Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105821 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
द्विविध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
દ્વિવિધ જીવ પ્રતિપત્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 21 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं बायरवणस्सइकाइया? बायरवणस्सइकाइया दुविहा पन्नत्ता, तं जहा– पत्तेयसरीर-बायरवणस्सइकाइया य साहारणसरीरबायरवणस्सइकाइया य। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧. તે બાદર વનસ્પતિકાયિક શું છે ? તે બાદર વનસ્પતિકાયિક બે ભેદે છે – પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક. સૂત્ર– ૨૨. તે પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક શું છે ? તે બાર ભેદે છે – સૂત્ર– ૨૩. વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુહ, કુહણ. સૂત્ર– ૨૪. તે વૃક્ષો શું છે ? બે ભેદે છે – એકબીજક, બહુબીજક. તે એકબીજક શું છે ? અનેકવિધ છે – નીમ, આમ, જાંબુ યાવત્ પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક તથા બીજા પણ આવા પ્રકારના વૃક્ષ. એના મૂળ અસંખ્યાત જીવવાળા છે. એ રીતે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રશાખા, પગ એક એક જીવવાળા છે. પુષ્પો અનેક જીવવાળા, ફળ એકબીજક છે. તે બહુબીજક શું છે ? અનેક ભેદે છે – અસ્તિક, તેંદુક, ઉંબર, કપિઠ્ઠ, આંબળા, પનસ, દાડમ, ન્યગ્રોધ, કાદુંબર, તિલક, લકુચ, લોધ્ર, ધવ અને બીજા પણ આવા વૃક્ષો. તેના મૂળ અસંખ્યાત જીવવાળા છે, યાવત્ ફળ બહુબીજ વાળા છે. આ બહુબીજક કહ્યા. તે આ વૃક્ષોનું વર્ણન કર્યું. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર કહેવું યાવત્ આવા પ્રકારના અન્ય વૃક્ષો કુહણ સુધી કહેવા. સૂત્ર– ૨૫. વૃક્ષોના સંસ્થાન વિવિધ પ્રકારે છે. તાડ, સરલ અને નાળિયેરના વૃક્ષોના પાન અને સ્કંધ એક એક જીવવાળા છે. સૂત્ર– ૨૬. જેમ સ્નિગ્ધ દ્રવ્યોથી મિશ્રિત કરેલ અખંડ સરસવના બનાવેલ લાડુ એકરૂપ હોય, પણ દાણા અલગ – અલગ હોય છે, એ રીતે પ્રત્યેકશરીરીના શરીર ભિન્ન ભિન્ન હોવા છતાં સંઘાતરૂપ – એકરૂપે જણાય છે. સૂત્ર– ૨૭. જેમ તલપાપડીમાં સર્વ તલ અલગ – અલગ દેખાવા છતાં ઘણા તલો ભેગા થાય ત્યારે તલપાપડી બને છે, તે રીતે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત અર્થાત સમુદાયરૂપ છે. સૂત્ર– ૨૮. તે આ પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકનું કથન પૂરું થયું. સૂત્ર સંદર્ભ– ૨૧–૨૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam bayaravanassaikaiya? Bayaravanassaikaiya duviha pannatta, tam jaha– patteyasarira-bayaravanassaikaiya ya saharanasarirabayaravanassaikaiya ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 21. Te badara vanaspatikayika shum chhe\? Te badara vanaspatikayika be bhede chhe – pratyeka sharira badara vanaspatikayika ane sadharana sharira badara vanaspatikayika. Sutra– 22. Te pratyeka sharira badara vanaspatikayika shum chhe\? Te bara bhede chhe – Sutra– 23. Vriksha, guchchha, gulma, lata, valli, parvaga, trina, valaya, harita, aushadhi, jalaruha, kuhana. Sutra– 24. Te vriksho shum chhe\? Be bhede chhe – ekabijaka, bahubijaka. Te ekabijaka shum chhe\? Anekavidha chhe – nima, ama, jambu yavat punnaga, nagavriksha, shriparni, ashoka tatha bija pana ava prakarana vriksha. Ena mula asamkhyata jivavala chhe. E rite kamda, skamdha, tvacha, shakha, prashakha, paga eka eka jivavala chhe. Pushpo aneka jivavala, phala ekabijaka chhe. Te bahubijaka shum chhe\? Aneka bhede chhe – astika, temduka, umbara, kapiththa, ambala, panasa, dadama, nyagrodha, kadumbara, tilaka, lakucha, lodhra, dhava ane bija pana ava vriksho. Tena mula asamkhyata jivavala chhe, yavat phala bahubija vala chhe. A bahubijaka kahya. Te a vrikshonum varnana karyum. E pramane prajnyapana sutra anusara kahevum yavat ava prakarana anya vriksho kuhana sudhi kaheva. Sutra– 25. Vrikshona samsthana vividha prakare chhe. Tada, sarala ane naliyerana vrikshona pana ane skamdha eka eka jivavala chhe. Sutra– 26. Jema snigdha dravyothi mishrita karela akhamda sarasavana banavela ladu ekarupa hoya, pana dana alaga – alaga hoya chhe, e rite pratyekasharirina sharira bhinna bhinna hova chhatam samghatarupa – ekarupe janaya chhe. Sutra– 27. Jema talapapadimam sarva tala alaga – alaga dekhava chhatam ghana talo bhega thaya tyare talapapadi bane chhe, te rite pratyeka shariri jivona sharira samghata arthata samudayarupa chhe. Sutra– 28. Te a pratyekasharira badara vanaspatikayikanum kathana purum thayum. Sutra samdarbha– 21–28 |