo na paryayo\? Anamta paryaya chhe. Kema ke te skamdha paraspara dravyarthathi tulya, pradesharthathi dvisthanapatita, avagahanathi tulya, sthitithi chatuhsthanapatita, varnadi ane chara sparshathi chha sthana patita chhe. Ema utkrishta avagahanavalane pana janava. Madhyamamam pana temaja chhe. Paramtu svasthanathi dvisthana patita chhe. Jaghanya avagahanavala asamkhyatapradeshi skamdha vishe prashna – anamta paryayo chhe. Kema ke teo paraspara dravyathi tulya, pradeshathi chatuhsthana patita chhe. Varnadi tatha chara sparshothi chha sthana patita chhe. E rite utkrishta avagahanamam janavum. Madhyama avagahana skamdhamam pana ema ja chhe. Pana svasthanamam chatuhsthanapatita chhe. Jaghanya avagahanavala anamtapradeshi skamdhani prichchha – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyarthathi tulya chhe. Pradesharthathi chha sthana patita, avagahanathi tulya, sthitithi chha sthana patita, varnadi ane ukta chara sparsha vade chha sthana patita chhe. Utkrishta avagahanavala anamtapradeshi skamdhano prashna – tena anamtaparyayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya chhe, pradeshathi chha sthanapatita chhe. Avagahana ane sthiti pana chatuhsthanapatita chhe. Varnadi ane athe sparsha vade chha sthanapatita chhe. Jaghanyasthitika paramanu pudgalono prashna – teona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya – pradesha – avagahana ane sthitithi tulya chhe. Varnadi ane be sparshathi chha sthana patita chhe. Ema utkrishta sthitika paramanune pana janava. Madhyama sthitikamam pana ema ja chhe. Paramtu sthiti vade chatuhsthanapatita chhe. Jaghanyasthitika dvipradeshi skamdhano prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya ane pradeshathi tulya chhe. Avagahanarupe kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to pradesha nyuna ane adhika hoya to pradesha adhika hoya. Sthiti vade tulya, varnadi ane chara sparsha vade chha sthanapatita hoya. E pramane utkrishta sthitikane janava. Madhyama sthitikamam pana ema ja janavum, pana sthiti vade chatuhsthana patita hoya chhe. E pramane dasha pradeshi sudhi janavum. Pana pradeshani vriddhi karavi. Jaghanya sthitika samkhyatapradeshi skamdhano prashna. Tene anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradesha ane avagahanathi dvisthanapatita, sthitithi tulya, varnadi ane chara sparshathi chha sthana patita chhe. E pramane utkrishta sthitikamam kahevum. Madhyama sthitika temaja chhe. Pana sthitithi chatuhsthana patita chhe. Jaghanyasthitika asamkhyatapradeshika pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya chhe, pradesha ane avagahanathi chatuhsthana patita, sthitithi tulya, varnadi ane ukta chara sparsha vade chha sthanapatita. E pramane utkrishta sthitika chhe. Madhyama sthitika pana temaja chhe. Pana sthiti vade chatuhsthanapatita chhe. Jaghanyasthitika anamtapradeshika skamdhano prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyarthathi tulya, pradesharthathi chha sthanapatita, avagahanathi chatuhsthanapatita, sthitithi tulya, varnadi athe sparshathi chha sthana patita chhe. E pramane utkrishta sthitika janava. Madhyama sthitika ema ja chhe. Pana sthitithi chatuhsthana patita. Jaghanya kala varnavala paramanu pudgalano prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya – pradesha – avagahanarupe tulya chhe, sthitithi chatuhsthana patita chhe, kala varnaparyayathi tulya chhe, bakina varno nathi. Gamdha, rasa, be sparshathi chha sthanapatita chhe. E pramane utkrishta kala varnavala paramanumam janavum. Madhyama kala varnavalamam pana temaja chhe. Pana svasthanathi chha sthana patita chhe. Jaghanya kala varnavala dvipradeshi