Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105966
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : द्वीप समुद्र Translated Section : દ્વીપ સમુદ્ર
Sutra Number : 166 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जंबुद्दीवस्स णं भंते! दीवस्स कति दारा पन्नत्ता? गोयमा! चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजये वेजयंते जयंते अपराजिते।
Sutra Meaning : સૂત્ર– ૧૬૬. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. સૂત્ર– ૧૬૭. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન અબાધાએ ગયા પછી જંબૂદ્વીપ દ્વીપના પૂર્વાંતમાં તથા લવણ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા મહાનદી ઉપર જંબૂદ્વીપનું વિજયદ્વાર છે. આ દ્વાર આઠ યોજન ઊંચું, ચાર યોજન પહોળું અને ચાર યોજન પ્રવેશમાં છે, આ દ્વાર શ્વેતવર્ણી છે, તેનું શિખર શ્રેષ્ઠ સોનાનું છે. આ દ્વાર ઉપર ઇહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, સરભ, ચમર, હાથી, વનલતા અને પદ્મલતાના વિવિધ ચિત્રો બનેલા છે. તેના સ્તંભ ઉપર વજ્રવેદિકા હોવાથી તે રમ્ય લાગે છે. તે વિદ્યાધર યમલ યુગલ યંત્રયુક્તની માફક અર્ચીસહસ્રમાલિનીના હજારો રૂપથી કલિત, દીપ્યમાન, દેદીપ્યમાન, જોતા જ આંખ ચોંટી જાય તેવું, સુખસ્પર્શ વાળુ, સશ્રીકરૂપ છે. તે દ્વારનું વર્ણન આ પ્રમાણે – આ દ્વારના નેમા વજ્રરત્નમય છે, તેના મૂળ પાયા રિષ્ટરત્નમય છે, સ્તંભ વૈડૂર્યરત્નમય છે, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણી મણિ – રત્નોથી જડિત ભૂમિતળ છે, હંસગર્ભમય ઉંબરા, ગોમેજ્જ રત્નની ઇન્દ્રકાલ, લોહિતાક્ષ રત્નમય દ્વારશાખા, દ્વાર પરના ત્રાંસા પાટિયા જ્યોતિરસ રત્નમય, વૈડૂર્યમય કમાડ, વજ્રમય સંધી, લોહિતાક્ષરત્નમય શૂચિ, વિવિધ મણિમય સમુદ્‌ગક, વજ્રમયી અર્ગલા અને અર્ગલાપાસા, વજ્રમયી આવર્તન પીઠિકા, અંકરત્નનું ઉત્તર પાર્શ્વ, નિરંતરિત ઘન કપાટ અને ભીંતોમાં ૧૬૮ ભિત્તીગુલિકા હોય છે. તેટલી જ ગોમાનસી હોય છે. દ્વાર ઉપર વિવિધ મણિ – રત્ન વ્યાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા, વજ્રમય કૂડ, રજતમય ઉત્સેધ, સર્વ તપનીયમય ઉલ્લોક, વિવિધ મણિરત્નના જાલપંજર મણિવંશક, લોહિતાક્ષ રત્નના પ્રતિવંશક, રજતમય ભૂમિ છે. અંકરત્નમય પક્ષબાહા, જ્યોતિરસમય વંશ અને વંશ કવેલ્લુગ, રજતમયી પટ્ટિકા, જાત્યરૂપમયી અવઘાટની, વજ્રરત્નમયી ઉપરની પુંછલી, સર્વશ્વેત રજતમય છાદન, અંકરત્નમય કનકકૂટ, તપનીય