Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105831 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
द्विविध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
દ્વિવિધ જીવ પ્રતિપત્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 31 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं तेउक्काइया? तेउक्काइया दुविहा पन्नत्ता, तं जहा–सुहुमतेउक्काइया य बायरतेउक्काइया य। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧. ભગવન્ ! તે તેઉકાયિક શું છે ? ગૌતમ ! તેઉકાયિક બે ભેદે કહેલ છે. તે આ – સૂક્ષ્મ તેઉકાયિક અને બાદર તેઉકાયિક. સૂત્ર– ૩૨. ભગવન્ ! તે સૂક્ષ્મ તેઉકાયિક શું છે ? સૂક્ષ્મ પૃથ્વીકાયિક માફક જાણવુ. વિશેષ એ – શરીર શૂચિકલાપ સંસ્થિત છે. એકગતિક, બે આગતિક, પ્રત્યેક શરીરી અને અસંખ્યાત કહ્યા છે, બાકી બધું પૂર્વવત્. સૂત્ર– ૩૩. ભગવન્ ! તે બાદર તેઉકાયિક શું છે ? અનેકવિધ કહેલ છે. તે આ – અંગાર, જ્વાલા, મુર્મુર યાવત્ સૂર્યકાંતમણિ નિશ્રિત, બીજા પણ તેવા પ્રકારના કહેવા. તે સંક્ષેપથી બે ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા. ભગવન્ ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ શરીરો કહ્યા છે. તે આ – ઔદારિક, તૈજસ, કાર્મણ. બાકી પૂર્વવત્. શરીર શૂચિકલાપ સંસ્થિત, ત્રણ લેશ્યા, સ્થિતિ – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર. તિર્યંચ અને મનુષ્યથી ઉપપાત. બાકી પૂર્વવત્. એક ગતિક, બે આગતિ, પ્રત્યેક શરીરી અને અસંખ્યાતા કહ્યા છે. આ રીતે તેઉકાયિકનું વર્ણન પૂરું થયું. સૂત્ર સંદર્ભ– ૩૧–૩૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam teukkaiya? Teukkaiya duviha pannatta, tam jaha–suhumateukkaiya ya bayarateukkaiya ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 31. Bhagavan ! Te teukayika shum chhe\? Gautama ! Teukayika be bhede kahela chhe. Te a – sukshma teukayika ane badara teukayika. Sutra– 32. Bhagavan ! Te sukshma teukayika shum chhe\? Sukshma prithvikayika maphaka janavu. Vishesha e – sharira shuchikalapa samsthita chhe. Ekagatika, be agatika, pratyeka shariri ane asamkhyata kahya chhe, baki badhum purvavat. Sutra– 33. Bhagavan ! Te badara teukayika shum chhe\? Anekavidha kahela chhe. Te a – amgara, jvala, murmura yavat suryakamtamani nishrita, bija pana teva prakarana kaheva. Te samkshepathi be bhede chhe – paryapta, aparyapta. Bhagavan ! Te jivone ketala shariro kahya chhe\? Gautama ! Trana shariro kahya chhe. Te a – audarika, taijasa, karmana. Baki purvavat. Sharira shuchikalapa samsthita, trana leshya, sthiti – jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana ahoratra. Tiryamcha ane manushyathi upapata. Baki purvavat. Eka gatika, be agati, pratyeka shariri ane asamkhyata kahya chhe. A rite teukayikanum varnana purum thayum. Sutra samdarbha– 31–33 |