skamdhano prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya ane pradeshathi tulya chhe, avagahanathi kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to pradesha nyuna hoya, adhika hoya to pradesha adhika chhe. Sthitithi chatuhsthana patita, kala varnaparyayathi tulya, bakina varnadi ane chara sparsha vade chha sthana patita chhe. Ema utkrishta kala varnane janava. Madhyama kala varnavalamam pana temaja chhe. Paramtu svasthanathi chha sthana patita chhe. E pramane dashapradeshi skamdha sudhi janavum. Paramtu avagahanamam te pramane ja pradeshavriddhi karavi. Jaghanya guna kala samkhyata pradeshi skamdhono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradesha ane avagahanathi dvisthanapatita chhe, sthitithi chatuhsthanapatita chhe. Kala varna paryayathi tulya chhe. Bakina varnadi ane ukta chara sparsha vade chha sthanapatita chhe. E pramane utkrishta kala varnavala pana chhe. Madhyama kala varnavala pana emaja chhe. Pana svasthanathi chha sthana patita hoya chhe. Jaghanyaguna kala asamkhyatapradeshi skamdhano prashna – teona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya chhe. Pradesha ane sthitithi chatuhsthana patita chhe. Kala varnaparyayathi tulya chhe. Bakina varnadi ane ukta chara sparshathi chha sthana patita chhe. Avagahanathi chatuhsthana patita chhe. E rite utkrishta kala varnavala chhe. Madhyama pana emaja chhe. Pana svasthanathi chha sthanapatita chhe. Jaghanya guna kala anamtapradeshi pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradeshathi chha sthanapatita, avagahanathi chara sthana patita, sthiti pana temaja, kala varna paryayathi tulya, baka varnadi ane atha sparshathi chha sthanapatita chhe. E pramane utkrishta kala varnamam janavum. Madhyama kala varnamam ema ja chhe. Pana svasthanathi chha sthanapatita chhe. E pramane nila, lala, pila, dhola, bamne gamdha, pamche rasani vaktavyata pana kahevi. Pana sugamdhivala paramanu pudgalane durgamdhi na kaheva, durgamdhivalane sugamdhi na kaheva. Eka rasamam bija raso na kaheva. Jaghanya karkasha gunavala anamtapradeshi skamdhano prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradeshathi chha sthanapatita, avagahana ane sthitithi chatuhsthanapatita, varnadi charathi chha sthanapatita chhe. Karkasha sparsha paryayathi tulya, bakina sate sparsha paryaya vade chha sthanapatita chhe. E rite utkrishta karkasha gunavalane janava. Madhyama karkasha gunavalane emaja janava. Pana svasthanathi chha sthanapatita chhe. Ema mridu, guru, laghu sparshamam pana kahevum. Jaghanya shitagunavala paramanu pudgalana prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya – pradesha – avagahana rupe tulya chhe. Sthitithi chatuhsthana patita, varna – gamdha – rasathi chha sthana patita, shita sparshathi tulya, ushna sparsha nathi, snigdha ane ruksha sparsha paryayathi chha sthana patita chhe. Jaghanya shitagunavala dvipradeshi pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya ane pradeshathi tulya chhe, avagahanathi kadacha tulya, nyuna ke adhika chhe. Jo nyuna hoya to pradesha nyuna, adhika hoya to pradesha adhika hoya. Sthitithi chatuhsthana patita hoya. Varna, gamdha, rasa paryayathi chha sthanapatita chhe. Shitasparshathi tulya chhe. Ushna – snigdha – ruksha sparsha paryayathi chha sthanapatita chhe. E pramane utkrishta shitagunavala janava. Madhyama shitagunavala pana temaja chhe. Pana svasthanathi chha sthana patita chhe. Ema dasha pradeshi skamdha sudhi janavum, pana avagahana vade pradeshani vriddhi karavi. Jaghanya shitagunavala samkhyata pradeshi skamdhano prashna – tena anamta paryayo chhe. Kema ke teo paraspara dravyathi tulya, pradesha ane