સ્તૂપિકા, શ્વેત – શંખતલ – વિમલ – નિર્મલ – દધિધન – ગોક્ષીર – ફીણ – રજત નિકર સમાન છે. તિલકરત્ન અને અર્દ્ધચંદ્રોથી તે વિવિધ મણિમય માળાથી અલંકૃત છે. અંદર અને બહારથી શ્લક્ષ્ણ, તપનીય રુચિર વાલુકા પ્રસ્તટ છે. સુખસ્પર્શ વાળા, સશ્રીકરૂપ, પ્રાસાદિય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ તે દ્વાર છે. વિજયદ્વારની બંને પડખે બે નિસિધિકા છે. બબ્બે ચંદન કળશની પરિપાટી છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે. સુગંધિત અને શ્રેષ્ઠ જળથી ભરેલા છે. તેના ઉપર ચંદનનો લેપ કરેલો છે. તેના કંઠોમાં મૌલી બાંધેલી છે. પદ્મકમળ વડે ઢાંકેલ છે. તે સર્વરત્નોના બનેલા છે, સ્વચ્છ, શ્લક્ષ્ણ યાવત્‌ પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન્‌ શ્રમણ! તે કળશો મોટા મોટા મહેન્દ્રકુંભની સમાન છે. તે વિજયદ્વારની બંને બાજુ બે નૈષેધિકાઓમાં બે – બે નાગદંતોની પંક્તિ છે. તે મુક્તાજાળોની અંદર લટકતી સુવર્ણમાળાઓ અને ગવાક્ષની આકૃતિની રત્નમાળાઓ અને નાની – નાની ઘંટિકાઓથી યુક્ત છે. આગળના ભાગમાં કંઈક ઊંચી છે, ઉપરના ભાગે આગળ નીકળેલી છે અને સારી રીતે ઠોકેલી છે. સર્પના નીચલા અર્દ્ધભાગની માફક તેનું રૂપ છે. પન્નગાર્દ્ધ સંસ્થાન સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણ ! મોટા – મોટા ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતાઓ અતીવ સ્વચ્છ યાવત અતીવ મનોહર છે. તે નાગદંતોમાં ઉપર કાળા, નીલા, લાલ, પીળા, સફેદ દોરામાં ગૂંથેલ ઘણી લાંબી માળાનો સમૂહ લટકી રહ્યો છે. તે માળા સોનાના દડા અને સોનાની પાંદડીઓથી શોભિત અને વિવિધ મણિરત્નોના વિવિધ હાર – અર્દ્ધહારથી ઉપશોભિત છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના વાયુથી તે માળાઓ ધીમે ધીમે હાલે છે, એકબીજા સાથે અથડાય છે.તેમાંથી વિશિષ્ટ, મનોહર, કર્ણપ્રિય અને મધુર ગુંજન થાય છે અને યાવત્‌ તે માળાઓ શ્રી વડે અતીવ અતીવ શોભતું – શોભતું રહેલ છે. તે નાગદંતકોની ઉપર બીજી બબ્બે નાગદંત પરિપાટી કહેલી છે. તે નાગદંતક મોતીના જાળમાં લટકતી ઇત્યાદિ પૂર્વવત્‌ હે આયુષ્યમાન્‌ શ્રમણ ! કહેલી છે. તે નાગદંતકોમાં ઘણા રજતમય સિક્કા કહેલ છે. તે રત્નમય સિક્કાઓમાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટીઓ કહેલી છે. તે આ રીતે – તે ધૂપઘટિકા કાળો અગરુ, પ્રવર કુંદરુષ્ક, તુરુષ્ક, ધૂપથી ગંધિકા – ગંધવર્તીભૂત એવી ઉદાર, મનોજ્ઞ, ઘ્રાણ – મનને સુખકારી ગંધથી તે પ્રદેશને ચોતરફથી આપૂરીત કરતી – કરતી, અતિ અતિ શોભા વડે યાવત્‌ રહે છે. વિજયદ્વારને બંને પડખે, બંને નૈષેધિકામાં બબ્બે શાલભંજિકાની પરિપાટી કહી છે. તે શાલભંજિકા લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ આકાર – વસ્ત્રયુક્ત, વિવિધ માળાઓને ધારણ કરેલી, મુષ્ટીમાં ગ્રાહ્ય મધ્ય ભાગવાળી છે તથા તેના પયોધર સમશ્રેણિક, ચુચુક યુગલથી યુક્ત, કઠિન, ગોળાકાર છે. તે સામે તરફ ઉઠેલા અને પુષ્પ છે, તેથી રતિ – ઉત્પાદક છે. આ પૂતળીના આંખના ખૂણા લાલ છે, વાળ કાળા અને કોમલ છે. વિશદ, પ્રશસ્ત લક્ષણ છે તેનો અગ્રભાગ મુગટથી આવૃત્ત છે. તે અશોકવૃક્ષનો કંઈક સહારો લઈને ઊભેલી છે. ડાબા હાથે તેણે અશોકવૃક્ષનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તિર્છા કટાક્ષથી દર્શકોનું મન આકર્ષી રહી છે. પરસ્પરના તિર્છા અવલોકનથી લાગે છે કે એક – બીજીને ખિન્ન કરી રહી છે. આ પૂતળી પૃથ્વીકાયના પરિણામરૂપ અને શાશ્વત ભાવને પ્રાપ્ત છે. તેમનું મુખ ચંદ્રમા જેવુ છે. લલાટ અર્ધચંદ્ર સમાન છે, દર્શન ચંદ્રમા કરતા પણ સૌમ્ય છે. ઉલ્કા સમાન ચમકતી છે. તેમનો પ્રકાશ વીજળીના પ્રગાઢ કિરણો અને અનાવૃત્ત સૂર્યના તેજથી પણ અધિક છે. આકૃતિ શૃંગારપ્રધાન છે. વેશભૂષા શોભાવાન છે. તે પ્રાસાદીય – દર્શનીયાદિ છે. તેજથી અતિ શોભતી એવી રહેલી છે. વિજયદ્વારની બંને પડખે બબ્બે નૈષેધિકીમાં બબ્બે જાલકટકો કહ્યા છે, તે જાલકટકો સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે. વિજયદ્વારની બંને પડખે બબ્બે નૈષેધિકી, બબ્બે ઘંટા – પરિપાટીઓ કહી છે. તે ઘંટાનો આવા સ્વરૂપે વર્ણક નિવેશ છે. તે આ – જાંબુનદમયી ઘંટા, વજ્રમયી લાલા, વિવિધ મણિમય ઘંટાના પાર્શ્વભાગ તપનીયમયી સાંકળો, રજતમયી રજ્જૂ છે. તે ઘંટાઓ ઓઘસ્વરા, મેઘસ્વરા, હંસસ્વરા, ક્રૌંચસ્વરા, નંદીસ્વરા, નંદીઘોષા, સિંહસ્વરા, સિંહઘોષા, મંજુસ્વરા, મંજુઘોષા, સુસ્વરા, સુસ્વર નિર્ઘોષા છે. તે પ્રદેશમાં ઉદાર, મનોજ્ઞ, કાન – મનને સુખકારી શબ્દોથી યાવત્‌ રહેલ છે. વિજયદ્વારની ઉભય પડખે બબ્બે નૈષેધિકાઓ છે. બબ્બે વનમાલા પરિપાટી કહી છે. તે વનમાલા વિવિધ દ્રુમલતા, કિશલય, પલ્લવ સમાકુલ, ષટ્‌પદ પરિભુજ્યમાન કમળોથી શોભંત, સશ્રીકો, પ્રાસાદિયાદિ, તે પ્રદેશમાં ઉદાર યાવત્‌ ગંધથી વ્યાપ્ત કરતી યાવત્‌ સ્થિત છે. સૂત્ર સંદર્ભ– ૧૬૬, ૧૬૭
Mool Sutra Transliteration : [sutra] jambuddivassa nam bhamte! Divassa kati dara pannatta? Goyama! Chattari dara pannatta, tam jaha–vijaye vejayamte jayamte aparajite.