avagahanathi dvisthana patita, sthitithi chatuhsthana patita varnadithi chha sthana patita, shita sparsha paryayathi tulya, ushna – snigdha – ruksha paryayathi chha sthanapatita chhe. E pramane utkrishta shita gunavala janava. Madhyama shita gunavala temaja chhe. Paramtu svasthanane ashrine te chha sthanapatita hoya chhe. Jaghanya shitagunavala asamkhyatapradeshi pudgalono prashna – teona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradesha – avagahana ane sthitithi chatuhsthana patita, varnadithi chha sthana patita, shitasparsha paryayathi tulya, ushna – snigdha – ruksha sparshathi chha sthana patita chhe. E pramane utkrishta shitasparshavala janava. Madhyama0 tema ja chhe. Pana sva sthanane ashrine chha sthana patita chhe. Jaghanya shitagunavala anamtapradeshi pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya, pradeshathi chha sthana patita, avagahana ane sthitithi chatuhsthana patita, varnadi paryayathi chha sthana patita, shita sparshathi tulya, bakina sate sparshathi chha sthana patita chhe. E pramane utkrishta shita sparshavala janava. Madhyama shita sparshavala temaja chhe. Pana svasthanathi chha sthana patita chhe. E pramane ushna, snigdha, ruksha sparshamam pana janavum. Paramanu pudgalamam temaja chhe pana badhane pratipaksha varnadi na kaheva. Sutra– 325. Jaghanya pradeshika skamdhono prashna – teona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyartha – pradesharthathi tulya, avagahana rupe kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to pradeshanyuna ane adhika hoya to pradesha adhika hoya. Sthiti vade chatuhsthana patita, varnadi ane ukta chara sparsha paryayathi chha sthana patita hoya. Utkrishta pradeshavala skamdhono prashna – teona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravya ane pradeshathi tulya chhe. Avagahana ane sthitithi chatuhsthana patita, varnadi ane atha sparsha paryayo vade chha sthana patita hoya chhe. Madhyama pradesha parimanavala skamdhona ketala paryaya chhe? Anamta. Kai rite? Teo paraspara dravyarthathi tulya chhe, pradesharthathi chha sthana patita, avagahana ane sthitithi chatuhsthana patita, varnadi ane atha sparsha paryayothi chha sthana patita chhe. Jaghanya avagahanavala pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyarthathi tulya, pradesharthathi chha sthana patita, avagahanathi tulya, sthitithi chatuhsthana patita, varnadi ane atha sparsha paryayathi chha sthana patita chhe. Utkrishta avagahana valamam ema ja janavum. Pana sthitithi tulya chhe. Madhyamavagahana pudgalona anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyathi tulya chhe, pradeshathi chha sthana patita, avagahana ane sthitithi chatuhsthana patita, varnadi ane atha sparsha paryayathi chha sthana patita chhe. Jaghanyasthitika pudgalono prashna – tena anamta paryayo chhe. Kema ke – teo paraspara dravyarthathi tulya, pradesharthathi chha sthana patita, avagahanathi chatuhsthana patita, sthitithi tulya, varnadi ane atha sparsha paryayathi chha sthanapatita chhe. E pramane utkrishta sthitika0 janava. Madhyama sthitika0 temaja chhe. Pana sthitithi chatuhsthana patita chhe. Jaghanyaguna kala pudgalono prashna – tena anamta paryaya chhe. Kema ke – teo paraspara dravyarthathi tulya, pradesharthathi chha sthana patita, avagahana ane sthitithi chatuhsthana patita, kala varna paryayathi tulya, bakina varna, gamdha, rasa, sparsha paryayathi chha sthana patita chhe ema utkrishta kala varnavala mate janavum, madhyama guna kala pana temaja chhe. Pana svasthanane ashrine chha sthana patita chhe. Kala varna maphaka bakina varno, gamdha – rasa – sparshani vaktavyata kahevi Sutra samdarbha– 322–325