Sutra Meaning Transliteration : Sutra– 166. Bhagavan ! Jambudvipa dvipana ketala dvaro kahya chhe\? Gautama ! Chara. Te a – vijaya, vaijayamta, jayamta, aparajita. Sutra– 167. Bhagavan ! Jambudvipa dvipanum vijaya name dvara kyam chhe\? Gautama ! Jambudvipa dvipana meru parvatani purve 45,000 yojana abadhae gaya pachhi jambudvipa dvipana purvamtamam tatha lavana samudrana purvardhana pashchima bhagamam sita mahanadi upara jambudvipanum vijayadvara chhe. A dvara atha yojana umchum, chara yojana paholum ane chara yojana praveshamam chhe, a dvara shvetavarni chhe, tenum shikhara shreshtha sonanum chhe. A dvara upara ihamriga, vrishabha, ashva, manushya, magara, pakshi, sarpa, kinnara, ruru, sarabha, chamara, hathi, vanalata ane padmalatana vividha chitro banela chhe. Tena stambha upara vajravedika hovathi te ramya lage chhe. Te vidyadhara yamala yugala yamtrayuktani maphaka archisahasramalinina hajaro rupathi kalita, dipyamana, dedipyamana, jota ja amkha chomti jaya tevum, sukhasparsha valu, sashrikarupa chhe. Te dvaranum varnana a pramane – A dvarana nema vajraratnamaya chhe, tena mula paya rishtaratnamaya chhe, stambha vaiduryaratnamaya chhe, jatyarupa upachita pravara pamchavarni mani – ratnothi jadita bhumitala chhe, hamsagarbhamaya umbara, gomejja ratnani indrakala, lohitaksha ratnamaya dvarashakha, dvara parana tramsa patiya jyotirasa ratnamaya, vaiduryamaya kamada, vajramaya samdhi, lohitaksharatnamaya shuchi, vividha manimaya samudgaka, vajramayi argala ane argalapasa, vajramayi avartana pithika, amkaratnanum uttara parshva, niramtarita ghana kapata ane bhimtomam 168 bhittigulika hoya chhe. Tetali ja gomanasi hoya chhe. Dvara upara vividha mani – ratna vyala rupaka lilasthita shalabhamjika, vajramaya kuda, rajatamaya utsedha, sarva tapaniyamaya ulloka, vividha maniratnana jalapamjara manivamshaka, lohitaksha ratnana prativamshaka, rajatamaya bhumi chhe. Amkaratnamaya pakshabaha, jyotirasamaya vamsha ane vamsha kavelluga, rajatamayi pattika, jatyarupamayi avaghatani, vajraratnamayi uparani pumchhali, sarvashveta rajatamaya chhadana, amkaratnamaya kanakakuta, tapaniya stupika, shveta – shamkhatala – vimala – nirmala – dadhidhana – gokshira – phina – rajata nikara samana chhe. Tilakaratna ane arddhachamdrothi te vividha manimaya malathi alamkrita chhe. Amdara ane baharathi shlakshna, tapaniya ruchira valuka prastata chhe. Sukhasparsha vala, sashrikarupa, prasadiya, darshaniya, abhirupa ane pratirupa te dvara chhe. Vijayadvarani bamne padakhe be nisidhika chhe. Babbe chamdana kalashani paripati chhe. Te chamdana kalasho shreshtha kamalo para pratishthita chhe. Sugamdhita ane shreshtha jalathi bharela chhe. Tena upara chamdanano lepa karelo chhe. Tena kamthomam mauli bamdheli chhe. Padmakamala vade dhamkela chhe. Te sarvaratnona banela chhe, svachchha, shlakshna yavat pratirupa chhe. He ayushyaman shramana! Te kalasho mota mota mahendrakumbhani samana chhe. Te vijayadvarani bamne baju be naishedhikaomam be – be nagadamtoni pamkti chhe. Te muktajaloni amdara latakati suvarnamalao ane gavakshani akritini ratnamalao ane nani – nani ghamtikaothi yukta chhe. Agalana bhagamam kamika umchi chhe, uparana bhage agala nikaleli chhe ane sari rite thokeli chhe. Sarpana nichala arddhabhagani maphaka tenum rupa chhe. Pannagarddha samsthana samsthita chhe. Te sampurna ratnamaya, svachchha yavat pratirupa chhe. He ayushyamana shramana ! Mota – mota gajadamta samana kahela chhe. Te nagadamtao ativa svachchha yavata ativa manohara chhe. Te nagadamtomam upara kala, nila, lala, pila, sapheda doramam gumthela ghani lambi malano samuha lataki rahyo chhe. Te mala sonana dada ane sonani pamdadiothi shobhita ane vividha maniratnona vividha hara – arddhaharathi upashobhita chhe. Purva, pashchima, dakshina ane uttara dishana vayuthi te malao dhime dhime hale chhe, ekabija sathe athadaya chhE.Temamthi vishishta, manohara, karnapriya ane madhura gumjana thaya chhe ane yavat te malao shri vade ativa ativa shobhatum – shobhatum rahela chhe. Te nagadamtakoni upara biji babbe nagadamta paripati kaheli chhe. Te nagadamtaka motina jalamam latakati ityadi purvavat he ayushyaman shramana ! Kaheli chhe. Te nagadamtakomam ghana rajatamaya sikka kahela chhe. Te ratnamaya sikkaomam ghani vaiduryamaya dhupaghatio kaheli chhe. Te a rite – te dhupaghatika kalo agaru, pravara kumdarushka, turushka, dhupathi gamdhika – gamdhavartibhuta evi udara, manojnya, ghrana – manane sukhakari gamdhathi te pradeshane chotaraphathi apurita karati – karati, ati ati shobha vade yavat rahe chhe. Vijayadvarane bamne padakhe, bamne naishedhikamam babbe shalabhamjikani paripati kahi chhe. Te shalabhamjika lilasthita, supratishthita, sualamkrita, vividha akara – vastrayukta, vividha malaone dharana kareli, mushtimam grahya madhya bhagavali chhe tatha tena payodhara samashrenika, chuchuka yugalathi yukta, kathina, golakara chhe. Te same tarapha uthela ane pushpa chhe, tethi rati – utpadaka chhe. A putalina amkhana khuna lala chhe, vala kala ane komala chhe. Vishada, prashasta lakshana chhe teno agrabhaga mugatathi avritta chhe. Te ashokavrikshano kamika saharo laine ubheli chhe. Daba hathe tene ashokavrikshano agrabhaga pakadi rakhela chhe. Potana tirchha katakshathi darshakonum mana akarshi rahi chhe. Parasparana tirchha avalokanathi lage chhe ke eka – bijine khinna kari rahi chhe. A putali prithvikayana parinamarupa ane shashvata bhavane prapta chhe. Temanum mukha chamdrama jevu chhe. Lalata ardhachamdra samana chhe, darshana chamdrama karata pana saumya chhe. Ulka samana chamakati chhe. Temano prakasha vijalina pragadha kirano ane anavritta suryana tejathi pana adhika chhe. Akriti shrimgarapradhana chhe. Veshabhusha shobhavana chhe. Te prasadiya – darshaniyadi chhe. Tejathi ati shobhati evi raheli chhe. Vijayadvarani bamne padakhe babbe naishedhikimam babbe jalakatako kahya chhe, te jalakatako sampurna ratnamaya, svachchha yavat pratirupa chhe. Vijayadvarani bamne padakhe babbe naishedhiki, babbe ghamta – paripatio kahi chhe. Te ghamtano ava svarupe varnaka nivesha chhe. Te a – jambunadamayi ghamta, vajramayi lala, vividha manimaya ghamtana parshvabhaga tapaniyamayi samkalo, rajatamayi rajju chhe. Te ghamtao oghasvara, meghasvara, hamsasvara, kraumchasvara, namdisvara, namdighosha, simhasvara, simhaghosha, mamjusvara, mamjughosha, susvara, susvara nirghosha chhe. Te pradeshamam udara, manojnya, kana – manane sukhakari shabdothi yavat rahela chhe. Vijayadvarani ubhaya padakhe babbe naishedhikao chhe. Babbe vanamala paripati kahi chhe. Te vanamala vividha drumalata, kishalaya, pallava samakula, shatpada paribhujyamana kamalothi shobhamta, sashriko, prasadiyadi, te pradeshamam udara yavat gamdhathi vyapta karati yavat sthita chhe. Sutra samdarbha– 166, 167